બહુરંગી
અનુક્રમણિકા
| ૧. | વખત ગુમાવવાની કળા | વિદ્યાગૌરી નીલકંઠ |
| ૨. | રોજની રામાયણ | વિનોદિની નીલકંઠ |
| ૩. | જોયા, મોહ્યા અને લઈ આવ્યા | રંભાબહેન |
| ૪. | તલપ | વસુબહેન |
| ૫. | ‘શુભદૃષ્ટિ’ | રેખા શ્રોફ |
| ૬. | વાત કંઈ ખોટી નથી | મીનાક્ષી દીક્ષિત |
| ૭. | મારું મંદ મંદ હાસ્ય | તરુલતા પટેલ |
| ૮. | લીપ સર્વિસ | ડૉ. પ્રજ્ઞા પૈ |
| ૯. | જાગીને જોઉં તો... | પન્ના અધ્વર્યુ |
| ૧૦. | ઘર એટલે... | ઇલા આરબ મહેતા |
| ૧૧. | નયા જમાના, નયે તરાને | વર્ષા અડાલજા |
| ૧૨. | ધી સાહિત્ય સર્જન પ્રાઇવેટ લિમિટેડ! | અંજની પારેખ |
| ૧૩. | અમારી નાડ તમારે હાથ | ચંદ્રિકા પંડ્યા |
| ૧૪. | નામવિલોપનની અભૂતપૂર્વ ઘટના | હિમાંશી શેલત |
| ૧૫. | અવર ગુજરાતી ‘સ્પેશલ’ થિંગ | સ્વાતિ મેઢ |
| ૧૬. | સત્યનારાયણનો શીરો | કલ્પના જિતેન્દ્ર |
| ૧૭. | એટલે... એટલે... એટલે...! | કલ્પના દેસાઈ |
| ૧૮. | પત્નીનું ગૌરીવ્રત | દિનાબહેન પંડ્યા |
| ૧૯. | કેરીગાળો | આશા વીરેન્દ્ર શાહ |
| ૨૦. | આધાશીશી : મારી પારાશીશી | અરુણા જાડેજા |
| ૨૧. | ‘આશ્વાસન’ તો નહીં, પણ...!!! | ભારતી સોની |
| ૨૨. | બૉડી - ધ મિરેકલ એન્ડ મોબાઇલ કિટ | ડૉ. નલિની ગણાત્રા |
| ૨૩. | તથાસ્તુ | પલ્લવી મિસ્ત્રી |
| ૨૪. | બેસણું | પ્રજ્ઞા પટેલ |
| ૨૫. | ગાયે ચલી જા | જિગીશા ત્રિવેદી |
| ૨૬. | મરને ભી દો યારોં! | રિદ્ધિ દેસાઈ |
| ૨૭. | તલવારની ધારે | ગિરા ભટ્ટ |
| ૨૮. | અબ તો બાત ફૈલ ગઈ | મંજુલા ગાડિત |
| | પાંચ કટાક્ષ કાવ્યો | |
| ૨૯. | વાહ, ભઈ વાહ! | ડૉ. નીતા રામૈયા |
| ૩૦. | કોણ ચલાવે રાજ, બોલો! | ડૉ. સરૂપ ધ્રુવ |
| ૩૧. | રામ જાણે! | ડૉ. ચંદ્રાબહેન શ્રીમાળી |
| ૩૨. | ઘેટીસ્તાન | પ્રતિભા ઠક્કર |
| ૩૩. | પત્નીને (ગઝલ) | સંધ્યા ભટ્ટ |
| પરિશિષ્ટો | ||
| (૧) | કર્તા-કૃતિ પરિચય | |
| (૨) | ગુજરાતી લેખિકાઓનાં હાસ્ય-કટાક્ષ લેખનનાં પુસ્તકો |
બહુરંગી અને વિશિષ્ટ સંપાદન ગુજરાતી ભાષાનું આ વિશિષ્ટ સંપાદન છે. મહિલા હાસ્યકારોની હાસ્યરચનાઓનું - મહિલા સંપાદક વડે - પૂરી સંનિષ્ઠાથી થયેલા ચયનનું આ પુસ્તક છે. સર્જકનાં કોઈ જ્ઞાતિ-જાતિ-ધર્મ હોતાં નથી. સર્જક એટલે સર્જક - તો પછી એમાં સ્ત્રી-પુરુષના ભેદ શા?- આવો પ્રશ્ન થઈ શકે; પણ થવો ન જોઈએ. ગુજરાતી ભાષામાં હાસ્યકારોનું પ્રમાણ ઓછું છે. આ ઓછી સંખ્યામાં પણ નારી-હાસ્યસર્જકોની સંખ્યા તો અતિ અલ્પ! હાસ્યરચનાઓના સ્ત્રી-પુરુષના ભેદ વિનાના સંચયોમાં પાનસંખ્યાની મર્યાદાને કારણે જે-તે સમયના કેટલાક સર્જકો તો સમાવેશ પામ્યા વિનાના રહી જ જવાના. વળી, આવા સંચયોમાં, જૂજ અપવાદ સિવાય, હાસ્યસર્જનને પૂર્ણપણે સમર્પિત હોય એવા જ હાસ્યકારોની રચનાઓ પસંદ થતી હોય છે. આવા સંજોગોમાં હાસ્યક્ષેત્રે અર્પણ કરનારાં કેટલાંક મહિલા-સર્જકોનાં નામ અને કામ અજાણ્યાં રહી જવાનાં. એટલે આ સંપાદનનું દસ્તાવેજી મૂલ્ય પણ સ્વયંસ્પષ્ટ છે. મહિલા હાસ્યસર્જકોની રચનાઓનું એક સંપાદન થવું જોઈએ એવા હિમાંશીબહેન (હિમાંશી શેલત)ના સૂચનને (આમ તો પડકાર જ કહો ને!) સંપાદક સ્વાતિ મેઢે ઝીલી લીધું; અને એનું પરિણામ એટલે આ સંપાદન. પણ આ કામ જરાય સહેલું નહોતું. (કોઈ પણ પ્રકારના સંપાદનનું કામ ક્યારેય સહેલું નથી હોતું.) પરંતુ સંપાદકે ભારે જહેમત ઉઠાવી આ કામ પાર પાડ્યું. સંપાદક સ્વયમ્ એક હાસ્યસર્જક છે. ગુજરાતી ભાષામાં સર્જાયેલા હાસ્યસાહિત્યનો એમને પૂરો અંદાજ છે. માત્ર હાસ્યસાહિત્યમાં પ્રવૃત્ત જૂનાં-નવાં નારી-સર્જકોની રચનાઓનો ખ્યાલ તો એમને છે જ; પણ પ્રસંગોપાત્ત હાસ્યક્ષેત્રે કલમ ઉપાડી હોય અને એમાં પણ ઉત્કૃષ્ટ કામ કર્યું હોય એવાં નારી-સર્જકોનો પણ સંપાદકને પૂરેપૂરો ખ્યાલ છે. આ સંપાદનની બધી કૃતિઓની આખરી પસંદગી સંપાદકની છે; પણ હયાત બધાં નારી-સર્જકો સાથે સંપાદકનો જીવંત સંપર્ક હોવાને કારણે જે-તે સર્જકના અભિપ્રાયનો લાભ પણ આ સંપાદનને મળી શક્યો છે. આવા ઉત્કૃષ્ટ, બહુરંગી અને વિશિષ્ટ સંપાદન માટે સંપાદક સ્વાતિ મેઢ અભિનંદનનાં પૂરેપૂરાં અધિકારિણી છે. – રતિલાલ બોરીસાગર |