સોરઠિયા દુહા/46


46

કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ;
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.

પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.