ઇન્ટરવ્યૂઝ/કૃતિ-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
સાહિત્યિક મુલાકાતોનો ગ્રંથ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ઉત્તમ અને અપૂર્વ ભાત પાડનારો બની રહેશે. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સાથેના પ્રશ્નોત્તર આપણા જમાનાનો યુગસંદર્ભ — ઉત્તમ કોટિનો દસ્તાવેજ બની રહેશે. ચિંતનનું રસાયણ, અનવદ્ય ‘રસવસ્તુ’ અને બળવાન ગદ્ય આ પુસ્તકનો શ્રી-સંકેત બની રહેશે.
આપણા જમાનાનો – ખાસ કરીને, આપણી સાહિત્યિક વિભાવનાઓને : સાહિત્યપદાર્થનો : ધર્મ–તત્ત્વ–દર્શન–મીમાંસાનો, ભાષાશિક્ષણનો એક આગવો ચિંતન-આલેખ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી મુલાકાતોનું આયોજન મેં કર્યું છે. યુગચેતનાના ઉપલક્ષમાં હયાત પેઢીઓની વિચારણા પ્રકટ કરવાનો ઉપક્રમ અહીં રાખ્યો છે. આવી મુલાકાતોની ગ્રંથશ્રેણીના આ પ્રથમ પુસ્તકનું પ્રકાશન થાય છે.
આ મુલાકાતો વેળાએ આપણા સમર્થ સર્જકો-વિદ્વાનોએ મને ખૂબ પ્રેમ, ઉષ્મા અને સહકાર આપ્યાં છે તે અંગે અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા પ્રકટ કરું છું. એમની પાસેથી એમનું ઉત્તમ મેળવવા ક્યારેક મેં આક્રમક પ્રશ્નો પૂછ્યા છે અને મોટે ભાગે ઉદાર થઈને એમણે સહન કરી લીધું છે તે માટેય મારે એમની ક્ષમાયાચના કરવી જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{Right|'''–યશવંત ત્રિવેદી'''<br>(સંપાદકીય લેખમાંથી)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2