હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
બંધ આંખો મલકે મલકે એનાં ખુલ્લાં નેણ પણ  
બંધ આંખો મલકે મલકે એનાં ખુલ્લાં નેણ પણ  
મારે એ સંજીવનીથી ને જિવાડે મારણે
મારે એ સંજીવનીથી ને જિવાડે મારણે
'''છંદવિધાન'''
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
</poem>}}
</poem>}}
<br>
<br>

Latest revision as of 09:11, 7 July 2024



મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે
એક પળ એ પાસપાસે ને બીજી પળ એ પણે

હમણાં અંબોડો અને હમણાં વળી એ ચોટલો
અબઘડી વાળે મને એ અબઘડી સાથે વણે

એને હું સર્વાંગે સરવો સાંભળું બસ સાંભળું
એ મને છેડે પ્રથમ પોતે પછી બહુ રણઝણે

રોજ એ છાંટે નજર આથી વધુ શું જોઈએ
દિન પ્રતિદિન હું વધુ ખીલું છું એનાં તોરણે

બંધ આંખો મલકે મલકે એનાં ખુલ્લાં નેણ પણ
મારે એ સંજીવનીથી ને જિવાડે મારણે

છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા