zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઇન્દુલાલ યાજ્ઞિક/મગજને ભમાવે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

ચીતરી ચડે એવા મકાઈના બટકું રોટલા માટે દુકાળમાં ટળવળતાં હાડપિંજરો... તળિયાઝાટક થઈ ગયેલા, કાદવિયા પાણીવાળા કૂવા સામે જોઈ નિસાસો મૂકતાં ઢોર... કાંટા ઝીંટેલાં સૂનાં ઝૂપડાં... લગભગ નગ્નાવસ્થા ભોગવતી કન્યાઓ, સ્ત્રીઓ અને બાળકોનાં ટોળેટોળાંને આખો દિવસ વાંકાં વળી વળીને, સુક્કાં ખેતરોમાંથી માટી ને ઘાસ વાળીવાળીને મહામહેનતે પાશેર-અરધો શેર ઘાસનાં બીજ ભેગાં કરતાં જોઉં છું. બે-અઢી આનાના રોજ સારુ પાંચ-પાંચ દશ-દશ ગાઉથી ઘરબાર છોડીને આવેલા સેંકડો પુરુષોને સડક પર ને ચૂનાની ભઠ્ઠી પર આખો દિવસ પથ્થર ફોડતા જોઉં છું... કડકડતી ટાઢમાંથી કાંઈક બચવા માટે તાપણી પાસે ધરતીમાતાને ખોળે સૂતેલી અને બાળકોને પોતાનાં આછાં કપડાંથી ને હૂંફાળાં અંગથી ઢાંકવાનો મિથ્યા પ્રયાસ કરતી સ્ત્રીઓની કલ્પના મગજને ભમાવે છે...