હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કાચ જેવું પાતળું ગમતું ક્યાં સંભાળીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
શોષ ટળવળ કંઠથી આંખ લગ આવ્યો હવે  
શોષ ટળવળ કંઠથી આંખ લગ આવ્યો હવે  
ઝાંખરેથી ઝાંખરે ક્યાં લગી ઘસડાઈએ.
ઝાંખરેથી ઝાંખરે ક્યાં લગી ઘસડાઈએ.
'''છંદવિધાન'''
ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા
</poem>}}
</poem>}}



Latest revision as of 06:45, 7 July 2024



કાચ જેવું પાતળું ગમતું ક્યાં સંભાળીએ
જે તરફ પણ ચાલીએ એ તરફ અથડાઈયે.

નીતર્યું ઝિલમિલ છીએ ચોતરફ ધૂસર વચે
કઈ તરફથી શી ખબર કઈ ઘડી ડહોળાઈએ.

માટીમાં ભીનપ છીએ પથ્થરોના દેશમાં
ક્યાં લગી અમને અમે ક્યાં બચાવી રાખીએ.

મહેક છીએ આસથી પાસમાં આછોતરી
અમને ઝંઝામાં અમે ઝાલીએ તો ઝાલીએ.

શોષ ટળવળ કંઠથી આંખ લગ આવ્યો હવે
ઝાંખરેથી ઝાંખરે ક્યાં લગી ઘસડાઈએ.

છંદવિધાન
ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા