સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંત ફ્રાન્સિસ/એવું કરો કે —

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા જ્યાં હતાશા છે ત્યાં આશા જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ જ્યાં શોક છે ત્યાં આનંદ.

હે દિવ્ય સ્વામી, એવું કરો કે, હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું. કારણ કે, આપવામાં જ આપણને મળે છે; ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ મૃત્યુ પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ. (અનુ. કુન્દનિકા કાપડીઆ)