ભરત વિંઝુડાની ગઝલસંપદા/ત્રણ થાય એવું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:51, 14 November 2025

૨૫
ત્રણ થાય એવું

બે અને એક ત્રણ થાય એવું
કેમ મળવું મરણ થાય એવું
સ્વપ્નમાં એમ આવી રહ્યાં છે
ઊંઘમાં જાગરણ થાય એવું
એનાં પગલે જ તો ચાલવું છે
જો કહે આચરણ થાય એવું
કેમ મારી જ નજદીક આવે
આવીને દૂર પણ થાય એવું
એક ટીપું પડ્યું આભમાંથી
રણ ઉપર રેતકણ થાય એવું

(મેં કહી કાનમાં જે વાત તને)