< સોરઠિયા દુહા
આહ કરું તો જગ જલે, જંગલ ભી જલ જાય; પાપી જીવડો નવ જલે, જેમાં આહ સમાય.
મારા દિલમાં વેદનાની લાય એવી બળે છે કે જંગલને અને આખી દુનિયાને સળગાવી મૂકે તેમ છે. પણ એક મને અભાગીને એ બાળી નથી શકતી, મારું મોત એ નથી લાવતી.