મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૫

મુક્તાનંદ

છેલ છોગાળો રે, મીઠી મોરલીવાળો,
મારે મંદિરીએ પધારે, નિત્ય છેલ છોગાળો;          ટેક.

હસતાં હસતાં મુજને દેખી, આનંદ પામે,
એની કરૂણાની દ્રષ્ટી, સર્વે દુખડાં વાંમે,          છેલ.

મોતીડાંની માળા પેરી, મલપંતો આવે,
ગાવું ત્યાં સંગાતે મારે, પ્રેમશું ગાવે;          છેલ.

મેં વાલો વશ કિધા મુજને વાલે વશ કીધી૦
સામાં સામી પાંન બીડી, દીધી ને લીધી;          છેલ.

મુક્તાનંદ કહે મોહન સંગે, લાભ ઘણો લીધો,
મુખડેથી તંબોલ મુજને મેરે કરી દીધો.          છેલ.