મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૧
Jump to navigation
Jump to search
કડવું ૧
પ્રેમાનંદ
રાગ કેદારો
શ્રી ગણપતિને શિર નામી રે, સમરું સીતનો સ્વામી રે;
રઘુનંદન બહુનામી રે: નિર્મળ વાણી આપીએ રે. ૧
ઢાળ
વર્ણવું લીલા રઘુપતિની, વિમળ વાલ્મીકવાણી;
ભણે સુણે જે ભાવ-શું ધન્ય ધન્ય તે પ્રાણી. ૨
શ્રીરામકથારસ પ્રેમે ન પીધો, તો દેહ ધર્યો શું કરવા?
એળે જનમ ખોયો અપરાધી, આવ્યો જનુની-જોબન હરવા! ૩
વલણ
સાર શાસ્રપુરાણનું શ્રીભાગવત-રામચરિત્ર રે;
પ્રેમાનંદપ્રભુ રામનામે થાયે દેહ પવિત્ર રે. ૧૦