મનોહર ત્રિવેદીનાં કાવ્યો/રિસામણે જતી કણબણનું ગીત
Jump to navigation
Jump to search
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર–
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
જેમ કે ઊડે આભમાં કાબર—કીર–
મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
જીવ ટાઢોબૉળ રાખશું, ભરત ભરશું
આઠે પો’ર હિલોળા, હીંચકો અને હું!
મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત, વેઠે અપવાસ,
નીતારે આંખ્યથી ઊનાં નીર –
આંય તો મીઠી માવડી, ખીલે ગાવડી
સખિસૈયરું હશે ભાઈ અને ભોજાઈ
ન્યાં સૂનાં—અણોસરાં તોરણ–તક્તા,
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ને અભરાઈ
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા
સાવ કોરી ધાકોર નદીને તીર –