આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/M: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|સંજ્ઞાકોશ<br>M}} Machine Translation યંત્રનિષ્ઠ અનુવાદ સંગણકયંત્ર (Computer) જેવાં યંત્રોના ઉપયોગ દ્વારા થતો સ્વયંચાલિત અનુવાદ, યંત્ર માટે તૈયાર કરવામાં આવતો કાર્યક્રમ (Programme) એ યંત્રનિષ્ઠ અનુવ...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સંજ્ઞાકોશ<br>M}} | {{Heading|સંજ્ઞાકોશ<br>M}} | ||
'''Machine Translation યંત્રનિષ્ઠ અનુવાદ''' | |||
Machine Translation યંત્રનિષ્ઠ અનુવાદ | સંગણકયંત્ર (Computer) જેવાં યંત્રોના ઉપયોગ દ્વારા થતો સ્વયંચાલિત અનુવાદ, યંત્ર માટે તૈયાર કરવામાં આવતો કાર્યક્રમ (Programme) એ યંત્રનિષ્ઠ અનુવાદની પ્રાથમિક આવશ્યકતા છે. આ કાર્યક્રમ એવો હોવો જોઈએ જે મૂળ ભાષા (Source language)ના મૂળ પાઠના વિશ્લેષણ માટેના નિયમો સમાવતા હોય. આ નિયમો જે તે ભાષાના કોશમાંથી વ્યાકરણિક અને કોશગત સમાનાર્થીઓ શોધે છે અને મૂળ પાઠનું લક્ષ્ય ભાષા (Target language)માં સંગ્રથિત નવું સંસ્કરણ ઉત્પન્ન કરે છે. સંપૂર્ણપણે સ્વયંચાલિત અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો અનુવાદ, એક દુષ્કર અને ખર્ચાળ પરિચાલન સાબિત થયું છે. આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનોને કારણે ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણનો ઘણો મોટો વિકાસ થયો છે. | ||
સંગણકયંત્ર (Computer) જેવાં યંત્રોના ઉપયોગ દ્વારા થતો સ્વયંચાલિત અનુવાદ, યંત્ર માટે તૈયાર કરવામાં આવતો કાર્યક્રમ (Programme) એ યંત્રનિષ્ઠ અનુવાદની પ્રાથમિક આવશ્યકતા છે. આ કાર્યક્રમ એવો હોવો જોઈએ જે મૂળ ભાષા (Source language)ના મૂળ પાઠના વિશ્લેષણ માટેના નિયમો સમાવતા હોય. આ નિયમો જે તે ભાષાના કોશમાંથી વ્યાકરણિક અને કોશગત સમાનાર્થીઓ શોધે છે અને મૂળ પાઠનું લક્ષ્ય ભાષા (Target language)માં સંગ્રથિત નવું સંસ્કરણ ઉત્પન્ન કરે છે. સંપૂર્ણપણે સ્વયંચાલિત અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો અનુવાદ, એક દુષ્કર અને ખર્ચાળ પરિચાલન સાબિત થયું છે. આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનોને કારણે ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણનો ઘણો મોટો વિકાસ થયો છે. | '''Macrotext બૃહદપાઠ''' | ||
Macrotext બૃહદપાઠ | |||
કોઈ પણ સાહિત્યકૃતિના સંઘટનમાં એના વિવિધ અવયવો એકબીજાની સંગતિમાં કઈ રીતે ગોઠવાયા છે અને કઈ રીતે સંરચના ઊભી કરે છે એને બૃહદ ફલક પર જોવામાં આવે છે. આ કૃતિનો બૃહદ પાઠ છે. આ બૃહદ પાઠ પર ઊભી થતી સંગતિ માટે બૃહદ નિયંત્રણો (global constraints) હોય છે. આ જ વસ્તુ સંરચના તરીકે પણ ઓળખાય છે. | કોઈ પણ સાહિત્યકૃતિના સંઘટનમાં એના વિવિધ અવયવો એકબીજાની સંગતિમાં કઈ રીતે ગોઠવાયા છે અને કઈ રીતે સંરચના ઊભી કરે છે એને બૃહદ ફલક પર જોવામાં આવે છે. આ કૃતિનો બૃહદ પાઠ છે. આ બૃહદ પાઠ પર ઊભી થતી સંગતિ માટે બૃહદ નિયંત્રણો (global constraints) હોય છે. આ જ વસ્તુ સંરચના તરીકે પણ ઓળખાય છે. | ||
જુઓ : Structure. | જુઓ : Structure. | ||
Madrigal ગોપવૃંદગીત | '''Madrigal ગોપવૃંદગીત''' | ||
તેરમી સદીને અંતે ઇટલીમાં અસ્તિત્વમાં આવેલું અને સોળમી સદીથી ઇંગ્લૅન્ડમાં પ્રસાર પામેલું ગોપવૃંદગીત સમૂહમાં વાદ્યસંગત વિના ગવાતું ગીત છે. આ ગીત પ્રેમ, શૌર્ય કે વ્યંગ જેવા ભાવો નિરૂપે છે. રાણી એલિઝાબથની પ્રશંસા કરતાં આ પ્રકારનાં વૃંદગીતો અંગ્રેજીમાં લખાયેલાં છે. મુખ્યત્વે ગ્રામજીવનનો સંદર્ભ આ ગીતોમાં વણાયેલો હોય છે. | તેરમી સદીને અંતે ઇટલીમાં અસ્તિત્વમાં આવેલું અને સોળમી સદીથી ઇંગ્લૅન્ડમાં પ્રસાર પામેલું ગોપવૃંદગીત સમૂહમાં વાદ્યસંગત વિના ગવાતું ગીત છે. આ ગીત પ્રેમ, શૌર્ય કે વ્યંગ જેવા ભાવો નિરૂપે છે. રાણી એલિઝાબથની પ્રશંસા કરતાં આ પ્રકારનાં વૃંદગીતો અંગ્રેજીમાં લખાયેલાં છે. મુખ્યત્વે ગ્રામજીવનનો સંદર્ભ આ ગીતોમાં વણાયેલો હોય છે. | ||
Magazine સામયિક | '''Magazine સામયિક''' | ||
જુદા જુદા વિષયો પર જુદા જુદા લેખકો દ્વારા લખાયેલા લેખોનું સામયિક પ્રકાશન. સામયિક એ વિશાળ ક્ષેત્ર ધરાવતી પ્રકાશન પ્રવૃત્તિ છે, જેમાં ફિલ્મ, રાજકારણ, રમતગમત અને સામાન્ય જ્ઞાનના વિષયો આવરી લેવાતા હોય છે. જ્યારે બિનવ્યવસાયિકતા અને નાનું માળખું એ લઘુ સામયિકોની વિશેષતા છે. લઘુ સામાયિકો મોટે ભાગે પ્રયોગશીલ લખાણો પ્રકાશિત કરે છે અને નાની સંખ્યામાં વાચકોને આકર્ષે છે. ગુજરાતી ભાષામાં ‘રે’ મઠ દ્વારા પ્રારંભમાં નીકળતું ‘કૃતિ’ લઘુ સામયિકનો નમૂનો છે. | જુદા જુદા વિષયો પર જુદા જુદા લેખકો દ્વારા લખાયેલા લેખોનું સામયિક પ્રકાશન. સામયિક એ વિશાળ ક્ષેત્ર ધરાવતી પ્રકાશન પ્રવૃત્તિ છે, જેમાં ફિલ્મ, રાજકારણ, રમતગમત અને સામાન્ય જ્ઞાનના વિષયો આવરી લેવાતા હોય છે. જ્યારે બિનવ્યવસાયિકતા અને નાનું માળખું એ લઘુ સામયિકોની વિશેષતા છે. લઘુ સામાયિકો મોટે ભાગે પ્રયોગશીલ લખાણો પ્રકાશિત કરે છે અને નાની સંખ્યામાં વાચકોને આકર્ષે છે. ગુજરાતી ભાષામાં ‘રે’ મઠ દ્વારા પ્રારંભમાં નીકળતું ‘કૃતિ’ લઘુ સામયિકનો નમૂનો છે. | ||
Magnum Opus મહાન સર્જન | '''Magnum Opus મહાન સર્જન''' | ||
લેખકનું સૌથી મહત્ત્વનું ઉત્તમ સર્જન. જેમ કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું ‘સરસ્વતીચન્દ્ર’. | લેખકનું સૌથી મહત્ત્વનું ઉત્તમ સર્જન. જેમ કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું ‘સરસ્વતીચન્દ્ર’. | ||
Malpropism અપપ્રયોગ | '''Malpropism અપપ્રયોગ''' | ||
વાણી કે લેખનમાં શબ્દોનો હાસ્યાસ્પદ વિષમતા માટે વિનિયોગ. સરખા ધ્વનિવાળા પણ જુદા અર્થ ધરાવતા શબ્દોની અદલાબદલીના કારણે આ વિષમતા ઊભી થાય છે. ૧૮મી સદીમાં શેરિડનના નાટક ‘Rivals’ના એક માત્ર ‘Mrs. Malprop’ પરથી આ સંજ્ઞા આવી છે. જેમ કે, ‘શાંતિલાલ ઊગરી ગયા છે’ ને બદલે ‘શાંતિલાલ ગુજરી ગયા છે’. | વાણી કે લેખનમાં શબ્દોનો હાસ્યાસ્પદ વિષમતા માટે વિનિયોગ. સરખા ધ્વનિવાળા પણ જુદા અર્થ ધરાવતા શબ્દોની અદલાબદલીના કારણે આ વિષમતા ઊભી થાય છે. ૧૮મી સદીમાં શેરિડનના નાટક ‘Rivals’ના એક માત્ર ‘Mrs. Malprop’ પરથી આ સંજ્ઞા આવી છે. જેમ કે, ‘શાંતિલાલ ઊગરી ગયા છે’ ને બદલે ‘શાંતિલાલ ગુજરી ગયા છે’. | ||
Manichaeism મેનિવાદ | '''Manichaeism મેનિવાદ''' | ||
ત્રીજી સદીમાં મેનિ નામના ધર્મવિચારક દ્વારા સ્થાપવામાં આવેલો આ વાદ ઈશ્વર અને સેતાનના અનંત સહઅસ્તિત્વને સ્વીકાર કરે છે. તેથી મૂલ્યો પરત્વે આ વાદ દ્વંદ્વાત્મક અભિગમ ધરાવે છે. પ્રકાશ અને અંધકાર, દેહ અને આત્મા એમ બંને અંતિમોનો આ વાદ પુરસ્કાર કરે છે. સાહિત્યકૃતિઓનું મૂલ્યાંકન કરતી વેળાએ અન્ય મહત્ત્વની વિચારધારાઓની જેમ મેનિવાદની અસર તપાસવાનું પણ સ્વીકૃત વલણ છે. જેમ કે, ડી. એચ. લોરન્સની નવલકથાઓ અને મેનિવાદનો સંબંધ તપાસવાનું વલણ. | ત્રીજી સદીમાં મેનિ નામના ધર્મવિચારક દ્વારા સ્થાપવામાં આવેલો આ વાદ ઈશ્વર અને સેતાનના અનંત સહઅસ્તિત્વને સ્વીકાર કરે છે. તેથી મૂલ્યો પરત્વે આ વાદ દ્વંદ્વાત્મક અભિગમ ધરાવે છે. પ્રકાશ અને અંધકાર, દેહ અને આત્મા એમ બંને અંતિમોનો આ વાદ પુરસ્કાર કરે છે. સાહિત્યકૃતિઓનું મૂલ્યાંકન કરતી વેળાએ અન્ય મહત્ત્વની વિચારધારાઓની જેમ મેનિવાદની અસર તપાસવાનું પણ સ્વીકૃત વલણ છે. જેમ કે, ડી. એચ. લોરન્સની નવલકથાઓ અને મેનિવાદનો સંબંધ તપાસવાનું વલણ. | ||
Manifesto ખરીતો | '''Manifesto ખરીતો''' | ||
સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ્રાયો વગેરે અંગેનું સાર્વજનિક નિવેદન, વિક્ટર હ્યુગોના ‘Cromwell’ની પ્રસ્તાવના ફ્રેન્ચ રંગદર્શિતાવાદના ખરીતારૂપ ગણાય છે. કાર્લ માકર્સ અને ફ્રેડરિક એન્ગલ્સ દ્વારા ૧૮૪૮માં પ્રકાશિત Communist Manifesto એમના સિદ્ધાંતવિચારનું વિશ્વવિખ્યાત નિવેદન છે. | સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ્રાયો વગેરે અંગેનું સાર્વજનિક નિવેદન, વિક્ટર હ્યુગોના ‘Cromwell’ની પ્રસ્તાવના ફ્રેન્ચ રંગદર્શિતાવાદના ખરીતારૂપ ગણાય છે. કાર્લ માકર્સ અને ફ્રેડરિક એન્ગલ્સ દ્વારા ૧૮૪૮માં પ્રકાશિત Communist Manifesto એમના સિદ્ધાંતવિચારનું વિશ્વવિખ્યાત નિવેદન છે. | ||
સાહિત્યમાં ‘પરાવાસ્તવવાદ’ આદિ કલાઆંદોલનો અંગેના ખરીતાઓ જાણીતા છે. | સાહિત્યમાં ‘પરાવાસ્તવવાદ’ આદિ કલાઆંદોલનો અંગેના ખરીતાઓ જાણીતા છે. | ||
Mannerism રીતિદાસ્ય | '''Mannerism રીતિદાસ્ય''' | ||
સાહિત્ય કે કલામાં ટેવવશ આવતું તત્ત્વ. જેમ કે એલિઝાબથન શૈલી, ગાંધી યુગીન શૈલી વગેરે. | સાહિત્ય કે કલામાં ટેવવશ આવતું તત્ત્વ. જેમ કે એલિઝાબથન શૈલી, ગાંધી યુગીન શૈલી વગેરે. | ||
Manuscript હસ્તપ્રત, પાંડુલિપિ | '''Manuscript હસ્તપ્રત, પાંડુલિપિ''' | ||
મુદ્રિત નહીં પણ હાથથી લખાયેલું પુસ્તક કે હાથથી લખાયેલો દસ્તાવેજ. મુદ્રણ માટે તૈયાર કરવામાં આવેલી લેખકના પુસ્તકની નકલ પણ હસ્તપ્રત કહેવાય છે. | મુદ્રિત નહીં પણ હાથથી લખાયેલું પુસ્તક કે હાથથી લખાયેલો દસ્તાવેજ. મુદ્રણ માટે તૈયાર કરવામાં આવેલી લેખકના પુસ્તકની નકલ પણ હસ્તપ્રત કહેવાય છે. | ||
Marginalia હાંસિયાનોંધ | '''Marginalia હાંસિયાનોંધ''' | ||
પુસ્તક કે હસ્તપ્રતમાં હાંસિયામાં કરવામાં આવતી નોંધો, સંદર્ભો વગેરે. કેટલીક વાર આવી હાંસિયાનોંધો મૂલ્યવાન બની રહે છે. જેમ કે, કોલરિજની હાંસિયાનોંધો. | પુસ્તક કે હસ્તપ્રતમાં હાંસિયામાં કરવામાં આવતી નોંધો, સંદર્ભો વગેરે. કેટલીક વાર આવી હાંસિયાનોંધો મૂલ્યવાન બની રહે છે. જેમ કે, કોલરિજની હાંસિયાનોંધો. | ||
Marxist criticism માકર્સવાદી વિવેચન | '''Marxist criticism માકર્સવાદી વિવેચન''' | ||
કાર્લ માકર્સના સિદ્ધાંતો પર આધારિત સાહિત્યવિચારની શાખા, માર્ક્સવાદીઓના મત મુજબ સમાજનો પાયો આર્થિક છે. સાહિત્ય, કળા, સંગીત, રાજરકાણ વગેરે સમાજની અતિ-સંરચના (super structure) છે. આર્થિક માળખામાં થતાં પરિવર્તનોની અસર અતિ-સંરચના પર પણ પડે છે. આ પરિવર્તનની પ્રક્રિયા ઘણી સંકુલ છે અને માકર્સવાદ આ પ્રક્રિયાને ઐતિહાસિક ભૌતિકવાદના આધારે એના જુદા જુદા તબક્કઓ—જેવા કે, આદિમ સમાજવ્યવસ્થા, સામંતીય પ્રથા અને મૂડીવાદી વ્યવસ્થાના આધારે સમજવાનો પ્રયત્ન કરે છે. | કાર્લ માકર્સના સિદ્ધાંતો પર આધારિત સાહિત્યવિચારની શાખા, માર્ક્સવાદીઓના મત મુજબ સમાજનો પાયો આર્થિક છે. સાહિત્ય, કળા, સંગીત, રાજરકાણ વગેરે સમાજની અતિ-સંરચના (super structure) છે. આર્થિક માળખામાં થતાં પરિવર્તનોની અસર અતિ-સંરચના પર પણ પડે છે. આ પરિવર્તનની પ્રક્રિયા ઘણી સંકુલ છે અને માકર્સવાદ આ પ્રક્રિયાને ઐતિહાસિક ભૌતિકવાદના આધારે એના જુદા જુદા તબક્કઓ—જેવા કે, આદિમ સમાજવ્યવસ્થા, સામંતીય પ્રથા અને મૂડીવાદી વ્યવસ્થાના આધારે સમજવાનો પ્રયત્ન કરે છે. | ||
વીસમી સદીમાં હર્બર્ટ માર્કયૂસે, અર્નિસ્ટ ફિશર, એયરનબુર્ક ઈલ્ય, ફ્રેડરિક જેયમ્સન વગેરે વિદ્વાનો દ્વારા જે પરિવર્તનો આવ્યાં તે નવ્યમાકર્સવાદ (Neo Marxism) તરીકે ઓળખાય છે. માર્કયૂસે જેવા વિદ્વાનો સમાજના અધ્યયનમાં | વીસમી સદીમાં હર્બર્ટ માર્કયૂસે, અર્નિસ્ટ ફિશર, એયરનબુર્ક ઈલ્ય, ફ્રેડરિક જેયમ્સન વગેરે વિદ્વાનો દ્વારા જે પરિવર્તનો આવ્યાં તે નવ્યમાકર્સવાદ (Neo Marxism) તરીકે ઓળખાય છે. માર્કયૂસે જેવા વિદ્વાનો સમાજના અધ્યયનમાં સૌંદર્યશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે એમ માને છે. જૂલ્ય ક્રિસ્તેવા સંકેતવિજ્ઞાનમાં, મશરે સાહિત્યનિર્માણની પ્રક્રિયાના અધ્યયનમાં તેમ જ લૂઈ અલ્થુઝર વિચારધારા અંગેના અભ્યાસમાં આ અભિગમના મુખ્ય પુરસ્કર્તાઓ છે. | ||
Masque સંગીત-રૂપક | '''Masque સંગીત-રૂપક''' | ||
સંગીત, નૃત્ય, વેશભૂષા તથા મંચ-મજ્જા જેવાં રંગભૂમિનાં પરિબળોના વ્યાપક વિનિયોગ દ્વારા રજૂ થતું પદ્યનાટક. રેનેસાં કાળમાં ઇટલીમાં તથા ત્યાર બાદ ઇંગ્લૅન્ડમાં વિકસેલું આ નાટ્યસ્વરૂપ પાંખા વસ્તુને આધારે પુરાકથાના રૂપકાત્મક સંયોજન દ્વારા કાવ્યાત્મક શૈલીમાં રજૂ થતું. દરબારી મનોરંજનના ભાગ તરીકે શરૂ થયેલું આ નાટ્યસ્વરૂપ શેક્સપિયરના ‘ધ ટેમ્પેસ્ટ’ વગેરે નાટકોમાં મુખ્ય નાટકના એક દૃશ્ય તરીકે સમાવેશ પામ્યું. ભજવણી વખતે કલાકારો દ્વારા મહોરાં પહેરવાની આ નાટ્યસ્વરૂપની પ્રણાલીનો શેક્સપિયરે નાટ્યાત્મક વિનિયોગ કર્યો છે. | સંગીત, નૃત્ય, વેશભૂષા તથા મંચ-મજ્જા જેવાં રંગભૂમિનાં પરિબળોના વ્યાપક વિનિયોગ દ્વારા રજૂ થતું પદ્યનાટક. રેનેસાં કાળમાં ઇટલીમાં તથા ત્યાર બાદ ઇંગ્લૅન્ડમાં વિકસેલું આ નાટ્યસ્વરૂપ પાંખા વસ્તુને આધારે પુરાકથાના રૂપકાત્મક સંયોજન દ્વારા કાવ્યાત્મક શૈલીમાં રજૂ થતું. દરબારી મનોરંજનના ભાગ તરીકે શરૂ થયેલું આ નાટ્યસ્વરૂપ શેક્સપિયરના ‘ધ ટેમ્પેસ્ટ’ વગેરે નાટકોમાં મુખ્ય નાટકના એક દૃશ્ય તરીકે સમાવેશ પામ્યું. ભજવણી વખતે કલાકારો દ્વારા મહોરાં પહેરવાની આ નાટ્યસ્વરૂપની પ્રણાલીનો શેક્સપિયરે નાટ્યાત્મક વિનિયોગ કર્યો છે. | ||
બેન જૉન્સને પ્રતિસંગીતરૂપકો (Antimasques) પણ લખ્યાં છે, જેમાં સંગીતરૂપક (Masque)ના સ્વરૂપનો તથા રાજકીય, સામાજિક સંદર્ભનો હાસ્ય નિષ્પન્ન કરવાના હેતુથી વિનિયોગ કરવામાં આવ્યો છે. | બેન જૉન્સને પ્રતિસંગીતરૂપકો (Antimasques) પણ લખ્યાં છે, જેમાં સંગીતરૂપક (Masque)ના સ્વરૂપનો તથા રાજકીય, સામાજિક સંદર્ભનો હાસ્ય નિષ્પન્ન કરવાના હેતુથી વિનિયોગ કરવામાં આવ્યો છે. | ||
Maxim વ્યવહારસૂત્ર | '''Maxim વ્યવહારસૂત્ર''' | ||
અનુભવમાંથી તારવેલું સામાન્ય સત્ય કે લોકરૂઢિ, કહેવતો, ન્યાય વગેરે આનાં ઉદાહરણો છે. પૉલ ગ્રીસ (Grice) સંભાષણના મુખ્ય ચાર નિયમો હોવાનું જણાવે છે. જેને એ ‘સંભાષણનાં વ્યવહારસૂત્રો’ (Conversational maxims) કહે છે. | અનુભવમાંથી તારવેલું સામાન્ય સત્ય કે લોકરૂઢિ, કહેવતો, ન્યાય વગેરે આનાં ઉદાહરણો છે. પૉલ ગ્રીસ (Grice) સંભાષણના મુખ્ય ચાર નિયમો હોવાનું જણાવે છે. જેને એ ‘સંભાષણનાં વ્યવહારસૂત્રો’ (Conversational maxims) કહે છે. | ||
Meaning અર્થ | '''Meaning અર્થ''' | ||
ઑગ્ડને અને રિચડર્ઝે એમના મહત્ત્વના લેખમાં અર્થના બે મહત્ત્વના ભેદ કર્યા છે : ભાવમૂલક અર્થ (emotive meaning) અને નિર્દેશક અર્થ (referential meaning). | ઑગ્ડને અને રિચડર્ઝે એમના મહત્ત્વના લેખમાં અર્થના બે મહત્ત્વના ભેદ કર્યા છે : ભાવમૂલક અર્થ (emotive meaning) અને નિર્દેશક અર્થ (referential meaning). | ||
સાહિત્યમાં મોટે ભાગે ભાવમૂલક અર્થનો ઉપયોગ થાય છે. વિલ્યમ એમ્પસને તો સાહિત્યમાં અર્થની સાથે સંદિગ્ધતાઓને અનિવાર્ય ગણી છે. આમ, રોજિંદી ભાષાની અપેક્ષાએ સાહિત્યમાં અર્થનો અર્થ બદલાય છે. એ કોઈ પણ ભાવકના અનુભવનો વિષય છે. | સાહિત્યમાં મોટે ભાગે ભાવમૂલક અર્થનો ઉપયોગ થાય છે. વિલ્યમ એમ્પસને તો સાહિત્યમાં અર્થની સાથે સંદિગ્ધતાઓને અનિવાર્ય ગણી છે. આમ, રોજિંદી ભાષાની અપેક્ષાએ સાહિત્યમાં અર્થનો અર્થ બદલાય છે. એ કોઈ પણ ભાવકના અનુભવનો વિષય છે. | ||
Medium માધ્યમ | '''Medium માધ્યમ''' | ||
જેના દ્વારા કોઈ વસ્તુ કે ભાવનું સંવહન થઈ શકે તેને માધ્યમ કહે છે ભાષા એ મૌખિક અને લેખિત બંને પ્રકારના સાહિત્યનું માધ્યમ છે. માધ્યમ પ્રત્યાયન વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ છે. રેડિયો, દૂરદર્શન, વર્તમાનપત્રો વગેરે સમૂહને સંબોધે છે. માટે તેઓ સમૂહ માધ્યમો (Mass media) કહેવાય છે. | જેના દ્વારા કોઈ વસ્તુ કે ભાવનું સંવહન થઈ શકે તેને માધ્યમ કહે છે ભાષા એ મૌખિક અને લેખિત બંને પ્રકારના સાહિત્યનું માધ્યમ છે. માધ્યમ પ્રત્યાયન વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ છે. રેડિયો, દૂરદર્શન, વર્તમાનપત્રો વગેરે સમૂહને સંબોધે છે. માટે તેઓ સમૂહ માધ્યમો (Mass media) કહેવાય છે. | ||
Melodrama અતિનાટક | '''Melodrama અતિનાટક''' | ||
ગ્રીક ભાષામાં Melos શબ્દનો અર્થ ‘ગીત’ થાય છે. નવમી સદીમાં આ સંજ્ઞા સંગીત-નાટક માટે પ્રયોજાતી હતી. આ નાટકોનાં કરુણ દૃશ્યો પાછળ પ્રયોજાતું સંગીત ખૂબ અસરકારક નીવડ્યું હતું. આ જ સંજ્ઞા દુઃખ, વિષાદ આદિ ભાવોનું પ્રાધાન્ય ધરાવતા નાટક માટે પ્રયોજવામાં આવે છે. પ્રહસન-(Farce)ને હાસ્યનાટક (Comedy) સાથે જે સંબંધ છે તેવો જ સંબંધ અતિનાટક (Melodrama)ને કરુણાન્તિકા (Tragedy) સાથે છે. સામાન્ય રીતે નાયક-નાયિકા ખલનાયકના રૂઢપાત્રોના આધારે રચાતાં આ નાટકોમાં ભાવનાશીલતાનો અતિરેક થયેલો જોવા મળે છે. | ગ્રીક ભાષામાં Melos શબ્દનો અર્થ ‘ગીત’ થાય છે. નવમી સદીમાં આ સંજ્ઞા સંગીત-નાટક માટે પ્રયોજાતી હતી. આ નાટકોનાં કરુણ દૃશ્યો પાછળ પ્રયોજાતું સંગીત ખૂબ અસરકારક નીવડ્યું હતું. આ જ સંજ્ઞા દુઃખ, વિષાદ આદિ ભાવોનું પ્રાધાન્ય ધરાવતા નાટક માટે પ્રયોજવામાં આવે છે. પ્રહસન-(Farce)ને હાસ્યનાટક (Comedy) સાથે જે સંબંધ છે તેવો જ સંબંધ અતિનાટક (Melodrama)ને કરુણાન્તિકા (Tragedy) સાથે છે. સામાન્ય રીતે નાયક-નાયિકા ખલનાયકના રૂઢપાત્રોના આધારે રચાતાં આ નાટકોમાં ભાવનાશીલતાનો અતિરેક થયેલો જોવા મળે છે. | ||
Memoir સ્મૃતિચિત્રો, જીવનગાથાત્મક રેખાચિત્ર | '''Memoir સ્મૃતિચિત્રો, જીવનગાથાત્મક રેખાચિત્ર''' | ||
અંગત અનુભવને આધારે થયેલી પ્રસંગોની નોંધ. સાહિત્યકાર, નેતા કે મહાન વ્યક્તિઓના અંતેવાસીઓ દ્વારા આ પ્રકારનાં જીવનગાથાત્મક રેખાચિત્રોનું સર્જન થાય છે. નૉર્મન માલ્કમે લખેલાં વિટ્ગન્સ્ટીનનાં જીવનગાથાત્મક રેખાચિત્રો આનાં ઉદાહરણ રૂપ છે. | અંગત અનુભવને આધારે થયેલી પ્રસંગોની નોંધ. સાહિત્યકાર, નેતા કે મહાન વ્યક્તિઓના અંતેવાસીઓ દ્વારા આ પ્રકારનાં જીવનગાથાત્મક રેખાચિત્રોનું સર્જન થાય છે. નૉર્મન માલ્કમે લખેલાં વિટ્ગન્સ્ટીનનાં જીવનગાથાત્મક રેખાચિત્રો આનાં ઉદાહરણ રૂપ છે. | ||
Mentalism ચિત્તવાદ, માનસવાદ | '''Mentalism ચિત્તવાદ, માનસવાદ''' | ||
ભાષાવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનોમાં વર્ગીકરણપરાયણતા (Taxonomy)-ના વિરોધમાં આવેલો વાદ. આ વાદ વિગતોના સ્થૂળ પૃથક્કરણ પૂરતો મર્યાદિત ન રહેતાં વીગતોની પાછળનાં મનોગત કારણોને શોધવામાં રસ ધરાવે છે. ભાષાવિજ્ઞાનમાં ચિત્તવાદનો પ્રારંભ નોમ ચૉમ્સ્કી દ્વારા થયો, એમના મત મુજબ આ વાદનું લક્ષ્ય જન્મજાત ભાષાસૂઝ શું છે તે શોધવાનું છે. ચિત્તવાદી કોઈ પણ માનસિક સત્યને શરીરવિજ્ઞાનનો કોઈ ને કોઈ આધાર હોય એ હકીકતને નકારતો નથી, પરંતુ મનોજન્ય વ્યવહારનાં સંશોધનો મજ્જાક્રિયા-વિજ્ઞાનના (Neurophysiological) અધ્યયન માટે ઉપકારક છે એવું માને છે. | ભાષાવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનોમાં વર્ગીકરણપરાયણતા (Taxonomy)-ના વિરોધમાં આવેલો વાદ. આ વાદ વિગતોના સ્થૂળ પૃથક્કરણ પૂરતો મર્યાદિત ન રહેતાં વીગતોની પાછળનાં મનોગત કારણોને શોધવામાં રસ ધરાવે છે. ભાષાવિજ્ઞાનમાં ચિત્તવાદનો પ્રારંભ નોમ ચૉમ્સ્કી દ્વારા થયો, એમના મત મુજબ આ વાદનું લક્ષ્ય જન્મજાત ભાષાસૂઝ શું છે તે શોધવાનું છે. ચિત્તવાદી કોઈ પણ માનસિક સત્યને શરીરવિજ્ઞાનનો કોઈ ને કોઈ આધાર હોય એ હકીકતને નકારતો નથી, પરંતુ મનોજન્ય વ્યવહારનાં સંશોધનો મજ્જાક્રિયા-વિજ્ઞાનના (Neurophysiological) અધ્યયન માટે ઉપકારક છે એવું માને છે. | ||
Message સંદેશ | '''Message સંદેશ''' | ||
રોમન યાકોબ્સને જણાવેલાં ભાષાનાં છ અંગો પૈકીનું એક અંગ, સંપ્રેષણવ્યવસ્થામાં વક્તા ‘સંદેશ’ મોકલે છે અને શ્રોતા તેનું ગ્રહણ કરે છે. કાવ્યભાષાને વિજ્ઞાનની ભાષાથી જુદું પાડતું અંગ ‘સંદેશ’ છે. વિજ્ઞાનની ભાષા-સંહિતાસાપેક્ષ હેાય છે, જ્યારે કાવ્યભાષા સંદેશસાપેક્ષ હોય છે. ‘સંદેશ’નો સંબંધ વક્તાના પોતાના અનુભવો સાથે સંકળાયેલી અને બાહ્ય જગત સાથે પોતાનો સંબંધ અવિચ્છિન્નપણે જાળવી રાખતી ભાષાની પ્રતીક વ્યવસ્થા સાથે છે. કાવ્યને વિશિષ્ટ અર્થ હકીકતે ‘સંદેશ’ની આંતરિક સંરચનાનું પરિણામ છે અને એ જ કારણે ‘નવ્ય વિવેચન’ કાવ્યાર્થને કાવ્ય-સંરચનાના સંદર્ભે જ પામવા ઇચ્છે છે. | રોમન યાકોબ્સને જણાવેલાં ભાષાનાં છ અંગો પૈકીનું એક અંગ, સંપ્રેષણવ્યવસ્થામાં વક્તા ‘સંદેશ’ મોકલે છે અને શ્રોતા તેનું ગ્રહણ કરે છે. કાવ્યભાષાને વિજ્ઞાનની ભાષાથી જુદું પાડતું અંગ ‘સંદેશ’ છે. વિજ્ઞાનની ભાષા-સંહિતાસાપેક્ષ હેાય છે, જ્યારે કાવ્યભાષા સંદેશસાપેક્ષ હોય છે. ‘સંદેશ’નો સંબંધ વક્તાના પોતાના અનુભવો સાથે સંકળાયેલી અને બાહ્ય જગત સાથે પોતાનો સંબંધ અવિચ્છિન્નપણે જાળવી રાખતી ભાષાની પ્રતીક વ્યવસ્થા સાથે છે. કાવ્યને વિશિષ્ટ અર્થ હકીકતે ‘સંદેશ’ની આંતરિક સંરચનાનું પરિણામ છે અને એ જ કારણે ‘નવ્ય વિવેચન’ કાવ્યાર્થને કાવ્ય-સંરચનાના સંદર્ભે જ પામવા ઇચ્છે છે. | ||
Meta criticism પરાવિવેચન | '''Meta criticism પરાવિવેચન''' | ||
સાહિત્યકૃતિના અભ્યાસ અને આસ્વાદ દ્વારા બીજા કોઈ વિષયની સમજ પ્રાપ્ત કરતું વિવેચન તે પરાવિવેચન, સંસ્કૃતિ, યુગચેતના, મનોવ્યાપાર, પ્રેમભાવના, ચિત્તના સ્તરે વગેરેની સમજ પ્રાપ્ત કરવી એ પરાવિવેચનનું પ્રયોજન છે. પરાવિવેચન કેન્દ્રોપસારી છે. તે કૃતિમાંથી બહિર્ગતિ કરે છે. ક્રાચે, નૉર્થર્પ ફ્રાઈ વગેરે પરા-વિવેચકો છે. તેઓ સાહિત્યનો કશીક તાત્ત્વિક વિચારણા માટે ઉપયોગ કરે છે. | સાહિત્યકૃતિના અભ્યાસ અને આસ્વાદ દ્વારા બીજા કોઈ વિષયની સમજ પ્રાપ્ત કરતું વિવેચન તે પરાવિવેચન, સંસ્કૃતિ, યુગચેતના, મનોવ્યાપાર, પ્રેમભાવના, ચિત્તના સ્તરે વગેરેની સમજ પ્રાપ્ત કરવી એ પરાવિવેચનનું પ્રયોજન છે. પરાવિવેચન કેન્દ્રોપસારી છે. તે કૃતિમાંથી બહિર્ગતિ કરે છે. ક્રાચે, નૉર્થર્પ ફ્રાઈ વગેરે પરા-વિવેચકો છે. તેઓ સાહિત્યનો કશીક તાત્ત્વિક વિચારણા માટે ઉપયોગ કરે છે. | ||
Metamessage અધિસંદેશ | '''Metamessage અધિસંદેશ''' | ||
કવિતાનો સ્વપ્ન સાથે સંબંધ છે અને કવિતામાં જે કહેવાય છે એથી ઘણું બધું એમાંથી અભિવ્યક્ત થાય છે. લય, કાકુ, પઠન, ધ્વનિ જેવી ભાષાથી ઇતર સામગ્રી કાવ્યનો બૃહદ અર્થ રચવા માટે અત્યંત મહત્ત્વની રીતે પરિણામગામી બને છે. કવિતાની આ સામગ્રી અધિસંદેશ અને ક્યારેક પરાતર્ક (paralogic) તરીકે ઓળખાય છે. | કવિતાનો સ્વપ્ન સાથે સંબંધ છે અને કવિતામાં જે કહેવાય છે એથી ઘણું બધું એમાંથી અભિવ્યક્ત થાય છે. લય, કાકુ, પઠન, ધ્વનિ જેવી ભાષાથી ઇતર સામગ્રી કાવ્યનો બૃહદ અર્થ રચવા માટે અત્યંત મહત્ત્વની રીતે પરિણામગામી બને છે. કવિતાની આ સામગ્રી અધિસંદેશ અને ક્યારેક પરાતર્ક (paralogic) તરીકે ઓળખાય છે. | ||
Metaphor રૂપક, લક્ષણા | '''Metaphor રૂપક, લક્ષણા''' | ||
રૂપક એ ચોક્કસ પ્રકારના સાદૃશ્ય પર આધારિત અવેજી છે, અનેક ઉક્તિ વિકલ્પોમાંથી જે અનેક વિકલ્પો કે વિકલ્પનો સંકેત કરતી હોય એવી ઉક્તિની વરણી કરવી એ રૂપકની નિષ્પત્તિની પ્રક્રિયા છે. મૂલ્ય (Tenor) અને ધારક (Vehicle) વચ્ચે ચોક્કસ પ્રકારનું અંતર હોવું એ રૂપકનું મહત્ત્વનું લક્ષણ છે. રોમન યાકોબ્સનના મત મુજબ રૂપકની પ્રકૃતિ ગણવર્તી (paradigmatic) છે. જ્યારે અજહલ્લક્ષણા (Metonymy)ની પ્રકૃતિ ક્રમવર્તી (Syntagmatic) છે. રૂપક એ કાવ્યનું પ્રાણભૂત તત્ત્વ છે. સંકેતની રૂઢ વ્યવસ્થા દ્વારા પ્રત્યાયન સાધવાની આવશ્યકતામાંથી રૂપક કવિને મુક્ત કરે છે. | રૂપક એ ચોક્કસ પ્રકારના સાદૃશ્ય પર આધારિત અવેજી છે, અનેક ઉક્તિ વિકલ્પોમાંથી જે અનેક વિકલ્પો કે વિકલ્પનો સંકેત કરતી હોય એવી ઉક્તિની વરણી કરવી એ રૂપકની નિષ્પત્તિની પ્રક્રિયા છે. મૂલ્ય (Tenor) અને ધારક (Vehicle) વચ્ચે ચોક્કસ પ્રકારનું અંતર હોવું એ રૂપકનું મહત્ત્વનું લક્ષણ છે. રોમન યાકોબ્સનના મત મુજબ રૂપકની પ્રકૃતિ ગણવર્તી (paradigmatic) છે. જ્યારે અજહલ્લક્ષણા (Metonymy)ની પ્રકૃતિ ક્રમવર્તી (Syntagmatic) છે. રૂપક એ કાવ્યનું પ્રાણભૂત તત્ત્વ છે. સંકેતની રૂઢ વ્યવસ્થા દ્વારા પ્રત્યાયન સાધવાની આવશ્યકતામાંથી રૂપક કવિને મુક્ત કરે છે. | ||
Metaphysical Conceit આધિભોતિક કોટિ | '''Metaphysical Conceit આધિભોતિક કોટિ''' | ||
જુઓ : Conceit. | જુઓ : Conceit. | ||
‘Metaphysical’ Criticism ‘તત્ત્વમીમાંસાપરક’ વિવેચન | '''‘Metaphysical’ Criticism ‘તત્ત્વમીમાંસાપરક’ વિવેચન''' | ||
વિનિર્મિતિકારોએ વિવેચનને બે વર્ગમાં વહેંચ્યું છે : ‘તત્ત્વમીમાંસાપરક’ અને વિનિર્મિતિપરક. તત્ત્વમીમાંસાપરક વિવેચન માને છે કે કૃતિને કોઈ નિશ્ચિત અર્થ હોય છે અને વિવેચને એના પર કેન્દ્રિત થવાનું હોય છે. ઉપસ્થિતિની પરંપરાનો આ માર્ગ છે. જ્યારે, વિનિર્મિતપરક વિવેચન કૃતિના અર્થની અનિર્ણીતતાની માન્યતા ધરાવે છે. અનુપસ્થિતિની પરંપરાનો અને વ્યતિરેક વ્યાક્ષેપનો આ માર્ગ છે. | વિનિર્મિતિકારોએ વિવેચનને બે વર્ગમાં વહેંચ્યું છે : ‘તત્ત્વમીમાંસાપરક’ અને વિનિર્મિતિપરક. તત્ત્વમીમાંસાપરક વિવેચન માને છે કે કૃતિને કોઈ નિશ્ચિત અર્થ હોય છે અને વિવેચને એના પર કેન્દ્રિત થવાનું હોય છે. ઉપસ્થિતિની પરંપરાનો આ માર્ગ છે. જ્યારે, વિનિર્મિતપરક વિવેચન કૃતિના અર્થની અનિર્ણીતતાની માન્યતા ધરાવે છે. અનુપસ્થિતિની પરંપરાનો અને વ્યતિરેક વ્યાક્ષેપનો આ માર્ગ છે. | ||
Metaphysics આધિભૌતિકશાસ્ત્ર | '''Metaphysics આધિભૌતિકશાસ્ત્ર''' | ||
સત્તામીમાંસા અને જ્ઞાનમીમાંસાનો સમાવેશ કરતી તત્ત્વજ્ઞાનની શાખા. | સત્તામીમાંસા અને જ્ઞાનમીમાંસાનો સમાવેશ કરતી તત્ત્વજ્ઞાનની શાખા. | ||
Metathesis ધ્વનિવ્યત્યય | '''Metathesis ધ્વનિવ્યત્યય''' | ||
આધુનિક ભાષાવૈજ્ઞાનિકોના મત પ્રમાણે ધ્વનિનું પૂર્વસ્ફુરણ (anticipation) અને પરાગમન (lag) એકસાથે (આદેશ અને લોપ સહિત) પ્રવર્તે તો ધ્વનિવ્યત્યય થાય, જેમકે, વારાણસી > બનારસ સાહિત્યમાં આ પ્રવિધિનો વિશેષ પ્રભાવ માટે ઉપયોગ થાય છે. | આધુનિક ભાષાવૈજ્ઞાનિકોના મત પ્રમાણે ધ્વનિનું પૂર્વસ્ફુરણ (anticipation) અને પરાગમન (lag) એકસાથે (આદેશ અને લોપ સહિત) પ્રવર્તે તો ધ્વનિવ્યત્યય થાય, જેમકે, વારાણસી > બનારસ સાહિત્યમાં આ પ્રવિધિનો વિશેષ પ્રભાવ માટે ઉપયોગ થાય છે. | ||
Metonymy અજહલ્લક્ષણા | '''Metonymy અજહલ્લક્ષણા''' | ||
અજહલ્લક્ષણામાં શબ્દને બદલે એની સાથે સંકળાયેલો બીજો શબ્દ પ્રયોજવામાં આવે છે. | અજહલ્લક્ષણામાં શબ્દને બદલે એની સાથે સંકળાયેલો બીજો શબ્દ પ્રયોજવામાં આવે છે. | ||
જેમકે, સૂર માટે કંઠ, સંન્યસ્ત માટે ભગવાં. | જેમકે, સૂર માટે કંઠ, સંન્યસ્ત માટે ભગવાં. | ||
જુઓ : Metaphor. | જુઓ : Metaphor. | ||
Metre છંદ | '''Metre છંદ''' | ||
પ્રકાર અને ગણ-ચરણની સંખ્યાથી નિયંત્રિત કાવ્યલયનું કોઈ પણ સ્વરૂપ. લય પરના સાંખ્યિકી નિયંત્રણથી છંદ જન્મે છે. ગણના એની સાથે સંકળાયેલી છે. કવિતાની પંક્તિમાં અને એને અનુસરતી એની અન્ય સમાન્તર પંક્તિઓમાં લયાત્મક તરાહની પુનરાવૃત્તિ છંદની ઓળખ છે. | પ્રકાર અને ગણ-ચરણની સંખ્યાથી નિયંત્રિત કાવ્યલયનું કોઈ પણ સ્વરૂપ. લય પરના સાંખ્યિકી નિયંત્રણથી છંદ જન્મે છે. ગણના એની સાથે સંકળાયેલી છે. કવિતાની પંક્તિમાં અને એને અનુસરતી એની અન્ય સમાન્તર પંક્તિઓમાં લયાત્મક તરાહની પુનરાવૃત્તિ છંદની ઓળખ છે. | ||
Microtext સૂક્ષ્મપાઠ | '''Microtext સૂક્ષ્મપાઠ''' | ||
કોઈ પણ સાહિત્યકૃતિના બૃહદ્પાઠના વિવિધ અવયવોમાંથી પ્રત્યેક અવયવની પોતાના ઉપઘટકો સહિત ટૂંકા ફલકની સંગતિનો સૂક્ષ્મ પાઠ હોય છે. આ સૂક્ષ્મપાઠની સંગતિ સ્થાનિક નિયંત્રણો(local constraints)થી ઊભી થતી હોય છે. આ જ વસ્તુને પોત તરીકે પણ ઓળખવામાં આવે છે. | કોઈ પણ સાહિત્યકૃતિના બૃહદ્પાઠના વિવિધ અવયવોમાંથી પ્રત્યેક અવયવની પોતાના ઉપઘટકો સહિત ટૂંકા ફલકની સંગતિનો સૂક્ષ્મ પાઠ હોય છે. આ સૂક્ષ્મપાઠની સંગતિ સ્થાનિક નિયંત્રણો(local constraints)થી ઊભી થતી હોય છે. આ જ વસ્તુને પોત તરીકે પણ ઓળખવામાં આવે છે. | ||
જુઓ : Texture. | જુઓ : Texture. | ||
Milieu પરિવેશ | '''Milieu પરિવેશ''' | ||
આ ફ્રેન્ચ સંજ્ઞાનો અર્થ છે પરિવેશ એટલે કે વાતાવરણ યા પરિસ્થિતિ. જેમકે રાવજી પટેલ ગ્રામીણ પરિવેશમાંથી આવે છે. | આ ફ્રેન્ચ સંજ્ઞાનો અર્થ છે પરિવેશ એટલે કે વાતાવરણ યા પરિસ્થિતિ. જેમકે રાવજી પટેલ ગ્રામીણ પરિવેશમાંથી આવે છે. | ||
Mime મૂક અભિનય/મૂક અભિનેતા | '''Mime મૂક અભિનય/મૂક અભિનેતા''' | ||
માત્ર અંગચેષ્ટાઓથી અભિનેતા વસ્તુ રજૂ કરે એ પ્રકારનું નાટ્યસ્વરૂપ, ઈ. સ. પૂર્વે ૫મી સદીમાં એ સિસિલી અને દક્ષિણ ઇટલીમાં જન્મ્યું. મધ્યયુગ દરમ્યાન મૂક અભિનવ મનોરંજનના લોકપ્રિય સ્વરૂપ તરીકે ચાલુ રહે છે. | માત્ર અંગચેષ્ટાઓથી અભિનેતા વસ્તુ રજૂ કરે એ પ્રકારનું નાટ્યસ્વરૂપ, ઈ. સ. પૂર્વે ૫મી સદીમાં એ સિસિલી અને દક્ષિણ ઇટલીમાં જન્મ્યું. મધ્યયુગ દરમ્યાન મૂક અભિનવ મનોરંજનના લોકપ્રિય સ્વરૂપ તરીકે ચાલુ રહે છે. | ||
આજે મૂક અભિનય શબ્દો કે ભાષા વગરના અભિનયને સૂચવે છે. ખાસ કરીને ફ્રાન્સમાં એ મનનોરંજનનું વિશેષ સ્વરૂપ રહ્યું છે. | આજે મૂક અભિનય શબ્દો કે ભાષા વગરના અભિનયને સૂચવે છે. ખાસ કરીને ફ્રાન્સમાં એ મનનોરંજનનું વિશેષ સ્વરૂપ રહ્યું છે. | ||
આ સંજ્ઞા મૂક અભિનય ઉપરાંત મૂક અભિનેતાને પણ લાગુ પડે છે. મૂંગી ફિલ્મોમાં મૂક અભિનેતા ચાર્લી ચેપ્લન માટે આ સંજ્ઞા વાપરી શકાય. | આ સંજ્ઞા મૂક અભિનય ઉપરાંત મૂક અભિનેતાને પણ લાગુ પડે છે. મૂંગી ફિલ્મોમાં મૂક અભિનેતા ચાર્લી ચેપ્લન માટે આ સંજ્ઞા વાપરી શકાય. | ||
Mimesis અનુકરણ | '''Mimesis અનુકરણ''' | ||
એરિસ્ટોટલની ટ્રેજેડી વિચારણામાં વિવેચન (catharsis) ચરિત્રદોષ (Hamartia) ઉપરાંતની મહત્ત્વની ચાવીરૂપ સંજ્ઞા. પ્લેટોના સત્યથી ત્રણ પેઢી દૂરના કલાના કેવળ નકલના સિદ્ધાન્તની સામેનો એરિસ્ટોટલનો આ અનુકરણ સિદ્ધાન્ત છે. ટ્રેજેડીના સ્વરૂપને સમજાવતાં એરિસ્ટોલ નોંધે છે કે એમાં જીવનનાં કાર્યોનું કલ્પનાપૂર્ણ અનુકરણ હોય છે. | એરિસ્ટોટલની ટ્રેજેડી વિચારણામાં વિવેચન (catharsis) ચરિત્રદોષ (Hamartia) ઉપરાંતની મહત્ત્વની ચાવીરૂપ સંજ્ઞા. પ્લેટોના સત્યથી ત્રણ પેઢી દૂરના કલાના કેવળ નકલના સિદ્ધાન્તની સામેનો એરિસ્ટોટલનો આ અનુકરણ સિદ્ધાન્ત છે. ટ્રેજેડીના સ્વરૂપને સમજાવતાં એરિસ્ટોલ નોંધે છે કે એમાં જીવનનાં કાર્યોનું કલ્પનાપૂર્ણ અનુકરણ હોય છે. | ||
આજે સાહિત્યનું વાસ્તવ જગતના વાસ્તવનું અવલંબન લે કે ન લે અને લે તો કેટલે અંશે લે એ વાત અનુકરણ વિચારના કેન્દ્રમાં છે. | આજે સાહિત્યનું વાસ્તવ જગતના વાસ્તવનું અવલંબન લે કે ન લે અને લે તો કેટલે અંશે લે એ વાત અનુકરણ વિચારના કેન્દ્રમાં છે. | ||
જુઓ : Imitation | જુઓ : Imitation | ||
Miniature લઘુરૂપ | '''Miniature લઘુરૂપ''' | ||
લઘુકદમાં કે ઘટાડેલા કદમાં કોઈ ચિત્રનું પ્રતિનિધાન. કળા અને સાહિત્યમાં લઘુરૂપ સાધારણ રીતે હાથીદાંત પરનાં લઘુ ચિત્રોને કે હસ્તપ્રતોનાં સુશોભનોને કે સામાન્ય કદના પુસ્તક કરતાં નાના કદના પુસ્તકને નિર્દેશે છે. | લઘુકદમાં કે ઘટાડેલા કદમાં કોઈ ચિત્રનું પ્રતિનિધાન. કળા અને સાહિત્યમાં લઘુરૂપ સાધારણ રીતે હાથીદાંત પરનાં લઘુ ચિત્રોને કે હસ્તપ્રતોનાં સુશોભનોને કે સામાન્ય કદના પુસ્તક કરતાં નાના કદના પુસ્તકને નિર્દેશે છે. | ||
Minnesinger રાજશૃંગારી કવિ | '''Minnesinger રાજશૃંગારી કવિ''' | ||
બારમી અને તેરમી સદીમાં જર્મનીમાં પ્રણય-ગીતોના કવિ માટે આ સંજ્ઞા પ્રયોજાતી. તે અનુસાર પ્રણયગીત માટે સંજ્ઞા પ્રચારમાં હતી. મુખ્યત્વે રાજવી કુટુંબની સ્ત્રીને ઉદ્દેશીને લખાતાં પ્રણયોર્મિ કાવ્યોનો તેમાં સમાવેશ થતો. | બારમી અને તેરમી સદીમાં જર્મનીમાં પ્રણય-ગીતોના કવિ માટે આ સંજ્ઞા પ્રયોજાતી. તે અનુસાર પ્રણયગીત માટે સંજ્ઞા પ્રચારમાં હતી. મુખ્યત્વે રાજવી કુટુંબની સ્ત્રીને ઉદ્દેશીને લખાતાં પ્રણયોર્મિ કાવ્યોનો તેમાં સમાવેશ થતો. | ||
Minstrel દરબારી કવિ | '''Minstrel દરબારી કવિ''' | ||
મધ્યકાળમાં રાજ કવિ તરીકે રાજાના દરબારમાં વ્યાવસાયિક ધોરણે કાવ્યસર્જન કરતા કવિઓ માટે આ સંજ્ઞા પ્રયોજાતી. ગુજરાતમાં બારોટો આ પ્રકારનું પદ ધરાવતા હતા. રાજદરબારમાં જાહેરમાં તેઓ રાજકીય ઘટનાઓ પર આધારિત ગેયરચનાઓ રજૂ કરતા. તેમની રચનાઓમાં હકીકત અને કલ્પના કોઈક એક બિંદુએ સેળભેળ થઈ જતી હોવાથી તેનું દસ્તાવેજી મૂલ્ય સ્વીકારાયું નથી, | મધ્યકાળમાં રાજ કવિ તરીકે રાજાના દરબારમાં વ્યાવસાયિક ધોરણે કાવ્યસર્જન કરતા કવિઓ માટે આ સંજ્ઞા પ્રયોજાતી. ગુજરાતમાં બારોટો આ પ્રકારનું પદ ધરાવતા હતા. રાજદરબારમાં જાહેરમાં તેઓ રાજકીય ઘટનાઓ પર આધારિત ગેયરચનાઓ રજૂ કરતા. તેમની રચનાઓમાં હકીકત અને કલ્પના કોઈક એક બિંદુએ સેળભેળ થઈ જતી હોવાથી તેનું દસ્તાવેજી મૂલ્ય સ્વીકારાયું નથી, | ||
Miracle play ચમત્કાર નાટય | '''Miracle play ચમત્કાર નાટય''' | ||
કેટલાક સંશોધકો રહસ્ય-નાટ્ય અને ચમત્કાર-નાટ્ય વચ્ચે તાત્ત્વિક ભેદ જોતા નથી. ફ્રાન્સમાં વિશેષ પ્રમાણમાં ભજવાતાં આ નાટકો મુખ્યત્વે બાઈબલ બહારના પ્રસંગોનું નિરૂપણ કરતાં. | કેટલાક સંશોધકો રહસ્ય-નાટ્ય અને ચમત્કાર-નાટ્ય વચ્ચે તાત્ત્વિક ભેદ જોતા નથી. ફ્રાન્સમાં વિશેષ પ્રમાણમાં ભજવાતાં આ નાટકો મુખ્યત્વે બાઈબલ બહારના પ્રસંગોનું નિરૂપણ કરતાં. | ||
Miscelleny પ્રકીર્ણ | '''Miscelleny પ્રકીર્ણ''' | ||
જુદા જુદા વિષયો પરત્વેના કોઈ પણ જાતની ચોક્કસ તરેહ વગરના લેખોનું પુસ્તક. | જુદા જુદા વિષયો પરત્વેના કોઈ પણ જાતની ચોક્કસ તરેહ વગરના લેખોનું પુસ્તક. | ||
Misreading ઉદ્વાચના | '''Misreading ઉદ્વાચના''' | ||
પૉલ દ માન, હિલિસ મિલર વગેરે વિનિર્મિતિવાદીઓ દ્વારા ‘ઉદ્વાચના’નો સિદ્ધાન્ત પુરસ્કારાયો છે, એમનું માનવું છે કે સાહિત્યિક ભાષાની વિશેષતા ઉદ્વાચના (misreading) અને ઉદર્થઘટન (misinterpretation)ની શક્યતામાં રહેલી છે. પૉલ દ માનને મતે બધાં જ અર્થઘટનો ઉદર્થચનાઓ છે; જ્યારે હિલિસ મિલરને મતે બધાં જ અર્થઘટનો ઉદર્થઘટનો છે. સર્જક કે વિવેચક દ્વારા થયેલી કૃતિ અંગેની કોઈ પણ વાચના કૃતિને નિયંત્રિત કે સીમિત કરવામાં છેવટે તો અસમર્થ રહે છે. એટલે કે સર્જક યા વિવેચક એની પોતાની કે અન્યની કૃતિની ‘વાચના’ કરી શકતા નથી. પરિણામે સબળ કે નિર્બળ ઉદ્વાચના જ હોઈ શકે. અર્થઘટન ન તો કૃતિના ‘મૂળ’ અર્થ સુધી પહોંચે છે, ન તો બધી જ વાચનાઓને સમાવી લે છે. આથી ઉદ્વાચના જ અવશિષ્ટ રહે છે. | પૉલ દ માન, હિલિસ મિલર વગેરે વિનિર્મિતિવાદીઓ દ્વારા ‘ઉદ્વાચના’નો સિદ્ધાન્ત પુરસ્કારાયો છે, એમનું માનવું છે કે સાહિત્યિક ભાષાની વિશેષતા ઉદ્વાચના (misreading) અને ઉદર્થઘટન (misinterpretation)ની શક્યતામાં રહેલી છે. પૉલ દ માનને મતે બધાં જ અર્થઘટનો ઉદર્થચનાઓ છે; જ્યારે હિલિસ મિલરને મતે બધાં જ અર્થઘટનો ઉદર્થઘટનો છે. સર્જક કે વિવેચક દ્વારા થયેલી કૃતિ અંગેની કોઈ પણ વાચના કૃતિને નિયંત્રિત કે સીમિત કરવામાં છેવટે તો અસમર્થ રહે છે. એટલે કે સર્જક યા વિવેચક એની પોતાની કે અન્યની કૃતિની ‘વાચના’ કરી શકતા નથી. પરિણામે સબળ કે નિર્બળ ઉદ્વાચના જ હોઈ શકે. અર્થઘટન ન તો કૃતિના ‘મૂળ’ અર્થ સુધી પહોંચે છે, ન તો બધી જ વાચનાઓને સમાવી લે છે. આથી ઉદ્વાચના જ અવશિષ્ટ રહે છે. | ||
Mock-epic આભાસ મહાકાવ્ય | '''Mock-epic આભાસ મહાકાવ્ય''' | ||
આવી કૃતિમાં મહાકાવ્યની શૈલી કે રીતિનું વિસંગતિપૂર્ણ હાસ્યાસ્પદ અનુકરણ હોય છે. ભવ્ય રીતિ અને ગંભીર ઉચ્ચ ભાવોને તેમ જ આધિભૌતિક પ્રવિધિઓને અહીં તુચ્છ કે ક્ષુદ્ર વિષય માટે પ્રયોજેલાં હોય છે. | આવી કૃતિમાં મહાકાવ્યની શૈલી કે રીતિનું વિસંગતિપૂર્ણ હાસ્યાસ્પદ અનુકરણ હોય છે. ભવ્ય રીતિ અને ગંભીર ઉચ્ચ ભાવોને તેમ જ આધિભૌતિક પ્રવિધિઓને અહીં તુચ્છ કે ક્ષુદ્ર વિષય માટે પ્રયોજેલાં હોય છે. | ||
Model પ્રતિમાન | '''Model પ્રતિમાન''' | ||
વિજ્ઞાનમાં ઘનસામગ્રી પ્રતિમાન (Hardware), સાદૃશ્ય પ્રતિમાન (Analogy) અને સિદ્ધાન્ત પ્રતિમાન (Theory). એમ ત્રણ પ્રકારના પ્રતિમાન મુખ્ય છે. પહેલા પ્રકારનાં પ્રતિમાન ધાતુ જેવી મૂર્ત સામગ્રીમાંથી બનેલાં હોય છે. વાસ્તવનાં પાસાંરૂપ બીજા પ્રકારનાં પ્રતિમાન એ અન્ય પ્રકારના વાસ્તવની રજૂઆત માટે પ્રયોજાય છે. ત્રીજા પ્રતિમાન એ પહેલા પ્રકારનાં પ્રતિમાન જેવાં જ છે. ફરક માત્ર એટલો જ છે કે એમાં મૂર્ત સામગ્રીનો ઉપયોગ થતો નથી. પ્રતિમાન-વિનિયોગનો મહત્ત્વનો નિયમ એ છે કે ક્ષેત્રો વચ્ચે જો સમાકૃતિત્વ (Isomorphism) હોય તો જ બેમાંનું એક, બીજા માટે પ્રતિમાન બની શકે. સાહિત્યવિચારમાં ભાષાવિજ્ઞાન, સંકેત-વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેનાં પ્રતિમાનોનો વિનિયોગ જાણીતો છે. રશિયન વિદ્વાન યુરિ લોતમન સાહિત્યની ભાષાને વિશ્વનું માહિતી પ્રભાવક (Information Bearing) પ્રતિમાન ગણે છે. | વિજ્ઞાનમાં ઘનસામગ્રી પ્રતિમાન (Hardware), સાદૃશ્ય પ્રતિમાન (Analogy) અને સિદ્ધાન્ત પ્રતિમાન (Theory). એમ ત્રણ પ્રકારના પ્રતિમાન મુખ્ય છે. પહેલા પ્રકારનાં પ્રતિમાન ધાતુ જેવી મૂર્ત સામગ્રીમાંથી બનેલાં હોય છે. વાસ્તવનાં પાસાંરૂપ બીજા પ્રકારનાં પ્રતિમાન એ અન્ય પ્રકારના વાસ્તવની રજૂઆત માટે પ્રયોજાય છે. ત્રીજા પ્રતિમાન એ પહેલા પ્રકારનાં પ્રતિમાન જેવાં જ છે. ફરક માત્ર એટલો જ છે કે એમાં મૂર્ત સામગ્રીનો ઉપયોગ થતો નથી. પ્રતિમાન-વિનિયોગનો મહત્ત્વનો નિયમ એ છે કે ક્ષેત્રો વચ્ચે જો સમાકૃતિત્વ (Isomorphism) હોય તો જ બેમાંનું એક, બીજા માટે પ્રતિમાન બની શકે. સાહિત્યવિચારમાં ભાષાવિજ્ઞાન, સંકેત-વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેનાં પ્રતિમાનોનો વિનિયોગ જાણીતો છે. રશિયન વિદ્વાન યુરિ લોતમન સાહિત્યની ભાષાને વિશ્વનું માહિતી પ્રભાવક (Information Bearing) પ્રતિમાન ગણે છે. | ||
Modernism આધુનિકતાવાદ | '''Modernism આધુનિકતાવાદ''' | ||
આ સંજ્ઞા આમ તો ૧૯મી સદીના ઉત્તરાર્ધથી બધી સર્જક કલાઓમાં પ્રગટ થયેલાં આંતરરાષ્ટ્રીય વલણો અને ઝુંબેશોને આવરી લે છે. છતાં ૧૮મી સદીના ‘નવ્ય પ્રશિષ્ટતાવાદ’ અને ૧૯મી સદીના ‘કૌતુકવાદ’ની જેમ ૨૦મી સદીની કલાઓનાં પ્રમુખ વલણો માટે શિથિલ રીતે એને લાગુ પડાય છે. ખાસ તે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કલાસાહિત્યની વિભાવના એમના સ્વરૂપ સંવેદન અને એમની શૈલીની બાબતમાં જે કંઈ વિશેષ છે એને આ સંજ્ઞા ઓળખાવે છે. | આ સંજ્ઞા આમ તો ૧૯મી સદીના ઉત્તરાર્ધથી બધી સર્જક કલાઓમાં પ્રગટ થયેલાં આંતરરાષ્ટ્રીય વલણો અને ઝુંબેશોને આવરી લે છે. છતાં ૧૮મી સદીના ‘નવ્ય પ્રશિષ્ટતાવાદ’ અને ૧૯મી સદીના ‘કૌતુકવાદ’ની જેમ ૨૦મી સદીની કલાઓનાં પ્રમુખ વલણો માટે શિથિલ રીતે એને લાગુ પડાય છે. ખાસ તે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કલાસાહિત્યની વિભાવના એમના સ્વરૂપ સંવેદન અને એમની શૈલીની બાબતમાં જે કંઈ વિશેષ છે એને આ સંજ્ઞા ઓળખાવે છે. | ||
આધુનિકતાવાદનાં મુખ્ય લક્ષણો છે : પ્રસ્થાપિત નિયમો, રૂઢિઓ અને પરંપરાનો આત્યંતિક વિચ્છેદ; સ્વરૂપ અને શૈલીગત પ્રયોગશીલતા તેમ જ સંકુલતા; યુદ્ધોત્તર શ્રદ્ધાવિનાશ અને સંસ્કૃતિહ્રાસ પરત્વેની પ્રતિક્રિયા; નિષેધવાદ કે નાસ્તિવાદ, સ્વાયત્ત અને સ્વતંત્ર સાહિત્યકૃતિની પરિકલ્પના; સૌંદર્યનિષ્ટ વ્યવસ્થાનો અનાદર; આદિમતા અને વિકૃતતાની શોધ; મનુષ્યની સ્થિતિ અને વિશ્વમાં એના સ્થાન પરત્વેની નવી દૃષ્ટિ. આધુનિકતાવાદમાં પ્રતીકવાદથી શરૂ કરી અભિવ્યક્તિવાદ, ભવિષ્યવાદ, કલ્પનવાદ, દાદાવાદ, પરાવાસ્તવવાદ જેવા અનેક આધુનિકવાદોનો સમાવેશ છે. | આધુનિકતાવાદનાં મુખ્ય લક્ષણો છે : પ્રસ્થાપિત નિયમો, રૂઢિઓ અને પરંપરાનો આત્યંતિક વિચ્છેદ; સ્વરૂપ અને શૈલીગત પ્રયોગશીલતા તેમ જ સંકુલતા; યુદ્ધોત્તર શ્રદ્ધાવિનાશ અને સંસ્કૃતિહ્રાસ પરત્વેની પ્રતિક્રિયા; નિષેધવાદ કે નાસ્તિવાદ, સ્વાયત્ત અને સ્વતંત્ર સાહિત્યકૃતિની પરિકલ્પના; સૌંદર્યનિષ્ટ વ્યવસ્થાનો અનાદર; આદિમતા અને વિકૃતતાની શોધ; મનુષ્યની સ્થિતિ અને વિશ્વમાં એના સ્થાન પરત્વેની નવી દૃષ્ટિ. આધુનિકતાવાદમાં પ્રતીકવાદથી શરૂ કરી અભિવ્યક્તિવાદ, ભવિષ્યવાદ, કલ્પનવાદ, દાદાવાદ, પરાવાસ્તવવાદ જેવા અનેક આધુનિકવાદોનો સમાવેશ છે. | ||
Modulation સ્વર-નિયમન, લયનિયમન | '''Modulation સ્વર-નિયમન, લયનિયમન''' | ||
કાવ્યક્ષેત્રે છાંદસ તરેહોમાં આવતાં પરિવર્તનો ઊર્મિકાવ્યમાં સ્વર-નિયમન કવિની અભિવ્યક્તિને ભાવ-પ્રાબલ્ય બક્ષે છે. | કાવ્યક્ષેત્રે છાંદસ તરેહોમાં આવતાં પરિવર્તનો ઊર્મિકાવ્યમાં સ્વર-નિયમન કવિની અભિવ્યક્તિને ભાવ-પ્રાબલ્ય બક્ષે છે. | ||
Monodrama એકોકિત, લયનિયમન | '''Monodrama એકોકિત, લયનિયમન''' | ||
નાટ્યાત્મક એકોક્તિના સ્વરૂપમાં રજૂ થયેલું કાવ્ય. અહીં નાટ્યાત્મક પરિસ્થિતિના નિરૂપણ દ્વારા સ્થળવિશેષ અને પાત્રો રજૂ થાય છે. સૂત્રધાર(Narrator)નું પાત્ર આ પ્રકારની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. | નાટ્યાત્મક એકોક્તિના સ્વરૂપમાં રજૂ થયેલું કાવ્ય. અહીં નાટ્યાત્મક પરિસ્થિતિના નિરૂપણ દ્વારા સ્થળવિશેષ અને પાત્રો રજૂ થાય છે. સૂત્રધાર(Narrator)નું પાત્ર આ પ્રકારની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. | ||
Monody શોકોક્તિ | '''Monody શોકોક્તિ''' | ||
ગ્રીક કરુણાંતિકામાં એક જ પાત્ર દ્વારા ગવાતું પદ્ય. કોઈના મૃત્યુ પ્રસંગે રચાયેલું શોકકાવ્ય, જોન મિલ્ટનનું લિસિડાસ (Lycidas) આનું ઉદાહરણ છે. | ગ્રીક કરુણાંતિકામાં એક જ પાત્ર દ્વારા ગવાતું પદ્ય. કોઈના મૃત્યુ પ્રસંગે રચાયેલું શોકકાવ્ય, જોન મિલ્ટનનું લિસિડાસ (Lycidas) આનું ઉદાહરણ છે. | ||
Monograph લઘુપ્રબંધ | '''Monograph લઘુપ્રબંધ''' | ||
કોઈ એક વિષય પર લખેલો નિબંધ, | કોઈ એક વિષય પર લખેલો નિબંધ, | ||
Monologue એકોક્તિ | '''Monologue એકોક્તિ''' | ||
એક જ પાત્ર દ્વારા નાટક કે નાટકના પ્રવેશમાં બોલાયેલી ઉક્તિ કે એમાં આવતું સંભાષણ. આ પ્રકારની એકોક્તિમાં બીજાં પાત્રોની હાજરી જરૂરી નથી. તેમ જ વક્તાના શબ્દો સામાન્ય રીતે બીજાં પાત્રોને સંભળાવવા માટે હોય એવું પણ જરૂરી નથી. | એક જ પાત્ર દ્વારા નાટક કે નાટકના પ્રવેશમાં બોલાયેલી ઉક્તિ કે એમાં આવતું સંભાષણ. આ પ્રકારની એકોક્તિમાં બીજાં પાત્રોની હાજરી જરૂરી નથી. તેમ જ વક્તાના શબ્દો સામાન્ય રીતે બીજાં પાત્રોને સંભળાવવા માટે હોય એવું પણ જરૂરી નથી. | ||
Montage સં-ચિત્રણા | '''Montage સં-ચિત્રણા''' | ||
જુદે જુદે વખતે ઝડપાયેલાં દૃશ્યોને ક્રમિક એકત્વ આપતું કાર્ય, ચલચિત્ર-ક્ષેત્રે પ્રચલિત છે, એક રીતે જોઈએ તો એ એકત્વની અસર ઊભી કરતું અનેક તત્ત્વોનું સંયોજન છે. | જુદે જુદે વખતે ઝડપાયેલાં દૃશ્યોને ક્રમિક એકત્વ આપતું કાર્ય, ચલચિત્ર-ક્ષેત્રે પ્રચલિત છે, એક રીતે જોઈએ તો એ એકત્વની અસર ઊભી કરતું અનેક તત્ત્વોનું સંયોજન છે. | ||
સાહિત્યમાં સંસ્કારો અને નિરીક્ષણોની ત્વરિત રજૂઆતની શ્રેણી દ્વારા વાતાવરણને પ્રસ્થાપિત કરવાની પ્રવિધિ માટે આ સંજ્ઞા વપરાય છે. ચિત્તસંસ્કારવાદના લેખકોની કૃતિઓમાં, નવલકથા અને નાટકોની આંતરિક એકોક્તિઓમાં, ચલચિત્રમાં અને ટેલિવિઝન સર્જનોમાં સંચિત્રણનો તરીકો ઉપયોગમાં લેવાય છે. | સાહિત્યમાં સંસ્કારો અને નિરીક્ષણોની ત્વરિત રજૂઆતની શ્રેણી દ્વારા વાતાવરણને પ્રસ્થાપિત કરવાની પ્રવિધિ માટે આ સંજ્ઞા વપરાય છે. ચિત્તસંસ્કારવાદના લેખકોની કૃતિઓમાં, નવલકથા અને નાટકોની આંતરિક એકોક્તિઓમાં, ચલચિત્રમાં અને ટેલિવિઝન સર્જનોમાં સંચિત્રણનો તરીકો ઉપયોગમાં લેવાય છે. | ||
Mood ભાવમુદ્રા | '''Mood ભાવમુદ્રા''' | ||
ભાવમુદ્રા ચિત્તની સ્થિતિ લાગણી કે ભાવસ્થિતિને નિર્દેશે છે. સાહિત્યકૃતિની ભાવમુદ્રા કૃતિના વાતાવરણને દર્શાવે છે. કેટલીક સાહિત્યકૃતિઓમાં વસ્તુ-સંકલનાની પરિવર્તિત પરિસ્થિતિઓ ઉપસાવવા ભાવમુદ્રાનાં પરિવર્તનો હોય છે. | ભાવમુદ્રા ચિત્તની સ્થિતિ લાગણી કે ભાવસ્થિતિને નિર્દેશે છે. સાહિત્યકૃતિની ભાવમુદ્રા કૃતિના વાતાવરણને દર્શાવે છે. કેટલીક સાહિત્યકૃતિઓમાં વસ્તુ-સંકલનાની પરિવર્તિત પરિસ્થિતિઓ ઉપસાવવા ભાવમુદ્રાનાં પરિવર્તનો હોય છે. | ||
Moral બોધ | '''Moral બોધ''' | ||
વાર્તા, કવિતા કે પ્રાણીકથાઓમાં મળતો બોધ. કોઈ પણ ઉપદેશાત્મક સાહિત્યનો આ મુદ્દો છે. બોધ સીધા કથન દ્વારા પ્રગટ કે સૂચન દ્વારા અપ્રગટ હોય છે. કેટલીક કથાઓમાં બોધ કથાને અંત નથી આવતો, પરંતુ કથામાં હોય છે. | વાર્તા, કવિતા કે પ્રાણીકથાઓમાં મળતો બોધ. કોઈ પણ ઉપદેશાત્મક સાહિત્યનો આ મુદ્દો છે. બોધ સીધા કથન દ્વારા પ્રગટ કે સૂચન દ્વારા અપ્રગટ હોય છે. કેટલીક કથાઓમાં બોધ કથાને અંત નથી આવતો, પરંતુ કથામાં હોય છે. | ||
Moral Criticism નીતિપરક વિવેચન | '''Moral Criticism નીતિપરક વિવેચન''' | ||
પ્રારંભકાળથી વિવેચનમાં નૈતિક ધોરણો સૌથી વધુ વ્યાપક રહ્યાં છે. કવિતા સમર્થ નૈતિક પ્રભાવ પાડી શકે છે એ પ્લેટોથી માંડી આજ દિન સુધી અત્યંત સક્રિય મુદ્દો રહ્યો છે અને વારંવાર નૈતિકતાનાં અને સૌન્દર્ય નિષ્ઠતાનાં ધોરણોના પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે. | પ્રારંભકાળથી વિવેચનમાં નૈતિક ધોરણો સૌથી વધુ વ્યાપક રહ્યાં છે. કવિતા સમર્થ નૈતિક પ્રભાવ પાડી શકે છે એ પ્લેટોથી માંડી આજ દિન સુધી અત્યંત સક્રિય મુદ્દો રહ્યો છે અને વારંવાર નૈતિકતાનાં અને સૌન્દર્ય નિષ્ઠતાનાં ધોરણોના પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે. | ||
એક બાજુ નૈતિકતાની ભૂમિકા પરનો ઉપદેશવાદ અને બીજી બાજુ કલા ખાતર કલાનો શુદ્ધવાદ – આમ બે આત્યંતિક બિન્દુઓ વચ્ચે પારંપરિક રીતે ઘણા વિપુલ પ્રમાણમાં વિવાદો પડેલા છે. ટી. એસ. એલિયટે તો નોંધ્યું છે કે સાહિત્ય સાહિત્ય છે કે નહિ એ ભલે સાહિત્યનાં ધોરણોએ નિર્ણિત થઈ શકે, પરંતુ સાહિત્યની મહાનતા કેવળ સાહિત્યિક ધોરણોથી નિર્ણિત થઈ શકે નહિ. | એક બાજુ નૈતિકતાની ભૂમિકા પરનો ઉપદેશવાદ અને બીજી બાજુ કલા ખાતર કલાનો શુદ્ધવાદ – આમ બે આત્યંતિક બિન્દુઓ વચ્ચે પારંપરિક રીતે ઘણા વિપુલ પ્રમાણમાં વિવાદો પડેલા છે. ટી. એસ. એલિયટે તો નોંધ્યું છે કે સાહિત્ય સાહિત્ય છે કે નહિ એ ભલે સાહિત્યનાં ધોરણોએ નિર્ણિત થઈ શકે, પરંતુ સાહિત્યની મહાનતા કેવળ સાહિત્યિક ધોરણોથી નિર્ણિત થઈ શકે નહિ. | ||
Morality Plays નીતિકા | '''Morality Plays નીતિકા''' | ||
ઉપાસના નાટ્યનો જ આ એક પ્રકાર છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે મધ્યકાલીન યુરોપમાં નીતિમૂલક વસ્તુને આધારે આ પ્રકારનાં નાટકો જાહેર સ્થળો ઉપર ભજવવામાં આવતાં. | ઉપાસના નાટ્યનો જ આ એક પ્રકાર છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે મધ્યકાલીન યુરોપમાં નીતિમૂલક વસ્તુને આધારે આ પ્રકારનાં નાટકો જાહેર સ્થળો ઉપર ભજવવામાં આવતાં. | ||
Morpheme રૂપિમ, રૂપઘટક | '''Morpheme રૂપિમ, રૂપઘટક''' | ||
ઉક્તિનો અર્થયુક્ત લઘુતમ અંશ. ભાષાવિજ્ઞાનમાં ધ્વનિની કક્ષાએ નાનામાં નાનો એકમ ધ્વનિઘટક છે; તે જ રીતે નાનામાં નાનો અર્થ યુક્ત એકમ એટલે એવો ધ્વનિખંડ, જેના વધુ નાના ભાગ કરવા જતાં અર્થ નષ્ટ થઈ જાય. માત્ર ધ્વનિમય ટુકડો રહે, આવા એકમને આધુનિક ભાષાવિજ્ઞાન ‘રૂપઘટક’ કહે છે. પણ બન, આવ એ વગેરે ગુજરાતી ભાષાના રૂપઘટકો છે. | ઉક્તિનો અર્થયુક્ત લઘુતમ અંશ. ભાષાવિજ્ઞાનમાં ધ્વનિની કક્ષાએ નાનામાં નાનો એકમ ધ્વનિઘટક છે; તે જ રીતે નાનામાં નાનો અર્થ યુક્ત એકમ એટલે એવો ધ્વનિખંડ, જેના વધુ નાના ભાગ કરવા જતાં અર્થ નષ્ટ થઈ જાય. માત્ર ધ્વનિમય ટુકડો રહે, આવા એકમને આધુનિક ભાષાવિજ્ઞાન ‘રૂપઘટક’ કહે છે. પણ બન, આવ એ વગેરે ગુજરાતી ભાષાના રૂપઘટકો છે. | ||
Motif કથાબીજ, કથાઘટક | '''Motif કથાબીજ, કથાઘટક''' | ||
સાહિત્યમાં ચોક્કસ વિચાર કે સક્રિય જણાતું તત્ત્વ. કોઈ પણ કથા અગણિત કથાબીજોને આધારે રચાય છે. આ કથાબીજો કથા માટે મૂળગત અને અપરિહાર્ય એકમો છે. સાહિત્યકૃતિની વસ્તુ સંકલનામાં કથાબીજ મહત્ત્વનો ભાગ ભજવે છે. | સાહિત્યમાં ચોક્કસ વિચાર કે સક્રિય જણાતું તત્ત્વ. કોઈ પણ કથા અગણિત કથાબીજોને આધારે રચાય છે. આ કથાબીજો કથા માટે મૂળગત અને અપરિહાર્ય એકમો છે. સાહિત્યકૃતિની વસ્તુ સંકલનામાં કથાબીજ મહત્ત્વનો ભાગ ભજવે છે. | ||
જેમ કે, ‘પુત્ર દ્વારા પિતાની શોધખોળ’ એ એક જાણીતું કથાબીજ છે. | જેમ કે, ‘પુત્ર દ્વારા પિતાની શોધખોળ’ એ એક જાણીતું કથાબીજ છે. | ||
હોમરનું ‘ઓડિસી’ અને જેમ્સ જોય્સની નવલકથામાં ‘યુલિસિઝ’ આનાં ઉદાહરણો છે. | હોમરનું ‘ઓડિસી’ અને જેમ્સ જોય્સની નવલકથામાં ‘યુલિસિઝ’ આનાં ઉદાહરણો છે. | ||
Movement આંદોલન, ગતિ | '''Movement આંદોલન, ગતિ''' | ||
સાહિત્યિક સંદર્ભમાં આ સંજ્ઞા એવા વલણનું સૂચન કરે છે જે કોઈ એક ચોક્કસ વિચારસરણી દ્વારા સાહિત્યના નિશ્ચિત પાસાનો આગવી રીતે વિકાસ સાધવા સક્રિય હોય, દરેક આંદોલનની પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે. ઘનવાદ (cubism), દાદાવાદ (Dadaism) વગેરે અનેક સાહિત્યિક આંદોલનો જુદા જુદા સમયે સાહિત્યવિશ્વમાં સક્રિય રહ્યા છે. | સાહિત્યિક સંદર્ભમાં આ સંજ્ઞા એવા વલણનું સૂચન કરે છે જે કોઈ એક ચોક્કસ વિચારસરણી દ્વારા સાહિત્યના નિશ્ચિત પાસાનો આગવી રીતે વિકાસ સાધવા સક્રિય હોય, દરેક આંદોલનની પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે. ઘનવાદ (cubism), દાદાવાદ (Dadaism) વગેરે અનેક સાહિત્યિક આંદોલનો જુદા જુદા સમયે સાહિત્યવિશ્વમાં સક્રિય રહ્યા છે. | ||
આ સંજ્ઞા નાટક નવલકથા કે ટૂંકી વાર્તાના સંદર્ભમાં કૃતિની ક્રિયા (Action)ના અર્થમાં પણ પ્રયોજાય છે, તે મુજબ રહસ્યકથાની ગતિ ઝડપી અને ઊર્મિપ્રધાન નવલકથા (Lyrical Novel)ની ગતિ ધીમી હોય છે. | આ સંજ્ઞા નાટક નવલકથા કે ટૂંકી વાર્તાના સંદર્ભમાં કૃતિની ક્રિયા (Action)ના અર્થમાં પણ પ્રયોજાય છે, તે મુજબ રહસ્યકથાની ગતિ ઝડપી અને ઊર્મિપ્રધાન નવલકથા (Lyrical Novel)ની ગતિ ધીમી હોય છે. | ||
Muses અધિદેવીઓ | '''Muses અધિદેવીઓ''' | ||
ગ્રીક પુરાણકથાઓમાં ઝૂસ અને નિમોઝનિની નવ પુત્રીઓ. એમને અધિદેવીઓ કે અધિષ્ઠાત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક દેવી કલા કે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. કેલિઅપિ મહાકાવ્ય સાથે, કિલયો ઇતિહાસ સાથે, એરટો પ્રેમકવિતા સાથે, યુટર્પિ ઊર્મિકાવ્ય સાથે, મેલપોમનિ કરુણાન્તિકા સાથે, પોલિહિમ્નિયા દેવસ્તોત્રો સાથે, ટર્પ સિકર નૃત્ય સાથે, થલિયા સુખાન્તિકા સાથે અને યુરેનિયા ખગોળવિદ્યા સાથે. | ગ્રીક પુરાણકથાઓમાં ઝૂસ અને નિમોઝનિની નવ પુત્રીઓ. એમને અધિદેવીઓ કે અધિષ્ઠાત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક દેવી કલા કે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. કેલિઅપિ મહાકાવ્ય સાથે, કિલયો ઇતિહાસ સાથે, એરટો પ્રેમકવિતા સાથે, યુટર્પિ ઊર્મિકાવ્ય સાથે, મેલપોમનિ કરુણાન્તિકા સાથે, પોલિહિમ્નિયા દેવસ્તોત્રો સાથે, ટર્પ સિકર નૃત્ય સાથે, થલિયા સુખાન્તિકા સાથે અને યુરેનિયા ખગોળવિદ્યા સાથે. | ||
કવિઓ પરંપરાગત રીતે ચોક્કસ અધિદેવીને સહાય પ્રાર્થે છે. | કવિઓ પરંપરાગત રીતે ચોક્કસ અધિદેવીને સહાય પ્રાર્થે છે. | ||
Musical Comedy હાસ્યસંગીતિકા | '''Musical Comedy હાસ્યસંગીતિકા''' | ||
ગીત-સંગીતના વિપુલ વિનિયોગ દ્વારા રજૂ થતું નાટક. જૂની રંગભૂમિનાં મોટા ભાગના નાટકો સંગીત નાટકો હતાં. નૃત્ય પણ આ નાટકોનું મહત્ત્વનું અંગ છે. પશ્ચિમમાં ઓપેરા (Opera) સંગીત નાટકને મળતું આવતું સ્વરૂપ છે. | ગીત-સંગીતના વિપુલ વિનિયોગ દ્વારા રજૂ થતું નાટક. જૂની રંગભૂમિનાં મોટા ભાગના નાટકો સંગીત નાટકો હતાં. નૃત્ય પણ આ નાટકોનું મહત્ત્વનું અંગ છે. પશ્ચિમમાં ઓપેરા (Opera) સંગીત નાટકને મળતું આવતું સ્વરૂપ છે. | ||
વસ્તુસંકલના (Plot)ની સુશ્લિષ્ટતાને સ્થાને ગીત-સંગીતના બહોળા ઉપયોગને લીધે આ નાટકો હળવા વિષયોનું નિરૂપણ કરતાં. ગુજરાતમાં આ સ્વરૂપ મૃતપ્રાય અવસ્થામાં છે, જ્યારે મરાઠી રંગભૂમિ ઉપર આજે પણ આ પ્રકારનાં નાટકો ભજવાય છે. જેમ કે ઘાશીરામ કોટવાલ જૂની ગુજરાતી રંગભૂમિનું ડાહ્યાભાઈ ધોળશાજી કૃત ’વીણાવેલી’ આ પ્રકારનું નાટક છે. | વસ્તુસંકલના (Plot)ની સુશ્લિષ્ટતાને સ્થાને ગીત-સંગીતના બહોળા ઉપયોગને લીધે આ નાટકો હળવા વિષયોનું નિરૂપણ કરતાં. ગુજરાતમાં આ સ્વરૂપ મૃતપ્રાય અવસ્થામાં છે, જ્યારે મરાઠી રંગભૂમિ ઉપર આજે પણ આ પ્રકારનાં નાટકો ભજવાય છે. જેમ કે ઘાશીરામ કોટવાલ જૂની ગુજરાતી રંગભૂમિનું ડાહ્યાભાઈ ધોળશાજી કૃત ’વીણાવેલી’ આ પ્રકારનું નાટક છે. | ||
Mystery Play રહસ્ય-નાટ્ય | '''Mystery Play રહસ્ય-નાટ્ય''' | ||
ઉપાસના નાટ્ય (Liturgical Play)નો જ આ એક પ્રકાર છે. મધ્યકાલીન પુરોપમાં બાઈબલના પ્રસંગોને આધારે આ નાટકો તૈયાર કરવામાં આવતાં, ઈસુ ખ્રિસ્તનાં જન્મ, મૃત્યુ અને પુનર્જન્મને સાંકળતાં રહસ્યોનું નિરૂપણ આ નાટકોમાં થતું. | |||
ફ્રેન્ચ શબ્દ Mystereનો અર્થ વ્યાવસાયિક કૌશલ (craft) થાય છે. રહસ્ય-નાટ્યો સામાન્ય રીતે જુદા જુદા વ્યવસાયના સંઘો દ્વારા ભજવવામાં આવતાં. આ કારણે પણ આ સંજ્ઞામાં ’Mystery’ શબ્દ પ્રયોજાયો હોવાનું મનાય છે. | ફ્રેન્ચ શબ્દ Mystereનો અર્થ વ્યાવસાયિક કૌશલ (craft) થાય છે. રહસ્ય-નાટ્યો સામાન્ય રીતે જુદા જુદા વ્યવસાયના સંઘો દ્વારા ભજવવામાં આવતાં. આ કારણે પણ આ સંજ્ઞામાં ’Mystery’ શબ્દ પ્રયોજાયો હોવાનું મનાય છે. | ||
Mysticism રહસ્યવાદ | '''Mysticism રહસ્યવાદ''' | ||
પરમ તત્ત્વ સાથે અદ્વૈત સાધવા માટે કે પરમ તત્ત્વમાં સમાઈ જવા માટે ધ્યાન કે આત્મસમર્પણનો માર્ગ અપનાવતો આ વાદ બુદ્ધિને દુર્ગમ એવાં સત્યો અંગેના આત્મબોધને લક્ષ્ય કરે છે. જાંન ડન, ક્રેશો, વિશ્વમ બ્લેચૂક અને વડર્ઝવર્થ જેવા કવિઓમાં રહસ્યવાદની અભિવ્યક્તિ જોવા મળે છે. | પરમ તત્ત્વ સાથે અદ્વૈત સાધવા માટે કે પરમ તત્ત્વમાં સમાઈ જવા માટે ધ્યાન કે આત્મસમર્પણનો માર્ગ અપનાવતો આ વાદ બુદ્ધિને દુર્ગમ એવાં સત્યો અંગેના આત્મબોધને લક્ષ્ય કરે છે. જાંન ડન, ક્રેશો, વિશ્વમ બ્લેચૂક અને વડર્ઝવર્થ જેવા કવિઓમાં રહસ્યવાદની અભિવ્યક્તિ જોવા મળે છે. | ||
Myth પુરાકથા, પુરાકલ્પન | '''Myth પુરાકથા, પુરાકલ્પન''' | ||
કોઈ એક વ્યક્તિ દ્વારા નહિ, પણ કોઈ લોકપરંપરાના સહિયારા વારસારૂપ રચાયેલી કથા. પુરાકથાનાં મૂળ અને એનાં કર્તૃત્વ અજાણ્યાં છે. એવું માનવામાં આવે છે કે એનો ઉદ્ભવ માનવસંસ્કૃતિના ઉષઃકાળ સાથે સંકળાયેલો છે. હેર્ડર જેવા વિદ્વાનના મત અનુસાર અનુભવ અને અર્થની અભિવ્યક્તિ સાધવા મથતી આદિકાળની માનવજાતે એક બાજુથી ભાષા ખીલવી હોય અને બીજી બાજુથી આવી પુરાકથાનું નિર્માણ કર્યું હોય. માનવસંસ્કૃતિના ઉષઃકાળમાં ભાષા જેમ વિધિવિધાનો (rituals) સાથે સંકળાયેલી હતી તેમ આ કથા પણ કંઈક વિધિવિધાનો અને પર્વોની ઊજવણીઓ સાથે સંકળાયેલી હોય એવું મનાય છે. | કોઈ એક વ્યક્તિ દ્વારા નહિ, પણ કોઈ લોકપરંપરાના સહિયારા વારસારૂપ રચાયેલી કથા. પુરાકથાનાં મૂળ અને એનાં કર્તૃત્વ અજાણ્યાં છે. એવું માનવામાં આવે છે કે એનો ઉદ્ભવ માનવસંસ્કૃતિના ઉષઃકાળ સાથે સંકળાયેલો છે. હેર્ડર જેવા વિદ્વાનના મત અનુસાર અનુભવ અને અર્થની અભિવ્યક્તિ સાધવા મથતી આદિકાળની માનવજાતે એક બાજુથી ભાષા ખીલવી હોય અને બીજી બાજુથી આવી પુરાકથાનું નિર્માણ કર્યું હોય. માનવસંસ્કૃતિના ઉષઃકાળમાં ભાષા જેમ વિધિવિધાનો (rituals) સાથે સંકળાયેલી હતી તેમ આ કથા પણ કંઈક વિધિવિધાનો અને પર્વોની ઊજવણીઓ સાથે સંકળાયેલી હોય એવું મનાય છે. | ||
પુરાકથામાં નિરૂપિત કાળ અતિ દૂરનો ભૂતકાળ હોય છે. સાહજિકતા અને સામૂહિકતા એ આ કથાના ગુણો છે. સર્વજનીનતા અને કાલાતીતતા જેવાં લક્ષણોને કારણે એનું આકર્ષણ ઘણું છે. પુરાકથા એ સાહિત્યકૃતિ માટેનું કાચું દ્રવ્ય છે. આવી કથાઓને સાહિત્યિક માવજત પાછળથી એ અપાય છે. ઇસ્કિલસ, પ્રમીથીઅસ, ઇન્દ્ર, ઉર્વશી વગેરેની કથાઓ આનાં ઉદાહરણરૂપ છે. | પુરાકથામાં નિરૂપિત કાળ અતિ દૂરનો ભૂતકાળ હોય છે. સાહજિકતા અને સામૂહિકતા એ આ કથાના ગુણો છે. સર્વજનીનતા અને કાલાતીતતા જેવાં લક્ષણોને કારણે એનું આકર્ષણ ઘણું છે. પુરાકથા એ સાહિત્યકૃતિ માટેનું કાચું દ્રવ્ય છે. આવી કથાઓને સાહિત્યિક માવજત પાછળથી એ અપાય છે. ઇસ્કિલસ, પ્રમીથીઅસ, ઇન્દ્ર, ઉર્વશી વગેરેની કથાઓ આનાં ઉદાહરણરૂપ છે. | ||
Myth Criticism પુરાકથા વિવેચન | '''Myth Criticism પુરાકથા વિવેચન''' | ||
સાહિત્યકૃતિની રૂપરચના એક પ્રકારે પુરાકથા-રચના જ કે એવો મત ધરાવતો અભિગમ, સાહિત્યનો પુરાકથા સાથે સહજાત સંબંધ છે અને પુરાકથા રચના એ માનવ-ચેતનાની એક સાહજિક વૃત્તિ છે એ પુરાકથા-વિવેચનનો કેન્દ્રવર્તી ખ્યાલ છે. પુરાકથા-વિવેચનનું પદ્ધતિશાસ્ત્ર રૂપાત્મક છે, જેનાં મૂળ નવ્ય વિવેચનમાં છે, જ્યારે એની પ્રકૃતિ અર્થઘટનાત્મક છે. પુરાકથા-વિવેચન મૂલ્યાંકન નહીં પણ કૃતિના અર્થઘટન-વિશ્લેષણ પર ભાર મૂકે છે. ભાષાવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા વિષયોમાં થયેલી ક્રાન્તિના પરિણામે પુરાકથા-વિવેચનનો વિશેષ વિકાસ થયો છે. લૅવિ સ્ત્રાઉસ, સૂઝાન લૅન્ગર, રિચર્ડ ચેય્સ, નોર્થ્રપ ફ્રાઇ, મૉડ બૉડકિન વગેરે આ અભિગમના પુરસ્કર્તાઓ છે. | સાહિત્યકૃતિની રૂપરચના એક પ્રકારે પુરાકથા-રચના જ કે એવો મત ધરાવતો અભિગમ, સાહિત્યનો પુરાકથા સાથે સહજાત સંબંધ છે અને પુરાકથા રચના એ માનવ-ચેતનાની એક સાહજિક વૃત્તિ છે એ પુરાકથા-વિવેચનનો કેન્દ્રવર્તી ખ્યાલ છે. પુરાકથા-વિવેચનનું પદ્ધતિશાસ્ત્ર રૂપાત્મક છે, જેનાં મૂળ નવ્ય વિવેચનમાં છે, જ્યારે એની પ્રકૃતિ અર્થઘટનાત્મક છે. પુરાકથા-વિવેચન મૂલ્યાંકન નહીં પણ કૃતિના અર્થઘટન-વિશ્લેષણ પર ભાર મૂકે છે. ભાષાવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા વિષયોમાં થયેલી ક્રાન્તિના પરિણામે પુરાકથા-વિવેચનનો વિશેષ વિકાસ થયો છે. લૅવિ સ્ત્રાઉસ, સૂઝાન લૅન્ગર, રિચર્ડ ચેય્સ, નોર્થ્રપ ફ્રાઇ, મૉડ બૉડકિન વગેરે આ અભિગમના પુરસ્કર્તાઓ છે. | ||
Mythemes પુરાકથા ઘટકો | '''Mythemes પુરાકથા ઘટકો''' | ||
પુરાકથાના અંગભૂત અર્થયુક્ત એકમો. | પુરાકથાના અંગભૂત અર્થયુક્ત એકમો. | ||
Myth-Making પુરાકથા રચના | '''Myth-Making પુરાકથા રચના''' | ||
પુરાકથા-રચના એ માનવ-ચેતનાની એક સ્વાભાવિક વૃત્તિ છે. પ્રકૃતિની સાથે માનવ-ચેતનાનો રાગાત્મક સંબંધ સ્થાપિત કરવો એ પુરાકથા-રચનાનું મુખ્ય પ્રયોજન છે. આધુનિક પુરાકથા વિજ્ઞાનીઓના મત મુજબ મનુષ્ય મુખ્યત્વે તે પુરાકથાની રચના કરનાર (Myth-making) પ્રાણી છે. યુંગ જેવા મનોવિજ્ઞાનીઓ કહે છે કે સ્વપ્ન એ વ્યક્તિની અચેતન અભિવ્યક્તિ છે, જ્યારે પુરાકથા એ એક આખા માનવસમૂહનું સ્વપ્ન છે. સાહિત્યસર્જનની પ્રક્રિયા અને પુરાકથા-નિર્માણની પ્રક્રિયા વચ્ચે ઘણું સામ્ય છે, એટલે જ સાહિત્યનો સર્જક અંતે તો પુરાકથાનો જ સર્જક મનાય છે. | પુરાકથા-રચના એ માનવ-ચેતનાની એક સ્વાભાવિક વૃત્તિ છે. પ્રકૃતિની સાથે માનવ-ચેતનાનો રાગાત્મક સંબંધ સ્થાપિત કરવો એ પુરાકથા-રચનાનું મુખ્ય પ્રયોજન છે. આધુનિક પુરાકથા વિજ્ઞાનીઓના મત મુજબ મનુષ્ય મુખ્યત્વે તે પુરાકથાની રચના કરનાર (Myth-making) પ્રાણી છે. યુંગ જેવા મનોવિજ્ઞાનીઓ કહે છે કે સ્વપ્ન એ વ્યક્તિની અચેતન અભિવ્યક્તિ છે, જ્યારે પુરાકથા એ એક આખા માનવસમૂહનું સ્વપ્ન છે. સાહિત્યસર્જનની પ્રક્રિયા અને પુરાકથા-નિર્માણની પ્રક્રિયા વચ્ચે ઘણું સામ્ય છે, એટલે જ સાહિત્યનો સર્જક અંતે તો પુરાકથાનો જ સર્જક મનાય છે. | ||
Mythography પુરાવિજ્ઞાન | '''Mythography પુરાવિજ્ઞાન''' | ||
પુરાકથાની સર્જનપ્રક્રિયા તથા તેની સંહિતાઓ (Codes)નું અર્થઘટન કરતું વિજ્ઞાન. સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન નૃવંશવિજ્ઞાન વગેરેની સહાય લેતું આ એક આંતરવિદ્યાકીય અનુશાસન છે. સંકેતવૈજ્ઞાનિક વ્યવસ્થાના રૂપમાં અભિવ્યક્ત થતી હોવાને કારણે પુરાકથા એ પરભાષા (Meta language) છે, એવી આ વિજ્ઞાનની માન્યતા છે. આ વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર મુખ્યત્વે સંરચનાવાદ પ્રેરિત છે. પુરાકથાની સંરચનાના અધ્યયન માટે આ વિજ્ઞાન પુરાકથામાં પ્રવૃત્ત વાક્યાંશ અથવા કથાસૂત્રો[જેને તેઓ પુરાકથા ઘટકો (mythemes) કહે છે]નું અધ્યયન કરે છે. લૅવિ સ્ત્રાઉસ, એડમંડ લીસ, ફ્રેન્ઝ બોઆસ, એ. જે. ગ્રેમા તથા વ્લાદિમિર પ્રોપ વગેરે આ વિજ્ઞાનના પુરસ્કાર્તાઓ છે. | પુરાકથાની સર્જનપ્રક્રિયા તથા તેની સંહિતાઓ (Codes)નું અર્થઘટન કરતું વિજ્ઞાન. સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન નૃવંશવિજ્ઞાન વગેરેની સહાય લેતું આ એક આંતરવિદ્યાકીય અનુશાસન છે. સંકેતવૈજ્ઞાનિક વ્યવસ્થાના રૂપમાં અભિવ્યક્ત થતી હોવાને કારણે પુરાકથા એ પરભાષા (Meta language) છે, એવી આ વિજ્ઞાનની માન્યતા છે. આ વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર મુખ્યત્વે સંરચનાવાદ પ્રેરિત છે. પુરાકથાની સંરચનાના અધ્યયન માટે આ વિજ્ઞાન પુરાકથામાં પ્રવૃત્ત વાક્યાંશ અથવા કથાસૂત્રો[જેને તેઓ પુરાકથા ઘટકો (mythemes) કહે છે]નું અધ્યયન કરે છે. લૅવિ સ્ત્રાઉસ, એડમંડ લીસ, ફ્રેન્ઝ બોઆસ, એ. જે. ગ્રેમા તથા વ્લાદિમિર પ્રોપ વગેરે આ વિજ્ઞાનના પુરસ્કાર્તાઓ છે. | ||
Mythology and Literature પુરાકથાશાસ્ત્ર અને સાહિત્ય | '''Mythology and Literature પુરાકથાશાસ્ત્ર અને સાહિત્ય''' | ||
પુરાકથાશાસ્ત્ર તથા સાહિત્યનો સંબંધ બે રીતનો છે : તત્ત્વગત તેમ જ સ્વરૂપગત, સાહિત્ય અને પુરાકથાશાસ્ત્રની સર્જનપ્રક્રિયા સમાન છે. આધુનિક સર્જકોમાં જોવા મળતો કપોલકલ્પિત (Fabulation)નો અંશ મુખ્યત્વે પુરાકથાનું લક્ષણ છે. ફ્રોઈડ પુરાકથા અને સાહિત્યને અવચેતન મનની અભિવ્યક્તિરૂપ માને છે. સાહિત્ય પણ પુરાકથાની જેમ લોકમાનસની અભિવ્યક્તિ છે, એ અર્થમાં સાહિત્ય, પુરાકથાની જેમ ચોક્કસ પ્રજાતીય સમૂહનું સ્વપ્ન છે. સાહિત્ય અને પુરાકથાનું બીજું મહત્ત્વનું લક્ષણ એ કાલજયિતા અને સાર્વભૌમિકતા છે. સાહિત્ય અને પુરાકથા બંને રૂપકની ભાષા પ્રયોજે છે. મહાકાવ્ય, નાટક અને નવલકથામાં પુરાકથાનો એક ઉપકરણ લેખે વિનિયોગ જાણીતો છે. રિચર્ડ ચેયસ જેવા વિવેચકો પુરાકથાને જ સાહિત્ય અને સાહિત્યને જ પુરાકથા ગણવાના પક્ષમાં છે, | પુરાકથાશાસ્ત્ર તથા સાહિત્યનો સંબંધ બે રીતનો છે : તત્ત્વગત તેમ જ સ્વરૂપગત, સાહિત્ય અને પુરાકથાશાસ્ત્રની સર્જનપ્રક્રિયા સમાન છે. આધુનિક સર્જકોમાં જોવા મળતો કપોલકલ્પિત (Fabulation)નો અંશ મુખ્યત્વે પુરાકથાનું લક્ષણ છે. ફ્રોઈડ પુરાકથા અને સાહિત્યને અવચેતન મનની અભિવ્યક્તિરૂપ માને છે. સાહિત્ય પણ પુરાકથાની જેમ લોકમાનસની અભિવ્યક્તિ છે, એ અર્થમાં સાહિત્ય, પુરાકથાની જેમ ચોક્કસ પ્રજાતીય સમૂહનું સ્વપ્ન છે. સાહિત્ય અને પુરાકથાનું બીજું મહત્ત્વનું લક્ષણ એ કાલજયિતા અને સાર્વભૌમિકતા છે. સાહિત્ય અને પુરાકથા બંને રૂપકની ભાષા પ્રયોજે છે. મહાકાવ્ય, નાટક અને નવલકથામાં પુરાકથાનો એક ઉપકરણ લેખે વિનિયોગ જાણીતો છે. રિચર્ડ ચેયસ જેવા વિવેચકો પુરાકથાને જ સાહિત્ય અને સાહિત્યને જ પુરાકથા ગણવાના પક્ષમાં છે, | ||
Mythopoesis પુરાકથાસર્જન, પુરાકથા પ્રક્રિયા | '''Mythopoesis પુરાકથાસર્જન, પુરાકથા પ્રક્રિયા''' | ||
પુરાકથાની સર્જનપ્રક્રિયાને નિર્દેશ કરતી સંજ્ઞા, આ પ્રકારના સર્જકો તેમનાં સર્જનમાં પુરાકથાત્મક પાર્શ્વભૂમિ ઊભી કરે છે, જેમ કે ડી. એચ. લોરન્સે એમની કૃતિ ‘The plummed serpent’માં સંભ્રાન્ત યુરોપિયનના જીવન બરબાદ કરનારી રક્તસંપ્રજ્ઞતા અને આદિમ વર્તનને સ્પષ્ટ કરવા મેક્સિકોની એક પ્રાચીન પુરાકથાનો ઉપયોગ કર્યો હતો. પેટ્સ, ઇલિયટ, વિલ્યમ ફૉકનર વગેરેની કેટલીક કૃતિઓ આના ઉદાહરણરૂપ છે. | પુરાકથાની સર્જનપ્રક્રિયાને નિર્દેશ કરતી સંજ્ઞા, આ પ્રકારના સર્જકો તેમનાં સર્જનમાં પુરાકથાત્મક પાર્શ્વભૂમિ ઊભી કરે છે, જેમ કે ડી. એચ. લોરન્સે એમની કૃતિ ‘The plummed serpent’માં સંભ્રાન્ત યુરોપિયનના જીવન બરબાદ કરનારી રક્તસંપ્રજ્ઞતા અને આદિમ વર્તનને સ્પષ્ટ કરવા મેક્સિકોની એક પ્રાચીન પુરાકથાનો ઉપયોગ કર્યો હતો. પેટ્સ, ઇલિયટ, વિલ્યમ ફૉકનર વગેરેની કેટલીક કૃતિઓ આના ઉદાહરણરૂપ છે. | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 04:14, 21 November 2025
M
Machine Translation યંત્રનિષ્ઠ અનુવાદ
સંગણકયંત્ર (Computer) જેવાં યંત્રોના ઉપયોગ દ્વારા થતો સ્વયંચાલિત અનુવાદ, યંત્ર માટે તૈયાર કરવામાં આવતો કાર્યક્રમ (Programme) એ યંત્રનિષ્ઠ અનુવાદની પ્રાથમિક આવશ્યકતા છે. આ કાર્યક્રમ એવો હોવો જોઈએ જે મૂળ ભાષા (Source language)ના મૂળ પાઠના વિશ્લેષણ માટેના નિયમો સમાવતા હોય. આ નિયમો જે તે ભાષાના કોશમાંથી વ્યાકરણિક અને કોશગત સમાનાર્થીઓ શોધે છે અને મૂળ પાઠનું લક્ષ્ય ભાષા (Target language)માં સંગ્રથિત નવું સંસ્કરણ ઉત્પન્ન કરે છે. સંપૂર્ણપણે સ્વયંચાલિત અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો અનુવાદ, એક દુષ્કર અને ખર્ચાળ પરિચાલન સાબિત થયું છે. આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનોને કારણે ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણનો ઘણો મોટો વિકાસ થયો છે.
Macrotext બૃહદપાઠ
કોઈ પણ સાહિત્યકૃતિના સંઘટનમાં એના વિવિધ અવયવો એકબીજાની સંગતિમાં કઈ રીતે ગોઠવાયા છે અને કઈ રીતે સંરચના ઊભી કરે છે એને બૃહદ ફલક પર જોવામાં આવે છે. આ કૃતિનો બૃહદ પાઠ છે. આ બૃહદ પાઠ પર ઊભી થતી સંગતિ માટે બૃહદ નિયંત્રણો (global constraints) હોય છે. આ જ વસ્તુ સંરચના તરીકે પણ ઓળખાય છે.
જુઓ : Structure.
Madrigal ગોપવૃંદગીત
તેરમી સદીને અંતે ઇટલીમાં અસ્તિત્વમાં આવેલું અને સોળમી સદીથી ઇંગ્લૅન્ડમાં પ્રસાર પામેલું ગોપવૃંદગીત સમૂહમાં વાદ્યસંગત વિના ગવાતું ગીત છે. આ ગીત પ્રેમ, શૌર્ય કે વ્યંગ જેવા ભાવો નિરૂપે છે. રાણી એલિઝાબથની પ્રશંસા કરતાં આ પ્રકારનાં વૃંદગીતો અંગ્રેજીમાં લખાયેલાં છે. મુખ્યત્વે ગ્રામજીવનનો સંદર્ભ આ ગીતોમાં વણાયેલો હોય છે.
Magazine સામયિક
જુદા જુદા વિષયો પર જુદા જુદા લેખકો દ્વારા લખાયેલા લેખોનું સામયિક પ્રકાશન. સામયિક એ વિશાળ ક્ષેત્ર ધરાવતી પ્રકાશન પ્રવૃત્તિ છે, જેમાં ફિલ્મ, રાજકારણ, રમતગમત અને સામાન્ય જ્ઞાનના વિષયો આવરી લેવાતા હોય છે. જ્યારે બિનવ્યવસાયિકતા અને નાનું માળખું એ લઘુ સામયિકોની વિશેષતા છે. લઘુ સામાયિકો મોટે ભાગે પ્રયોગશીલ લખાણો પ્રકાશિત કરે છે અને નાની સંખ્યામાં વાચકોને આકર્ષે છે. ગુજરાતી ભાષામાં ‘રે’ મઠ દ્વારા પ્રારંભમાં નીકળતું ‘કૃતિ’ લઘુ સામયિકનો નમૂનો છે.
Magnum Opus મહાન સર્જન
લેખકનું સૌથી મહત્ત્વનું ઉત્તમ સર્જન. જેમ કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું ‘સરસ્વતીચન્દ્ર’.
Malpropism અપપ્રયોગ
વાણી કે લેખનમાં શબ્દોનો હાસ્યાસ્પદ વિષમતા માટે વિનિયોગ. સરખા ધ્વનિવાળા પણ જુદા અર્થ ધરાવતા શબ્દોની અદલાબદલીના કારણે આ વિષમતા ઊભી થાય છે. ૧૮મી સદીમાં શેરિડનના નાટક ‘Rivals’ના એક માત્ર ‘Mrs. Malprop’ પરથી આ સંજ્ઞા આવી છે. જેમ કે, ‘શાંતિલાલ ઊગરી ગયા છે’ ને બદલે ‘શાંતિલાલ ગુજરી ગયા છે’.
Manichaeism મેનિવાદ
ત્રીજી સદીમાં મેનિ નામના ધર્મવિચારક દ્વારા સ્થાપવામાં આવેલો આ વાદ ઈશ્વર અને સેતાનના અનંત સહઅસ્તિત્વને સ્વીકાર કરે છે. તેથી મૂલ્યો પરત્વે આ વાદ દ્વંદ્વાત્મક અભિગમ ધરાવે છે. પ્રકાશ અને અંધકાર, દેહ અને આત્મા એમ બંને અંતિમોનો આ વાદ પુરસ્કાર કરે છે. સાહિત્યકૃતિઓનું મૂલ્યાંકન કરતી વેળાએ અન્ય મહત્ત્વની વિચારધારાઓની જેમ મેનિવાદની અસર તપાસવાનું પણ સ્વીકૃત વલણ છે. જેમ કે, ડી. એચ. લોરન્સની નવલકથાઓ અને મેનિવાદનો સંબંધ તપાસવાનું વલણ.
Manifesto ખરીતો
સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ્રાયો વગેરે અંગેનું સાર્વજનિક નિવેદન, વિક્ટર હ્યુગોના ‘Cromwell’ની પ્રસ્તાવના ફ્રેન્ચ રંગદર્શિતાવાદના ખરીતારૂપ ગણાય છે. કાર્લ માકર્સ અને ફ્રેડરિક એન્ગલ્સ દ્વારા ૧૮૪૮માં પ્રકાશિત Communist Manifesto એમના સિદ્ધાંતવિચારનું વિશ્વવિખ્યાત નિવેદન છે.
સાહિત્યમાં ‘પરાવાસ્તવવાદ’ આદિ કલાઆંદોલનો અંગેના ખરીતાઓ જાણીતા છે.
Mannerism રીતિદાસ્ય
સાહિત્ય કે કલામાં ટેવવશ આવતું તત્ત્વ. જેમ કે એલિઝાબથન શૈલી, ગાંધી યુગીન શૈલી વગેરે.
Manuscript હસ્તપ્રત, પાંડુલિપિ
મુદ્રિત નહીં પણ હાથથી લખાયેલું પુસ્તક કે હાથથી લખાયેલો દસ્તાવેજ. મુદ્રણ માટે તૈયાર કરવામાં આવેલી લેખકના પુસ્તકની નકલ પણ હસ્તપ્રત કહેવાય છે.
Marginalia હાંસિયાનોંધ
પુસ્તક કે હસ્તપ્રતમાં હાંસિયામાં કરવામાં આવતી નોંધો, સંદર્ભો વગેરે. કેટલીક વાર આવી હાંસિયાનોંધો મૂલ્યવાન બની રહે છે. જેમ કે, કોલરિજની હાંસિયાનોંધો.
Marxist criticism માકર્સવાદી વિવેચન
કાર્લ માકર્સના સિદ્ધાંતો પર આધારિત સાહિત્યવિચારની શાખા, માર્ક્સવાદીઓના મત મુજબ સમાજનો પાયો આર્થિક છે. સાહિત્ય, કળા, સંગીત, રાજરકાણ વગેરે સમાજની અતિ-સંરચના (super structure) છે. આર્થિક માળખામાં થતાં પરિવર્તનોની અસર અતિ-સંરચના પર પણ પડે છે. આ પરિવર્તનની પ્રક્રિયા ઘણી સંકુલ છે અને માકર્સવાદ આ પ્રક્રિયાને ઐતિહાસિક ભૌતિકવાદના આધારે એના જુદા જુદા તબક્કઓ—જેવા કે, આદિમ સમાજવ્યવસ્થા, સામંતીય પ્રથા અને મૂડીવાદી વ્યવસ્થાના આધારે સમજવાનો પ્રયત્ન કરે છે.
વીસમી સદીમાં હર્બર્ટ માર્કયૂસે, અર્નિસ્ટ ફિશર, એયરનબુર્ક ઈલ્ય, ફ્રેડરિક જેયમ્સન વગેરે વિદ્વાનો દ્વારા જે પરિવર્તનો આવ્યાં તે નવ્યમાકર્સવાદ (Neo Marxism) તરીકે ઓળખાય છે. માર્કયૂસે જેવા વિદ્વાનો સમાજના અધ્યયનમાં સૌંદર્યશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે એમ માને છે. જૂલ્ય ક્રિસ્તેવા સંકેતવિજ્ઞાનમાં, મશરે સાહિત્યનિર્માણની પ્રક્રિયાના અધ્યયનમાં તેમ જ લૂઈ અલ્થુઝર વિચારધારા અંગેના અભ્યાસમાં આ અભિગમના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
Masque સંગીત-રૂપક
સંગીત, નૃત્ય, વેશભૂષા તથા મંચ-મજ્જા જેવાં રંગભૂમિનાં પરિબળોના વ્યાપક વિનિયોગ દ્વારા રજૂ થતું પદ્યનાટક. રેનેસાં કાળમાં ઇટલીમાં તથા ત્યાર બાદ ઇંગ્લૅન્ડમાં વિકસેલું આ નાટ્યસ્વરૂપ પાંખા વસ્તુને આધારે પુરાકથાના રૂપકાત્મક સંયોજન દ્વારા કાવ્યાત્મક શૈલીમાં રજૂ થતું. દરબારી મનોરંજનના ભાગ તરીકે શરૂ થયેલું આ નાટ્યસ્વરૂપ શેક્સપિયરના ‘ધ ટેમ્પેસ્ટ’ વગેરે નાટકોમાં મુખ્ય નાટકના એક દૃશ્ય તરીકે સમાવેશ પામ્યું. ભજવણી વખતે કલાકારો દ્વારા મહોરાં પહેરવાની આ નાટ્યસ્વરૂપની પ્રણાલીનો શેક્સપિયરે નાટ્યાત્મક વિનિયોગ કર્યો છે.
બેન જૉન્સને પ્રતિસંગીતરૂપકો (Antimasques) પણ લખ્યાં છે, જેમાં સંગીતરૂપક (Masque)ના સ્વરૂપનો તથા રાજકીય, સામાજિક સંદર્ભનો હાસ્ય નિષ્પન્ન કરવાના હેતુથી વિનિયોગ કરવામાં આવ્યો છે.
Maxim વ્યવહારસૂત્ર
અનુભવમાંથી તારવેલું સામાન્ય સત્ય કે લોકરૂઢિ, કહેવતો, ન્યાય વગેરે આનાં ઉદાહરણો છે. પૉલ ગ્રીસ (Grice) સંભાષણના મુખ્ય ચાર નિયમો હોવાનું જણાવે છે. જેને એ ‘સંભાષણનાં વ્યવહારસૂત્રો’ (Conversational maxims) કહે છે.
Meaning અર્થ
ઑગ્ડને અને રિચડર્ઝે એમના મહત્ત્વના લેખમાં અર્થના બે મહત્ત્વના ભેદ કર્યા છે : ભાવમૂલક અર્થ (emotive meaning) અને નિર્દેશક અર્થ (referential meaning).
સાહિત્યમાં મોટે ભાગે ભાવમૂલક અર્થનો ઉપયોગ થાય છે. વિલ્યમ એમ્પસને તો સાહિત્યમાં અર્થની સાથે સંદિગ્ધતાઓને અનિવાર્ય ગણી છે. આમ, રોજિંદી ભાષાની અપેક્ષાએ સાહિત્યમાં અર્થનો અર્થ બદલાય છે. એ કોઈ પણ ભાવકના અનુભવનો વિષય છે.
Medium માધ્યમ
જેના દ્વારા કોઈ વસ્તુ કે ભાવનું સંવહન થઈ શકે તેને માધ્યમ કહે છે ભાષા એ મૌખિક અને લેખિત બંને પ્રકારના સાહિત્યનું માધ્યમ છે. માધ્યમ પ્રત્યાયન વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ છે. રેડિયો, દૂરદર્શન, વર્તમાનપત્રો વગેરે સમૂહને સંબોધે છે. માટે તેઓ સમૂહ માધ્યમો (Mass media) કહેવાય છે.
Melodrama અતિનાટક
ગ્રીક ભાષામાં Melos શબ્દનો અર્થ ‘ગીત’ થાય છે. નવમી સદીમાં આ સંજ્ઞા સંગીત-નાટક માટે પ્રયોજાતી હતી. આ નાટકોનાં કરુણ દૃશ્યો પાછળ પ્રયોજાતું સંગીત ખૂબ અસરકારક નીવડ્યું હતું. આ જ સંજ્ઞા દુઃખ, વિષાદ આદિ ભાવોનું પ્રાધાન્ય ધરાવતા નાટક માટે પ્રયોજવામાં આવે છે. પ્રહસન-(Farce)ને હાસ્યનાટક (Comedy) સાથે જે સંબંધ છે તેવો જ સંબંધ અતિનાટક (Melodrama)ને કરુણાન્તિકા (Tragedy) સાથે છે. સામાન્ય રીતે નાયક-નાયિકા ખલનાયકના રૂઢપાત્રોના આધારે રચાતાં આ નાટકોમાં ભાવનાશીલતાનો અતિરેક થયેલો જોવા મળે છે.
Memoir સ્મૃતિચિત્રો, જીવનગાથાત્મક રેખાચિત્ર
અંગત અનુભવને આધારે થયેલી પ્રસંગોની નોંધ. સાહિત્યકાર, નેતા કે મહાન વ્યક્તિઓના અંતેવાસીઓ દ્વારા આ પ્રકારનાં જીવનગાથાત્મક રેખાચિત્રોનું સર્જન થાય છે. નૉર્મન માલ્કમે લખેલાં વિટ્ગન્સ્ટીનનાં જીવનગાથાત્મક રેખાચિત્રો આનાં ઉદાહરણ રૂપ છે.
Mentalism ચિત્તવાદ, માનસવાદ
ભાષાવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનોમાં વર્ગીકરણપરાયણતા (Taxonomy)-ના વિરોધમાં આવેલો વાદ. આ વાદ વિગતોના સ્થૂળ પૃથક્કરણ પૂરતો મર્યાદિત ન રહેતાં વીગતોની પાછળનાં મનોગત કારણોને શોધવામાં રસ ધરાવે છે. ભાષાવિજ્ઞાનમાં ચિત્તવાદનો પ્રારંભ નોમ ચૉમ્સ્કી દ્વારા થયો, એમના મત મુજબ આ વાદનું લક્ષ્ય જન્મજાત ભાષાસૂઝ શું છે તે શોધવાનું છે. ચિત્તવાદી કોઈ પણ માનસિક સત્યને શરીરવિજ્ઞાનનો કોઈ ને કોઈ આધાર હોય એ હકીકતને નકારતો નથી, પરંતુ મનોજન્ય વ્યવહારનાં સંશોધનો મજ્જાક્રિયા-વિજ્ઞાનના (Neurophysiological) અધ્યયન માટે ઉપકારક છે એવું માને છે.
Message સંદેશ
રોમન યાકોબ્સને જણાવેલાં ભાષાનાં છ અંગો પૈકીનું એક અંગ, સંપ્રેષણવ્યવસ્થામાં વક્તા ‘સંદેશ’ મોકલે છે અને શ્રોતા તેનું ગ્રહણ કરે છે. કાવ્યભાષાને વિજ્ઞાનની ભાષાથી જુદું પાડતું અંગ ‘સંદેશ’ છે. વિજ્ઞાનની ભાષા-સંહિતાસાપેક્ષ હેાય છે, જ્યારે કાવ્યભાષા સંદેશસાપેક્ષ હોય છે. ‘સંદેશ’નો સંબંધ વક્તાના પોતાના અનુભવો સાથે સંકળાયેલી અને બાહ્ય જગત સાથે પોતાનો સંબંધ અવિચ્છિન્નપણે જાળવી રાખતી ભાષાની પ્રતીક વ્યવસ્થા સાથે છે. કાવ્યને વિશિષ્ટ અર્થ હકીકતે ‘સંદેશ’ની આંતરિક સંરચનાનું પરિણામ છે અને એ જ કારણે ‘નવ્ય વિવેચન’ કાવ્યાર્થને કાવ્ય-સંરચનાના સંદર્ભે જ પામવા ઇચ્છે છે.
Meta criticism પરાવિવેચન
સાહિત્યકૃતિના અભ્યાસ અને આસ્વાદ દ્વારા બીજા કોઈ વિષયની સમજ પ્રાપ્ત કરતું વિવેચન તે પરાવિવેચન, સંસ્કૃતિ, યુગચેતના, મનોવ્યાપાર, પ્રેમભાવના, ચિત્તના સ્તરે વગેરેની સમજ પ્રાપ્ત કરવી એ પરાવિવેચનનું પ્રયોજન છે. પરાવિવેચન કેન્દ્રોપસારી છે. તે કૃતિમાંથી બહિર્ગતિ કરે છે. ક્રાચે, નૉર્થર્પ ફ્રાઈ વગેરે પરા-વિવેચકો છે. તેઓ સાહિત્યનો કશીક તાત્ત્વિક વિચારણા માટે ઉપયોગ કરે છે.
Metamessage અધિસંદેશ
કવિતાનો સ્વપ્ન સાથે સંબંધ છે અને કવિતામાં જે કહેવાય છે એથી ઘણું બધું એમાંથી અભિવ્યક્ત થાય છે. લય, કાકુ, પઠન, ધ્વનિ જેવી ભાષાથી ઇતર સામગ્રી કાવ્યનો બૃહદ અર્થ રચવા માટે અત્યંત મહત્ત્વની રીતે પરિણામગામી બને છે. કવિતાની આ સામગ્રી અધિસંદેશ અને ક્યારેક પરાતર્ક (paralogic) તરીકે ઓળખાય છે.
Metaphor રૂપક, લક્ષણા
રૂપક એ ચોક્કસ પ્રકારના સાદૃશ્ય પર આધારિત અવેજી છે, અનેક ઉક્તિ વિકલ્પોમાંથી જે અનેક વિકલ્પો કે વિકલ્પનો સંકેત કરતી હોય એવી ઉક્તિની વરણી કરવી એ રૂપકની નિષ્પત્તિની પ્રક્રિયા છે. મૂલ્ય (Tenor) અને ધારક (Vehicle) વચ્ચે ચોક્કસ પ્રકારનું અંતર હોવું એ રૂપકનું મહત્ત્વનું લક્ષણ છે. રોમન યાકોબ્સનના મત મુજબ રૂપકની પ્રકૃતિ ગણવર્તી (paradigmatic) છે. જ્યારે અજહલ્લક્ષણા (Metonymy)ની પ્રકૃતિ ક્રમવર્તી (Syntagmatic) છે. રૂપક એ કાવ્યનું પ્રાણભૂત તત્ત્વ છે. સંકેતની રૂઢ વ્યવસ્થા દ્વારા પ્રત્યાયન સાધવાની આવશ્યકતામાંથી રૂપક કવિને મુક્ત કરે છે.
Metaphysical Conceit આધિભોતિક કોટિ
જુઓ : Conceit.
‘Metaphysical’ Criticism ‘તત્ત્વમીમાંસાપરક’ વિવેચન
વિનિર્મિતિકારોએ વિવેચનને બે વર્ગમાં વહેંચ્યું છે : ‘તત્ત્વમીમાંસાપરક’ અને વિનિર્મિતિપરક. તત્ત્વમીમાંસાપરક વિવેચન માને છે કે કૃતિને કોઈ નિશ્ચિત અર્થ હોય છે અને વિવેચને એના પર કેન્દ્રિત થવાનું હોય છે. ઉપસ્થિતિની પરંપરાનો આ માર્ગ છે. જ્યારે, વિનિર્મિતપરક વિવેચન કૃતિના અર્થની અનિર્ણીતતાની માન્યતા ધરાવે છે. અનુપસ્થિતિની પરંપરાનો અને વ્યતિરેક વ્યાક્ષેપનો આ માર્ગ છે.
Metaphysics આધિભૌતિકશાસ્ત્ર
સત્તામીમાંસા અને જ્ઞાનમીમાંસાનો સમાવેશ કરતી તત્ત્વજ્ઞાનની શાખા.
Metathesis ધ્વનિવ્યત્યય
આધુનિક ભાષાવૈજ્ઞાનિકોના મત પ્રમાણે ધ્વનિનું પૂર્વસ્ફુરણ (anticipation) અને પરાગમન (lag) એકસાથે (આદેશ અને લોપ સહિત) પ્રવર્તે તો ધ્વનિવ્યત્યય થાય, જેમકે, વારાણસી > બનારસ સાહિત્યમાં આ પ્રવિધિનો વિશેષ પ્રભાવ માટે ઉપયોગ થાય છે.
Metonymy અજહલ્લક્ષણા
અજહલ્લક્ષણામાં શબ્દને બદલે એની સાથે સંકળાયેલો બીજો શબ્દ પ્રયોજવામાં આવે છે.
જેમકે, સૂર માટે કંઠ, સંન્યસ્ત માટે ભગવાં.
જુઓ : Metaphor.
Metre છંદ
પ્રકાર અને ગણ-ચરણની સંખ્યાથી નિયંત્રિત કાવ્યલયનું કોઈ પણ સ્વરૂપ. લય પરના સાંખ્યિકી નિયંત્રણથી છંદ જન્મે છે. ગણના એની સાથે સંકળાયેલી છે. કવિતાની પંક્તિમાં અને એને અનુસરતી એની અન્ય સમાન્તર પંક્તિઓમાં લયાત્મક તરાહની પુનરાવૃત્તિ છંદની ઓળખ છે.
Microtext સૂક્ષ્મપાઠ
કોઈ પણ સાહિત્યકૃતિના બૃહદ્પાઠના વિવિધ અવયવોમાંથી પ્રત્યેક અવયવની પોતાના ઉપઘટકો સહિત ટૂંકા ફલકની સંગતિનો સૂક્ષ્મ પાઠ હોય છે. આ સૂક્ષ્મપાઠની સંગતિ સ્થાનિક નિયંત્રણો(local constraints)થી ઊભી થતી હોય છે. આ જ વસ્તુને પોત તરીકે પણ ઓળખવામાં આવે છે.
જુઓ : Texture.
Milieu પરિવેશ
આ ફ્રેન્ચ સંજ્ઞાનો અર્થ છે પરિવેશ એટલે કે વાતાવરણ યા પરિસ્થિતિ. જેમકે રાવજી પટેલ ગ્રામીણ પરિવેશમાંથી આવે છે.
Mime મૂક અભિનય/મૂક અભિનેતા
માત્ર અંગચેષ્ટાઓથી અભિનેતા વસ્તુ રજૂ કરે એ પ્રકારનું નાટ્યસ્વરૂપ, ઈ. સ. પૂર્વે ૫મી સદીમાં એ સિસિલી અને દક્ષિણ ઇટલીમાં જન્મ્યું. મધ્યયુગ દરમ્યાન મૂક અભિનવ મનોરંજનના લોકપ્રિય સ્વરૂપ તરીકે ચાલુ રહે છે.
આજે મૂક અભિનય શબ્દો કે ભાષા વગરના અભિનયને સૂચવે છે. ખાસ કરીને ફ્રાન્સમાં એ મનનોરંજનનું વિશેષ સ્વરૂપ રહ્યું છે.
આ સંજ્ઞા મૂક અભિનય ઉપરાંત મૂક અભિનેતાને પણ લાગુ પડે છે. મૂંગી ફિલ્મોમાં મૂક અભિનેતા ચાર્લી ચેપ્લન માટે આ સંજ્ઞા વાપરી શકાય.
Mimesis અનુકરણ
એરિસ્ટોટલની ટ્રેજેડી વિચારણામાં વિવેચન (catharsis) ચરિત્રદોષ (Hamartia) ઉપરાંતની મહત્ત્વની ચાવીરૂપ સંજ્ઞા. પ્લેટોના સત્યથી ત્રણ પેઢી દૂરના કલાના કેવળ નકલના સિદ્ધાન્તની સામેનો એરિસ્ટોટલનો આ અનુકરણ સિદ્ધાન્ત છે. ટ્રેજેડીના સ્વરૂપને સમજાવતાં એરિસ્ટોલ નોંધે છે કે એમાં જીવનનાં કાર્યોનું કલ્પનાપૂર્ણ અનુકરણ હોય છે.
આજે સાહિત્યનું વાસ્તવ જગતના વાસ્તવનું અવલંબન લે કે ન લે અને લે તો કેટલે અંશે લે એ વાત અનુકરણ વિચારના કેન્દ્રમાં છે.
જુઓ : Imitation
Miniature લઘુરૂપ
લઘુકદમાં કે ઘટાડેલા કદમાં કોઈ ચિત્રનું પ્રતિનિધાન. કળા અને સાહિત્યમાં લઘુરૂપ સાધારણ રીતે હાથીદાંત પરનાં લઘુ ચિત્રોને કે હસ્તપ્રતોનાં સુશોભનોને કે સામાન્ય કદના પુસ્તક કરતાં નાના કદના પુસ્તકને નિર્દેશે છે.
Minnesinger રાજશૃંગારી કવિ
બારમી અને તેરમી સદીમાં જર્મનીમાં પ્રણય-ગીતોના કવિ માટે આ સંજ્ઞા પ્રયોજાતી. તે અનુસાર પ્રણયગીત માટે સંજ્ઞા પ્રચારમાં હતી. મુખ્યત્વે રાજવી કુટુંબની સ્ત્રીને ઉદ્દેશીને લખાતાં પ્રણયોર્મિ કાવ્યોનો તેમાં સમાવેશ થતો.
Minstrel દરબારી કવિ
મધ્યકાળમાં રાજ કવિ તરીકે રાજાના દરબારમાં વ્યાવસાયિક ધોરણે કાવ્યસર્જન કરતા કવિઓ માટે આ સંજ્ઞા પ્રયોજાતી. ગુજરાતમાં બારોટો આ પ્રકારનું પદ ધરાવતા હતા. રાજદરબારમાં જાહેરમાં તેઓ રાજકીય ઘટનાઓ પર આધારિત ગેયરચનાઓ રજૂ કરતા. તેમની રચનાઓમાં હકીકત અને કલ્પના કોઈક એક બિંદુએ સેળભેળ થઈ જતી હોવાથી તેનું દસ્તાવેજી મૂલ્ય સ્વીકારાયું નથી,
Miracle play ચમત્કાર નાટય
કેટલાક સંશોધકો રહસ્ય-નાટ્ય અને ચમત્કાર-નાટ્ય વચ્ચે તાત્ત્વિક ભેદ જોતા નથી. ફ્રાન્સમાં વિશેષ પ્રમાણમાં ભજવાતાં આ નાટકો મુખ્યત્વે બાઈબલ બહારના પ્રસંગોનું નિરૂપણ કરતાં.
Miscelleny પ્રકીર્ણ
જુદા જુદા વિષયો પરત્વેના કોઈ પણ જાતની ચોક્કસ તરેહ વગરના લેખોનું પુસ્તક.
Misreading ઉદ્વાચના
પૉલ દ માન, હિલિસ મિલર વગેરે વિનિર્મિતિવાદીઓ દ્વારા ‘ઉદ્વાચના’નો સિદ્ધાન્ત પુરસ્કારાયો છે, એમનું માનવું છે કે સાહિત્યિક ભાષાની વિશેષતા ઉદ્વાચના (misreading) અને ઉદર્થઘટન (misinterpretation)ની શક્યતામાં રહેલી છે. પૉલ દ માનને મતે બધાં જ અર્થઘટનો ઉદર્થચનાઓ છે; જ્યારે હિલિસ મિલરને મતે બધાં જ અર્થઘટનો ઉદર્થઘટનો છે. સર્જક કે વિવેચક દ્વારા થયેલી કૃતિ અંગેની કોઈ પણ વાચના કૃતિને નિયંત્રિત કે સીમિત કરવામાં છેવટે તો અસમર્થ રહે છે. એટલે કે સર્જક યા વિવેચક એની પોતાની કે અન્યની કૃતિની ‘વાચના’ કરી શકતા નથી. પરિણામે સબળ કે નિર્બળ ઉદ્વાચના જ હોઈ શકે. અર્થઘટન ન તો કૃતિના ‘મૂળ’ અર્થ સુધી પહોંચે છે, ન તો બધી જ વાચનાઓને સમાવી લે છે. આથી ઉદ્વાચના જ અવશિષ્ટ રહે છે.
Mock-epic આભાસ મહાકાવ્ય
આવી કૃતિમાં મહાકાવ્યની શૈલી કે રીતિનું વિસંગતિપૂર્ણ હાસ્યાસ્પદ અનુકરણ હોય છે. ભવ્ય રીતિ અને ગંભીર ઉચ્ચ ભાવોને તેમ જ આધિભૌતિક પ્રવિધિઓને અહીં તુચ્છ કે ક્ષુદ્ર વિષય માટે પ્રયોજેલાં હોય છે.
Model પ્રતિમાન
વિજ્ઞાનમાં ઘનસામગ્રી પ્રતિમાન (Hardware), સાદૃશ્ય પ્રતિમાન (Analogy) અને સિદ્ધાન્ત પ્રતિમાન (Theory). એમ ત્રણ પ્રકારના પ્રતિમાન મુખ્ય છે. પહેલા પ્રકારનાં પ્રતિમાન ધાતુ જેવી મૂર્ત સામગ્રીમાંથી બનેલાં હોય છે. વાસ્તવનાં પાસાંરૂપ બીજા પ્રકારનાં પ્રતિમાન એ અન્ય પ્રકારના વાસ્તવની રજૂઆત માટે પ્રયોજાય છે. ત્રીજા પ્રતિમાન એ પહેલા પ્રકારનાં પ્રતિમાન જેવાં જ છે. ફરક માત્ર એટલો જ છે કે એમાં મૂર્ત સામગ્રીનો ઉપયોગ થતો નથી. પ્રતિમાન-વિનિયોગનો મહત્ત્વનો નિયમ એ છે કે ક્ષેત્રો વચ્ચે જો સમાકૃતિત્વ (Isomorphism) હોય તો જ બેમાંનું એક, બીજા માટે પ્રતિમાન બની શકે. સાહિત્યવિચારમાં ભાષાવિજ્ઞાન, સંકેત-વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેનાં પ્રતિમાનોનો વિનિયોગ જાણીતો છે. રશિયન વિદ્વાન યુરિ લોતમન સાહિત્યની ભાષાને વિશ્વનું માહિતી પ્રભાવક (Information Bearing) પ્રતિમાન ગણે છે.
Modernism આધુનિકતાવાદ
આ સંજ્ઞા આમ તો ૧૯મી સદીના ઉત્તરાર્ધથી બધી સર્જક કલાઓમાં પ્રગટ થયેલાં આંતરરાષ્ટ્રીય વલણો અને ઝુંબેશોને આવરી લે છે. છતાં ૧૮મી સદીના ‘નવ્ય પ્રશિષ્ટતાવાદ’ અને ૧૯મી સદીના ‘કૌતુકવાદ’ની જેમ ૨૦મી સદીની કલાઓનાં પ્રમુખ વલણો માટે શિથિલ રીતે એને લાગુ પડાય છે. ખાસ તે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કલાસાહિત્યની વિભાવના એમના સ્વરૂપ સંવેદન અને એમની શૈલીની બાબતમાં જે કંઈ વિશેષ છે એને આ સંજ્ઞા ઓળખાવે છે.
આધુનિકતાવાદનાં મુખ્ય લક્ષણો છે : પ્રસ્થાપિત નિયમો, રૂઢિઓ અને પરંપરાનો આત્યંતિક વિચ્છેદ; સ્વરૂપ અને શૈલીગત પ્રયોગશીલતા તેમ જ સંકુલતા; યુદ્ધોત્તર શ્રદ્ધાવિનાશ અને સંસ્કૃતિહ્રાસ પરત્વેની પ્રતિક્રિયા; નિષેધવાદ કે નાસ્તિવાદ, સ્વાયત્ત અને સ્વતંત્ર સાહિત્યકૃતિની પરિકલ્પના; સૌંદર્યનિષ્ટ વ્યવસ્થાનો અનાદર; આદિમતા અને વિકૃતતાની શોધ; મનુષ્યની સ્થિતિ અને વિશ્વમાં એના સ્થાન પરત્વેની નવી દૃષ્ટિ. આધુનિકતાવાદમાં પ્રતીકવાદથી શરૂ કરી અભિવ્યક્તિવાદ, ભવિષ્યવાદ, કલ્પનવાદ, દાદાવાદ, પરાવાસ્તવવાદ જેવા અનેક આધુનિકવાદોનો સમાવેશ છે.
Modulation સ્વર-નિયમન, લયનિયમન
કાવ્યક્ષેત્રે છાંદસ તરેહોમાં આવતાં પરિવર્તનો ઊર્મિકાવ્યમાં સ્વર-નિયમન કવિની અભિવ્યક્તિને ભાવ-પ્રાબલ્ય બક્ષે છે.
Monodrama એકોકિત, લયનિયમન
નાટ્યાત્મક એકોક્તિના સ્વરૂપમાં રજૂ થયેલું કાવ્ય. અહીં નાટ્યાત્મક પરિસ્થિતિના નિરૂપણ દ્વારા સ્થળવિશેષ અને પાત્રો રજૂ થાય છે. સૂત્રધાર(Narrator)નું પાત્ર આ પ્રકારની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
Monody શોકોક્તિ
ગ્રીક કરુણાંતિકામાં એક જ પાત્ર દ્વારા ગવાતું પદ્ય. કોઈના મૃત્યુ પ્રસંગે રચાયેલું શોકકાવ્ય, જોન મિલ્ટનનું લિસિડાસ (Lycidas) આનું ઉદાહરણ છે.
Monograph લઘુપ્રબંધ
કોઈ એક વિષય પર લખેલો નિબંધ,
Monologue એકોક્તિ
એક જ પાત્ર દ્વારા નાટક કે નાટકના પ્રવેશમાં બોલાયેલી ઉક્તિ કે એમાં આવતું સંભાષણ. આ પ્રકારની એકોક્તિમાં બીજાં પાત્રોની હાજરી જરૂરી નથી. તેમ જ વક્તાના શબ્દો સામાન્ય રીતે બીજાં પાત્રોને સંભળાવવા માટે હોય એવું પણ જરૂરી નથી.
Montage સં-ચિત્રણા
જુદે જુદે વખતે ઝડપાયેલાં દૃશ્યોને ક્રમિક એકત્વ આપતું કાર્ય, ચલચિત્ર-ક્ષેત્રે પ્રચલિત છે, એક રીતે જોઈએ તો એ એકત્વની અસર ઊભી કરતું અનેક તત્ત્વોનું સંયોજન છે.
સાહિત્યમાં સંસ્કારો અને નિરીક્ષણોની ત્વરિત રજૂઆતની શ્રેણી દ્વારા વાતાવરણને પ્રસ્થાપિત કરવાની પ્રવિધિ માટે આ સંજ્ઞા વપરાય છે. ચિત્તસંસ્કારવાદના લેખકોની કૃતિઓમાં, નવલકથા અને નાટકોની આંતરિક એકોક્તિઓમાં, ચલચિત્રમાં અને ટેલિવિઝન સર્જનોમાં સંચિત્રણનો તરીકો ઉપયોગમાં લેવાય છે.
Mood ભાવમુદ્રા
ભાવમુદ્રા ચિત્તની સ્થિતિ લાગણી કે ભાવસ્થિતિને નિર્દેશે છે. સાહિત્યકૃતિની ભાવમુદ્રા કૃતિના વાતાવરણને દર્શાવે છે. કેટલીક સાહિત્યકૃતિઓમાં વસ્તુ-સંકલનાની પરિવર્તિત પરિસ્થિતિઓ ઉપસાવવા ભાવમુદ્રાનાં પરિવર્તનો હોય છે.
Moral બોધ
વાર્તા, કવિતા કે પ્રાણીકથાઓમાં મળતો બોધ. કોઈ પણ ઉપદેશાત્મક સાહિત્યનો આ મુદ્દો છે. બોધ સીધા કથન દ્વારા પ્રગટ કે સૂચન દ્વારા અપ્રગટ હોય છે. કેટલીક કથાઓમાં બોધ કથાને અંત નથી આવતો, પરંતુ કથામાં હોય છે.
Moral Criticism નીતિપરક વિવેચન
પ્રારંભકાળથી વિવેચનમાં નૈતિક ધોરણો સૌથી વધુ વ્યાપક રહ્યાં છે. કવિતા સમર્થ નૈતિક પ્રભાવ પાડી શકે છે એ પ્લેટોથી માંડી આજ દિન સુધી અત્યંત સક્રિય મુદ્દો રહ્યો છે અને વારંવાર નૈતિકતાનાં અને સૌન્દર્ય નિષ્ઠતાનાં ધોરણોના પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે.
એક બાજુ નૈતિકતાની ભૂમિકા પરનો ઉપદેશવાદ અને બીજી બાજુ કલા ખાતર કલાનો શુદ્ધવાદ – આમ બે આત્યંતિક બિન્દુઓ વચ્ચે પારંપરિક રીતે ઘણા વિપુલ પ્રમાણમાં વિવાદો પડેલા છે. ટી. એસ. એલિયટે તો નોંધ્યું છે કે સાહિત્ય સાહિત્ય છે કે નહિ એ ભલે સાહિત્યનાં ધોરણોએ નિર્ણિત થઈ શકે, પરંતુ સાહિત્યની મહાનતા કેવળ સાહિત્યિક ધોરણોથી નિર્ણિત થઈ શકે નહિ.
Morality Plays નીતિકા
ઉપાસના નાટ્યનો જ આ એક પ્રકાર છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે મધ્યકાલીન યુરોપમાં નીતિમૂલક વસ્તુને આધારે આ પ્રકારનાં નાટકો જાહેર સ્થળો ઉપર ભજવવામાં આવતાં.
Morpheme રૂપિમ, રૂપઘટક
ઉક્તિનો અર્થયુક્ત લઘુતમ અંશ. ભાષાવિજ્ઞાનમાં ધ્વનિની કક્ષાએ નાનામાં નાનો એકમ ધ્વનિઘટક છે; તે જ રીતે નાનામાં નાનો અર્થ યુક્ત એકમ એટલે એવો ધ્વનિખંડ, જેના વધુ નાના ભાગ કરવા જતાં અર્થ નષ્ટ થઈ જાય. માત્ર ધ્વનિમય ટુકડો રહે, આવા એકમને આધુનિક ભાષાવિજ્ઞાન ‘રૂપઘટક’ કહે છે. પણ બન, આવ એ વગેરે ગુજરાતી ભાષાના રૂપઘટકો છે.
Motif કથાબીજ, કથાઘટક
સાહિત્યમાં ચોક્કસ વિચાર કે સક્રિય જણાતું તત્ત્વ. કોઈ પણ કથા અગણિત કથાબીજોને આધારે રચાય છે. આ કથાબીજો કથા માટે મૂળગત અને અપરિહાર્ય એકમો છે. સાહિત્યકૃતિની વસ્તુ સંકલનામાં કથાબીજ મહત્ત્વનો ભાગ ભજવે છે.
જેમ કે, ‘પુત્ર દ્વારા પિતાની શોધખોળ’ એ એક જાણીતું કથાબીજ છે.
હોમરનું ‘ઓડિસી’ અને જેમ્સ જોય્સની નવલકથામાં ‘યુલિસિઝ’ આનાં ઉદાહરણો છે.
Movement આંદોલન, ગતિ
સાહિત્યિક સંદર્ભમાં આ સંજ્ઞા એવા વલણનું સૂચન કરે છે જે કોઈ એક ચોક્કસ વિચારસરણી દ્વારા સાહિત્યના નિશ્ચિત પાસાનો આગવી રીતે વિકાસ સાધવા સક્રિય હોય, દરેક આંદોલનની પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે. ઘનવાદ (cubism), દાદાવાદ (Dadaism) વગેરે અનેક સાહિત્યિક આંદોલનો જુદા જુદા સમયે સાહિત્યવિશ્વમાં સક્રિય રહ્યા છે.
આ સંજ્ઞા નાટક નવલકથા કે ટૂંકી વાર્તાના સંદર્ભમાં કૃતિની ક્રિયા (Action)ના અર્થમાં પણ પ્રયોજાય છે, તે મુજબ રહસ્યકથાની ગતિ ઝડપી અને ઊર્મિપ્રધાન નવલકથા (Lyrical Novel)ની ગતિ ધીમી હોય છે.
Muses અધિદેવીઓ
ગ્રીક પુરાણકથાઓમાં ઝૂસ અને નિમોઝનિની નવ પુત્રીઓ. એમને અધિદેવીઓ કે અધિષ્ઠાત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક દેવી કલા કે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. કેલિઅપિ મહાકાવ્ય સાથે, કિલયો ઇતિહાસ સાથે, એરટો પ્રેમકવિતા સાથે, યુટર્પિ ઊર્મિકાવ્ય સાથે, મેલપોમનિ કરુણાન્તિકા સાથે, પોલિહિમ્નિયા દેવસ્તોત્રો સાથે, ટર્પ સિકર નૃત્ય સાથે, થલિયા સુખાન્તિકા સાથે અને યુરેનિયા ખગોળવિદ્યા સાથે.
કવિઓ પરંપરાગત રીતે ચોક્કસ અધિદેવીને સહાય પ્રાર્થે છે.
Musical Comedy હાસ્યસંગીતિકા
ગીત-સંગીતના વિપુલ વિનિયોગ દ્વારા રજૂ થતું નાટક. જૂની રંગભૂમિનાં મોટા ભાગના નાટકો સંગીત નાટકો હતાં. નૃત્ય પણ આ નાટકોનું મહત્ત્વનું અંગ છે. પશ્ચિમમાં ઓપેરા (Opera) સંગીત નાટકને મળતું આવતું સ્વરૂપ છે.
વસ્તુસંકલના (Plot)ની સુશ્લિષ્ટતાને સ્થાને ગીત-સંગીતના બહોળા ઉપયોગને લીધે આ નાટકો હળવા વિષયોનું નિરૂપણ કરતાં. ગુજરાતમાં આ સ્વરૂપ મૃતપ્રાય અવસ્થામાં છે, જ્યારે મરાઠી રંગભૂમિ ઉપર આજે પણ આ પ્રકારનાં નાટકો ભજવાય છે. જેમ કે ઘાશીરામ કોટવાલ જૂની ગુજરાતી રંગભૂમિનું ડાહ્યાભાઈ ધોળશાજી કૃત ’વીણાવેલી’ આ પ્રકારનું નાટક છે.
Mystery Play રહસ્ય-નાટ્ય
ઉપાસના નાટ્ય (Liturgical Play)નો જ આ એક પ્રકાર છે. મધ્યકાલીન પુરોપમાં બાઈબલના પ્રસંગોને આધારે આ નાટકો તૈયાર કરવામાં આવતાં, ઈસુ ખ્રિસ્તનાં જન્મ, મૃત્યુ અને પુનર્જન્મને સાંકળતાં રહસ્યોનું નિરૂપણ આ નાટકોમાં થતું.
ફ્રેન્ચ શબ્દ Mystereનો અર્થ વ્યાવસાયિક કૌશલ (craft) થાય છે. રહસ્ય-નાટ્યો સામાન્ય રીતે જુદા જુદા વ્યવસાયના સંઘો દ્વારા ભજવવામાં આવતાં. આ કારણે પણ આ સંજ્ઞામાં ’Mystery’ શબ્દ પ્રયોજાયો હોવાનું મનાય છે.
Mysticism રહસ્યવાદ
પરમ તત્ત્વ સાથે અદ્વૈત સાધવા માટે કે પરમ તત્ત્વમાં સમાઈ જવા માટે ધ્યાન કે આત્મસમર્પણનો માર્ગ અપનાવતો આ વાદ બુદ્ધિને દુર્ગમ એવાં સત્યો અંગેના આત્મબોધને લક્ષ્ય કરે છે. જાંન ડન, ક્રેશો, વિશ્વમ બ્લેચૂક અને વડર્ઝવર્થ જેવા કવિઓમાં રહસ્યવાદની અભિવ્યક્તિ જોવા મળે છે.
Myth પુરાકથા, પુરાકલ્પન
કોઈ એક વ્યક્તિ દ્વારા નહિ, પણ કોઈ લોકપરંપરાના સહિયારા વારસારૂપ રચાયેલી કથા. પુરાકથાનાં મૂળ અને એનાં કર્તૃત્વ અજાણ્યાં છે. એવું માનવામાં આવે છે કે એનો ઉદ્ભવ માનવસંસ્કૃતિના ઉષઃકાળ સાથે સંકળાયેલો છે. હેર્ડર જેવા વિદ્વાનના મત અનુસાર અનુભવ અને અર્થની અભિવ્યક્તિ સાધવા મથતી આદિકાળની માનવજાતે એક બાજુથી ભાષા ખીલવી હોય અને બીજી બાજુથી આવી પુરાકથાનું નિર્માણ કર્યું હોય. માનવસંસ્કૃતિના ઉષઃકાળમાં ભાષા જેમ વિધિવિધાનો (rituals) સાથે સંકળાયેલી હતી તેમ આ કથા પણ કંઈક વિધિવિધાનો અને પર્વોની ઊજવણીઓ સાથે સંકળાયેલી હોય એવું મનાય છે.
પુરાકથામાં નિરૂપિત કાળ અતિ દૂરનો ભૂતકાળ હોય છે. સાહજિકતા અને સામૂહિકતા એ આ કથાના ગુણો છે. સર્વજનીનતા અને કાલાતીતતા જેવાં લક્ષણોને કારણે એનું આકર્ષણ ઘણું છે. પુરાકથા એ સાહિત્યકૃતિ માટેનું કાચું દ્રવ્ય છે. આવી કથાઓને સાહિત્યિક માવજત પાછળથી એ અપાય છે. ઇસ્કિલસ, પ્રમીથીઅસ, ઇન્દ્ર, ઉર્વશી વગેરેની કથાઓ આનાં ઉદાહરણરૂપ છે.
Myth Criticism પુરાકથા વિવેચન
સાહિત્યકૃતિની રૂપરચના એક પ્રકારે પુરાકથા-રચના જ કે એવો મત ધરાવતો અભિગમ, સાહિત્યનો પુરાકથા સાથે સહજાત સંબંધ છે અને પુરાકથા રચના એ માનવ-ચેતનાની એક સાહજિક વૃત્તિ છે એ પુરાકથા-વિવેચનનો કેન્દ્રવર્તી ખ્યાલ છે. પુરાકથા-વિવેચનનું પદ્ધતિશાસ્ત્ર રૂપાત્મક છે, જેનાં મૂળ નવ્ય વિવેચનમાં છે, જ્યારે એની પ્રકૃતિ અર્થઘટનાત્મક છે. પુરાકથા-વિવેચન મૂલ્યાંકન નહીં પણ કૃતિના અર્થઘટન-વિશ્લેષણ પર ભાર મૂકે છે. ભાષાવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા વિષયોમાં થયેલી ક્રાન્તિના પરિણામે પુરાકથા-વિવેચનનો વિશેષ વિકાસ થયો છે. લૅવિ સ્ત્રાઉસ, સૂઝાન લૅન્ગર, રિચર્ડ ચેય્સ, નોર્થ્રપ ફ્રાઇ, મૉડ બૉડકિન વગેરે આ અભિગમના પુરસ્કર્તાઓ છે.
Mythemes પુરાકથા ઘટકો
પુરાકથાના અંગભૂત અર્થયુક્ત એકમો.
Myth-Making પુરાકથા રચના
પુરાકથા-રચના એ માનવ-ચેતનાની એક સ્વાભાવિક વૃત્તિ છે. પ્રકૃતિની સાથે માનવ-ચેતનાનો રાગાત્મક સંબંધ સ્થાપિત કરવો એ પુરાકથા-રચનાનું મુખ્ય પ્રયોજન છે. આધુનિક પુરાકથા વિજ્ઞાનીઓના મત મુજબ મનુષ્ય મુખ્યત્વે તે પુરાકથાની રચના કરનાર (Myth-making) પ્રાણી છે. યુંગ જેવા મનોવિજ્ઞાનીઓ કહે છે કે સ્વપ્ન એ વ્યક્તિની અચેતન અભિવ્યક્તિ છે, જ્યારે પુરાકથા એ એક આખા માનવસમૂહનું સ્વપ્ન છે. સાહિત્યસર્જનની પ્રક્રિયા અને પુરાકથા-નિર્માણની પ્રક્રિયા વચ્ચે ઘણું સામ્ય છે, એટલે જ સાહિત્યનો સર્જક અંતે તો પુરાકથાનો જ સર્જક મનાય છે.
Mythography પુરાવિજ્ઞાન
પુરાકથાની સર્જનપ્રક્રિયા તથા તેની સંહિતાઓ (Codes)નું અર્થઘટન કરતું વિજ્ઞાન. સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન નૃવંશવિજ્ઞાન વગેરેની સહાય લેતું આ એક આંતરવિદ્યાકીય અનુશાસન છે. સંકેતવૈજ્ઞાનિક વ્યવસ્થાના રૂપમાં અભિવ્યક્ત થતી હોવાને કારણે પુરાકથા એ પરભાષા (Meta language) છે, એવી આ વિજ્ઞાનની માન્યતા છે. આ વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર મુખ્યત્વે સંરચનાવાદ પ્રેરિત છે. પુરાકથાની સંરચનાના અધ્યયન માટે આ વિજ્ઞાન પુરાકથામાં પ્રવૃત્ત વાક્યાંશ અથવા કથાસૂત્રો[જેને તેઓ પુરાકથા ઘટકો (mythemes) કહે છે]નું અધ્યયન કરે છે. લૅવિ સ્ત્રાઉસ, એડમંડ લીસ, ફ્રેન્ઝ બોઆસ, એ. જે. ગ્રેમા તથા વ્લાદિમિર પ્રોપ વગેરે આ વિજ્ઞાનના પુરસ્કાર્તાઓ છે.
Mythology and Literature પુરાકથાશાસ્ત્ર અને સાહિત્ય
પુરાકથાશાસ્ત્ર તથા સાહિત્યનો સંબંધ બે રીતનો છે : તત્ત્વગત તેમ જ સ્વરૂપગત, સાહિત્ય અને પુરાકથાશાસ્ત્રની સર્જનપ્રક્રિયા સમાન છે. આધુનિક સર્જકોમાં જોવા મળતો કપોલકલ્પિત (Fabulation)નો અંશ મુખ્યત્વે પુરાકથાનું લક્ષણ છે. ફ્રોઈડ પુરાકથા અને સાહિત્યને અવચેતન મનની અભિવ્યક્તિરૂપ માને છે. સાહિત્ય પણ પુરાકથાની જેમ લોકમાનસની અભિવ્યક્તિ છે, એ અર્થમાં સાહિત્ય, પુરાકથાની જેમ ચોક્કસ પ્રજાતીય સમૂહનું સ્વપ્ન છે. સાહિત્ય અને પુરાકથાનું બીજું મહત્ત્વનું લક્ષણ એ કાલજયિતા અને સાર્વભૌમિકતા છે. સાહિત્ય અને પુરાકથા બંને રૂપકની ભાષા પ્રયોજે છે. મહાકાવ્ય, નાટક અને નવલકથામાં પુરાકથાનો એક ઉપકરણ લેખે વિનિયોગ જાણીતો છે. રિચર્ડ ચેયસ જેવા વિવેચકો પુરાકથાને જ સાહિત્ય અને સાહિત્યને જ પુરાકથા ગણવાના પક્ષમાં છે,
Mythopoesis પુરાકથાસર્જન, પુરાકથા પ્રક્રિયા
પુરાકથાની સર્જનપ્રક્રિયાને નિર્દેશ કરતી સંજ્ઞા, આ પ્રકારના સર્જકો તેમનાં સર્જનમાં પુરાકથાત્મક પાર્શ્વભૂમિ ઊભી કરે છે, જેમ કે ડી. એચ. લોરન્સે એમની કૃતિ ‘The plummed serpent’માં સંભ્રાન્ત યુરોપિયનના જીવન બરબાદ કરનારી રક્તસંપ્રજ્ઞતા અને આદિમ વર્તનને સ્પષ્ટ કરવા મેક્સિકોની એક પ્રાચીન પુરાકથાનો ઉપયોગ કર્યો હતો. પેટ્સ, ઇલિયટ, વિલ્યમ ફૉકનર વગેરેની કેટલીક કૃતિઓ આના ઉદાહરણરૂપ છે.