કથાવિવેચન પ્રતિ/આધુનિક યુગની સંધિકાએ ઊભેલા જનપદની કથા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 8: Line 8:
ગામડાની ધરતીમાં જન્મેલો અને ઊછરેલો, પણ સમયનાં વહેણો સાથે ખેંચાઈને કે અન્યથા મહાનગરની દુનિયામાં જઈ પડેલો, કોઈ પણ સંવેદનશીલ લેખક પોતાને કોઈક વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયેલો અનુભવે, એ વર્તમાન સંદર્ભમાં સ્વાભાવિક વસ્તુ લાગે છે. જે ધરતીના પટ પર તેણે પહેલવહેલાં પગલાં મૂક્યાં હોય, અને જે જનપદ વચ્ચે તેણે શૈશવકાળ ગાળ્યો હોય એવી એ ધરતી અને એ જનપદ માટે એવા લેખકોને ઊંડી માયા બંધાઈ જાય, અને એને માટે પ્રબળ ઝંખનાઓ તેમનામાં ઊઠ્યા કરે, એય સમજી શકાય એવી વસ્તુ છે. કદાચ સ્મરણમાં સચવાયેલું એ જનપદ તેને માટે વતનની પ્રબળ ઝંખના(nostalgia)નું કારણ બની રહે. પણ શિશુની આંખે જોયેલું અને સ્મૃતિની દાબડીમાં જતન કરીને સાચવેલું એ જગત હવે નવા યુગનાં પરિબળોથી સાવ છિન્નવિચ્છિન્ન થઈ ચૂક્યું છે. પરિસ્થિતિમાં રહેલી કરુણ વક્રતા તો એ વાતની છે કે, એવા લેખક માટે મહાનગરની દુનિયામાં મૂળ નાખીને રોપાવાનું જો અશક્ય છે, તો પોતાના મૂળ વતનમાં ફરીથી ગોઠવાવાનુંયે એટલું જ અશક્ય છે. રઘુવીરની કથાત્રયીમાં આવો એક કરુણનો મનોભાવ ઊંડે ઊંડે છુપાયેલો રહ્યો છે. આમુખમાં તેમણે માર્મિક વાત કહી દીધી છે : “વતનની માયાની વાત છે. એનાથી વિખૂટા પડવાની જ નહિ, ત્યાં જઈને અતડા રહેવાની વ્યથા પણ છે.”
ગામડાની ધરતીમાં જન્મેલો અને ઊછરેલો, પણ સમયનાં વહેણો સાથે ખેંચાઈને કે અન્યથા મહાનગરની દુનિયામાં જઈ પડેલો, કોઈ પણ સંવેદનશીલ લેખક પોતાને કોઈક વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયેલો અનુભવે, એ વર્તમાન સંદર્ભમાં સ્વાભાવિક વસ્તુ લાગે છે. જે ધરતીના પટ પર તેણે પહેલવહેલાં પગલાં મૂક્યાં હોય, અને જે જનપદ વચ્ચે તેણે શૈશવકાળ ગાળ્યો હોય એવી એ ધરતી અને એ જનપદ માટે એવા લેખકોને ઊંડી માયા બંધાઈ જાય, અને એને માટે પ્રબળ ઝંખનાઓ તેમનામાં ઊઠ્યા કરે, એય સમજી શકાય એવી વસ્તુ છે. કદાચ સ્મરણમાં સચવાયેલું એ જનપદ તેને માટે વતનની પ્રબળ ઝંખના(nostalgia)નું કારણ બની રહે. પણ શિશુની આંખે જોયેલું અને સ્મૃતિની દાબડીમાં જતન કરીને સાચવેલું એ જગત હવે નવા યુગનાં પરિબળોથી સાવ છિન્નવિચ્છિન્ન થઈ ચૂક્યું છે. પરિસ્થિતિમાં રહેલી કરુણ વક્રતા તો એ વાતની છે કે, એવા લેખક માટે મહાનગરની દુનિયામાં મૂળ નાખીને રોપાવાનું જો અશક્ય છે, તો પોતાના મૂળ વતનમાં ફરીથી ગોઠવાવાનુંયે એટલું જ અશક્ય છે. રઘુવીરની કથાત્રયીમાં આવો એક કરુણનો મનોભાવ ઊંડે ઊંડે છુપાયેલો રહ્યો છે. આમુખમાં તેમણે માર્મિક વાત કહી દીધી છે : “વતનની માયાની વાત છે. એનાથી વિખૂટા પડવાની જ નહિ, ત્યાં જઈને અતડા રહેવાની વ્યથા પણ છે.”
રઘુવીરનો કંઈક આવો મનોભાવ તેમના એક શિક્ષિત અને સંવેદનશીલ પાત્ર લવજી દ્વારા અહીં પ્રગટ થયો છે. કથાત્રયીના ઉત્તર ભાગમાં, વિશેષ કરીને ‘અંતરવાસ’માં, આ ભાવ તીવ્રતાથી વ્યક્ત થયો છે. ગામડામાં જન્મેલો અને ધરતીને ખોળે મોટો થયેલો લવજી અમદાવાદ જેવા નગરમાં ઉચ્ચ શિક્ષણ લે છે, અને ત્યાંની એક કૉલેજમાં જ અધ્યાપનનું કાર્ય પણ કરે છે. પણ વતનની માયા તે છોડી શકતો નથી બલકે, વતનમાં પાછો ફરી તે પોતાનાં ગ્રામજનો જોડે જીવવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે તે વતનની ધરતીમાં ફરીથી મૂળ નાખી શકતો નથી! તેને એ વાતની કરુણ પ્રતીતિ થઈ જાય છે કે આસપાસના લોકોથી, પોતાનાં કુટુંબીજનોથી, અરે પોતાની ખરી જાતથી તે વિચ્છિન્ન થઈ ગયો છે. ન સમજાય તેવી એકલતા અને પરાયાપણાનું ભાન તેને વ્યગ્ર કરી મૂકે છે. માનવી માનવી વચ્ચેના સંબંધો પર ક્યાંકથી ઘેરી છાયા પડી ગઈ છે. જીવનની આવી અનિશ્ચિત દશામાં તે અમેરિકા જાય છે, પણ ત્યાંયે પેલી વતનની બળવાન ઝંખના તેને વિહ્‌વળ કરી મૂકે છે. એવામાં સ્વદેશ આવવા નીકળેલા એક મિત્રને તે આ પ્રમાણે કવેતાઈ પંક્તિઓ લખી બેસે છે :
રઘુવીરનો કંઈક આવો મનોભાવ તેમના એક શિક્ષિત અને સંવેદનશીલ પાત્ર લવજી દ્વારા અહીં પ્રગટ થયો છે. કથાત્રયીના ઉત્તર ભાગમાં, વિશેષ કરીને ‘અંતરવાસ’માં, આ ભાવ તીવ્રતાથી વ્યક્ત થયો છે. ગામડામાં જન્મેલો અને ધરતીને ખોળે મોટો થયેલો લવજી અમદાવાદ જેવા નગરમાં ઉચ્ચ શિક્ષણ લે છે, અને ત્યાંની એક કૉલેજમાં જ અધ્યાપનનું કાર્ય પણ કરે છે. પણ વતનની માયા તે છોડી શકતો નથી બલકે, વતનમાં પાછો ફરી તે પોતાનાં ગ્રામજનો જોડે જીવવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે તે વતનની ધરતીમાં ફરીથી મૂળ નાખી શકતો નથી! તેને એ વાતની કરુણ પ્રતીતિ થઈ જાય છે કે આસપાસના લોકોથી, પોતાનાં કુટુંબીજનોથી, અરે પોતાની ખરી જાતથી તે વિચ્છિન્ન થઈ ગયો છે. ન સમજાય તેવી એકલતા અને પરાયાપણાનું ભાન તેને વ્યગ્ર કરી મૂકે છે. માનવી માનવી વચ્ચેના સંબંધો પર ક્યાંકથી ઘેરી છાયા પડી ગઈ છે. જીવનની આવી અનિશ્ચિત દશામાં તે અમેરિકા જાય છે, પણ ત્યાંયે પેલી વતનની બળવાન ઝંખના તેને વિહ્‌વળ કરી મૂકે છે. એવામાં સ્વદેશ આવવા નીકળેલા એક મિત્રને તે આ પ્રમાણે કવેતાઈ પંક્તિઓ લખી બેસે છે :
{{Poem2Close}}
{{Block center|'''<poem>હું તો ઘણી વાર પહેલા વરસાદ પછી
{{Block center|'''<poem>હું તો ઘણી વાર પહેલા વરસાદ પછી
વતન જઈ આવ્યો છું.
વતન જઈ આવ્યો છું.
Line 38: Line 39:
કદાચ સર્જક રઘુવીર એમાં પૂર્ણ પ્રગટ થઈ શક્યા નથી.
કદાચ સર્જક રઘુવીર એમાં પૂર્ણ પ્રગટ થઈ શક્યા નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''– રમણ સોની'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 12:28, 29 November 2025

આધુનિક યુગની સંધિકાએ ઊભેલા જનપદની કથા
(ઉપરવાસ, સહવાસ, અંતરવાસ : લે. રઘુવીર ચૌધરી)

રઘુવીર ચૌધરીની ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’ એ કથાત્રયી એક સળંગ જાનપદી કથા છે. ઉત્તર ગુજરાતના જે અંચલમાં તેઓ જન્મ્યા અને ઊછર્યા તેનું વિલક્ષણ લોકજીવન અહીં રજૂ થયું છે. અને સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં જે નવાં રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળો ગતિશીલ થયાં તેની સ્થૂળ કે સૂક્ષ્મ અસરો પડતાં લોકજીવનમાં જે નવી પરિસ્થિતિ નિર્માણ થઈ તે પણ તેમના મનમાં છે. આખા લોકવૃત્તાંતને દસ્તાવેજી મૂલ્ય પ્રાપ્ત થાય એવા આશયથી તેમણે આ કથા વિસ્તારી દેખાય છે. એ રીતે, આ કથા આધુનિક યુગની સંધિકાએ ઊભેલા એક ગ્રામીણ સમાજની દસ્તાવેજી કથા બને છે. જોકે જાનપદી નવલકથા લેખે આ કથાત્રયી કંઈક વિશિષ્ટ પણ બની આવી છે. રઘુવીરની વિશિષ્ટ વ્યક્તિતા અને પરિપ્રેક્ષ્યને કારણે એમાં કંઈક વિશેષ રણકો ઉમેરાયો છે. ખાસ તો, ‘અંતરવાસ’માં તેમની સર્જકતાના જે કેટલાક સુભગ સંદર્ભો નિર્માણ થઈ શક્યા છે, તેથી તેને આગવો મરોડ અને આગવો સંકેત પ્રાપ્ત થયા છે. અલબત્ત, આપણી અત્યાર સુધી ખેડાતી રહેલી જાનપદી નવલકથાઓમાં જે જાતનાં રૂઢ કથાઘટકો અને ઢાંચાઓ જોવા મળે છે, તેવાં જ કેટલાંક કથાઘટકો અને ઢાંચાઓ અહીં પણ જાણ્યે-અજાણ્યે પ્રવેશ પામ્યાં જ છે. વળી જાનપદી કથાઓની પાત્રસૃષ્ટિને જે કેટલીક મૂળગત મર્યાદાઓ સંભવે છે, તેવી કેટલીક મર્યાદાઓ આ કથાત્રયીને પણ નડી છે જ. રઘુવીરની અત્યાર સુધીની લેખનપ્રવૃત્તિમાં આ કથાત્રયીની રચના કંઈક વિલક્ષણ આવિષ્કાર જેવી બની ગઈ છે. તેમની સર્જકવૃત્તિ અહીં જુદા જ પ્રદેશમાં ગતિ કરતી દેખાય છે. પોતાને અત્યંત પરિચિત ગ્રામજીવનની વિષમકઠોર વાસ્તવિકતા રજૂ કરવાનો અહીં તેમનો પ્રયત્ન રહ્યો છે. લોકજીવનના વાસ્તવને વિશેષ બહિર્મુખ બનીને જોવાનો આ તેમનો અભિગમ કદાચ નવો જ છે. તેમની વ્યક્તિતાનું જાણે કે નવું જ પાસું અહીં છતું થાય છે. તેમની ‘પૂર્વરાગ’, ‘અમૃતા’ અને ‘આવરણ’ જેવી નવલકથાઓમાં એક સર્જક લેખે તેમનું જે વ્યક્તિત્વ આપણે જોયું હતું, તે અહીં લગભગ પ્રચ્છન્ન બની ગયેલું છે. જોકે ‘અંતરવાસ’માં તે કંઈક સ્પષ્ટ રૂપે ઓળખી શકાય તેટલું બહાર આવ્યું છે. ગામડાની ધરતીમાં જન્મેલો અને ઊછરેલો, પણ સમયનાં વહેણો સાથે ખેંચાઈને કે અન્યથા મહાનગરની દુનિયામાં જઈ પડેલો, કોઈ પણ સંવેદનશીલ લેખક પોતાને કોઈક વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયેલો અનુભવે, એ વર્તમાન સંદર્ભમાં સ્વાભાવિક વસ્તુ લાગે છે. જે ધરતીના પટ પર તેણે પહેલવહેલાં પગલાં મૂક્યાં હોય, અને જે જનપદ વચ્ચે તેણે શૈશવકાળ ગાળ્યો હોય એવી એ ધરતી અને એ જનપદ માટે એવા લેખકોને ઊંડી માયા બંધાઈ જાય, અને એને માટે પ્રબળ ઝંખનાઓ તેમનામાં ઊઠ્યા કરે, એય સમજી શકાય એવી વસ્તુ છે. કદાચ સ્મરણમાં સચવાયેલું એ જનપદ તેને માટે વતનની પ્રબળ ઝંખના(nostalgia)નું કારણ બની રહે. પણ શિશુની આંખે જોયેલું અને સ્મૃતિની દાબડીમાં જતન કરીને સાચવેલું એ જગત હવે નવા યુગનાં પરિબળોથી સાવ છિન્નવિચ્છિન્ન થઈ ચૂક્યું છે. પરિસ્થિતિમાં રહેલી કરુણ વક્રતા તો એ વાતની છે કે, એવા લેખક માટે મહાનગરની દુનિયામાં મૂળ નાખીને રોપાવાનું જો અશક્ય છે, તો પોતાના મૂળ વતનમાં ફરીથી ગોઠવાવાનુંયે એટલું જ અશક્ય છે. રઘુવીરની કથાત્રયીમાં આવો એક કરુણનો મનોભાવ ઊંડે ઊંડે છુપાયેલો રહ્યો છે. આમુખમાં તેમણે માર્મિક વાત કહી દીધી છે : “વતનની માયાની વાત છે. એનાથી વિખૂટા પડવાની જ નહિ, ત્યાં જઈને અતડા રહેવાની વ્યથા પણ છે.” રઘુવીરનો કંઈક આવો મનોભાવ તેમના એક શિક્ષિત અને સંવેદનશીલ પાત્ર લવજી દ્વારા અહીં પ્રગટ થયો છે. કથાત્રયીના ઉત્તર ભાગમાં, વિશેષ કરીને ‘અંતરવાસ’માં, આ ભાવ તીવ્રતાથી વ્યક્ત થયો છે. ગામડામાં જન્મેલો અને ધરતીને ખોળે મોટો થયેલો લવજી અમદાવાદ જેવા નગરમાં ઉચ્ચ શિક્ષણ લે છે, અને ત્યાંની એક કૉલેજમાં જ અધ્યાપનનું કાર્ય પણ કરે છે. પણ વતનની માયા તે છોડી શકતો નથી બલકે, વતનમાં પાછો ફરી તે પોતાનાં ગ્રામજનો જોડે જીવવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે તે વતનની ધરતીમાં ફરીથી મૂળ નાખી શકતો નથી! તેને એ વાતની કરુણ પ્રતીતિ થઈ જાય છે કે આસપાસના લોકોથી, પોતાનાં કુટુંબીજનોથી, અરે પોતાની ખરી જાતથી તે વિચ્છિન્ન થઈ ગયો છે. ન સમજાય તેવી એકલતા અને પરાયાપણાનું ભાન તેને વ્યગ્ર કરી મૂકે છે. માનવી માનવી વચ્ચેના સંબંધો પર ક્યાંકથી ઘેરી છાયા પડી ગઈ છે. જીવનની આવી અનિશ્ચિત દશામાં તે અમેરિકા જાય છે, પણ ત્યાંયે પેલી વતનની બળવાન ઝંખના તેને વિહ્‌વળ કરી મૂકે છે. એવામાં સ્વદેશ આવવા નીકળેલા એક મિત્રને તે આ પ્રમાણે કવેતાઈ પંક્તિઓ લખી બેસે છે :

હું તો ઘણી વાર પહેલા વરસાદ પછી
વતન જઈ આવ્યો છું.
તમે એ તરફ જાઓ તો
બસમાં બારી બાજુ બેસજો.
*
તમે કદાચ જાણતા હશો કે
પંખીઓ માળો બાંધ્યા પછી
ગમે ત્યાં જઈનેય સાંજે પાછાં આવી જાય.
કોઈ ઝાંખરાની ટોચ પર બેસીને
પૂંછડી થરકાવતી દેવચકલી જોઈને
રખે એમ માનતા કે એ ભૂલી પડી હશે.
એની પાસે તો અજાણ્યાપણાનો ખ્યાલ જ નહિ હોય.
જોયેલું, ન જોયેલું બધું આત્મીય...

– જાણે કે લવજી આ યુગનો વિરહી યક્ષ છે! તેની દૃષ્ટિમાં કોઈ ખોવાયેલું સ્વપ્નજગત તરવરી રહ્યું છે. પણ કરુણ વક્રતા એ છે કે સ્મૃતિમાં જે વતન સ્વપ્ન રૂપે ઝળુંબી રહ્યું છે તેમાં મૂળ નાખીને રોપાવાનું તેને માટે અશક્ય બની ગયું છે. તેના જીવનની આ કરુણતા ‘અંતરવાસ’માં તીવ્રતાથી પ્રગટ થાય છે. કથાત્રયીના ઉત્તર ભાગમાં કરુણનો ગૂઢ અંતઃપ્રવાહ આ રીતે સપાટી પર આવીને વહેતો થયો છે, અને એ કારણે તો એ ભાગ વધુ માર્મિક બન્યો છે. ‘ઉપરવાસ’ અને ‘સહવાસ’માં ઘણાબધા પ્રવાહો સપાટી પર વહેતા રહ્યા છે. પણ તે ખાસ ભાવાર્દ્ર બન્યા નથી. ‘અંતરવાસ’માં આ ગૂઢ અંતઃપ્રવાહ ભેદવાનું શક્ય બન્યું છે. રઘુવીરની તીવ્ર સંવેદનશીલતાનું ઊંડું અનુસંધાન એમાં થયું છે. ‘અંતરવાસ’ એ જ કદાચ રઘુવીર માટે સાચી વિહારભૂમિ બની શકી છે. આ કથાત્રયીમાં પ્રાદેશિક લોકજીવનને સમયની સાથે કરવટ બદલતું રજૂ કરવાનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન રઘુવીરે કર્યો છે. એ સંદર્ભમાં તેમણે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના કેટલાક મહત્ત્વના રાજકીય બનાવોને સીમાચિહ્ન રૂપે અહીં મૂક્યા છે. ‘ઉપરવાસ’ના વૃત્તાંતો બાવનની પ્રથમ ચૂંટણી સુધી આવી અટકે છે, ‘સહવાસ’માં તે સાઠ સુધી આગળ ચાલે છે, જ્યારે ‘અંતરવાસ’માં તે છેક ’૭૨ સુધી આવી જાય છે. ત્રણ ભાગમાં રજૂ થયેલા જીવનચક્રમાં પિથુ ભગત, કરસન મુખી અને દોલીમા વગેરેની જૂની પેઢી અસ્ત પામે છે, નરસંગ, ભીમો, કંકુ વગેરેની વચલી પેઢી મધ્યાહ્ને આવી ઊભે છે, જ્યારે દેવુ, લવજી વગેરેની નવી પેઢી યુવાનીને ઉંબરે આવી ઊભે છે. આ રીતે આ કથાત્રયી લોકજીવનના પરિવર્તનની કથા રજૂ કરવા ચાહે છે. પણ યુગની ચેતનાનું આલેખન સાહિત્યકાર માટે કદાચ પડકારરૂપ વસ્તુ છે. જાનપદી કથાના લેખક માટે એ એટલી જ, બલકે વિશેષ પડકારરૂપ બાબત છે. જ્યાં લોકજીવન સૈકાઓથી લગભગ સુષુપ્ત રહ્યું હોય ત્યાં નવા યુગના પ્રાણપ્રશ્નોને સમજવાની ભૂમિકા મેળવી લેવાનું મુશ્કેલ બની રહે છે. રઘુવીરે અહીં નવી પેઢીના લવજી જેવા પાત્ર દ્વારા સમયની અભિજ્ઞતા કંઈક તીવ્રતાથી ઉપસાવી છે. તોપણ બીજાં અસંખ્ય પાત્રો એ પ્રકારની અભિજ્ઞતા પ્રગટ કરતાં નથી. આ સંયોગોમાં રઘુવીરે માત્ર પલટાતી પરિસ્થિતિ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે. સ્વાતંત્ર્યોત્તર સમયમાં ગ્રામજીવનના ક્ષેત્રમાં સ્થૂળસૂક્ષ્મ અનેક પરિબળો એકીસાથે ગતિશીલ થયાં તેથી માનવ-સંબંધો પર તેની ઓછીવત્તી અસર પડવા લાગી. નવી પરિસ્થિતિમાં માનવીની ઇચ્છાઓ, તૃષ્ણાઓ, સ્વાર્થો એ બધું જ એકદમ જાગી પડ્યું. લોકજીવનમાં આથી નવાં જ વેરઝેર, નવા સંઘર્ષો અને નવી તંગદિલી નિર્માણ થઈ. ગામડાની એ નાનકડી દુનિયામાં પણ રાજકારણની પ્રવૃત્તિના ઓળા ઊતર્યા. વળી જૂનાં મૂલ્યોને સ્થાને કેટલાંક નવીન આભાસી મૂલ્યો પ્રચલિત થયાં. માનવી માનવી વચ્ચેના જીવંત સંબંધો પર ઘા થયા. જૂની-નવી પેઢી વચ્ચે, શિક્ષિત-અશિક્ષિત વચ્ચે, વ્યક્તિ અને લોકસમુદાય વચ્ચે, બલકે કુટુંબના જ સભ્યો વચ્ચે ક્યાંક તિરાડ પડી ગઈ. લોકજીવનમાં ઊંડે ઊંડે ન કળાય એવી વિઘટન અને વિચ્છેદની પ્રક્રિયા આરંભાઈ. પિથુ ભગતના કુટુંબજીવનનો આખો વૃત્તાંત એવા વિચ્છેદની માર્મિક કથા છે. કથાત્રયીની ભૂમિકામાં આવી એક કરુણ દૃષ્ટિ રહેલી છે. નરસંગ, દેવુ, ઘેમર, રમણ જેવાં પાત્રોની મનોભૂમિકામાંયે સમયની અભિજ્ઞતા ઓછીવત્તી ઘૂંટાતી રહેલી જોઈ શકાય છે. તેમાંયે ‘અંતરવાસ’નાં પ્રકરણોમાં નરસંગ, દેવુ અને લવજીના મનોમંથનની ક્ષણો બદલાતી પરિસ્થિતિના તીવ્ર આઘાત-પ્રત્યાઘાત ઝીલે છે. અંદરથી ન સમજાય તેવી કોઈ એકલતા કે વિચ્છિન્નતાની તેમની એ સંવેદના હૃદયસ્પર્શી છે. પણ યુગનો સંદર્ભ રચવાને રઘુવીરે અહીં જે બીજા દસ્તાવેજી પ્રસંગો રજૂ કર્યા છે, ખાસ તો સ્વાતંત્ર્યોત્તર સમયગાળાની નવી પ્રવૃત્તિઓ, હિલચાલો અને જાહેર સંસ્થાઓ વિશે તેમણે જે જે વૃત્તાંતો આણ્યા છે, તેમાં કળાત્મક મૂલ્ય બહુ ઓછાને મળ્યું છે. ઘણાખરા પ્રસંગો અને તેની વિગતો સ્થૂળ અને છીછરી રહી ગઈ છે. ‘ઉપરવાસ’માં સુડતાળીશની ૧૫મી ઑગસ્ટના પર્વની ઉજવણી (પ્રકરણ ૧૧), ચૂંટણી પ્રચારનું રાજકારણ (પ્ર. ૨૭, ૨૯, ૩૮), ‘સહવાસ’માં વિકાસ અધિકારીની સભા (પ્ર. ૧), સેવાદળની પ્રવૃત્તિ (પ્ર. ૨), પ્રૌઢશિક્ષણના વર્ગોની પ્રવૃત્તિ (પ્ર. ૯), મહાગુજરાતની ચળવળ (પ્ર. ૧૭, ૧૯), સહકારી મંડળીની પ્રવૃત્તિ (પ્ર. ૨૬) અને ‘અંતરવાસ’માં ચૂંટણીનાં રાજકારણો (પ્ર. ૬, ૭, ૧૭) – એ બધા વૃત્તાંતો અત્યંત સ્થૂળ સપાટી પરના પ્રવાહોને સ્પર્શે છે. એમાં ચિત્તસ્પર્શી ક્ષણો થોડીક જ છે. રઘુવીરે કથાત્રયીના ‘આમુખ’માં નોંધ્યું છે તે પ્રમાણે, આ તેમના પોતાના વતનની ‘આત્મકથા’ છે. અહીં કોઈ વ્યક્તિ-જીવનની કથા નહિ, પણ સમગ્ર અંચલની કથા રજૂ કરવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. અહીં પિથુ ભગત, કરસન મુખી, મૂળજી, મગા મનોર, પભાકાકા, મગન, અમથો, ફતો અને દોલીમા જેવાં જૂની અસ્ત થતી પેઢીનાં વિવિધ પ્રકૃતિનાં પાત્રો છે. રઘુવીરે એ પેઢીના મનોગતને કુશળતાથી ઉપસાવી આપ્યું છે. પણ કથાના તાણાવાણામાં વધુ ગૂંથાય છે તે તો વચલી અને નવી પેઢીનાં પાત્રો. અહીં નરસંગ, ભીમો, લાલો, જેઠો, કંકુ, વાલી, ચેહર, જતન વગેરે વચલી પેઢીનાં પાત્રો છે, જે આગલી પેઢીની છાયામાં જીવે છે અને છતાં નવી પેઢીની સંમુખ બન્યાં છે. દેવુ, લવજી, ઘેમર, રણછોડ, રમણ, હેતી, ઈજુ, શાંતિ, હીરા, તખત, માણેક અને ઊગતી પેઢીનાં બીજાં અનેક પાત્રો નવા યુગના વાતાવરણમાં શ્વાસ લેતાં દેખાય છે. વળી આ ગ્રામીણ સમાજના પરિઘ પર બાલુભાઈ, હીરુભાઈ, પશાભાઈ ને પેથાભાઈ જેવા જાહેરજીવનમાં પલોટાતા રહેલા કાર્યકર્તા વર્ગના માણસોય છે. સાથે ધમલો માળી, શંભુ તરવાડો અને ગટા ગોર જેવાં વિલક્ષણ પાત્રોય છે, જે લોકજીવનની ભાતીગળ તરાહમાં નવી ઝાંય ઉમેરે છે. જ્યારે ‘અંતરવાસ’માં વળી જૈમિની જેવી આધુનિક યુગની તેજસ્વી યુવતીના પાત્રાલેખન સાથે કથાને નવું પરિમાણ મળ્યું છે. વતનના લોકજીવનને સમગ્રતામાં પકડવાને અને તેનું વિશિષ્ટ વાતાવરણ ધબકતું કરવાને રઘુવીરે અહીં એકએકથી વિલક્ષણ એવાં પાત્રો ગૂંથી લેવાનો પ્રયત્ન કર્યો છે, એમાં પિથુ ભગત અને કરસન મુખીની કુટુંબકથાઓ કેન્દ્રીય તંતુ બની રહે છે. ગામડાના જીવનમાં સંચલિત થતાં પરિબળો માનવહૃદયમાં સદસદ્‌ની કેવી કેવી લીલા રચે છે, તે આ બે કુટુંબકથામાં જોઈ શકાય છે. પિથુ ભગત (જે ‘મળેલા જીવ’ના ભગતનો જ ગોત્રજ હશે કદાચ) એક શાણો નિસ્પૃહી અને ઊંડી કોઠાસૂઝ ધરાવનારો ભક્ત માણસ છે. તેના આખા કુટુંબમાં સંસ્કારિતા અને ભાવનાની ફોરમ પ્રગટ થાય છે, તેનો પુત્ર નરસંગ અને પૌત્રો દેવુ અને લવજી પણ એ સંસ્કારિતા અને ભાવનાપરાયણતાનો વારસો લઈને જન્મ્યા છે. એટલે પલટાતા સમયની વિષમતા વચ્ચેયે તેમના અંતરમાં કશુંક ઉદાત્ત ને શુભતત્ત્વ અંકુરિત થાય છે. બીજી બાજુ, કરસન મુખીના કુટુંબમાં અજ્ઞાન, દુરાચાર અને અસંસ્કારિતા જડ ઘાલી બેઠાં છે. નવી પરિસ્થિતિમાં તેમનાં કુટુંબીજનો વચ્ચે જે જાતનાં સંઘર્ષો અને વેરઝેર ઊભાં થાય છે, અને જે રીતે તેમની દુષ્ટ વૃત્તિઓ બહેકી ઊઠે છે, તેમાં કશુંક કરુણ સંક્ષોભક વસ્તુ જોવા મળે છે. પિયુ ભગત અને કરસન મુખીની કુટુંબકથા આ રીતે એકબીજીની સામે વિરોધ રચે છે. એમાં કદાચ અજાણ્યેય રઘુવીરનાં નૈતિક વલણો કામ કરતાં જોઈ શકાય. સમયનાં પરિબળો આ લોકજીવન પર કેવી સ્થૂળસૂક્ષ્મ અસરો પાડે છે તેનો આલેખ રજૂ કરવા ચાહતા હોય તેમ રઘુવીરે કેટલાંક મહત્ત્વનાં પાત્રોની બદલાતી વ્યક્તિત્વરેખાઓ પકડવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. અને એ રીતે પાત્રસંવિધાનમાં કેટલીક સૂક્ષ્મતા પણ આવી શકી છે. અલબત્ત, અસ્ત પામતી પેઢીના પિથુ ભગત તો સમયનાં વહેણોથી લગભગ અસ્પૃષ્ટ છે. તેમની નિષ્પલક દૃષ્ટિ આ બધાં વહેણોથી પર ક્યાંક ક્ષિતિજ પર મંડાયેલી છે. પોતાની આસપાસ જે કંઈ બની રહ્યું છે તેને તે બારીક દૃષ્ટિથી નિહાળી લે છે ખરા, પણ અંદરથી તે આત્મસ્થ છે, એટલે અસ્વસ્થતા તેમને સ્પર્શતી નથી. પણ તેમના પુત્ર નરસંગની કથા જુદી પડે છે. જો કે ભગતનો અંચળો અને માળા તે અંગીકાર કરે છે, તોપણ તેની શ્રદ્ધાભૂમિ ક્યાંક ખંડિત થઈ ચૂકી છે. એટલે પવનને હિલોળે દીવાની જ્યોત ધ્રૂજે તેમ નરસંગની અંદરની જ્યોત કંપે છે. પોતાની આસપાસ અને પોતાના કુટુંબમાં જે વિચ્છિન્નતા જન્મી છે તેથી તે કેટલીક ક્ષણોમાં ઉદાસ બની જાય છે. નવીન પરિસ્થિતિ જોડે સમાધાન કરવાનો પ્રયત્ન તે કરી રહે છે અને આવા પ્રયત્નોમાં તેની અંદરનું કશુંક સત્ય તેને છિન્નભિન્ન થઈ જતાં રોકે પણ છે. કરસન મુખીની ભૂમિકા આની સામે ઉઠાવદાર વિરોધ રચી આપે છે. કોક જ્યોતિષીની વાણી સાચી માની લઈને, એક ચોક્કસ વાર-તિથિએ ને ચોક્કસ ક્ષણે, મૃત્યુની પ્રતીક્ષા કરી રહેતો અને જીવતાંજીવત સગાંસંબંધીઓને મૃત્યુભોજન કરાવીને તૃપ્ત થતો કરસન મુખી એવું વાંછેલું મૃત્યુ તો પામતો નથી, પણ પછીથી તેના જીવનમાં જે કંઈ વીતે છે તેમાં મૃત્યુની છાયાના ઓથાર કરતાંયે વધુ ઘેરો ઓથાર તોળાઈ રહે છે. પૂર્વજીવનમાં ગુમાન અને મિજાજથી મુખીપણું કરનારા એ વૃદ્ધની કરુણતા નવી પરિસ્થિતિમાં વધુ ઘૂંટાતી રહી દેખાય છે. ધમલો માળી પણ છેલ્લે અહીં એક કરુણ પાત્ર રૂપે છતો થાય છે. તેના જીવનની બધી ભવાઈ જાણે કે માનવજીવનની કોઈ અકળ કરુણતાનો નિર્દેશ કરી જાય છે. દેવુ, લવજી, જૈમિની જેવાં શિક્ષિત પાત્રોની વળી અંગત વ્યથા છે; પણ તેઓ જે પરિસ્થિતિમાં મુકાયાં છે અને પોતાની આસપાસની પરિસ્થિતિ વિશે તેઓ જે પ્રતિભાવો પાડે છે તેથી તેમના વિચારો અને તેમની વેદનાઓ ચિત્તમાં ઊંડે સુધી ઘૂંટાતાં રહે છે. સમયની અભિજ્ઞતા એ પાત્રોને નવું પરિમાણ અર્પે છે. પણ આ થોડાંક શિક્ષિત સંવેદનશીલ પાત્રોને બાદ કરતાં, લોકજીવનની માનસિક ક્ષિતિજો અહીં ઘણી સાંકડી પુરવાર થાય છે. આધુનિક માનવીય પરિસ્થિતિ કે તેને નિર્માણ કરનારાં સ્થૂળસૂક્ષ્મ પરિબળો વિશે ઊંડું ચિંતન કરી શકે તેવી બૌદ્ધિક સંવેદનાને અહીં ઓછો અવકાશ છે. આત્મસભાનતા સ્તરેથી બહારની કે અંદરની વાસ્તવિકતા તાગવાની દૃષ્ટિ પણ અહીં ખાસ જોવા મળતી નથી. (પિથુ ભગતની કોઠાસૂઝ એક વિરલ બાબત છે.) મોટા ભાગનાં ગ્રામીણ પાત્રો તો નવા યુગની પ્રવૃત્તિઓ, નવી હિલચાલો કે નવા વિચારો સામે સાદોસીધો પ્રત્યાઘાત જ પાડે છે, જેમાં તેમની ગમા-અણગમા, હર્ષ-શોક આદિ લાગણીઓ અનુસ્યૂત રહી હોય છે. સાથે પ્રસંગોપાત્ત આશ્ચર્ય કે આઘાતનું તત્ત્વ ભળ્યું હોય છે. પણ યુગની સંકુલતાને વીંધી જવાની શક્તિ તેમણે પ્રાપ્ત કરી નથી, એટલે, ઘણુંખરું તો, વૈયક્તિક સુખ-દુઃખના પ્રશ્નો તેમને રોકી રહે છે. જાનપદી નવલકથાનો લેખક લોકવાસ્તવની સચ્ચાઈથી ભૂમિકા નભાવવા જાય, એટલે ગ્રામીણ પાત્રોની અમુક સીમાઓ સ્વીકારીને જ તેને ચાલવું પડે. જાનપદી નવલકથાની આ એક મૂળગત મર્યાદા છે. કથાત્રયીની પાત્રસૃષ્ટિ પણ મોટે ભાગે એ મર્યાદાઓમાં બંધાયેલી છે અને એ કારણે એ બધાં પાત્રો ઓછેવત્તે અંશેય ગતિહીન (static) બની ગયાં દેખાય છે. અને એ કારણે એ બધાં એકસરખાં પ્રભાવક પણ બની શક્યાં નથી. હકીકતમાં, જાનપદી નવલકથાના લેખકો ઘણીયે વાર લોકજીવનને મુગ્ધતાથી જોતા હોય છે. અસ્ત પામતી પેઢીનાં એકએકથી વિલક્ષણ એવાં માનવીઓમાં તેમનો રસ રહ્યો હોય છે. કથાત્રયીમાં રઘુવીર પણ એવા એક વિલક્ષણ જનપદને તેના આગવા પરિવેશમાં ધબકતું રજૂ કરવા ઝંખે છે. પણ તેમનો પ્રયત્ન લોકજીવનના વાસ્તવને બને તેટલી તટસ્થતાથી રજૂ કરવાનો રહ્યો છે. લોકજીવનનાં સુંદર અને કુરૂપ, શ્લીલ અને અશ્લીલ સર્વ પાસાંઓ લઈ અખિલાઈમાં તેને પામવાનો તેમનો આગ્રહ રહ્યો છે. એ કારણે જ, કદાચ, ગ્રામજીવનની કુત્સિત અને પ્રાકૃત બાજુઓનું તેમણે પ્રગલ્ભપણે આલેખન કર્યું છે. વળી, સ્ત્રી-પુરુષોના અવૈધ જાતીય સંબંધો કે વ્યભિચારના વૃત્તાંતો પણ તેમણે કંઈક આવી જ વૃત્તિથી ગૂંથી લીધા જણાય છે. જોકે, એ પ્રસંગો ઘણા ઘેરા રંગોને કારણે અલગ પડી જતા જણાય છે. કદાચ, કળાદૃષ્ટિએ એનું ઔચિત્ય પણ ચર્ચાસ્પદ જણાશે. જે કંઈ નર્યું વાસ્તવિક છે તે સાહિત્યના વિશ્વમાં સ્વયં રસપ્રદ બની રહે, એવું ભાગ્યે જ બને. એને સાહિત્યની પ્રક્રિયાનું આગવું મૂલ્ય પ્રાપ્ત થવું જોઈએ. એના અભાવમાં નરી સ્થૂળ વિગતો કે સ્થૂળ ઘટના સંક્ષોભ જગાડે, પણ રસની પ્રકાશ્યતા તેમાં હોતી નથી. કથાત્રયીનું ફલક ઘણું મોટું છે. નવા યુગનાં પરિબળોથી પલટાતા લોકજીવનને વિસ્તારથી રજૂ કરવાનો એમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન રહ્યો છે. એથી અહીં પ્રધાન-ગૌણ અનેક પાત્રોના અનેક નાના-મોટા વૃત્તાંતો ભેગા થયા છે. તેના સંદર્ભમાં વસ્તુસંવિધાનનો પ્રશ્ન અહીં એક મોટો પડકાર બની ગયો છે. અહીં આખી મુશ્કેલી ખરેખર છેક મૂળમાંથી ઊભી થઈ છે. રઘુવીરની દૃષ્ટિ સમક્ષ વિશેષે તો અહીં વિવિધ ચહેરામહોરાવાળાં પાત્રો છે, કોઈ એક બીજભૂત રહસ્યપૂર્ણ ઘટના નહિ. આખા સમાજને અખિલાઈમાં રજૂ કરવાની આ વાત છે. અહીં નાનાં-મોટાં બધાં જ પાત્રોને તેની આગવી એવી નિયતિઓ છે. પણ એ દરેક પાત્રની વિશિષ્ટ કથાને એકસરખા વિસ્તારથી કહેવાને કે સમાન રીતે વિકસાવવાને રઘુવીર પાસે અવકાશ નથી. કદાચ, એમ કરવું તેમને ઇષ્ટ પણ નથી. એટલે લોકજીવનની તરાહ ઊપસે એ રીતે, આલેખ્ય વિષયમાં પ્રધાન-ગૌણ વૃત્તાંતો વચ્ચે વિવેક કરવાનો રહે, અને એ રીતે, જુદાં જુદાં પાત્રોની આસપાસ નાના-મોટા સમાંતર જતા અનેક વૃત્તાંતોને તેમણે પોતાની રીતે ગૂંથી લેવાનો પ્રયત્ન પણ કર્યો છે. એમાં પિથુ ભગત, કરસન મુખી અને રમણભાઈ એ ત્રણની કુટુંબકથા મુખ્ય તાણાવાણા રચી આપે છે, જ્યારે બીજા વૃત્તાંતો તેમાં ઓછાવત્તા સંકળાતા રહ્યા છે. પણ એ સર્વને સમુચિત રીતે સાંકળી લઈને સમગ્રની એકકેન્દ્રી અખિલાઈ આપવામાં લેખકને પૂરી સફળતા મળી નથી. એમાં કેટલાક વૃત્તાંતો તો સ્વતંત્ર રીતે વિકસાવી શકાય તેવી અંતઃક્ષમતાવાળા છે, અને અહીં તેનું રહસ્ય બરોબર પ્રગટ કરી શકાયું નથી. વળી પ્રધાન-ગૌણ વૃત્તાંતોમાંના અનેક પ્રસંગો અહીં છીછરા અને રહસ્યવિહોણા રહી ગયા છે. ત્રણેય ભાગમાં પલટાતી પરિસ્થિતિના આલેખન વચ્ચે જે ખરેખરા માર્મિક ભાવતંતુઓ છે તે કેટલીક વાર આવા ‘સ્થૂળ’ પ્રસંગોથી પ્રચ્છન્ન બની જતા દેખાય છે. મૂળ વાત એ છે કે રઘુવીર લોકજીવનની રોજિંદી ઘટમાળમાંથી પ્રસંગો લઈને આ વૃત્તાંતોનો જે રીતે વિસ્તાર સાધવા જાય છે તેમાં પાત્રો, પ્રસંગો અને પરિસ્થિતિની જડ વિગતોનું ભારણ જ વધ્યું છે. કથાત્રયીની અનેક રોજિંદી ઘટનાઓ આ કારણે મર્મસ્પર્શી બની શકી નથી. ઉત્કૃષ્ટ કળાનિર્માણની દૃષ્ટિએ એક મોટી અપેક્ષા એ ઊભી થાય છે કે કૃતિનાં જુદાં જુદાં પાત્રોની ગતિવિધિ કોઈ એક જ એકાત્મરૂપ બીજભૂત ઘટનાના અંશો બનીને આવે. એટલે કે, કૃતિનાં પાત્રોની વિભાવના સ્વયં ગતિશીલ ઘટના રૂપે જ અસ્તિત્વમાં આવી હોય. પણ જાનપદી કથાનો લેખક કળાના આ આદર્શ સુધી પહોંચવામાં કેટલીક વાર સહજ એવી મર્યાદા અનુભવે એમ બને. તેમને વિશેષતઃ પાત્રોના અલગ અલગ વૃત્તાંતોમાં રસ હોય છે. વળી લોકજીવનનું પૂર્ણ ચિત્ર આપવાના પ્રયત્નમાં ઉત્સવો, પર્વો વગેરે લોકજીવનના પ્રસંગો પણ તે કથામાં આણે છે. તેની નજર ઘણી વાર વિલક્ષણ પાત્રો પર ઠરી હોય છે, એટલે એવાં પાત્રોની સ્વભાવગત ખાસિયતો કે તેનાં એવાં લક્ષણો પ્રગટ કરવામાં જ તેને વિશેષ રસ રહ્યો હોય છે. એવાં પાત્રોનાં કાઠાં પણ ઘણી વાર પાકાં બંધાઈ ચૂક્યાં હોય છે. એટલે નિયત લક્ષણો સ્વીકારીને જ તે પાત્રની પ્રવૃત્તિઓ રજૂ કરવા પ્રવૃત્ત થતો હોય છે. એ માટે જુદા જુદા સંયોગો અને જુદા જુદા પ્રસંગો તે યોજે છે ખરો. પણ એ દરેક સંયોગ કે પ્રસંગ પાત્રની સંવિત્તિનો ઉઘાડ કરે જ કે મૂળ વસ્તુનું હાર્દ પ્રકાશિત કરી આપે જ, એમ બનતું નથી. પરિણામે, આવી જાનપદી નવલકથામાં જ્યાં પાત્રોની આકર્ષક રેખાઓ અંકાતી લાગે છે ત્યાં પણ, કૃતિનો બીજભૂત વિકાસ સંભવતો નથી. જાનપદી નવલકથા માટે કૃતિની અખિલાઈનો આદર્શ કદાચ ઘણો કપરો બની રહ્યો છે. અને કથાત્રયીની સૃષ્ટિને પણ, આ જાતની સમગ્રની અખિલાઈ મળી નથી. ‘ઉપરવાસ’માં હેતી અને રમણના દાંપત્યજીવનનો કથાતંતુ કંઈક કેન્દ્રમાં છે. ‘સહવાસ’માં દેવુ-ઈજુના દાંપત્યજીવનના પ્રસંગો ચિત્તને સ્પર્શે છે. જ્યારે ‘અંતરવાસ’માં લવજી-જૈમિની-શાંતિ એ ત્રણના આંતરસંબંધોની કથા રસપ્રદ છે. એ સિવાયના બીજા વૃત્તાંતો એટલા રસક્ષમ બની શક્યા નથી. અલબત્ત, રઘુવીરે લોકજીવનની કઠોર વાસ્તવિકતાનું આલેખન કરવાનું સ્વીકારેલું હોવાથી લોકજીવનનાં અનેકવિધ પાત્રો અને પ્રસંગોને તાટસ્થ્યપૂર્વક રજૂ કરવાના તેમણે પ્રયત્નો કર્યા છે, પણ એના ઘણા પ્રસંગો અહીં રસપ્રદ બની શક્યા નથી. સુખદ વિસ્મય અહીં એ વાતનું છે કે હેતી-રમણ, દેવુ-ઈજુ અને લવજી-જૈમિની વગેરે પાત્રોના દાંપત્યભાવો કે આંતરસંબધો રજૂ કરતાં રઘુવીરની સર્જકવૃત્તિનો રોમૅન્ટિક ઉન્મેષ તરત બહાર આવે છે. અને એ સંદર્ભમાં તે અનવરુદ્ધ ગતિ કરતો ને પાંગરતો દેખાય છે. કથાત્રયીની રસસિદ્ધિનો વિચાર કરતી વેળા એની કથનશૈલી, એમાંનાં વર્ણનો અને સંવાદોના પ્રશ્ન એટલા જ લક્ષમાં લેવાના રહે. ભાષાશૈલી અને કથનરીતિના સ્તરેથી કૃતિના કળાત્મક પરિમાણ વિશે વિચારવાનું પણ અહીં અનિવાર્ય બની રહે છે. લેખક સમક્ષ લોકજીવનના જે વૃત્તાંતો રહ્યા છે તેમાં ક્યાંય અસાધારણ કલ્પનાનો ઉન્મેષ કે પુરાણકથાને વિશિષ્ટ સ્થાન નથી. માત્ર રોજિંદા જીવનની ઘટમાળ લઈને જ ચાલવાનું છે. એ માટે લોકબોલીનું સાધન તેમણે કંઈક સામર્થ્યપૂર્વક યોજ્યું છે. જનપદવાસીઓના મનની કોઈક ગૂઢ મનોવૃત્તિ છતી કરવામાં કે સરળ નિર્વ્યાજ એવી તેમની લાગણી વ્યક્ત કરવામાં લોકબોલી સફળ થઈ શકે અને થઈ છે, પણ તેનીયે મોટી મર્યાદા સંભવે છે. પ્રશ્ન કથનની ભાષામાં સર્જકતા સિદ્ધ કરવાનો છે. રઘુવીર જ્યાં પાત્રો અને પ્રસંગો વિશે પોતા તરફથી વર્ણન કરે છે ત્યાં વિગતોની સૂઝ ધ્યાન ખેંચે છે. લોકજીવનનું બારીક અવલોકન તેમના કથન કે વર્ણનની વિગતોમાં સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. પણ અહીં અવલોકનની વિગતો વાસ્તવિક હોવા છતાંયે તે હંમેશાં આકર્ષક બની શકી નથી. નવલકથામાં ભાષાની સર્જકતાનો પ્રશ્ન ઘણો કૂટ છે. અંતે પાત્ર પ્રસંગ કે પરિસ્થિતિની વિગતોને ક્યાંક કોઈ અંતઃસૂત્ર જોડે સંબંધ હોય છે, હોવો જોઈએ. કથાત્રયીની ભાષાનું પોત અવલોકતાં એમ જણાશે કે એમાં સર્જકતાનો એકસરખો આવિર્ભાવ નથી, એ માટે સંવેદનની એકસરખી ભૂમિકા પણ નથી. જ્યાં લોકજીવનની પ્રવૃત્તિઓ કે હિલચાલોનું વર્ણન કરવામાં આવ્યું છે, ત્યાં પ્રસંગોનું દસ્તાવેજી મૂલ્ય જ વિશેષતઃ પ્રેરક બળ રહ્યું હશે તે કારણે જ, કદાચ, એ વિશેનું વર્ણન બહુધા સપાટી પરનું રહ્યું છે. એમાં રઘુવીરની ભાષાની કંઈક આગવી છટા, અલબત્ત, પ્રગટ થાય છે. પણ તેમની સર્જકતાનો વિશેષ ઉદ્રેક તો કેટલાંક તરુણ પાત્રોની લાગણીના આલેખનમાં જોવા મળે છે. એમાં સહજ જ તેમની રંગદર્શી વૃત્તિ સાકાર થાય છે. પ્રકૃતિનાં વર્ણનોમાં પણ એવી જ રંગદર્શી ઝાંય વરતાય છે. થોડાં જ મર્માળાં વાક્યોમાં તેઓ પરિવેશ રચી દે છે. પણ રઘુવીર પોતાના રોમૅન્ટિક આવેશને જાણે કે અહીં રોકી દે છે. વિષમ કઠોર વાસ્તવિકતાનાં જે કુત્સિત અને જુગુપ્સક તત્ત્વો તેમની દૃષ્ટિમાં રહ્યાં છે, તેની પ્રખર રંગહીનતામાં એ રંગીન રૂપો ઓગળી જાય છે. અને તેથી તેમના ગદ્યનું પોત પણ બદલાઈ જાય છે. અહીં, જોકે સમગ્ર લોકજીવનની ઘટમાળને તેઓ સમભાવપૂર્વક જુએ છે, તોપણ તેમાંની કેટલીક કઢંગાઈ, મૂર્ખતા કે વિકૃતિઓ તેમનામાં રહેલા હાસ્યકારને જગાડ્યા વિના રહેતી નથી. ઘેમર, ધમલા વગેરેના જીવનપ્રસંગોમાં આવી વિનોદી ક્ષણોને અવકાશ પ્રાપ્ત થયો છે. પણ, કથાત્રયીના વિશ્વમાં રઘુવીરની સર્જકતા ક્યાંક રૂંધાઈ છે. વતન માટેની તેમની માયા-મમતાને ઓછી આંકવાનો અહીં પ્રશ્ન જ નથી. પણ વતનના લોકજીવનની કાચી સામગ્રીનું પૂરેપૂરું રૂપાંતર થઈ શક્યું નથી. એમાં કેટલાક કોષો રસવાહી બન્યા છે, કેટલાક અલ્પ રસવાળા છે, તો કેટલાક રસવિહીન રહ્યા છે. કદાચ સર્જક રઘુવીર એમાં પૂર્ણ પ્રગટ થઈ શક્યા નથી.