ભરત વિંઝુડાની ગઝલસંપદા/મંજીરા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 05:26, 14 November 2025
૬૬
મંજીરા
મંજીરા
જાઝ સાથે પખાજ, મંજીરા,
એટલે કે સમાજ મંજીરા.
દેશ ચાલે છે આપમેળે પણ,
આપણી દેશદાઝ મંજીરા.
ધ્યાન મારું રહે કવિતામાં,
ને બીજાં કામકાજ મંજીરા.
કારભારીનો સૂર રાજામાં,
ને વગાડે છે રાજ મંજીરા.
અન્ય વાદ્યો બજે છે ભીતરમાં,
થઈ ગઈ છે નમાજ મંજીરા.
આપણી રીતે આપણે રહેવું,
છો વગાડે રિવાજ મંજીરા.
(તમારા માટે)