યોગેશ જોષીની કવિતા/કવિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કવિ

સાતેય અશ્વોને
અચાનક જ થંભેલા જોઈ
સૂરજે મને કહ્યું :
ચાવી આપો તમારી ઘડિયાળને
જેથી હું
આગળ ચલાવી શકું રથ.