ગ્રંથ અને ગ્રંથકાર/ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:
પ્રાથમિક શિક્ષણ જામનગરની પ્રાગજી ભટ્ટની શાળામાં લીધું અને એ પછી ઈ.સ. ૧૯૧૭થી ૨૦ ત્યાંની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ભણ્યા. મેટ્રિક સુધીનાં છેલ્લાં ચાર વર્ષો (૧૯૨૦-૨૪) નવાનગર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને અંગ્રેજી તથા સંસ્કૃત ભાષામાં અનેક શિષ્યવૃત્તિઓ મેળવી, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઈ.સ. ૧૯૨૮માં બી. એ.ની અને ૧૯૩૦ માં એમ. એ. ની પદવી મેળવી. અધ્યાપન એ એમનો મુખ્ય વ્યવસાય છે, અને વર્ષોથી એમની માતૃસંસ્થા-સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં તેઓ સંસ્કૃતના અધ્યાપક તરીકે કાર્ય કરે છે.
પ્રાથમિક શિક્ષણ જામનગરની પ્રાગજી ભટ્ટની શાળામાં લીધું અને એ પછી ઈ.સ. ૧૯૧૭થી ૨૦ ત્યાંની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ભણ્યા. મેટ્રિક સુધીનાં છેલ્લાં ચાર વર્ષો (૧૯૨૦-૨૪) નવાનગર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને અંગ્રેજી તથા સંસ્કૃત ભાષામાં અનેક શિષ્યવૃત્તિઓ મેળવી, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઈ.સ. ૧૯૨૮માં બી. એ.ની અને ૧૯૩૦ માં એમ. એ. ની પદવી મેળવી. અધ્યાપન એ એમનો મુખ્ય વ્યવસાય છે, અને વર્ષોથી એમની માતૃસંસ્થા-સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં તેઓ સંસ્કૃતના અધ્યાપક તરીકે કાર્ય કરે છે.
પ્રા. ઝાલા સાહિત્ય-સંશોધનની અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, એશિયાટિક સોસાયટી અને ભાંડારકર ઓરિયેન્ટલ રિચર્સ ઈન્સ્ટિટયૂટ (પૂના)ના તેઓ જીવનસભ્ય છે. પી. ઈ. એન. ના સામાન્ય સભ્ય છે. વડોદરાની ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ તરફથી રામાયણના સંપાદન માટે નિમાયેલી સમિતિના પણ સભ્ય છે. વડોદરા, મુંબઈ તેમ જ કર્વે યુનિવર્સિટીની વિવિધ અભ્યાસસમિતિઓને પણ તેમની સેવાનો લાભ મળે છે.
પ્રા. ઝાલા સાહિત્ય-સંશોધનની અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, એશિયાટિક સોસાયટી અને ભાંડારકર ઓરિયેન્ટલ રિચર્સ ઈન્સ્ટિટયૂટ (પૂના)ના તેઓ જીવનસભ્ય છે. પી. ઈ. એન. ના સામાન્ય સભ્ય છે. વડોદરાની ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ તરફથી રામાયણના સંપાદન માટે નિમાયેલી સમિતિના પણ સભ્ય છે. વડોદરા, મુંબઈ તેમ જ કર્વે યુનિવર્સિટીની વિવિધ અભ્યાસસમિતિઓને પણ તેમની સેવાનો લાભ મળે છે.
સંસ્કૃતના આ આરૂઢ વિદ્વાન અધ્યાપનના ક્ષેત્રમાં એક આદર્શ અધ્યાપકનું જવલંત દૃષ્ટાંત પૂરું પાડે છે. અધ્યયન અને અધ્યાપન સિવાય બીજી આળપંપાળમાં એ રસ લેતા નથી. અધ્યાપનકાર્ય કરતાં કરતાં એમણે અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં અનેકાનેક સંશોધન અને વિવેચનના લેખો લખ્યા છે. અંગ્રેજીમાં લખાયેલું એમનું 'કાલિદાસ' પરનું અધ્યયન અને ‘ભામિનીવિલાસ' તેમ જ ' રઘુવંશ'ના ૬-૧૦ સર્ગોનાં સંપાદનો અને સ્વાધ્યાયના ઉત્તમ ફળરૂપ એમના સંશોધનલેખો કોઈ પણ અધ્યાપક માટે એ ક્ષેત્રમાં દીવાદાંડીરૂપ છે. સંસ્કૃતમાં 'સુષમા' નામે એમનો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો છે. 'સંસ્કૃતિ'માં પ્રકાશિત થયેલ કવિ ‘કાન્ત’- વિરચિત 'વસન્તવિજય' કાવ્યનો સંસ્કૃતમાં એમણે કરેલો સમશ્લોકી અનુવાદ અને 'કાલિદાસની ઉપમા' તેમ જ 'બાણ' પરના એમના સંસ્કૃતમાં લખાયેલા લેખો તો અતિ પરિચિત છે.
સંસ્કૃતના આ આરૂઢ વિદ્વાન અધ્યાપનના ક્ષેત્રમાં એક આદર્શ અધ્યાપકનું જવલંત દૃષ્ટાંત પૂરું પાડે છે. અધ્યયન અને અધ્યાપન સિવાય બીજી આળપંપાળમાં એ રસ લેતા નથી. અધ્યાપનકાર્ય કરતાં કરતાં એમણે અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં અનેકાનેક સંશોધન અને વિવેચનના લેખો લખ્યા છે. અંગ્રેજીમાં લખાયેલું એમનું ‘કાલિદાસ' પરનું અધ્યયન અને ‘ભામિનીવિલાસ' તેમ જ ‘રઘુવંશ'ના ૬-૧૦ સર્ગોનાં સંપાદનો અને સ્વાધ્યાયના ઉત્તમ ફળરૂપ એમના સંશોધનલેખો કોઈ પણ અધ્યાપક માટે એ ક્ષેત્રમાં દીવાદાંડીરૂપ છે. સંસ્કૃતમાં ‘સુષમા' નામે એમનો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો છે. ‘સંસ્કૃતિ'માં પ્રકાશિત થયેલ કવિ ‘કાન્ત’- વિરચિત ‘વસન્તવિજય' કાવ્યનો સંસ્કૃતમાં એમણે કરેલો સમશ્લોકી અનુવાદ અને ‘કાલિદાસની ઉપમા' તેમ જ ‘બાણ' પરના એમના સંસ્કૃતમાં લખાયેલા લેખો તો અતિ પરિચિત છે.
ગુજરાતીમાં એમનો સર્વપ્રથમ લેખ ઈ. ૧૯૩૨માં શ્રી બટુભાઈ ઉમરવાડિયાની નાટ્યકૃતિ ‘મત્સ્યમઘા અને ગાંગેય’ પર, 'કૌમુદી'માં પ્રગટ થયો હતો. એ પછી 'ચક્રવાકમિથુન', 'વસન્તોત્સવ'માં અસંભવ દોષ, ગાંધીજીની આત્મકથા, 'સુન્દરમ્'નું મૃચ્છકટિક, કલાનું સ્વરૂપ એમ લગભગ બેએક સંગ્રહો થાય એટલા એમના અભ્યાસલેખો જુદાં જુદાં સામયિકમાં પ્રસિદ્ધ થયા છે. ૧૯૪૪ના ગ્રન્થસ્થ ગુજરાતી વાક્મયની એમની સમીક્ષા પણ પ્રગટ થયેલી છે.
ગુજરાતીમાં એમનો સર્વપ્રથમ લેખ ઈ. ૧૯૩૨માં શ્રી બટુભાઈ ઉમરવાડિયાની નાટ્યકૃતિ ‘મત્સ્યમઘા અને ગાંગેય’ પર, ‘કૌમુદી'માં પ્રગટ થયો હતો. એ પછી ‘ચક્રવાકમિથુન', ‘વસન્તોત્સવ'માં અસંભવ દોષ, ગાંધીજીની આત્મકથા, ‘સુન્દરમ્'નું મૃચ્છકટિક, કલાનું સ્વરૂપ એમ લગભગ બેએક સંગ્રહો થાય એટલા એમના અભ્યાસલેખો જુદાં જુદાં સામયિકમાં પ્રસિદ્ધ થયા છે. ૧૯૪૪ના ગ્રન્થસ્થ ગુજરાતી વાઙ્મયની એમની સમીક્ષા પણ પ્રગટ થયેલી છે.
પ્રા. ઝાલાનાં લખાણોમાં મર્મને પકડી કૃતિનાં સૌન્દર્યસ્થાને પ્રગટ કરી આપતી એમની સૂક્ષ્મ સાહિત્યસૂઝનાં દર્શન થાય છે. સંસ્કૃતના આ સન્નિષ્ટ વિદ્વાન, ગીતાને કાવ્ય તરીકે મૂલવતા હોય કે 'આનંદમીમાંસા'ની સમાલોચના કરતા હોય, 'શર્વિલક'નું રસલક્ષી વિવેચન કરતા હોય કે ‘સંસ્કૃત સાહિત્યમાં હાસ્યરસ' વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતા હોય- સર્વમાં, એમની સમતોલ સ્વસ્થ અને વિદ્વત્તાપૂર્ણ વેધક દૃષ્ટિનો પરિચય થાય છે. સંસ્કૃતના આપણા ઘણા અધ્યાપક વિદ્વાનોએ ગુજરાતી વિવેચનને પણ સમૃદ્ધ કર્યું છે. પ્રા. ઝાલા, વર્તમાન યુગમાં એ પરંપરાને સુપેરે આગળ વિસ્તારે છે. 'સરસ્વતીચન્દ્ર'માંની 'સુન્દરગિરિના સાધુઓની જીવન- ભાવના', 'આનંદશંકર અને મણિલાલની વિચારધારા' અને 'છેલ્લાં પચાસ વર્ષની કવિતા: જીવનદર્શન' જેવા એમના લેખો, ગુજરાતી સાહિત્યના કેવા કેવા વિષયો એમણે સ્વાધ્યાય અર્થે લઈને એમની પર્યેષણા કરી છે એનો ખ્યાલ આપે છે. એમનું પ્રસન્નગંભીર ગદ્ય અને નિરૂપણની આકર્ષકતા ગમી જાય એવાં છે. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્યમંડળના આશ્રયે પ્રગટ થતા રહેતા વાર્ષિક 'રશ્મિ'ના તેઓ મુખ્ય સંપાદક છે, અને એમાં અત્યાર સુધીમાં કેટલાય સત્ત્વગર્ભ લેખો પ્રગટ થયા છે.
પ્રા. ઝાલાનાં લખાણોમાં મર્મને પકડી કૃતિનાં સૌન્દર્યસ્થાને પ્રગટ કરી આપતી એમની સૂક્ષ્મ સાહિત્યસૂઝનાં દર્શન થાય છે. સંસ્કૃતના આ સન્નિષ્ટ વિદ્વાન, ગીતાને કાવ્ય તરીકે મૂલવતા હોય કે ‘આનંદમીમાંસા'ની સમાલોચના કરતા હોય, ‘શર્વિલક'નું રસલક્ષી વિવેચન કરતા હોય કે ‘સંસ્કૃત સાહિત્યમાં હાસ્યરસ' વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતા હોય- સર્વમાં, એમની સમતોલ સ્વસ્થ અને વિદ્વત્તાપૂર્ણ વેધક દૃષ્ટિનો પરિચય થાય છે. સંસ્કૃતના આપણા ઘણા અધ્યાપક વિદ્વાનોએ ગુજરાતી વિવેચનને પણ સમૃદ્ધ કર્યું છે. પ્રા. ઝાલા, વર્તમાન યુગમાં એ પરંપરાને સુપેરે આગળ વિસ્તારે છે. ‘સરસ્વતીચન્દ્ર'માંની ‘સુન્દરગિરિના સાધુઓની જીવન- ભાવના', ‘આનંદશંકર અને મણિલાલની વિચારધારા' અને ‘છેલ્લાં પચાસ વર્ષની કવિતા: જીવનદર્શન' જેવા એમના લેખો, ગુજરાતી સાહિત્યના કેવા કેવા વિષયો એમણે સ્વાધ્યાય અર્થે લઈને એમની પર્યેષણા કરી છે એનો ખ્યાલ આપે છે. એમનું પ્રસન્નગંભીર ગદ્ય અને નિરૂપણની આકર્ષકતા ગમી જાય એવાં છે. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્યમંડળના આશ્રયે પ્રગટ થતા રહેતા વાર્ષિક 'રશ્મિ'ના તેઓ મુખ્ય સંપાદક છે, અને એમાં અત્યાર સુધીમાં કેટલાય સત્ત્વગર્ભ લેખો પ્રગટ થયા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>કૃતિઓ
<poem>કૃતિઓ
Line 25: Line 25:
ઉપરાંત, અંગ્રેજીમાં ૯-૧૦ સંશોધન-લેખો, સંસ્કૃતમાં उपमा कालिदासस्य અને  बाणोच्छिष्टं जगत्सर्वंम्  એ લેખો.
ઉપરાંત, અંગ્રેજીમાં ૯-૧૦ સંશોધન-લેખો, સંસ્કૃતમાં उपमा कालिदासस्य અને  बाणोच्छिष्टं जगत्सर्वंम्  એ લેખો.
ગુજરાતીમાં મત્સ્યગન્ધા અને ચક્રવાકમિથુન, વસન્તોત્સવમાં અસંભવ દોષ, સુન્દરગિરિના સાધુઓની જીવનભાવના, ગાંધીજીની આત્મકથા, છેલ્લાં પચાસ વર્ષોની કવિતા : જીવનદર્શન, આનંદશંકર અને મણિલાલની વિચારધારા, સુન્દરમ્નું મૃગચ્છકટિક, શર્વિલક (૨. પરીખ), વાકુમયવિમર્શ (રા. બક્ષી), આનંદમીમાંસા (૨. છો પરીખ), અને પંચતંત્ર (ડૉ. સાંડેસરાસંપાદિત)ની સમાલોચનાઓ; ગીતામાં યજ્ઞભાવના, ગીતા-કાવ્ય તરીકે, કાલિદાસની કવિતા, વાલ્મીકિની પ્રણયભાવના, કાલિદાસની પ્રણયભાવના, કાલિદાસનાં નાટકામાં શાપ, કર્ણભાર, દૂતવાક્ય-એક વિલક્ષણ અભિનેય નાટક, કાલિદાસ અને અશ્વઘોષનાં સ્તોત્રો, ઉપનિષદ સાહિત્ય, શબ્દાલંકાર, સંસ્કૃતસાહિત્યમાં હાસ્યરસ, સ્ત્રીસમાનતા માટેનો એક પ્રાચીન સંગ્રામ, પૂર્વમીમાંસાદર્શન, કલાનું સ્વરૂપ અને બીજા અનેક લેખો.</poem>
ગુજરાતીમાં મત્સ્યગન્ધા અને ચક્રવાકમિથુન, વસન્તોત્સવમાં અસંભવ દોષ, સુન્દરગિરિના સાધુઓની જીવનભાવના, ગાંધીજીની આત્મકથા, છેલ્લાં પચાસ વર્ષોની કવિતા : જીવનદર્શન, આનંદશંકર અને મણિલાલની વિચારધારા, સુન્દરમ્નું મૃગચ્છકટિક, શર્વિલક (૨. પરીખ), વાકુમયવિમર્શ (રા. બક્ષી), આનંદમીમાંસા (૨. છો પરીખ), અને પંચતંત્ર (ડૉ. સાંડેસરાસંપાદિત)ની સમાલોચનાઓ; ગીતામાં યજ્ઞભાવના, ગીતા-કાવ્ય તરીકે, કાલિદાસની કવિતા, વાલ્મીકિની પ્રણયભાવના, કાલિદાસની પ્રણયભાવના, કાલિદાસનાં નાટકામાં શાપ, કર્ણભાર, દૂતવાક્ય-એક વિલક્ષણ અભિનેય નાટક, કાલિદાસ અને અશ્વઘોષનાં સ્તોત્રો, ઉપનિષદ સાહિત્ય, શબ્દાલંકાર, સંસ્કૃતસાહિત્યમાં હાસ્યરસ, સ્ત્રીસમાનતા માટેનો એક પ્રાચીન સંગ્રામ, પૂર્વમીમાંસાદર્શન, કલાનું સ્વરૂપ અને બીજા અનેક લેખો.</poem>
{{right|'''સરનામું : એ ૧૩/૧૫ પાર્વતી મેન્શન, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૭.}}<br>
{{right|'''સરનામું :''' એ ૧૩/૧૫ પાર્વતી મેન્શન, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૭.}}<br>


{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઉમેદભાઈ મોતીચંદ મણિયાર
|previous = ઉમેદભાઈ મોતીચંદ મણિયાર
|next = ચિનુભાઈ ભોગીલાલ પટવા 'ફિલસૂફ'
|next = ચિનુભાઈ ભોગીલાલ પટવા ‘ફિલસૂફ'
}}
}}

Latest revision as of 01:49, 13 June 2024


ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા

[૨૬-૪-૧૯૦૭]

સંસ્કૃતના પ્રસિદ્ધ વિદ્વાન અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ઝાલા જામનગરના વતની છે. જ્ઞાતિએ તેઓ નાગર બ્રાહ્મણ છે. પિતાનું નામ ચુનીલાલ જગજીવન ઓઝા અને માતાનું નામ સંતોકબહેન. એમનાં લગ્ન ઈ.સ. ૧૯૩૦માં (સ્વ.) રુદ્રબાળા સાથે થયેલાં. એમનો જન્મ ઈ.સ. ૧૯૦૭ના એપ્રિલ મહિનાની ૨૬ મી તારીખે જામકલ્યાણપુરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જામનગરની પ્રાગજી ભટ્ટની શાળામાં લીધું અને એ પછી ઈ.સ. ૧૯૧૭થી ૨૦ ત્યાંની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ભણ્યા. મેટ્રિક સુધીનાં છેલ્લાં ચાર વર્ષો (૧૯૨૦-૨૪) નવાનગર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને અંગ્રેજી તથા સંસ્કૃત ભાષામાં અનેક શિષ્યવૃત્તિઓ મેળવી, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઈ.સ. ૧૯૨૮માં બી. એ.ની અને ૧૯૩૦ માં એમ. એ. ની પદવી મેળવી. અધ્યાપન એ એમનો મુખ્ય વ્યવસાય છે, અને વર્ષોથી એમની માતૃસંસ્થા-સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં તેઓ સંસ્કૃતના અધ્યાપક તરીકે કાર્ય કરે છે. પ્રા. ઝાલા સાહિત્ય-સંશોધનની અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, એશિયાટિક સોસાયટી અને ભાંડારકર ઓરિયેન્ટલ રિચર્સ ઈન્સ્ટિટયૂટ (પૂના)ના તેઓ જીવનસભ્ય છે. પી. ઈ. એન. ના સામાન્ય સભ્ય છે. વડોદરાની ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ તરફથી રામાયણના સંપાદન માટે નિમાયેલી સમિતિના પણ સભ્ય છે. વડોદરા, મુંબઈ તેમ જ કર્વે યુનિવર્સિટીની વિવિધ અભ્યાસસમિતિઓને પણ તેમની સેવાનો લાભ મળે છે. સંસ્કૃતના આ આરૂઢ વિદ્વાન અધ્યાપનના ક્ષેત્રમાં એક આદર્શ અધ્યાપકનું જવલંત દૃષ્ટાંત પૂરું પાડે છે. અધ્યયન અને અધ્યાપન સિવાય બીજી આળપંપાળમાં એ રસ લેતા નથી. અધ્યાપનકાર્ય કરતાં કરતાં એમણે અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં અનેકાનેક સંશોધન અને વિવેચનના લેખો લખ્યા છે. અંગ્રેજીમાં લખાયેલું એમનું ‘કાલિદાસ' પરનું અધ્યયન અને ‘ભામિનીવિલાસ' તેમ જ ‘રઘુવંશ'ના ૬-૧૦ સર્ગોનાં સંપાદનો અને સ્વાધ્યાયના ઉત્તમ ફળરૂપ એમના સંશોધનલેખો કોઈ પણ અધ્યાપક માટે એ ક્ષેત્રમાં દીવાદાંડીરૂપ છે. સંસ્કૃતમાં ‘સુષમા' નામે એમનો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો છે. ‘સંસ્કૃતિ'માં પ્રકાશિત થયેલ કવિ ‘કાન્ત’- વિરચિત ‘વસન્તવિજય' કાવ્યનો સંસ્કૃતમાં એમણે કરેલો સમશ્લોકી અનુવાદ અને ‘કાલિદાસની ઉપમા' તેમ જ ‘બાણ' પરના એમના સંસ્કૃતમાં લખાયેલા લેખો તો અતિ પરિચિત છે. ગુજરાતીમાં એમનો સર્વપ્રથમ લેખ ઈ. ૧૯૩૨માં શ્રી બટુભાઈ ઉમરવાડિયાની નાટ્યકૃતિ ‘મત્સ્યમઘા અને ગાંગેય’ પર, ‘કૌમુદી'માં પ્રગટ થયો હતો. એ પછી ‘ચક્રવાકમિથુન', ‘વસન્તોત્સવ'માં અસંભવ દોષ, ગાંધીજીની આત્મકથા, ‘સુન્દરમ્'નું મૃચ્છકટિક, કલાનું સ્વરૂપ એમ લગભગ બેએક સંગ્રહો થાય એટલા એમના અભ્યાસલેખો જુદાં જુદાં સામયિકમાં પ્રસિદ્ધ થયા છે. ૧૯૪૪ના ગ્રન્થસ્થ ગુજરાતી વાઙ્મયની એમની સમીક્ષા પણ પ્રગટ થયેલી છે. પ્રા. ઝાલાનાં લખાણોમાં મર્મને પકડી કૃતિનાં સૌન્દર્યસ્થાને પ્રગટ કરી આપતી એમની સૂક્ષ્મ સાહિત્યસૂઝનાં દર્શન થાય છે. સંસ્કૃતના આ સન્નિષ્ટ વિદ્વાન, ગીતાને કાવ્ય તરીકે મૂલવતા હોય કે ‘આનંદમીમાંસા'ની સમાલોચના કરતા હોય, ‘શર્વિલક'નું રસલક્ષી વિવેચન કરતા હોય કે ‘સંસ્કૃત સાહિત્યમાં હાસ્યરસ' વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતા હોય- સર્વમાં, એમની સમતોલ સ્વસ્થ અને વિદ્વત્તાપૂર્ણ વેધક દૃષ્ટિનો પરિચય થાય છે. સંસ્કૃતના આપણા ઘણા અધ્યાપક વિદ્વાનોએ ગુજરાતી વિવેચનને પણ સમૃદ્ધ કર્યું છે. પ્રા. ઝાલા, વર્તમાન યુગમાં એ પરંપરાને સુપેરે આગળ વિસ્તારે છે. ‘સરસ્વતીચન્દ્ર'માંની ‘સુન્દરગિરિના સાધુઓની જીવન- ભાવના', ‘આનંદશંકર અને મણિલાલની વિચારધારા' અને ‘છેલ્લાં પચાસ વર્ષની કવિતા: જીવનદર્શન' જેવા એમના લેખો, ગુજરાતી સાહિત્યના કેવા કેવા વિષયો એમણે સ્વાધ્યાય અર્થે લઈને એમની પર્યેષણા કરી છે એનો ખ્યાલ આપે છે. એમનું પ્રસન્નગંભીર ગદ્ય અને નિરૂપણની આકર્ષકતા ગમી જાય એવાં છે. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્યમંડળના આશ્રયે પ્રગટ થતા રહેતા વાર્ષિક 'રશ્મિ'ના તેઓ મુખ્ય સંપાદક છે, અને એમાં અત્યાર સુધીમાં કેટલાય સત્ત્વગર્ભ લેખો પ્રગટ થયા છે.

કૃતિઓ
૧. Kalidas - A Study (અંગ્રેજીમાં) : મૌલિક, વિવેચન: પ્ર. સાલ ૧૯૪૩, બીજી આવૃત્તિ ૧૯૪૯
પ્રકાશક: પદ્મ પબ્લિકેશન.
૨. Bhaminivilasa 1, 4 (અંગ્રેજીમાં) : સંપાદન, કાવ્ય; પ્ર. સાલ (બીછ આવૃત્તિ) ૧૯૪૯.
પ્રકાશક: પદ્મ પબ્લિકેશન.
3. Raghuvamsa 6-10 (અંગ્રેજીમાં) : સંપાદન, કાવ્ય.
૪. सुषमा (સંસ્કૃતમાં) : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : પોતે
૫. वसन्तविजय (સંસ્કૃતમાં) : અનુવાદ-કવિ કાન્તના કાવ્યનો: પ્ર. સાલ ૧૯૬૦ ‘સંસ્કૃતિ'માં
૬. ૧૯૪૪ની વાર્ષિક સમીક્ષા (ગુજરાતી) : મૌલિક, વિવેચન.
પ્રકાશક : ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ.

ઉપરાંત, અંગ્રેજીમાં ૯-૧૦ સંશોધન-લેખો, સંસ્કૃતમાં उपमा कालिदासस्य અને बाणोच्छिष्टं जगत्सर्वंम् એ લેખો.
ગુજરાતીમાં મત્સ્યગન્ધા અને ચક્રવાકમિથુન, વસન્તોત્સવમાં અસંભવ દોષ, સુન્દરગિરિના સાધુઓની જીવનભાવના, ગાંધીજીની આત્મકથા, છેલ્લાં પચાસ વર્ષોની કવિતા : જીવનદર્શન, આનંદશંકર અને મણિલાલની વિચારધારા, સુન્દરમ્નું મૃગચ્છકટિક, શર્વિલક (૨. પરીખ), વાકુમયવિમર્શ (રા. બક્ષી), આનંદમીમાંસા (૨. છો પરીખ), અને પંચતંત્ર (ડૉ. સાંડેસરાસંપાદિત)ની સમાલોચનાઓ; ગીતામાં યજ્ઞભાવના, ગીતા-કાવ્ય તરીકે, કાલિદાસની કવિતા, વાલ્મીકિની પ્રણયભાવના, કાલિદાસની પ્રણયભાવના, કાલિદાસનાં નાટકામાં શાપ, કર્ણભાર, દૂતવાક્ય-એક વિલક્ષણ અભિનેય નાટક, કાલિદાસ અને અશ્વઘોષનાં સ્તોત્રો, ઉપનિષદ સાહિત્ય, શબ્દાલંકાર, સંસ્કૃતસાહિત્યમાં હાસ્યરસ, સ્ત્રીસમાનતા માટેનો એક પ્રાચીન સંગ્રામ, પૂર્વમીમાંસાદર્શન, કલાનું સ્વરૂપ અને બીજા અનેક લેખો.

સરનામું : એ ૧૩/૧૫ પાર્વતી મેન્શન, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૭.