મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શાંતિદાસ પદ ૨
Jump to navigation
Jump to search
પદ ૨
આવો મારે ઘેર માણવા
આવો મારે ઘેર માણવા,
હોજી રાજ, આવો મારે ઘેર માણવા.
સરવેથી સારું ગોરસ મારું,
હીરને તાંતણે તાણવા; હોજી રાજ
સૌ સૌને ઘર ધંધે લાગ્યાં,
પુરુષનાં વચન પ્રણામવા; હોજી રાજ
કહેશે તેને ઉત્તર દેઈશું,
ઉત્તર બીજેથી નથી આણવા; હોજી રાજ
પાતળિયાજી મારે ઘેર પધારો,
નથી બેઠું કોઈ જાણવા; હોજી રાજ
શાંતિદાસના પ્રભુ રસિક શિરોમણિ
મારે તારા ગુણ વખાણા; હોજી રાજ