રમણીક અગ્રાવતની કવિતા/પતંગરંગ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૯. પતંગરંગ

ઉમંગે ઊછળતો લાડડો પતંગ ઉડાડે
લીલો વાસંતી વાયરો
ચગાવે પતંગ ઘણેરો
દોરી ઝાલીને લાડી ઊભાં સંગાથે..

ચગિયો પતંગ રૂડો એવો ફરફરતો જાણે
પલાણ્યો પવનનો ઘોડો
પળમાં ઢાંક્યો સૂરજને
ઝળહળતાં કર્યાં પળમાં સાતેય આકાશો...

મોગરાની વેણી લાડીની વછૂટી ઓચિન્તી
દોરી ઝાલે કે ઝાલે
મઘમઘતા મનને લાડી
ચકરાવો લઈ મહેક કૈં ચઢતી આકાશે...