યોગેશ જોષીની કવિતા/શું બોલું?!

શું બોલું?!

ખાલી ખાલી ખાલી
બધુંયે ખાલી
હું
શું ખોલું?!

પોલું પોલું પોલું
બધુંયે પોલું
હું
શું બોલું?!