ભરત વિંઝુડાની ગઝલસંપદા/નખરાળી ગઝલ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 17:15, 12 November 2025

૧૨
નખરાળી ગઝલ

લીલી પીળી લાલ પેનમાં કાળી કાળી ગઝલ
એક કુંડલા ગામ અને કલકત્તાવાળી ગઝલ
અરધું અંગ અને તે ડાબું પત્ની જેવું મળ્યું
જ્યાં લગ કોઈ કોઈ દિન આવે છે સાળી ગઝલ
કોઈ હાથ હથેળી ઉપર થપ્પડ મારે નહીં
તમને સંભળાઈ તે છે એક હાથની તાળી ગઝલ
હબસીના નહીં જન્મેલા બાળકનું પહેલું રુદન
હોઈ શકે છે કોઈ દિવસ એક શક્તિશાળી ગઝલ
વિખેરાઈને શબ્દકોશમાં છુપાઈ ગઈ છે ‘કંવલ’
પાને-પાને શોધું છું હું એ નખરાળી ગઝલ

(પંખીઓ જેવી તરજ)