ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘Moving on my own melting’- હરીશ મીનાશ્રુ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 325: Line 325:
લયના દીર્ઘ કાંતારો  
લયના દીર્ઘ કાંતારો  
ઝૂલી નીકળ્યાં  
ઝૂલી નીકળ્યાં  
ઝૂલી નીકળ્યાં રસિકવલ્લભે ગાત્ર  
ઝૂલી નીકળ્યાં રસિકવલ્લભે ગાત્ર
સ્પર્શ રૂપ રસ ગંધ તે હવે હિરણ્યમય દર્દ ગઝલનું
ઝલમલ ઝલમલ ઝૂલી નીકળ્યાં અકળવિકળ તન્માત્ર
હવે આ નેત્રકટાક્ષ માત્રથી
મૃત્યુ પામવાનું કિં પ્રયોજન ?
આવું કરતાં તસુ ન ખસતાં
વટી ગયો કૈ જોજન
રે કૈં જોજન
વિપ્રલબ્ધ હું સાવ શબ્દથી જેર
ઠેરનો ઠેર
સતત ગૂંચાઉં :
કે કવિતાના એકાંતે જે નીવિબંધ
તે અન્યથા વ્યવહારમાં
કેવળ ઘાઘરાનું ગાંઠેલું નાડું
આમ કથું તો ઝીણું ઝીણું તેમ કથું તો જાડું
તંત તંત કંતાય છે
આ વંચનાની શાળ પર
મારી જાતનું થેપાડું
ને હું કાલો ગચ્છતિ ધિમતામ્-ની બૂમો પાડું
કવિતાના વૈદ્યો ભલે નિદાન કરે
કે
મારી નાડીમાં વાગ્મિતા પ્રવેશી ગઈ છે
રસનિષ્પતિમાં
બારીક આપત્તિનાં ચિહ્ન દીસે છે
બાકી, જોડા સ્હેજ ટૂંકા પડતા હોય તો
કાલબૂત ઠોકાવું –
મને આ શબ્દ જ ટૂંકો પડે
કાલબૂત ઠોકું તો આપોઆપ
પ્હોળું પ્હોળું થાય ચરણનું માપ
વળી આ શબ્દ જ ટૂંકો પડે
ફરી આ શબ્દ જ ટૂંકો પડે
હજી આ શબ્દ જ ટૂંકો પડે
કર્ણમૂલ
પકડીને કરું કબૂલ ભૂલ
કે સન્નિપાતમાં હું એવું બબડી બેઠેલો કે
હમે જોડા કહાં ન પેહેરિયે
કહાં ન વજાડિયે કાંસીજોડાં
છતે ધણીએ રાંડી રાંડ્યની
પેઠે કહાં ન દળિયે દળણાં
પ્હરોડિએ, સાંબેલાનું વાદ્ય
કહાં ન ફૂંકિયે, સુકવિ છઈએ
તો કહાં ન રચિયે સદ્ગ્રંથ
માફ કરો, સાહિબ, માફ
કોયલ કેર હગાર કવિતા
કવિતા કેવળ છાણું
અમીં છાણના દેવ, દેવનું
મ્હોડું સે'જ કટાણું
કપાશિયાની આંખોથી મેં રૂપ દીઠું છે રૂપ
અરે દર્પણમાં 
હવે અરેરે હવે અરેરે ચહું રહેવા ચૂપ
અરેરે ક્ષણમાં
માફ કરો, સાહિબ, માફ
નથી
નથી હું વૈવસ્વતનો બેટો
મું તો કબીરવડનો ટેટો
મનમાં ઢાંકી મૂળ -
મૂળથી બેઠો તદ્દન છેટો
કેટલા દિવસ થયા મેં અવદાન નથી કર્યું
કોઈ તો બતાવો
કયું વ્યવધાન છે મારી ને તમારી વચમાં, સાહિબ
પાતળી અસિત પોપડીઓથી ઢંકાયેલો
પાતળી અસિત પોપડીઓથી ઢંકાયેલો
મારો જીવ અબરખનો
મારો જીવ અબરખનો