રમણીક સોમેશ્વરની કવિતા/પિપીલિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬. પિપીલિકા...

 
અહો! પિપીલિકા
ધસે, ધસમસે
 જરઠ ઝાડના થડ પરે
ઝરે, ચીકટ રસ ઝરમરે
તે પરે
પદ ધરે

સમગ્ર નિજ કાયને
આંચકો દઈ અરે
ફરી, ફરી, જરઠ ઝાડના થડ પરે
આખરે,
છેક છેડે ખીલ્યા
પુષ્પના કાંગરે
જઈ ચડે

ટહુકતું-ચહેકતું
પંખી ત્યાં આવીને
પુષ્પને ચાંચમાં લઈ સરે
અહો!
પિપીલિકા...