હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે  '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:21, 29 June 2024



મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે
એક પળ એ પાસપાસે ને બીજી પળ એ પણે

હમણાં અંબોડો અને હમણાં વળી એ ચોટલો
અબઘડી વાળે મને એ અબઘડી સાથે વણે

એને હું સર્વાંગે સરવો સાંભળું બસ સાંભળું
એ મને છેડે પ્રથમ પોતે પછી બહુ રણઝણે

રોજ એ છાંટે નજર આથી વધુ શું જોઈએ
દિન પ્રતિદિન હું વધુ ખીલું છું એનાં તોરણે

બંધ આંખો મલકે મલકે એનાં ખુલ્લાં નેણ પણ
મારે એ સંજીવનીથી ને જિવાડે મારણે