અનુભાવન/કાવ્યકલ્પનનું સ્વરૂપ અને કાર્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યકલ્પનનું સ્વરૂપ અને કાર્ય}} {{Poem2Open}} આપણા સ્વાતંત્ર્યોત્તર વિવેચનમાં વ્યાપકપણે પ્રચારમાં આવેલી ‘કલ્પન’ સંજ્ઞા, આપણને સૌને વિદિત છે તેમ, પાશ્ચાત્ય વિવેચનની ‘ઈમેય્‌જ’ (I...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 56: Line 56:

નીચેની કડીમાં એકથી વધુ કલ્પનો ભેગાં થઈને કામ કરે છે.{{Poem2Close}}

{{Block center|<poem>(૧) ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
{{Block center|'''<poem>(૧) ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
{{right|– મણિલાલ}}</poem>}}
{{right|– મણિલાલ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં’ ‘ડાંગરનું ખેતર’ ‘તડકો’ અને ‘ઝૂલવા’ની ઘટના એ સર્વ મળીને એક દૃશ્યકલ્પન રચે છે. અહીં ખરેખર તો પવન અને તડકાની રમણા અનોખી ચમત્કૃતિ આણે છે. અહીં, જો કે, પવનતત્ત્વનો સીધો નિર્દેશ નથી. પણ ગતિશીલ તડકામાં એનું જાણે કે અભૌતિક નિરાકાર તત્ત્વ ગતિશીલ રૂપમાં તાદૃશ થઈ ઊઠે છે. પવનમાં હળુહળુ ઝૂલતી ડાંગર પર તડકાનું રૂપ જે લયાત્મક ગતિનો આભાસ રચે છે, તેમાં ગતિ અને વિસ્તૃતિનો યુગપદ્‌ બોધ થાય છે. આમ દૃશ્ય ગતિ અને વિસ્તૃતિનાં ત્રણ કલ્પનો અહીં યુગપદ્‌ કામ કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(૨) બાઈ મારે મોભે કળાયેલ રાત કે નળિયાં ગ્હેક્યા કરે રે લોલ
{{Block center|'''<poem>(૨) બાઈ મારે મોભે કળાયેલ રાત કે નળિયાં ગ્હેક્યા કરે રે લોલ
{{right|– રમેશ પારેખ}}</poem>}}
{{right|– રમેશ પારેખ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નાયિકાના અંતરની સૂક્ષ્મ પ્રણયઝંખનાને વ્યક્ત કરતી આ કડીમાં દૃશ્ય અને શ્રુતિ એમ બે કલ્પનોનું સંયોજન થયું છે. ‘મોભ’ અને ‘નળિયાં’, આમ તો, આપણને સાવ પરિચિત વસ્તુ છે. પણ એમાં કળાયેલ મોરનું રૂપ કવિએ આરોપ્યું છે ‘રાત’ની સાથે ‘કળાયેલ’ અને ‘નળિયાં’ની સાથે ‘ગ્હેકવું’ -ના juxtapositionથી અહીં મોરની એક રમણીય આકૃતિ તાદૃશ થઈ ઊઠે છે. ‘ગ્હેક્યા’ પ્રયોગમાં મોરની કેકા સાંભળી શકાય છે.

{{Block center|<poem>(૩) તારા સ્પર્શમાં ઝાકળની સુખદ શીતળ ભંગુરતા
{{Block center|'''<poem>(૩) તારા સ્પર્શમાં ઝાકળની સુખદ શીતળ ભંગુરતા
{{right|– સુરેશ જોષી}}</poem>}}
{{right|– સુરેશ જોષી}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કડીમાં સ્પર્શબોધનું કલ્પન (tactile image), શૈત્યબોધનું કલ્પન (thermal image), અને દેહાવસ્થાબોધનું કલ્પન (organic image) – એમ ત્રણનો સંકુલ રચાયો છે.

{{Block center|<poem>(૪) શિયાળની લાળીમાં સરકે સીમ.
{{Block center|'''<poem>(૪) શિયાળની લાળીમાં સરકે સીમ.
{{right|– રાવજી પટેલ}}</poem>}}
{{right|– રાવજી પટેલ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘સીમ’નું દૃશ્યકલ્પન, ‘સરકવા’ની ભ્રાંતિરૂપ ઘટનામાં વિસ્તૃતિનું કલ્પન, અને ‘શિયાળની લાળી’માં શ્રુતિકલ્પન – એમ ત્રણનો સંકુલ જોઈ શકાશે.

{{Block center|<poem>(૫) પથ્થર થઈ ઊભાં છે હરણાં હવાનાં ત્યાં
{{Block center|'''<poem>(૫) પથ્થર થઈ ઊભાં છે હરણાં હવાનાં ત્યાં
{{right|– મનોજ ખંડેરિયા}}</poem>}}
{{right|– મનોજ ખંડેરિયા}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘હરણાં હવાનાં’ની ‘પથ્થર’ રૂપે એકદમ સ્થિર અગતિક બનવાની અહીં વાત છે. ત્વરિત ગતિએ દોડી જતાં ‘હરણાં’—જે ‘હવા’નો માયાવી આકાર છે–અહીં એકાએક થંભી ગયાં ભાસે છે. અગતિકતા, નિશ્ચેષ્ટતા, અને ભૌતિકતા અહીં એકસાથે પ્રત્યક્ષ થઈ ઊઠે છે. દૃશ્યરૂપ, ગતિ-સ્થિતિ અને સ્પર્શનાં કલ્પનો અહીં એકત્ર થયાં છે.

Line 96: Line 96:
રાજેન્દ્રની એ આખીયે રચના પ્રતીકાત્મક ઉઠાવ લે છે, અને એ સંદર્ભે આ કડીમાં ય પ્રતીકોની સમૃદ્ધિ છે. ‘દીવાલ’ અને ‘છત’ અને તેને આવરી રહેતી ‘કરોળિયાની જાળની... છાયા’ ચોક્કસ દૃશ્યરૂપતા ધારણ કરે છે. એટલે આ કડીમાં દૃશ્યકલ્પન પણ ઊપસે છે જ. પણ એની એ ચિત્રાત્મકતા કરતાં યે એમાં વ્યંજિત થતો સંવેદન અને વિચારનો સંકુલ વધુ પ્રભાવક છે. ‘કરોળિયાની જાળ’ કહેતાં ક્ષણભંગુર રચનાપ્રપંચનો ખ્યાલ સૂચવાઈ જાય છે. અને એની ય તે ‘છાયા’ એક અ-ભૌતિક અને માયાવી વિસ્તાર હોવાનું સમજાય છે. ‘છાયા’ની આગળ મુકાયેલાં ‘અવિચલ અને ‘બૃહત્‌’ એ બંને વિશેષણો એમાં અનોખાં અર્થસાહચર્યો રચી આપે છે. બંને વિશેષણો જીવનના કૂટ સ્થિર કેન્દ્રનો અને તેના બૃહત્‌ વિસ્તારનો એકીસાથે નિર્દેશ કરે છે. ‘દીવાલ’ ‘જાળ’ અને ‘છાયા’ જેવાં તત્ત્વોની સાથે સૂક્ષ્મ અર્થો વિચારો અને સંવેદનોના સંયોજનથી આ કલ્પન સમૃદ્ધ બન્યું છે. ‘દીવાલ’ ‘જાળ’ ‘છાયા’ જેવાં તત્ત્વોને એની સાથે પ્રતીકનું મૂલ્ય પ્રાપ્ત થયું છે.

એલિયટની નીચેની કડી જુઓ :{{Poem2Close}}
એલિયટની નીચેની કડી જુઓ :{{Poem2Close}}
{{Block center|<poem>Footfalls echo in the memory
{{Block center|'''<poem>Footfalls echo in the memory
Down the passage which we did not take  
Down the passage which we did not take  
Towards the door we never opened  
Towards the door we never opened  
Line 102: Line 102:
Thus, in your mind.
Thus, in your mind.
{{gap|5em}}But to what purpose,
{{gap|5em}}But to what purpose,
Disturbing the dust on a bowl of rose-leaves I do not know.</poem>}}
Disturbing the dust on a bowl of rose-leaves I do not know.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એલિયટની કવિતામાં કલ્પનો અને પ્રતીકોનું આગવી રીતે સંયોજન થયું છે. ઉપરની દરેક પંક્તિમાં મૂર્ત સઘન અને પાસાદાર કલ્પન જન્મ્યું છે. જો કે એમાં ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિનું એટલું ઉત્કટ અનુસંધાન નથી. એલિયટને એ ઇષ્ટ પણ નથી. તેમને અ સમય અને ઇતિહાસ વિશેનાં સંકુલ સંવેદનો વ્યક્ત કરવાં છે. ‘Footfalls echo in the memory’ – એ પંક્તિ, આમ જુઓ તો, એક બળવાન પ્રભાવશાળી શ્રુતિકલ્પન છે, પણ footfalls અને memory જેવાં તત્ત્વો પ્રતીકની કોટિએ પહોંચે છે. એમાં સુષુપ્ત સમયની ગહરાઈ પડઘાઈ ઊઠે છે. passage, door, rose-garden, dust આદિ સંજ્ઞાઓ પણ પ્રતીકોનું મૂલ્ય પ્રાપ્ત કરે છે. એલિયટના મનોગતમાં જન્મતાં લાગણી અને વિચારોનાં સંકુલો એ પ્રતીકો દ્વારા રજૂ થયાં છે. આ રીતે, પ્રતીકાત્મક રીતિની કવિતામાં જ્યાં સંવેદિત વિચારો અને સંવેદનો ગૂંથાતાં આવે છે, ત્યાં કલ્પનોની સ્થૂળ ઐન્દ્રિયિકતા સહજ જ ગૌણ બની રહે છે.

Line 163: Line 163:
કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર</poem>'''}}
કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘અંધાર’ ઉપમેય છે. ‘કાંટાળિયા ડાળ’ અને ‘રતૂમડા અંકોર’નું એમાં આરોપણ થયું છે. એ સાથે ‘વૃક્ષ’નું ઉપમાન એમાં સૂચવાય છે. ‘કાંટા’ શબ્દથી વ્યથા વેદના ડંખ આદિનું કારણ અને ‘રતૂમડા અંકોર’થી નવી પ્રાણશક્તિ નવું સ્ફુરણ, નવું જીવન આદિનું પ્રગટીકરણ સૂચવાયાં છે. આ સંકુલ કલ્પન પણ, આ રીતે, ઉપમાબોધની ભૂમિકા પર મંડાયું છે. નીચેની કડીઓ પણ આ રીતે તપાસી શકાય
અહીં ‘અંધાર’ ઉપમેય છે. ‘કાંટાળિયા ડાળ’ અને ‘રતૂમડા અંકોર’નું એમાં આરોપણ થયું છે. એ સાથે ‘વૃક્ષ’નું ઉપમાન એમાં સૂચવાય છે. ‘કાંટા’ શબ્દથી વ્યથા વેદના ડંખ આદિનું કારણ અને ‘રતૂમડા અંકોર’થી નવી પ્રાણશક્તિ નવું સ્ફુરણ, નવું જીવન આદિનું પ્રગટીકરણ સૂચવાયાં છે. આ સંકુલ કલ્પન પણ, આ રીતે, ઉપમાબોધની ભૂમિકા પર મંડાયું છે. નીચેની કડીઓ પણ આ રીતે તપાસી શકાય :
{{Poem2Close}} :
{{Poem2Close}}
:::(૧) કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા. (સિતાંશુ)

:::(૨) તું મારી માટીનો જાયો, માટીના સ્તનમાં ક્યાં સંતાયો? (રાવજી)