હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/નજરના તાર ઉપર તારા તું ચલાવ મને: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> |
Latest revision as of 09:14, 29 June 2024
નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને
મિલનનો વર્ષોમાં આવે છે જે એ અવસર છું
તું તારા હોઠનાં ફૂલો વડે સજાવ મને.
છું કોઇ સ્વપ્નનાં દૃશ્યો નયનમાં સાચવી રાખ
ગમે છે બહુ તને એ લય છું ગુનગુનાવ મને.
ઊડી જઈશ બહુ અંગત પળેાની સૌરભ છું
તું વાતવાતમાં હોઠો ઉપર ન લાવ મને
પલકમાં તારી નિકટ છું અને પલકમાં નથી
જરાક સાચવી આંખોમાં પટપટાવ મને