હરીશ મીનાશ્રુની કવિતા: Difference between revisions

m
()
 
(18 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{BookCover
{{BookCover
|cover_image = File:11-Harish-Minashru-Kavya-Title-600.jpg
|cover_image = File:11-Harish-Minashru-Kavya-Title-600.jpg
|title = હરીશ મીનાશ્રુનાં કવિતા<br>
|title = હરીશ મીનાશ્રુની કવિતા<br>
|editor = અજયસિંહ ચૌહાણ<br>
|editor = અજયસિંહ ચૌહાણ<br>
}}
}}


* [[હરીશ મીનાશ્રુનાં કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]]
== તિર્યગ્ગીતિ ==
'''(એક અષ્ટમપષ્ટક)'''
'''૧'''
'''(Teenager કવિ, એક લૅન્ડસ્કેપ)'''
<poem>
{{Space}}ચંબેલીને પાંદે
ઝાકળનાં વલ્કલ પ્હેરીને બેઠી ગઝલ રૂપાંદે
કમલપત્રમાં વલય, કીડીને ચરણે નેપુર બાજે
ઝૂલે મુદામય મલય, કવિવર સરવે કાન વિરાજે
{{Space}}કલરવ કોમળ ટીપે ટીપે
{{Space}}મોતી છણકો કરતાં છીપે
{{Space}}પાંદડીઓમાં ગંધ પ્રવર્તી
{{Space}}સંવેદનની સાવ સમીપે
સિંજારવની વ્યથા સમેટી છંદ વડે શું છાંદે
{{Space}}ચંબેલીને પાંદે
ખરતું પીછું સહે, સ્વજન! વિશ્રંભકથા વ્યાકુળ
લીલો વાયુ વહે, વીંટાળી પોપટનાં પટકૂળ
{{Space}}વાચા રમ્ય વિલસતી નભની
{{Space}}ચુંબનમાં છાયા સૌરભની
{{Space}}ધ્રિબાંગસુંદર ભરી સભામાં
{{Space}}લાજ લૂંટે કોમલ રિષભની
કાગળ મધ્યે કુમુદિનીનો સ્પર્શ સજાવ્યો ચાંદે
{{Space}}ચંબેલીને પાંદે
</poem>
== વિદગ્ધ કવિ, એક વેસ્ટલૅન્ડસ્કેપ ==
<poem>
અમીં રે ગનપાઉડરનાં માણસો...
થોડાં સુંદર છૈંયે ઝાંઝાં છૈંયે ધિરબંગ
જેને તોપચી વ્હાલો ને વ્હાલો સાણસો
મારે તે આંગણ હિરોશીમળાનું ઝાડ
ઝૂલે મડદાંનાં પાંદ ઝૂલે દધિચીનાં હાડ
મોગરાયે ભડથું થૈ ગિયા
:::કાળો કારતૂસ બન્યો કૂણો દેશ
ભૂરા ભડવાને માથે રાતું ફૂમતું
:::લીલાં ચેલકાં બાળીને પાડી મેંશ
નકશા રાંડ્યા તે બોડી બામણી
::મારા ગામમાં બચી ના ગોકળગાય
અરેરે મારા ગામમાં બચી ના ગોકળગાય
એકલો ભાયાત ફૂંકે ફાચરો –
::એને તેડવાને આયાં છે મસાણ સો
:::અમીં રે ગનપાઉડરનાં માણસો...
તરણાં ઘોંટીને મૂશળ ઊગતાં
::ભોમકાની ખસી ગઈ ઠેઠ આંબોઈ
બળતણ ખૂટ્યાં તો મનખા મોકલ્યા
::રાતું ઘાશલેટ બની ગિયાં લોઈ
::શેપટાં ઉખાડી દીધાં આભનાં
જેણે ચેહમાં નીચોવ્યાં પૂમડાં ગાભનાં
નિત પાંચ ઝૂડી બંધૂકોને ફૂંકતી
::મારી શિકોતેર પેઢીઓને જોઈ
::ખાખી ધુમાડામાં ધરુજતી જોઈ
પેણનો યે ટોટો પીસી આટલું
:અમીં લખ્યું તેને ઝાઝું કરી જાણસો
:અમીં રે ગનપાવડરના માણસો....
</poem>
== પર્જન્યસૂક્ત : ૨ ==
<poem>
અહીં તો
પ્રિય અને પર્જન્ય,
નથી કો અન્ય–
કેવળ
:  હું
::: તે
ઝળહળ જળમાં અંતર્ધાન :
(રખે ને આજ કવિતા લખે)
મૌનમાં
શબ્દ સકળ તે મ્યાન!
</poem>
== પર્જન્યસૂક્ત : ૧૦ ==
<poem>
નયન થકી રે નેહ
::નીતરે નેવાં પરથી નીર
ઘરમાં પલળ્યાં પ્રિયજન
::કુંજે ભીંજ્યાં કોયલકીર
જરકશી મેઘબિજુલી ઊડે
આજ પધારે ચડી ગરુડે
બંશીવટને પુંજ પાંદડે
::ઝગમગતો આહીર
સ્તનમંડળ પર મેહુલમોતી
ત્રફડે તગતગ જળની જ્યોતિ
ગોપવનિતાનાં લયવ્યાકુળ
::ચળકે ચરણાં ચીર
જળઝૂલણા વન વૃંદાવનનું
બુંદ બિલોર ઝરે કંચનનું
સ્યાહી ઝબોળી જીર્ણ દ્વારિકા
::ઝૂરે, નરી કથીર
</poem>
== પર્જન્યસૂક્ત : ૧૧ ==
<poem>
મોરનું મ્હેણું અષાઢે સાંખવું સારું નહીં
આ રીતે ભડલીવચન કૈં ભાખવું સારું નહીં
એકલાં જાણી રખે આવી ચડે એનાં સ્મરણ
આંખમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં
</poem>
== પર્જન્યસૂક્ત : ૧૪ ==
<poem>
આ વરસ એવું જલદ વરસાદનું ટીપું ખરે
કે તને અંગતપણું તારું પલળતું સાંભરે
શ્રાવણે પોપટ અને પરદેશ બહુ લીલા બને
એટલે કાયમ તું લીલાં પાંદડાં ચૂંટ્યાં કરે
</poem>
== પર્જન્યસૂક્ત : ૧૯ ==
<poem>
:::::જળથી ઢાંકી
::અતિશય વાંકી
:::::::     ખીલી અષાઢી બીજ
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્બીજ!
</poem>
== પ્રેમસૂક્ત : ૨ ==
<poem>
તમે પુષ્પ ચૂંટ્યું
તો મેં ગંધ
તમે પાદુકા ઉતારી
તો મેં પંથ
તમે ત્યજ્યાં પટકૂળ
અને મેં ત્વચા
હવે ઝળહળે તે કેવળ પ્રેમ
</poem>
== પ્રેમસૂક્ત : ૧૪ ==
<poem>
સ્તનથી
:: વધુ ઉત્તુંગ
નાભિથી વધુ ગહન
જંઘાથી
:: વધુ ગુહ્ય
નિતમ્બથી વધુ ભીષણ
આ વિશ્વમાં
:: અન્ય શું છે?
તેં ઉત્તર ન વાળ્યો
માત્ર ઝગમગી જળની પ્રહેલિકા
નેત્રને ખૂણે
</poem>
== પ્રેમસૂક્ત : ૧૫ ==
<poem>
નિબિડ સ્પર્શ શું છે? –
::: કદાચ અપભ્રંશ દૂરતાનો
આલિંગન માટે ફેલાવેલા બાહુઓ
આકાશમાં ઉમેરી દે છે
થોડુંક વધુ આકાશ
આ ચુંબન
રમ્ય આકૃતિ રચે છે
આપણાં જ હોઠનાં શૂન્યની
નીરવ મધ્યરાત્રિને
ચંદ્ર કે ચાંદની જેવી ચેષ્ટાથી પણ
ખલેલ જ પહોંચે છે
ત્યારે
હું કંપિત સ્વરે
પ્રેમનો એકરાર કરવા મથે છે
જ્યારે હું કરતો રહું છું પ્રેમ
::::::       અવાક્
:::::   આ ચક્રવાક
:::: અને ચક્રવાકી
મિલનની પળ એ બન્નેવને
::       ઠેરવે છે એકાકી
</poem>
== પ્રેમસૂક્ત : ૧૭ ==
<poem>
યુદ્ધ આદરવાની તારી એ ખૂબી
અન્યને  લાગે કે જાણે તહકૂબી
</poem>
== પ્રેમસૂક્ત : ૨૦ ==
<poem>
ત્વચા ઉપર તો નિરંતર તમારો સ્પર્શ મળે
ને દૂરતામાં કેટલાં પ્રકાશવર્ષ મળે
ઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયા
તમારી સાથે હવે નિત્યનો સંઘર્ષ મળે
</poem>
== જન્મારો ==
<poem>
::ઘરમાં હુવાવડીનો ખાટલો ને
જીવ મારો ચીઠાં લખે છ ચબૂતરે
ફળિયે શરાધિયાના દા’ડા ફરે ક
::મારી ઢોચકીમાં તૈડ પડી તૈડ
પોદળો યે છૉણું થૈ ભડભડ ચેત્યો ક
:::મનખાની મેલ બધી પૈડ
ભૂખે મરે છ ભાંજઘડિયાનાં છોકરાં
::ને ગડભાંજે ગોદડીમાં મૂતરે
લેમડાની હળી જેવી ઘૈડિયાંની જાત
::એની ચેટલીક કરવાની ઠાઠો
હાહ જરી અધરાતે હેઠો બેઠો ક
::તૈં ઠૂંઠવો મેલીને ચિયો નાઠો
કોણ મારાં ખાહડાં પે’રીને ટૈણપો
::પાદરની પેલી પા ઊતરે?
</poem>
== ત્રિપદી ==
<poem>
થરથર કેસરકિરણ પરોઢે
પ્રિયજન અરસપરસને ઓઢે
તેજકટારી તૃણની પત્તી
માંહ્ય લીલોકચ સૂરજ સોઢે
સરગમમાં તેતર ને સૂડા
વાજીંતર : રાતાં કેસૂડાં
પલાશમાં ને ભીમપલાશમાં
ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા
ગુંજાફળના દીપ પ્રજાળી
જળઝીંગોર ઝરે દ્રુમડાળી
મેઘફૂલથી તોળ્યા મઘમઘ
સવા વાલ કેવળ વનમાળી
</poem>
== વ્હાલશેરીનાં પદો : ૧ ==
<poem>
:::આજની ઘડી તે રળિયામણી હોજી
માઘ મહીં માંગી વ્હાલેશરીએ પડવાથી
:::પૂનમ લગીની પ્હેરામણી હોજી
પાંદડાં ખરે છે એ તો ઝાડની કટેવ, પાંચ
:::પોપટા ઊડે તો કહું પાનખર
હરિરસઘેલી વસંત વંન મેલીને
:::બેઠી જીભલડીના પાન પર
ચુંબનવિભોર હોઠ વંઠેલા દીસે છે
:::કેમ કરી ગાશું વધામણી હોજી
ઝાંઝર માગું તો લાવે તુલસીની માંજર શું
:::મઘમઘતું હેમનું ઘરેણું
અણવટ માગું તો ધરે બંશીવટ, લોળિયાની
:::લ્હાયમાં વજાડી રહે વેણુ
લટકાવી રાતી ચણોઠડીની લૂમ, હરિ
:::લટકે ફંજેટી દિયે દામણી હોજી
</poem>
== વ્હાલશેરીનાં પદો : ૧૦ ==
<poem>
કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે
દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિર પર ધાર્યાં રે
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
કંચવાની કસ કસી, તસોતસ મદનમનોરથ ભીડી રે
મહિયારણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે
સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
ભરવાડાના ભાણેજડાને ગોરસગ્રાસ ન લાધે રે
મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
રઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
વેણુસોતાં અધર વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે
પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે
</poem>
== શબદ ==
<poem>
:::સંતને સર્વનાં નિત્યનાં નોતરાં
પૂરવના પવન પ્રગટ્યા પરોણા બની
:::ગંધનાં પંથ ને ફૂલનાં ચોતરા
જેણે ઝાકળ વીંટેલી અગનપામરી
ઉર ધરી, પ્રિયને ઢોળી હો ચામરી
:નયનનાં ભવન ત્યાં ઝળહળે સોંસરાં
એહને ઉંબરે સંતની ચાખડી
::તાપ જેણે તપ્યા ચીતરા ઓતરા
સ્નેહ-સાકર ભળે જેમ કંસારમાં
સત્તસંગત : રૂડો સ્વાદ સંસારમાં
:::કોણ ફાકે કઠણ કાળના કોદરા
જે અમીકોળિયે નંદ પામે અતિ
:::પલકમાં પરહરિ ફંદ ને ફોતરાં
નવલખાં આંસુનાં બુંદ લોહ્યાં, અરે
ઓઘરાળા થકી મુખ સોહ્યા કરે
::નામ પૂછી, પૂછી ગામ ને ગોંદરા
શેઠનો શેઠ તે ઠેઠ આવ્યો પછી
:::વેઠ શાને કરે વ્રેહવાણોતરા?
</poem>
== પદપ્રાંજલિ : ૧ ==
<poem>
::::સાધો, આ તે સત કે ભ્રમણા
એક હરિ આલો તો તરત જ કરી બતલાવે બમણા
::::પ્રેમગલીની વચ્ચે બોલાવે
::::::કીમિયાગર કપટી
::::હરિમાં હું ને હુંમાં હરિ
::::::ત્યાં ઊભા ચપટી ચપટી
સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા
::::હું જ મને ઢાંકીને
::::::બેઠો રહું મારી પછવાડે
::::ઢાંકપિછોડા છોડ, હરિ
::::::થઈ જાશે ખડાં રૂંવાડે
હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં
</poem>
== પદપ્રાંજલિ : ૧૪ ==
<poem>
::::સાધો, મુરશિદ નર્યો નઠારો
એક કીડીને માથે મૂક્યો કમળતંતુનો ભારો
:::મહિયારણની માફક એ તો
::::::હરિ વેચવા હાલી
વણકર મોહી પડ્યો તો રણઝણતી
::::::ઝાંઝરીઓ આલી
ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો
:::બધું ભણેલું ભૂલવાડી દે
::::::એવો એક જ મહેતો
:::ત્રિલોકની સાંકડ ભાળી
::::::કીડીના દરમાં રહેતો
નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો
</poem>
== પદપ્રાંજલિ : ૩૪ ==
<poem>
::::સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જોઈ રુદરાખે
::નભ આલિંગન લિયે નિરંતર
:::::તો ય વિહગ બૈરાગી
::ભગવામાં યે ભરત ભરીને
::::::સોહે તે અનુરાગી
એક અજાયબ  મુફલિસ દેખ્યો  જેને લેખાં લાખે
::તુલાવિધિ મુરશિદની કરવા
:::::મળે જો એક તરાજુ
::સવા વાલ થઈ પડખેના
::::પલ્લામાં હું જ બિરાજુ
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે
</poem>
<center>&#9724;</center>
<br>
<br>
{{Box
|title = પ્રારંભિક
|content =
* [[હરીશ મીનાશ્રુની કવિતા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
}}
<br>
{{Box
|title = અનુક્રમ
|content =
* [[હરીશ મીનાશ્રુની કવિતા/તિર્યગ્ગીતિ|તિર્યગ્ગીતિ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/વિદગ્ધ કવિ, એક વેસ્ટલૅન્ડસ્કેપ|વિદગ્ધ કવિ, એક વેસ્ટલૅન્ડસ્કેપ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૨|પર્જન્યસૂક્ત : ૨]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૦|પર્જન્યસૂક્ત : ૧૦]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૧|પર્જન્યસૂક્ત : ૧૧]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૪|પર્જન્યસૂક્ત : ૧૪]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૯|પર્જન્યસૂક્ત : ૧૯]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૨|પ્રેમસૂક્ત : ૨]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૪|પ્રેમસૂક્ત : ૧૪]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૫|પ્રેમસૂક્ત : ૧૫]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૭|પ્રેમસૂક્ત : ૧૭]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૨૦|પ્રેમસૂક્ત : ૨૦]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/જન્મારો|જન્મારો]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ત્રિપદી|ત્રિપદી]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/વહાલેશરીનાં પદો : ૧|વહાલેશરીનાં પદો : ૧]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/વહાલેશરીનાં પદો : ૧૦|વહાલેશરીનાં પદો : ૧૦]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/શબદ|શબદ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૧|પદપ્રાંજલિ : ૧]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૧૪|પદપ્રાંજલિ : ૧૪]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૩૪|પદપ્રાંજલિ : ૩૪]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/દામ્પત્ય|દામ્પત્ય]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૭|આનંત્યસંહિતા : ૭]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૧૦|આનંત્યસંહિતા : ૧૦]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/સ્થળસંહિતા|સ્થળસંહિતા]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પંખીપદારથ : ૪|પંખીપદારથ : ૪]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/શબરી ચીતરવા વિશે|શબરી ચીતરવા વિશે]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ગૃહસ્થસંહિતા|ગૃહસ્થસંહિતા]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ગૃહિણી : ૫|ગૃહિણી : ૫]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/છાપાવાળો છોકરો|છાપાવાળો છોકરો]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/બનારસ ડાયરી-૧૩|બનારસ ડાયરી-૧૩]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬|ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૯|ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૯]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧|કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭|કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮|કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પુત્રવધૂને|પુત્રવધૂને]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ|દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/વિષાદયોગ ધ્રિબાંગસુંદરનો|વિષાદયોગ ધ્રિબાંગસુંદરનો]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની|કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને|તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કથા પ્રેમની કહું તને અથથી ઇતિ|કથા પ્રેમની કહું તને અથથી ઇતિ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે|હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ઘા ઉપર ચપટી લવણ આપું તને|ઘા ઉપર ચપટી લવણ આપું તને]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/મુક્તાવલી|મુક્તાવલી]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા|ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ|એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કાવ્યમધ્ય : ૨|કાવ્યમધ્ય : ૨]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/વ્યંજના|વ્યંજના]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/અભિધા|અભિધા]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કાવ્યઉત્તર|કાવ્યઉત્તર]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/છટ્|છટ્]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/સુનો ભાઈ સાધો|સુનો ભાઈ સાધો]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/એક મુફલિસની રેવડી જાણે|એક મુફલિસની રેવડી જાણે]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો|જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી|ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો|છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની|મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/તેજ તાવે છે સત સતાવે છે|તેજ તાવે છે સત સતાવે છે]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર|કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો|ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને|જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/એટલું સત તો ક્યાંથી લાવું હું|એટલું સત તો ક્યાંથી લાવું હું]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/અરે શેખ, તારી આ...|અરે શેખ, તારી આ...]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : નર્મદ|પુણ્ય સ્મરણ : નર્મદ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણઃ મનહર મોદી|પુણ્ય સ્મરણઃ મનહર મોદી]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી|પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે|પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : રાવજી પટેલ|પુણ્ય સ્મરણ : રાવજી પટેલ]]
* [[હરીશ મીનાશ્રુની કવિતા/સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર|સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર]]


== દામ્પત્ય ==
}}
'''(a song of solitude)'''
 
<poem>
સૂર્યનું પૂમડું મારા રુધિરથી રાતું અસ્તાચળે
:::::::::: આ પળે.
વ્રણ અને ચુંબન મારી ત્વચાનાં મર્મસ્થળો છે :
આ કોની તર્જનીનું રહસ્ય
ઔષધિના રસની જેમ રેલાઈ રહ્યું છે?
આ કઈ ભાષાની અનુકંપા કંપી રહી છે મારા હોઠમાં?
Your name is the capital of my language
My Master!
હું
– જરકશી ત્વચાનો સમુદ્ર છેદીને કાંઠે આવી રહેલો મરજીવો–
દુઃખના પ્રકાશમાં નિતાંત ધવલને શરણે જઈ રહ્યો છું.
*
અગ્નિનું કમળ ખૂલ્યું
અને તેં મારું તવાયેલું શરીર આ વિશ્વને પાઠવ્યું
તે દિવસની વાત છે :
{{Space}}હીરાકણી સદૃશ્ય શૂન્યથી મઢેલાં તારાં પયોધર–
{{Space}}કૃપાથી પુષ્ટ અને અતિથ્યથી ઉન્નત.
{{Space}}એમાં દાટી દીધા તેં મારા કુમળાભીરુ હોઠ–
{{Space}}અવ્યક્ત અને અધૂરા!
::::::: નિરાલમ્બ
::::::::: ભાષાથી.
 
આનંદ અને પીડાથી અધિક લલિત બનેલી, હે ભાવલલિતા!
આજે મને કબૂલ ક૨વા દે :
::: તેં દૂધે ધોઈ છે મારી ક્ષુધાને, તૃષાને
ધાત્રી! તારા અનુગ્રહે મારાં આંતરડાં આકાશગંગાથી પલાળ્યાં છે.
તૃણની નીલમપાંદડી જેવી તૃષ્ણા
પુરુષની રુવાંટી બનીને ખીલી રહી હતી
તે દિવસની વાત છે :
{{Space}}તારી કંબુગ્રીવામાં દાડિમની નક્ષત્રકળીઓનો આરોપ
{{Space}}કોમળ અનુરાગથી ભરેલો દોષ તારા સ્પર્શમાં
{{Space}}હે માનસગૌરી!
{{Space}}મારા હોઠ હરીફ બની ચૂક્યા હતા ચંદ્રોદયના
{{Space}}અને ચિત્ત ઉત્કંઠ હતું તારા ચૈત્રી સિંજારવ પ્રતિ.
પરંતુ શરીરે સંતાડી ષોડશ સૂર્યમુખનું વૃંદ
સમયે દૂષિત કર્યાં મન, મજ્જા અને મૈત્રી
ને વિભૂષિત કર્યાં તારાં ખંજન,
::::::: ઘાટી વેદનાથી.
વ્રત અને વિશ્વાસથી કૃશ બનેલી, હે વૈદૂર્યકિશોરી!
આજે મને કબૂલ કરવા દે :
{{Space}}મધરાતનો પવન જેમ રજકણમાં છુપાવી રાખે છે ઝાકળનો શૃંગાર
{{Space}}ઝાંખા પ્રકાશમાં તરતું પરોઢપંખી
{{Space}}જેમ છુપાવી રાખે છે નિશિવાસરની વ્યંજના
{{Space}}એમ
{{Space}}સ્રગ્ધરા છંદની મંજૂષામાં
{{Space}}વ્યાકુળ બનીને મેં મારી વાસનાઓ છુપાવી રાખેલી.
*
તારા દેહમાંથી પસાર થઈ ચૂકેલો સમય
ષડ્ઋતુ બની વ્યક્ત થતો હતો મારો ઉદ્યાનમાં
દિવસની વાત છે :
{{Space}}મણિધર વૃત્તિના અંધકારમાં મેં તને નિહાળી.
{{Space}}આંસુમાં જેમ પ્રતિબિંબ પડે છે પ્રીતિ અને પ્રારબ્ધનું
{{Space}}એમ તારા દબાયેલા નીચલા હોઠમાં
{{Space}}પ્રતિબિંબ મારી રતાશભરી અભિધા અને અધૂરપનું.
{{Space}}હડપચી પર સ્ફટિકના લંપટ પ્રહરો,
{{Space}}તક્ષકની સર્ગશક્તિનો આવિર્ભાવ તારી અનામિકામાં,
{{Space}}તારાં સદ્ય રજસ્વલા ગાત્રોઃ
{{Space}}જાણે વિષ અને અમૃતનો સંધિકાલ.
{{Space}}કપૂરના પવનમાં ચાંદનીનું વાસ્તુશિલ્પ તારું યૌવન બનીને રઝળતું હતું,
::::::::::::::   અનુપમ અને ઉચ્છૃંખલ.
 
મારા દૃષ્ટિક્ષેપથી અધિક સ્પષ્ટ અને સંદિગ્ધ બનેલી, હે પ્રિયદર્શિની!
આજે મને કબૂલ કરવા દે :
{{Space}}મારા વિરહી સ્નાયુઓએ આશકા લીધી
{{Space}}તારા દર્પણની
{{Space}}તે ક્ષણે જ
{{Space}}તારા શરીરની કિરણથી ગૂંથેલી કિનારી પર
{{Space}}સુકુમાર મૃત્યુની મિતિનો આરંભ થઈ ચૂક્યો હતો.
*
વ્રણ અને ચુંબનથી
રળિયાત હતું મારું રુધિર
તે દિવસની વાત છે :
{{Space}}કસ્તુરીવધૂ! તારી અપેક્ષાનું આધિપત્ય–
{{Space}}એક પ્રબળ ઘ્રાણસત્ય
{{Space}}ઝરી ચૂક્યું હતું મારાં અસ્થિની શિલાઓ પર.
{{Space}}વીતી ચૂકેલી વસંતે
{{Space}}તરછોડાયેલાં તારાં દીર્ઘ ચુંબનો
{{Space}}ફળોની વાટિકામાં
{{Space}}જાંબલી દ્રાક્ષની લૂમ બનીને ઝૂલતાં હતાં –
{{Space}}પ્રિયતમના હોઠના પ્રલોભનથી.
{{Space}}નિત્યના રંભોરુવિલાસે વધુ મુલાયમ અને આર્દ્ર બનેલો
{{Space}}કદળિવનનો વલ્લભ વાયુ
{{Space}}તારા અંતઃપુરમાં તેજોવધથી પરકીયાનો પ્રસ્વેદ લૂછતો હતો.
{{Space}}તારું ઉત્તરીય પણ જેનો તાગ લઈ શક્યું નહીં.
{{Space}}તે શંખપુષ્પી સ્તનો અને વિજયેતા નાભિથી
{{Space}}તેં પડકારી હતી. મારી સત્તાને.
શીતળ ચંદ્રની ફોતરી જેવા વધેલા નખથી
તેં મારા વ્રણ અને વડવાનલને ખોતર્યા હતા,
:::::::: ખંત અને ખાતરીપૂર્વક.
 
ભોગથી અધિક ભંગૂર અને ગુહ્ય બનેલી, હે વિકટનિતમ્બા!
આજે મને કબૂલ કરવા દે :
{{Space}}તારી રુવાંટી પરથી ઊઠેલા ઝીણાકુમળારતુંબડા અસૂરો
{{Space}}મારી ત્વચાના છિદ્રછિદ્રમાં ઘર કરીને
{{Space}}કુસુમના આયુધથી હણી રહ્યાં છે મારી ભાષાને.
*
મનુષ્યજાતિની ત્વચામાં સમાવી શકાય એટલાં દુઃખોનું ઐશ્વર્ય
મારા એકલાની ત્વચામાં સચવાતું હતું
તે દિવસની વાત છે :
{{Space}}મારાં આંસુ અને આલિંગનથી જ બળતો હતો તારો દીપક
{{Space}}મારા નિઃશ્વાસના ચક્રવાતમાં
{{Space}}વધુ દીપ્તિમંત ફરફરતી હતી શગની સૂકી પાંદડી
{{Space}}તારા શુક્રોદરમાં ઊછરતો હતો મારો ભવ :
::::::::::: સાચું કહું તો પરાભવ.
{{Space}}અનુભૂતિ અને આસ્થાથી અત્યંત એકાકી બની ચૂકેલો ભરથાર
{{Space}}મનુષ્યકુળની વ્યથાને ઘૂંટીને પૂછતો હતો :
{{Space}}શી રીતે હોલવી નાખું ક્ષુધાને, તૃષ્ણાને, તપને, તંદ્રાને
{{Space}}લયને, લાંછનને, તૃષ્ણાને, તને-છદ્મભાર્યાને?
 
સમય અને સુખથી અધિક શ્લથ બનેલી, હે વૃદ્ધ તમ્બોલિની!
આજે મને કબૂલ કરવા દે :
{{Space}}તારા તામ્બુલરસ ભલે ઘવાયેલા હતા. મારા હોઠ,–
{{Space}}હું પાનખરની પ્રતીક્ષામાં ઊભો હતો
{{Space}}તારી વાસનાની કરમાયેલી છાલ ઓઢીને
{{Space}}નિયતિના જરામય વૃક્ષમાં.
*
જેમ અંજલિમાંથી જળ
{{Space}} પવનમાંથી સળ
એમ સરી રહ્યું છે દામ્પત્ય, શૈયામાંથી.
નારીની તન્માત્રાનો યાત્રિક
અનંતના પાત્રમાં ચરણ બોળીને થાક ઉતારે છે.
કૃપાનું નિરામય કવચ ઢાંકે છે રૂપેરી રચનાને
ત્યારે શબ્દ પ્રકટે છે.
જરકશી ત્વચાનો સમુદ્ર છેદીને કાંઠે આવી રહેલો મરજીવો
I, the initial of infinity
દુઃખના પ્રકાશમાં નિતાંત ધવલને શરણે જઈ રહ્યો છું :
{{Space}}I have lost my lips in the language
{{Space}}હે આદિત્ય!
{{Space}}હું તારી તર્જની સાહીને તરી રહ્યો છું.
</poem>
 
== આનંત્યસંહિતા : ૭ ==
 
<poem>
યુયુત્સુ
હે રમ્ય કથાના નાયક
જેમ શાસ્ત્ર
તેમ શસ્ત્ર પણ મિથ્યા છે
 
હંતા અને હંતવ્યનો ભેદ જ
યુદ્ધનું મૂલ કારણ છે
હે મુકુરવિલાસી
 
જે ક્ષણે આ ભેદ મટશે
શસ્ત્રમાં સંજીવની પ્રકટશે
 
પ્રહર પ્રહારનો છે
પરાજયના ગહન સ્વીકારનો છે
 
છિન્ન હો રથનું ચક્ર
સરી જવા દો ગાંડિવ
ગળી જવા દો ગાત્ર
ધારણ કરો મૃત્યુનું અસિધારાવ્રત
આઠમા કોઠે
અભયનો નિવાસ છે
 
કૃપા કરી મારો પ્રસ્તાવ સ્વીકારી લો :
હું
અસ્તિ અને આસ્થાનો
વિષ્ટિકાર છું
</poem>
 
== આનંત્યસંહિતા : ૧૦ ==
 
<poem>
પરિઘનો પ્રવાસી
ક્યાંય ન પહોંચવા માટે
આરંભે છે યાત્રા
ને
શિથિલવિથિલ ને શ્લથ
વંચનાથી લથપથ
ઢળી પડે છે
દિનાંતે
 
ત્રિજ્યાની વીથિકાઓ વિતથ છે :
એ સ્થાપે છે
ભ્રમણ ઉપર ભ્રમણાનું આધિપત્ય
ને ઉથાપે છે નાભિનું સત્ય
 
હું
શૂન્યનો અધિષ્ઠાતા
વર્તુળનો અધિપતિ
સ્થિર ઊભો છું
કેન્દ્રમાં
– જ્યાં
નિરવધિ અવકાશ અને અગતિ
ઘનીભૂત થયાં છે
 
હું જન્માંતરોથી
તારી રાહ જોઈ રહ્યો છું
નિષ્પલક નેત્રે
</poem>
 
== સ્થળસંહિતા ==
 
<poem>
(ચિરંતન વટેમારગુએ ચીંધ્યું ને વીંધ્યું તે આગ્રા, અંતર્મુખ નકશાઓમાં)
 
પીપલમંડીથી ૫ન્નીગલી : ૪
 
આગ્રામાં
સવાલ હોય તો એક જ છે :
શી રીતે પહોંચવું પીપલમંડીથી પન્નીગલી
 
એક તો પીપલમંડી ક્યાં છે તે કોઈ ખાતરીપૂર્વક કહેતું નથી
આ રહી પીપલમંડી – એવું કહેનારા
હોય છે માથાના ફરેલ અથવા મશ્કરા -
:::: એમની વાત પર ભરોસો પડતો નથી
ક્યારેક વળી કોઈ પરગજુ આંગળી ચીંધી બતાડે છે
તે પીપલમંડી
આપણે જેની ધારણા કરી છે તે પીપલમંડીથી
એટલી અલગ હોય છે કે આપણે આભારવશ થઈને પણ
વિચારમાં તો પડી જ જઈએ છીએ
કોઈક વળી આપણને રાવતપાડાના રસ્તે ચડાવી દે છે
પેઢીઓથી પીપલમંડીમાં વસેલાંને પણ
હજુ પીપલમંડી જડી નથી
ને કેટલાક પ્રકૃતિવશ
પીપલમંડીમાં પીપલમંડીથી અતડા રહે છે
 
જો કે
બધ્ધાંયને એક વાતની પાકી ખબર છે
કે પીપલમંડી છે ખરી
ને તે પણ આટલામાં જ
 
જિજ્ઞાસુઓ વિતંડા કરે છે
પીપલમંડીથી પન્નીગલી સુધીના અંતર વિષે
કોઈ કહે છે
ફાસલો કેવળ અઢાર ડગલાંનો છે
કોઈ કહે છે, ના, અઢાર ગજનો
અઢાર જોજનનો
અઢાર વર્ષનો અથવા અઢાર પ્રકાશવર્ષનો
 
આ બધી ધમાલમાં
પીપલમંડીના સંશોધકો વિસરી ગયા તે
સત્ય એ છે કે
જો પીપલમંડી
::::       સ્થળ હોય તો
:: એ છે અત્ર ને અનવદ્ય
:::: પળ હોય તો
::   એ છે સહજ ને સદ્ય
 
જેમ બે સત્ય વચ્ચે દ્વિધાનો અવકાશ બચતો નથી
એમ કશું જ અંતર નથી રહેતું
:::: અસ્થિ અને આસ્થા વચ્ચે
:::: સ્થાન અને પ્રસ્થાન વચ્ચે
:::: પીપલમંડી અને પન્નીગલી વચ્ચે
 
જે કોઈને જ્યારે જડી જશે પીપલમંડીનું આ સત્ય
પન્નીગલીની દિશામાં
એ સહજપણે એક ડગ માંડશે
કારણ સાવ સરળ છે :
અંતર અઢાર ગજનું હોય
અઢાર વર્ષનું હોય કે અઢાર પ્રકાશવર્ષનું
એને કાપવા
અગતિનું એક ડગલું તો ભરવું જ પડે છે
 
<small>પીપલમંડી : રાધાસ્વામી સતસંગ સાથે જોડાયેલું આગ્રાનું સ્થળવિશેષ.</small>
</poem>
 
== પંખીપદારથ : ૪ ==
 
<poem>
હજાર પાન
હજાર ફૂલ હજાર ફળ
હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે
ને એની એકાદ હથેળીમાં હાજર છે
એક પંખી
 
એટલું બધું જીવંત
કે મૃતક જેટલું સ્થિર
પંખીને મિષે પૂછી શકાત વાજબી પ્રશ્નો
યાયાવરીના અથવા યુયુત્સાના
પરંતુ ગુરુ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન
ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ?
વૃક્ષ ? ડાળ ? પાંદ ? ફૂલ ? ફળ ? પંખી ? ...
 
તંગ બનશે પ્રત્યંચા
એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક
 
સૌને ખબર છે :
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી
જેન દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી
જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી
જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી
 
પરંતુ
કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે
જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ
એ જ બનશે બાણાવળી
જે સ્વયં હશે વિદ્વ
તે જ કરશે સિદ્ધ
શરસંધાન
 
હજાર હજાર હાથવાળા વૃક્ષની
હજાર હજાર હથેળી પર
હજાર હજાર અભયમુદ્રા ધરીને
પંખી તો બસ હાજર છે
અણીની પળે
</poem>
 
== શબરી ચીતરવા વિશે ==
 
<poem>
વન ચીતરવું હોય તો પરથમ પ્હેલાં ઊભી લીટીઓ દોરવી પડશે.
કોઠાંની ને બીલાંની, ખેર, ખાખર ને કાંચકીની,
ફણસ, ફોફળ ને શ્રીફળીની લીટીઓ, સાગ, સાદડ, સીસમની સીસાપેણથી દોરવી પડશે અડોઅડ અને ખીચોખીચ. ઊર્ધ્વમુખી.
લીટીઓ, સાવ સીધી તો નહીં જ, – ગાંઠાળી, વાંકીચૂકી, ભમરાળી ને
કોઈ વનવાસીની કેડીની જેમ વાતવાતમાં ફંટાતી અસમંજસમાં
ને પક્ષીઓના અવાજને કારણે ક્ષણે ક્ષણે રંગ બદલતી.
પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનતવાળી. ટટ્ટાર ઊભી લીટીઓ.
(એ દાનતને લીધે તો ડાળીઓને માપવાના બધા ગજ ટૂંકા પડે છે ને
માપણી કરનારને મૂંઝવતી, આ ડાળીઓ તો અકળ રીતે વધતી જ રહે છે. ક્ષણે ક્ષણે.)
 
કોઈ ચિત્રકારને ફળફૂલપાંદડા ચીતરવાની ફિકર હોતી નથી.
એ બધું તો આપોઆપ થઈ ૨હે : કોઈને અણસારે ન આવે એમ
તાંબેરી, પોપટી ને પીળચટા રંગના ડબકાને ઝીણી ઝીણી નસો ફૂટી નીકળે ને
એનાં ચાંચ જેવાં દીંટાં ચપ્પ દઈ ઝાલી લે ઊભી લીટીઓને
ને બીજે દહાડે મળસ્કે જુએ તો ઝાકળેય બાઝ્યું હોય.
 
પ્હો ફાટે ને
ફાટમાંથી ઢોળાતી સવાર ચીતરવાની થાય ત્યારે ચિત્રકારની ખરી કસોટી થાય.
ખાસ્સે ઊંચેથી પાક્કુંગલ સીતાફળ નીચે પડે ને ફસડાઈ જાય તો
એની પેશીઓમાંથી પણ અંધારાના ગોટેગોટ વછૂટે એટલું ગાઢું અંધારું
આ વનમાં ખરે બપોરે રહે છે.
 
ધોળે દહાડે ઊડતા આગિયાના અક્ષર ચોખ્ખા વાંચી શકાય છે.
પાંદડે પાંદડે કાજળિયા રંગની પોશ ભરીને
હજાર હાથે આ વન હરઘડી અવનવી રાતો પાડ્યા કરે છે.
આકાશમાં કશેક ચન્દ્ર હશે તો ખરો,
અજાણતાં જ કપાઈ ગયેલા અમાસચૌદશના કાચા નખની કતરણ જેવડો;
પણ એના અજવાળામાં
આકાર માત્ર બની જાય છે ઓળો અને ઓળખ માત્ર બની જાય છે અંધારું :
આવી વખતે, ચિત્ર ઇચ્છે તેમ, ઊજળા રંગોને છોભીલા પાડવાનું સહેલું નથી.
 
એરુઝાંઝર તે ભેરુ ભેંકારના, સૂકાં પાંદડાંમાં ભરાયેલો પવન
રહીરહીને જીવતો થઈ જાય ને બેસાડી દે છાતીનાં પાટિયાં
બીજાં અઘરાં જરજનાવરાં ય હશે, ઝેરીલાં, દંશીલાં,
અડકે ત્યાં ઢીમણાં ને ચકામા કરી મૂકે એવાં હળાહળ
પણ આગંતુકને દીઠે કે પીઠે ઓળખનારાઓમાં તો
એકલી ખિસકોલીનો જ અછડતો ઉલ્લેખ મળે છે
એટલે એને ચીતર્યાં વિના છૂટકો નથી.
ખિસકોલી ને થડ બન્નેવનો રંગ છે ના સમજાય એવો ભૂખરો
ખિસકોલી થડથી સ્હેજ આછી છે પણ થડ ખિસકોલીથી ગાઢું નથી.
એ બન્ને વિખૂટાં પડી ન જાય એમ અલગ પાડવાનાં છે ચિત્રમાં.
વળી સ્થિર હોય એને તો ભૂલથીયે કોણ ખિસકોલી કહેશે?
ને ખિસકોલી તો એની ચટાપટાળી ચંચળતાને લીધે
એકી વખતે બધી જગ્યાએ હોય છે એ ભૂલવાનું નથી ને ચંચળતાને લીધે જ તો
એકી વખતે બધી જગ્યાએ હોવાનો અર્થ થાય છે બધી જગ્યાએ ન હોવું.
આમ છેવટે બચે છે તો કેવળ ચટાપટાળું હોવાન-ન હોવાપણું.
 
પેલી બાઈના સ્થિર શરીર પર
જ્યાં જ્યાં એ ખિસકોલી ચડી ગઈ હશે ત્યાં ત્યાં એ રંગના લસરકા મારવા પડશે.
એને મન તો, ખિસકોલી ચડી જાય કે ખાલી ચડી જાય – બધું સરખું છે.
 
એ સૂનમૂન બેઠી હોય છે ત્યારે
અદ્દલ બોરડીના ઝૈડા જેવી દેખાય છે, અંદરથી ઉઝૈડાતી.
ચણીબોર પડ્યાં પડ્યાં સુકાઈ જાય પછી બચે છે તે કરચલિયાળાં છોતરાંથી
અલગ નથી એની જીર્ણ ચામડીની ધૂંધળાશ. પેટ ખાખરાનું ચપટું પાન
ને ધૂળિયાં પાંસળાં પર લબડે સ્તનોના ઓઘરાળા.
એની દીંટડીઓે અને બોરના ઠળિયા વચ્ચે ભેદ પાડી શકાતો નથી.
ચૂંટતી વેળાએ કાંટો વાગતાં જે રાતો ટશિયો ફૂટેલો એનાથી જ
ચણીબોર દેખ્યાનો ને ચાખ્યાનો ભરમ થયો હોય તો ય કહેવાય નહીં.
એટલે રાતો ભરમ ઊભો કરવાનો છે ભરમ, રંગ વડે.
એક ઊભી લીટીએ બાઝેલું જીવતું બોર ચીતરી શકાય તો
સંભવ છે કે એ બાઈનું ગુજરાન ચાલી જાય
ને એ એકીટશે રાહ જોયા કરે ચિત્રમાં, આ કાગળ ફાટી જાય ત્યાં લગી.
 
એક રંગમાં બીજો ભેળવીએ તો નીપજે નવતર ત્રીજો,
એમ એ રજોનિવૃત્ત બાઈમાં રજોટાયેલી ખિસકોલી ભળી જાય તો
આપણને જોઈતો રાખોડી રંગ મળી જાય
ને આપણે ઉદાસ હોઈએ તો
આવા રાખોડી રંગના લીટાડા અને એ બાઈમાં ખાસ ફરક જ ના વરતાય.
એ બાઈ જે કોઈની રાહ જુએ છે
એના આવવાના ભણકારા સતત વાગ્યા કરે છે,
એ રાહ ચીતરવાની છે, એ ભણકારા ચીતરવાના છે,
એક ખૂણે, અહીંથી પસાર થઈ ગયેલા સૌનાં પડછાયાઓની થપ્પીઓ ચીતરવાની છે,
જેની રાહ જોવાય છે એ કદાચ આવી ગયું હોય તો
એનાં ચિહ્ન વગરનાં પગલાં ચીતરવાનાં છે,
એના પગે બાઝેલા ગોટલા, ઊપસેલી ભૂરી નસો સમેત, ચીતરવાના છે,
એની હથેળીમાંય, ઝાંખુંપાંખું તો ઝાંખુંપાખું, ખિસકોલીની પીઠનું ઓળખચિહ્ન હશે :
એને ય ચીતરવાના બહાને ચકાસી લેવાનું છે,
એ કદાચ ન આવી શકે તો એનું ન આવી શકવું ચીતરવાનું છે ને
એ બાઈની પલકારા વગરની, રાની પશુ જેવી નજર ચીતરવાની છે,
એની કદાપિ વૃદ્ધ ન થતી આંખોના ડોળા ચીતરવાના છે,
એમાંથી કાયમ ગળ્યા કરતું કોરું પાણી ચીતરવાનું છે,
એમાં કાયમી બળતરાની પિંગળરેખાઓ ચીતરવાની છે,
એવા સંજોગોમાં આ અંધારું ને આ ઘડપણ
:::: આ ઓરમાન સરીખું સગપણ
તો વધતું જ જવાનું
ને વનની બધી ડાળીઓ ય વધતી જ જવાની, વધતી જ જવાની, –
આ વધને માપવાના બધા ગજ ટૂંકા પડશે તો ચિત્ર કયા માપે ચીતરવાનું?
 
પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનત તો
હજી એવી ને એવી જ અકબંધ છે એટલે
અમે ચીતરવા બેઠા ઊભી લીટીઓ
ને ચીતરી બેઠા આડી લીટીઓ કવિતાની.
 
<small>(આ કવિતા અતુલ ડોડિયા માટે)</small>
</poem>
 
== ગૃહસ્થસંહિતા ==
'''ગૃહિણી : ૪'''
 
<poem>
કોકવાર
બારી કને બેસી
ભીના પવનની લહર પર
એ ભરે છે રબારી ભરત.
હું પાક્કા રંગીન દોરાની દડી હોઉં
એમ મારા મર્મસ્થળમાંથી ઉખેળતી જાય છે
મનગમતા રંગનો તાંતણો
છેક અંદરથી તાણીને.
 
અહીં હું ઊકલતો જાઉં છું
ને પણે ભરાતો જાય છે
કળાયલ મોર.
 
ચોરપગલે
અષાઢ મારી પીઠ પાછળથી સરકી જાય છે
પરપુરુષની જેમ.
</poem>
 
== ગૃહિણી : ૫ ==
 
<poem>
આસ્તે આસ્તે
અસ્તાચળે જઈ રહ્યો છે સંસાર.
નથી કોઈ ભાષા, નથી કોઈ ભંગિ :
અમે બેઠાં છીએ સામસામે.
વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં
તાજા કાપેલા પપૈયાની ચીર,
વિખરાયેલી કીડિયાસેર કાળાં મોતીની.
 
કેસરમાં ઝબોળેલા દ્વિજચન્દ્રમાંથી
દદડે છે રસ.
 
ગૃહિણીને એ જ વાતની તો ચિંતા છે :
આ પાક્કા પીળા રંગના ડાઘા
::: હવે કેમ કરીને જશે ?
</poem>
 
== છાપાવાળો છોકરો ==
 
<poem>
એ કોઈને મળતો નથી ને એને કોઈ મળતું નથી.
ન મળવાના ઇરાદાથી મળવા આવતો હોય તે રીતે એ દરરોજ આવે છે
ઉતાવળે ઉતાવળે. સાઇકલ પર. એટલી ઉતાવળમાં કે
આપણે ખબરઅંતર પૂછીએ ને એય સામે નવાજૂની પૂછે
એ રીતે એને ક્યારેય મળી શકાતું નથી.
 
કૉલેજના છેલ્લા વરસમાં હશે આ છાપાવાળો છોકરો? કે ઊઠી ગયો હશે?
દારૂડિયો હશે એનો બાપ? કે કોકે પતાવી દીધો હશે? બને કે વિધવા ફોઈ ભેગો
રહેતો હોય, વખાનો માર્યો. ઉસકે ચચાજાનકી ફેમ્લી, હો સકતા હૈ,
કરાંચીમેં સેટિલ હુઈ હો, – આમ તો સારા ઘરનો દેખાય છે, વલહાડના દેહઈ?
મોટી હત્યાવી? શિયા કે સુન્ની?–
આ બધા ગ્રે એરિયા છે છાપાળવી ઉદાસીના
ને માણસાઈના એવા ઇલાકાઓમાં કોઈ કોઈને મળી શકતું નથી.
ઘણી વાર એ સાઇકલ પરથી પડી જાય છે.
કેમ આજે છાપું આટલું બધું ગંદું થયું છે? બધા પૂછે છે.
એની કોણી છોલાયલી છે પેડલ પર જમણા પગનું જૂતિયું દબાવતાં
એ ચીલાચાલુ જવાબ આપે છે : આખી થપ્પી પડી ગઈ’તી કાદવમાં.
પણ માટીને બદલે છાપાનાં પાનિયાં પર લાલ ડાઘા શાનાં છે?
ને પાને પાને આરડીએક્સના ઉલ્લેખો કેમ કરેલા છે?
એ ગલ્લાંતલ્લાં કરે છે : આવા લોકોનો તો કેમનો ભરોસો કરી શકાય?
જિંદગીમાં કેવા કેવા દહેશતનાક લોકો મળી જાય છે?
 
ઘણી વાર લાગલાગટ એકબે મહિના સુધી એના કોઈ સમાચાર નથી હોતા
જાણે ક્યાંક આડે હાથે મુકાઈ ગયો ન હોય, આપણા જ ઘરના માળિયે –
કબાડીની રાહ જોતો. પછી અચાનક દેખા દે છે ત્યારે એ હોય છે ચોળાઈ ગયેલો,
ધૂળિયો ને સાવ પીળો પડી ગયેલો, – પૂછીએ કે કેમ ‘લ્યા?
તો કહેશે, કમળો થયો’તો, સાહેબ.
એનો શેઠ પાછો પૂરો શઠ છે. ચેપી રોગવાળાને તો કોણ નોકરીએ રાખે?
છેલ્લે એના જેવું કોક પસ્તીવાળાને ત્યાં જોવા મળેલું...
::: પણ આવું જોવા મળવું એને મળવું તો કેમ કહી શકાય?
 
આજે પણ
એ હમણાં જ છાપું નાખીને ગયો છે.
નવોનક્કોર અથવા રદ્દી. સર્વનામ જેટલો સંદિગ્ધ. એના ચહેરાને મ્હોંકળા નથી.
હું પહેલા પાના પર નજર ફેરવું છું : હેડલાઈન આજે પણ એની એ જ?
હવે તો એના શેઠને ફરિયાદ કરવી જ પડશે :
આમ દરરોજ વાસી છાપું નાખી જાય
ચાલતી સાઇકલે, તે તો કેમ ચાલે?
ને બૂમ પાડીએ તો પાછો ઊભોય નથી રહેતો, મળવા...
 
હું એના ચાલ્યા જવાની દિશામાં જોઉં છું
નોર્થ અથવા ઈસ્ટ અથવા વેસ્ટ અથવા સાઉથ
એક ધડાકો થાય છે : નક્કી બિચારાની સાઇકલનું ટાયર ફાટ્યું લાગે છે
અથવા...
એ જે હોય તે, એને મળી શકાતું નથી.
</poem>
 
== બનારસ ડાયરી-૧૩ ==
 
<poem>
ઘાટ
ધીરે ધીરે પગથિયાં ઊતરી રહ્યા છે જાહ્નવીની જળરાશિમાં
પટ પર ઠેરઠેર ફૂટી નીકળ્યા છે બિલાડીના ટોપ
તળે ઇન્દ્રાસન પાથરીને બિરાજમાન જીવજંતુડાં
પોતાને સમજે છે ઇન્દ્રગોપ.
 
અચાનક તૂટે છે એક તંતુ કબીરનો
 
એને કોઈ ભાગીરથી કહે તે પસંદ નથી
કાશીવિશ્વનાથની જટા પર નાછૂટકે પડતું મૂકેલું એની
હજુ સુધી વળી ન હોય કળ
એમ એનાં જળ શોધ્યા કરે છે ખોવાઈ ગયેલું નિજનામ
 
કબીર વીજળીનો તાંતણો મ્હોંમાં મમળાવે છે
ને પરોવે છે પળના છિદ્રમાં
 
શ્રાદ્ધાન્નની ઢગલીઓને લીધે
ભરામણની તોંદ છે ઉત્તુંગ અને અશ્લીલ,
અન્નનળીને બાઝી છે લીલ, પિત્તની,
એને ચંડાલ બનાવી મૂકે છે બપોરની ઊંઘ. એના ખુલ્લા રહી ગયેલા
મ્હોંમાં ગંગામૈના હગાર કરી જાય છે. ગંગાનું વહેણ
બનારસથી લગાર આઘું હટી જાય છે એના પાદવાથી
 
તુલસીનું પત્ર, બાજરાનો દાણો ને ગોળની કાંકરી
પેટપૂજા કરીને પીરના તકિયા જેવા એક પથરાને કબીર અઢેલે છે
ને એ પોચું ગાભલું જાય છે
 
કાશીની કરવતથી કશુંય કપાતું નથી : પંડાની ગરદન સુધ્ધાં
એની રૂદરાખની માળા નરકે સિધાવે છે
જોકે, જજમાનને
બચાડાને એની કશી ખબર નથી.
 
કબીર મહેનતુ માણસની જેમ એક બાગસું ખાય છે
જોકે કોઈ શાગિર્દને એમાં વિશ્વરૂપનું દર્શન થતું નથી
 
એક તરફ સત્યજિત ‘અપરાજિત’નું એક દૃશ્ય
કબૂતરોનાં ઊડતા ઝુંડની ભાષામાં ટપકાવી લે છે નોટબુકમાં
ત્યારે બીજી તરફ તંબોળી
લવિંગની કટારીથી છેદે છે નિજનો હૃદયાકાર :
ભારે હૈયે ચાંદીની તાસકમાં મૂકે છે
બનારસી પાનનું બીડું
 
કબીરે ગલોફામાં ઘાલી રાખ્યા છે શબદ :
મઘઈ કલકત્તી બનારસી
ને એનું અમરત દદડે છે રાતા હોઠને ખૂણેથી
ને પૃથ્વી ત્રમત્રમતું ઇજમેટનું ફૂલ બની જાય છે.
 
બનારસી સાડીની દુકાનનો વાંઢો ગુમાસ્તો, દુકાન વધાવતાં પહેલાં
પાલવના વણાટના જરિયાન વેલબુટ્ટા સિફતથી તફડાવી લે છે :
આખી રાત એને ચોંટાડ્યા કરશે
હુસ્નાબાઈ કે બડી મૈના બાઈના સૂરીલા બદન પર
 
એક ચાદર હવે વણાઈ રહેવા આવી છે. સાવ સાદી, સુતરાઉ, સફેદ
ભાત ભરત વિનાની. ઘરાક આવે છે, મન કરીને મોઘાં મૂલે વ્હોરે છે ને
મરજી મુજબની ભાત ને મરજી મુજબના ડાઘા પાડ્યા કરે છે :
શું થાય? બિચારાને મન છે ને...?
 
પ્રાતઃ સંધ્યાનું પેલું પારિજાતક ને સાયંસંધ્યાનો આ દશાશ્વમેધ,
અજવાળાંની અસંખ્ય કેસરકળીઓ ખેરવે છે, -
એની સુગંધની ઓકળીઓને સૌ ગંગાઆરતી કહે છે
સ્તનોમાં માંસલ મરસિયાં છે અને સાથળમાં સૂનકાર :
અસંખ્ય વિજોગણી ધોળી ધજાઓ ફડફડે છે, મરણ સાથે સુલેહ કરવા.
ટચૂકડી ચિતાઓ નૌકાવિહાર કરે છે લીલાં પાંદડાંની હોડકીઓમાં
 
હવે સ્હેજ નવરા પડેલા કબીર ગાલિબને વ્યથાપૂર્વક પૂછે છે : અરે મિર્ઝા,
કા હુઆ આપકે પિન્સનકા? પરિસાની કમ હુઈ કે નહિં?
 
કોતવાલીમાં સન્નાટો પથરાય છે : કંપની બહાદુર જેવાં
અંધારાં ફેલાય છે.
બનારસની રાત ગહેરાઈને જરા ધૃષ્ટ જરા પુષ્ટ બને છે :
ઠુમરી ચૈતી ઝૂલા હોલી
  વરણા અસી સે કરત ઠિઠોલી :
ગિરિજાબાઈ છેડે છે કજરી
હિલિમિલિ કે ઝૂલા સંગ ઝુલૈં સબ સખિ પ્રેમભરી
રસૂલનબાઈના અંગેઅંગથી ટપકે છે ઠુમરીનું પૂરબ અંગ
ત્યારે નજીક ને નજીક આવી રહેલા પરોઢિયાના રંગ પર
પાક્કો ભરોસો બેસી જાય છે. કોઈ અર્જ કરે છે....ને
ઈશ્વર અને અલ્લા એક જ તકિયે અઢેલીને
ઝૂમી ઊઠે છે : ઇર્શાદ
 
અચાનક કોઈ મુશાયરાની શમાદાન અમારી નજીક લાવીને મૂકે છે
મણિકર્ણિકાની જેમ એને પણ ત્રણ જ ક્રિયાપદોની ખબર છે :
બળવું, ઓગળવું અને રઝળવું ધૂમ્ર થઈને.
હું અને ગાલિબ ખાનાબદોશ છીએ
કબીર ખામોશ.
 
મુલાહિજા ફરમાઈયે : કહીને અમે સંભળાવીએ છીએ
એક સહિયારી નઝમ :
 
તઆલિલ્લા બનારસ ચશ્મે બદ્દૂર૧
બહિશ્તે ખુર્રમો ફિરદૌસ મામૂર
 
યહી તો હૈ તોરી ગંગાકા હુનર
તવાયફ કે ગલેમેં ભી બસા નૂર
 
મુરીદોં કી ગલી બદનામ સી હૈ
શરીફોં કા મોહલ્લા તો બહોત દૂર
 
શહર ખુદ હિ હૈ રિન્દાના ઘરાના
યહાઁ હર ઝિન્દા હર મુર્દા હૈ મખ્મૂર


<small>(૧. આ પ્રથમ શેર ગાલિબનો છે. ઓ બનારસ, હું દુઆ કરું છું કે તને કોઈની બૂરી નજર ન લાગે, ઓ પ્રસન્નતાના ઇન્દ્રલોક, ઈશ્વરના આદેશથી તું નિયુક્ત થઈ છે સ્વર્ગપુરી.)</small>
[[Category:કવિતા]]
</poem>
[[Category:અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી]]