તારાપણાના શહેરમાં/હોવાપણાના શહેરમાં

Revision as of 01:06, 13 May 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હોવાપણાના શહેરમાં

આમ તારું રૂપ અનરાધાર વરસે છે અને કારણ નથી
હું હઈશ એ માની લેવામાં કોઈ અડચણ નથી

તારી આંખોમાં સમય જેવો સતત નહિ હોઉં, બનવાજોગ છે
આગિયાની રાત જેમ આ ક્ષણ હઈશ આ ક્ષણ નથી

આપણા હોવાપણાના શહેરમાં હું ગૂમ, ક્યાં શોધું મને
અહીં તો સઘળું પારદર્શક છે કોઈ દર્પણ નથી

તું જ મારા હાથની લિપિ ઉકેલીને કહે મારા વિષે
મારી પાસે હું નથી એનો પુરાવો પણ નથી

* વિષમ છંદ