બહુરંગી

From Ekatra Foundation
Revision as of 01:33, 27 May 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


Bahurangu - Book Cover.jpg


બહુરંગી

સંપાદક: સ્વાતિ મેઢ


પ્રારંભિક


અનુક્રમણિકા

૧. વખત ગુમાવવાની કળા વિદ્યાગૌરી નીલકંઠ
૨. રોજની રામાયણ વિનોદિની નીલકંઠ
૩. જોયા, મોહ્યા અને લઈ આવ્યા રંભાબહેન
૪. તલપ વસુબહેન
૫. ‘શુભદૃષ્ટિ’ રેખા શ્રોફ
૬. વાત કંઈ ખોટી નથી મીનાક્ષી દીક્ષિત
૭. મારું મંદ મંદ હાસ્ય તરુલતા પટેલ
૮. લીપ સર્વિસ ડૉ. પ્રજ્ઞા પૈ
૯. જાગીને જોઉં તો... પન્ના અધ્વર્યુ
૧૦. ઘર એટલે... ઇલા આરબ મહેતા
૧૧. નયા જમાના, નયે તરાને વર્ષા અડાલજા
૧૨. ધી સાહિત્ય સર્જન પ્રાઇવેટ લિમિટેડ! અંજની પારેખ
૧૩. અમારી નાડ તમારે હાથ ચંદ્રિકા પંડ્યા
૧૪. નામવિલોપનની અભૂતપૂર્વ ઘટના હિમાંશી શેલત
૧૫. અવર ગુજરાતી ‘સ્પેશલ’ થિંગ સ્વાતિ મેઢ
૧૬. સત્યનારાયણનો શીરો કલ્પના જિતેન્દ્ર
૧૭. એટલે... એટલે... એટલે...! કલ્પના દેસાઈ
૧૮. પત્નીનું ગૌરીવ્રત દિનાબહેન પંડ્યા
૧૯. કેરીગાળો આશા વીરેન્દ્ર શાહ
૨૦. આધાશીશી : મારી પારાશીશી અરુણા જાડેજા
૨૧. ‘આશ્વાસન’ તો નહીં, પણ...!!! ભારતી સોની
૨૨. બૉડી - ધ મિરેકલ એન્ડ મોબાઇલ કિટ ડૉ. નલિની ગણાત્રા
૨૩. તથાસ્તુ પલ્લવી મિસ્ત્રી
૨૪. બેસણું પ્રજ્ઞા પટેલ
૨૫. ગાયે ચલી જા જિગીશા ત્રિવેદી
૨૬. મરને ભી દો યારોં! રિદ્ધિ દેસાઈ
૨૭. તલવારની ધારે ગિરા ભટ્ટ
૨૮. અબ તો બાત ફૈલ ગઈ મંજુલા ગાડિત
પાંચ કટાક્ષ કાવ્યો
૨૯. વાહ, ભઈ વાહ! ડૉ. નીતા રામૈયા
૩૦. કોણ ચલાવે રાજ, બોલો! ડૉ. સરૂપ ધ્રુવ
૩૧. રામ જાણે! ડૉ. ચંદ્રાબહેન શ્રીમાળી
૩૨. ઘેટીસ્તાન પ્રતિભા ઠક્કર
૩૩. પત્નીને (ગઝલ) સંધ્યા ભટ્ટ
પરિશિષ્ટો
(૧) કર્તા-કૃતિ પરિચય
(૨) ગુજરાતી લેખિકાઓનાં હાસ્ય-કટાક્ષ લેખનનાં પુસ્તકો


બહુરંગી અને વિશિષ્ટ સંપાદન

ગુજરાતી ભાષાનું આ વિશિષ્ટ સંપાદન છે. મહિલા હાસ્યકારોની હાસ્યરચનાઓનું - મહિલા સંપાદક વડે - પૂરી સંનિષ્ઠાથી થયેલા ચયનનું આ પુસ્તક છે. સર્જકનાં કોઈ જ્ઞાતિ-જાતિ-ધર્મ હોતાં નથી. સર્જક એટલે સર્જક - તો પછી એમાં સ્ત્રી-પુરુષના ભેદ શા?- આવો પ્રશ્ન થઈ શકે; પણ થવો ન જોઈએ. ગુજરાતી ભાષામાં હાસ્યકારોનું પ્રમાણ ઓછું છે. આ ઓછી સંખ્યામાં પણ નારી-હાસ્યસર્જકોની સંખ્યા તો અતિ અલ્પ! હાસ્યરચનાઓના સ્ત્રી-પુરુષના ભેદ વિનાના સંચયોમાં પાનસંખ્યાની મર્યાદાને કારણે જે-તે સમયના કેટલાક સર્જકો તો સમાવેશ પામ્યા વિનાના રહી જ જવાના. વળી, આવા સંચયોમાં, જૂજ અપવાદ સિવાય, હાસ્યસર્જનને પૂર્ણપણે સમર્પિત હોય એવા જ હાસ્યકારોની રચનાઓ પસંદ થતી હોય છે. આવા સંજોગોમાં હાસ્યક્ષેત્રે અર્પણ કરનારાં કેટલાંક મહિલા-સર્જકોનાં નામ અને કામ અજાણ્યાં રહી જવાનાં. એટલે આ સંપાદનનું દસ્તાવેજી મૂલ્ય પણ સ્વયંસ્પષ્ટ છે.

મહિલા હાસ્યસર્જકોની રચનાઓનું એક સંપાદન થવું જોઈએ એવા હિમાંશીબહેન (હિમાંશી શેલત)ના સૂચનને (આમ તો પડકાર જ કહો ને!) સંપાદક સ્વાતિ મેઢે ઝીલી લીધું; અને એનું પરિણામ એટલે આ સંપાદન. પણ આ કામ જરાય સહેલું નહોતું. (કોઈ પણ પ્રકારના સંપાદનનું કામ ક્યારેય સહેલું નથી હોતું.) પરંતુ સંપાદકે ભારે જહેમત ઉઠાવી આ કામ પાર પાડ્યું. સંપાદક સ્વયમ્ એક હાસ્યસર્જક છે. ગુજરાતી ભાષામાં સર્જાયેલા હાસ્યસાહિત્યનો એમને પૂરો અંદાજ છે. માત્ર હાસ્યસાહિત્યમાં પ્રવૃત્ત જૂનાં-નવાં નારી-સર્જકોની રચનાઓનો ખ્યાલ તો એમને છે જ; પણ પ્રસંગોપાત્ત હાસ્યક્ષેત્રે કલમ ઉપાડી હોય અને એમાં પણ ઉત્કૃષ્ટ કામ કર્યું હોય એવાં નારી-સર્જકોનો પણ સંપાદકને પૂરેપૂરો ખ્યાલ છે. આ સંપાદનની બધી કૃતિઓની આખરી પસંદગી સંપાદકની છે; પણ હયાત બધાં નારી-સર્જકો સાથે સંપાદકનો જીવંત સંપર્ક હોવાને કારણે જે-તે સર્જકના અભિપ્રાયનો લાભ પણ આ સંપાદનને મળી શક્યો છે.

આવા ઉત્કૃષ્ટ, બહુરંગી અને વિશિષ્ટ સંપાદન માટે સંપાદક સ્વાતિ મેઢ અભિનંદનનાં પૂરેપૂરાં અધિકારિણી છે.

– રતિલાલ બોરીસાગર