સાહિત્ય પલ્લવ – ભાગ ૧/પરમાનંદ કુંવરજી કાપડિયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરમાનંદ કુંવરજી કાપડિયા

[‘આશ્વિન માસ’ નિબંધના અનેક પ્રકારોમાંનો એક અતિ પ્રચલિત પ્રકાર છે. એની સરળ અને સ્વસ્થ શૈલી નોંધપાત્ર છે. શ્રી. કાકા કાલેલકર આવા વિષયો ઉપરના નિબંધોના આપણા સાહિત્યમાં આચાર્ય છે. તેમના લેખોમાંથી આપણા તહેવારો ઉપરનાં તેમનાં લખાણો વાંચનારને પોતાના શ્રમનો અનેક ગણો બદલો મળેલો લાગશે, અને પોતાની દૃષ્ટિમર્યાદા વિશાળ બનતી માલૂમ પડશે. ‘આશ્વિન માસ’ જેવા અનેક નિબંધોનો અભ્યાસ કરવાથી નિબંધલેખનની કળાનું રહસ્ય સમજાશે, અને સારા નિબંધ લખવાની શક્તિ પણ મળશે.]