હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/એક વરસાદી હવા અડવાની ક્ષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



એક વરસાદી હવા અડવાની ક્ષણ
લીલછાયા પથ્થરો જેવાં સ્મરણ.

એક એકલતાનું રહેવું આંખમાં
શ્વાસમાં ખેવાયલું વાતાવરણ.

ભીનો ભીનો કાંઠો સાથે હરઘડી
હરઘડી પગહાથ પર રેતીનાં કણ.

આ ફરી પાનીએ ઝરણું ખળખળે
આ ફરી ખોબો ભરીને સાંભરણ.

એક વહેવું ઝિલમિલાવે દૃશ્યને
કાચમાં ટેબલ ઉપર પ્રતિબિમ્બ પણ.