હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે  
ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે  
હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું
હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું
'''છંદવિધાન'''
ગાલગાગા/લલગાગા લલગાગા  લલગાગા ગાગા/લલગા
</poem>}}
</poem>}}



Revision as of 09:07, 7 July 2024



ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું
આંગળાં કેમે પરસ જેમ મરોડી ન શકું

સાથ તો હોય છે એનો હવે આકાશની જેમ
ન તરી પણ શકું સાથે કે હું દોડી ન શકું

પળમાં અહીંયાં છે એ પળભરમાં છટકણાં તહીંયાં
છોડીછોડીને છટકણાંને હું છોડી ન શકું

નાવની જાત હું એ હમણાં વહન હમણાં તટ
ન ડુબાવી શકું કે હું મને ખોડી ન શકું

ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે
હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું

છંદવિધાન
ગાલગાગા/લલગાગા લલગાગા લલગાગા ગાગા/લલગા