વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/નિવેદન: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
છેવટે એટલું કહેવાનું રહેશે કે સાહિત્યવિવેચનના અભ્યાસવિકાસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ અનિવાર્ય અને આવશ્યક છે. | છેવટે એટલું કહેવાનું રહેશે કે સાહિત્યવિવેચનના અભ્યાસવિકાસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ અનિવાર્ય અને આવશ્યક છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|ચન્દ્રકાન્ત ટોપીવાળા}} | {{right|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | ||
| Line 16: | Line 16: | ||
‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો ત્યાર પછી આશરે ૧૪ વર્ષ પછી એનું પુનર્મુદ્રણ થાય છે ત્યારે આટલાં વર્ષ દરમિયાન અને ખાસ તો ૧૯૯૬માં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ – ભાગ-૩ પ્રગટ થયા પછી જે કેટલીક સાહિત્યસંજ્ઞાઓ મહત્ત્વની લાગી છે એનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુઆધુનિકતાવાદ અને સંસ્કૃતિમીમાંસાનો વિવિધ વિદ્યાશાખાઓ સાથેનો સંબંધ લક્ષમાં રાખીને આ સંજ્ઞાઓનો સ્વીકાર કર્યો છે. સાહિત્યનાં વિકસતાં પરિમાણોમાં રસ લેનાર અભ્યાસીને આ જરૂર મદદરૂપ થશે એવો વિશ્વાસ છે. | ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો ત્યાર પછી આશરે ૧૪ વર્ષ પછી એનું પુનર્મુદ્રણ થાય છે ત્યારે આટલાં વર્ષ દરમિયાન અને ખાસ તો ૧૯૯૬માં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ – ભાગ-૩ પ્રગટ થયા પછી જે કેટલીક સાહિત્યસંજ્ઞાઓ મહત્ત્વની લાગી છે એનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુઆધુનિકતાવાદ અને સંસ્કૃતિમીમાંસાનો વિવિધ વિદ્યાશાખાઓ સાથેનો સંબંધ લક્ષમાં રાખીને આ સંજ્ઞાઓનો સ્વીકાર કર્યો છે. સાહિત્યનાં વિકસતાં પરિમાણોમાં રસ લેનાર અભ્યાસીને આ જરૂર મદદરૂપ થશે એવો વિશ્વાસ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|ચન્દ્રકાન્ત ટોપીવાળા}} | {{right|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | ||
<br> | <br> | ||
Latest revision as of 14:11, 29 November 2025
‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’નું ૧૯૮૬માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશન થયું, ત્યારબાદ બર્લિનના મારા પ્રવાસ દરમિયાન ત્યાંનાં ગ્રંથાલયોમાં સાહિત્યસંજ્ઞાઓને લગતા વધુ ગ્રંથો જોવા મળ્યા. એમાંથી નવી સંજ્ઞાઓ હાથ ચડી. વળી વિવેચનના આધુનિક સંપ્રદાયોમાં જેમની વિશિષ્ટ કામગીરી છે અને જેમનું વિશિષ્ટ પ્રદાન અને ચલણ છે એવી સંજ્ઞાઓ, ખાસ કરીને અનુઆધુનિક અનુસંરચનાવાદી અને વિરચનાવાદી સંજ્ઞાઓ પણ ગુજરાતીમાં અવતારવાની હજી બાકી હતી. આ બધી એકંદરે વિકસિત અને વિશિષ્ટ સંજ્ઞાઓ છે. આથી ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ નામ અહીં ઉચિત લેખ્યું છે. એક રીતે જોઈએ તો આ કોશ ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની પૂર્તિ છે, છતાં એ પોતાની રીતે સ્વતંત્ર અને સ્વાયત્ત પણ છે. સાહિત્યવિવેચનની વધુ વિકસિત અને વધુ સાંપ્રત સમજ માટે ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને આ સંજ્ઞાઓનો પરિચય ફલપ્રદ રહેશે એવી શ્રદ્ધા છે. સાહિત્યને વિવેચન વગર અને વિવેચનને પરિભાષા વગર ક્યારેય ચાલ્યું નથી. આવો કોશ ગુજરાતી વિવેચનને એના સીમિત સંતોષમાંથી બહાર લાવી નવી દિશાઓ તરફ પ્રેરવા સફળ નીવડશે તો એનું કાર્ય સાર્થક થયેલું ગણાશે. વિશ્વસાહિત્યની સમજણ, આંતરસાંસ્કૃતિક અભ્યાસ અને તુલનાત્મક સાહસો માટે એમાં અંગુલિનિર્દેશક પરિમાણો પડેલાં છે. એકાદ બે અવલોકન સિવાય પહેલા કોશની કોઈ વિશેષ પ્રતિક્રિયા સાંપડી નથી; અને તેથી પ્રતિપોષણને અભાવે આ કોશ પણ ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની પદ્ધતિને અનુસર્યો છે. આ પ્રકારના કોશનું પ્રકાશન ગંભીરતાપૂર્વક વિવેચન અને વિશ્લેષણ માગે છે. દુર્ભાગ્યે ગુજરાતી વિવેચન અન્ય રીતે વ્યસ્ત હોવાથી અત્યંત ધ્યાન માગી લેતા પરિશ્રમથી વેગળું રહ્યું છે. આ કોશની આશરે ૩૨૮ જેટલી સંજ્ઞાઓમાંથી ૧૩ સંજ્ઞાઓ શ્રી હર્ષવદન ત્રિવેદીએ તૈયાર કરી છે, એનો અહીં ઋણસ્વીકાર છે. આ સંજ્ઞાઓ છે : Arena theatre; Anti rationalism; Apology. Chrestomathy; Class consciousness; Class struggle; Class system; Conterie; Graveyard poetry; Lay; Genetic structuralism; Action song; Analytical drama. છેવટે એટલું કહેવાનું રહેશે કે સાહિત્યવિવેચનના અભ્યાસવિકાસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ અનિવાર્ય અને આવશ્યક છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા
બીજી આવૃતિ વેળાનું નિવેદન
‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો ત્યાર પછી આશરે ૧૪ વર્ષ પછી એનું પુનર્મુદ્રણ થાય છે ત્યારે આટલાં વર્ષ દરમિયાન અને ખાસ તો ૧૯૯૬માં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ – ભાગ-૩ પ્રગટ થયા પછી જે કેટલીક સાહિત્યસંજ્ઞાઓ મહત્ત્વની લાગી છે એનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુઆધુનિકતાવાદ અને સંસ્કૃતિમીમાંસાનો વિવિધ વિદ્યાશાખાઓ સાથેનો સંબંધ લક્ષમાં રાખીને આ સંજ્ઞાઓનો સ્વીકાર કર્યો છે. સાહિત્યનાં વિકસતાં પરિમાણોમાં રસ લેનાર અભ્યાસીને આ જરૂર મદદરૂપ થશે એવો વિશ્વાસ છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા