મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૧

વજિયો

હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે
તાહારા કટકમાંહિ દીમે છે વાંકી વાત, સાંભળ હો રાણા રે.          ૧
વિભીષણ ભાઈ રામજીને જ મળ્યો, તેને આપ્યું લંકાનું રાજ્ય.
રાવણ. તુજને રામજી મારશે રે, લેશે લંકાનું રાજ્ય, હઠીલા.          ૨
રામજી ભડ વાંએ લંકા ભેળશે, તારાં રાક્ષસડાંને કરશે લોટ, હઠીલા.          ૩
ખગપતિ બોલ્યો હો રાંણા તાહારે માળીએ રે, વાયસ બોલ્યો ઘરને બાર. ૪
રાવણ કેહે છિ નાલનફા તે વાંનર થાશે ચૂર,
એ શૂં બોલી રાંણી મંદોદરી, મુજ ઉફરો નથિ કો સૂર.          ૫
રાવણ એણી પેરે બોલીયો, સુણ મંદોદરી નાર.
તેત્રીશ ક્રોડ માહારી સેવા કરે, ત્યાંહાં કોણ સુગ્રીવ મોરાર?          ૬
નરપતિ ધુએ રે ધોતીયાં, સૂર્ય કરે રે રસોઈ;
બ્રેહ તે ભરડે છે કોદરા, યમ આંણે છે તોય.          ૭
ગણેશ ગધેડાં ચારે છે, ચામુંડા ઢોળે છે વાય;
પવન બાહાર છે આંગણે, ઇંદ્ર ઓળાગ કરાય.          ૮