મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૫

વિશ્વંભર

એ રંગ રૂડો રમવ સરખો,
રમતલ થાએ રાજી રે,
પ્રેમી જંનના ભોગમાંહાં આવે,
સુ કરે પંડીત કાજી રે.          ૧

ફેરવે પોથી થાથમ થોથી,
મન માયાસંગ લાગુ રે,
ક્યેમ ચાલે વેહેવાર અમાહારો,
જાણ્યે ચ્યાર ઘર ઘણાં માગુ રે.          ૨

કુલ્લ કુટુંબી તો કુલ્લમાંહાં બાંધ્યા,
વરણવેષ વેહેવાહારે રે,
રલ્લી રલ્લી ત્યેહેનોં ખપર ભરે.
નવરા નહી તે ક્યારે રે.          ૩

આદ્ય પુરાણી રહ્યા એમ જાંણી,
તે તો કેહે સુ કરીએ રે,
અમ્યો નહી અમાહારામાંહી,
ધરતાને ક્યેમ ધરીએ રે.          ૪

ધરતા લેઈને ક્યરતા થયા,
તે છે ત્યેહેના ભોગી રે,
વસ્તા વીસ્યંભર સદેહી સ્વયંભર,
સદા તેહ સંજ્યોગી રે.          ૫