હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
એ કંઈ લખે તો વધી જાય અક્ષરોનો મરોડ  
એ કંઈ લખે તો વધી જાય અક્ષરોનો મરોડ  
અને હું ક્યારની ભુલાયેલી લિપિ છું હજી.
અને હું ક્યારની ભુલાયેલી લિપિ છું હજી.
'''છંદવિધાન'''
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા
</poem>}}
</poem>}}



Latest revision as of 06:43, 7 July 2024



જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી
ભૂલી ગયા છે મને એ કોઈ જગાએ મૂકી.

ફરી હું એના સુગંધી વળાંકથી નીકળું
પલકમાં વેરવિખેરે મને હવાઓ ફરી.

કદી એ તડથી કિરણરંગ તાર તાર ઝગે
હવામાં એને હું દેખાઉ રજકણોમાં કદી.

ફરી વળે એ હવારૂપ રોમરોમ વચે
સતત લીધા જ કરું બસ હું એક શ્વાસ ફરી.

એ કંઈ લખે તો વધી જાય અક્ષરોનો મરોડ
અને હું ક્યારની ભુલાયેલી લિપિ છું હજી.

છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા