હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મૃગજળ કે ઝાંઝવાં કે હરણિયું બની જઈશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''મૃગજળ કે ઝાંઝવા કે હરણિયું બની જઈશ '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:23, 29 June 2024



મૃગજળ કે ઝાંઝવા કે હરણિયું બની જઈશ
હમણાં વહી રહ્યો છું હું હમણાં વહી જઈશ.

પડઘામાં કોતરી લે પછી ક્યાંય નહીં મળું
હું તો અવાજ છું કે પલકમાં શમી જઈશ.

છું સ્થિર અંધકાર પ્રતિબિમ્બ જોઈ લે
કિરણો સૂરજનાં પડશે ને હું ખળભળી જઈશ.

આકાશ, ફૂલ, મેઘધનુ કે પતંગિયું
હું તારા રંગ લઈને તો કંઈ પણ બની જઈશ.

ટપકું કે રેખા કે કોઈ અક્ષર બનીને આવ
કાગળનો કોરો ટુકડો છું હમણાં ઊડી જઈશ.