ભરત વિંઝુડાની ગઝલસંપદા/છોડવો પડ્યો

૬૫
છોડવો પડ્યો

ઈશ્વરને એના હાલ ઉપર છોડવો પડ્યો,
ભક્તોના ભાવતાલ ઉપર છોડવો પડ્યો.

લાવી શકાય એમ નથી જેનો કંઈ ઉકેલ,
એ પ્રશ્ન મારે કાલ ઉપર છોડવો પડ્યો.

તેઓની રૂબરૂમાં મુલાકાત થઈ નહીં,
સંબંધ પણ ટપાલ ઉપર છોડવો પડ્યો.

મારો પ્રયાસ જાય છે નિષ્ફળ તો મામલો,
એની કોઈ કમાલ ઉપર છોડવો પડ્યો.

પોતાના હાથમાં ન રહ્યા કોઈ બેઉમાં,
એ પ્રેમને વહાલ ઉપર છોડવો પડ્યો.

(તમારા માટે)