હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> |
Latest revision as of 15:30, 29 June 2024
કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે
એ જેમ ચાહે મને એમ માલામાલ કરે *
એ વાવાઝોડું ફૂંકે તોય કંઈ કહી ન શકું
હું પાંદડું ય હલાવું તો એ સવાલ કરે
વહન છું હું અને એ ક્યાંક ઢાળ ક્યાંક ઉતાર
કદી એ ખુશ કરે ક્યારેક ખુશખુશાલ કરે
શિખરથી જોઉં નદીના વળાંકમાં એને
શિખરની આડમાં મારો એ પણ ખયાલ કરે
બધે જ બધબધે એ ધોધમાર વરસે છે
જરાક જેટલી ભીનાશ જેની ન્યાલ કરે
* સૂચિત