હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 14:57, 29 June 2024



જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી
ભૂલી ગયા છે મને એ કોઈ જગાએ મૂકી.

ફરી હું એના સુગંધી વળાંકથી નીકળું
પલકમાં વેરવિખેરે મને હવાઓ ફરી.

કદી એ તડથી કિરણરંગ તાર તાર ઝગે
હવામાં એને હું દેખાઉ રજકણોમાં કદી.

ફરી વળે એ હવારૂપ રોમરોમ વચે
સતત લીધા જ કરું બસ હું એક શ્વાસ ફરી.

એ કંઈ લખે તો વધી જાય અક્ષરોનો મરોડ
અને હું ક્યારની ભુલાયેલી લિપિ છું હજી.