મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૪

મનોહર સ્વામી

એક તુ અભેદ સમઝ, ચિદ્ઘન શુભકારી;
વ્યાપક નિર્લેપ જગ પ્રકાશક અધહારી.          એક તું ૧
જાગૃતમાં જે ગણે છે, સ્થૂલ વસ્તુ પ્યારી;
સ્વપ્ન વિષે તેજ જાણે, સૂક્ષ્મ વસ્તુ સારી.          એક તું ૨
સુષુપ્તિમાં તેજ સર્વ, વસ્તુને વિસારી;
અજ્ઞ થકો ભોગવે, આનંદ ભોગ ભારી.          એક તું ૩
ત્રીતનથી ભિન્ન સતે, ભાસે સંસારી;
જહાં જેવો ત્હાં તેવો, દીસે અહંકારી.          એક તું ૪
જાગૃતાદિ જાય આવે, જડ ભાસે ન્યારી;
ચૈતન અવચિલ પ્રકાશ, જોને નિરધારી.          એક તું ૫
જ્ઞાતા નહિ અન્ય માટે, ભેદ મતિ વારી;
શેષ તું સચ્ચિદાનંદ બ્રહ્મ રહે ઘારી.          એક તું ૬