ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/મણિલાલ છોટાલાલ પારેખ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:50, 30 January 2026
જ્ઞાતે વણિક, રાજકોટના વતની; જન્મ સન ૧૮૮૫માં રાજકોટમાં થયો હતો. પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ રંભાબાઈ છે; લગ્ન સન ૧૯૦૨માં ખાખીજાલીઆમાં શ્રીમતી પ્રાણકુમારી સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું; કૉલેજ શિક્ષણ બહાઉદ્દીન કૉલેજ જુનાગઢ અને વિલ્સન કૉલેજ મુંબઈમાં લીધું હતું. યુનિવર્સિટીની બધી પરીક્ષાઓ બીજા વર્ગમાં પાસ કરી હતી અને બી. એ; ની ડીગ્રી સન ૧૯૦૮ માં મેળવી હતી.
લેખનકાર્ય અને ધાર્મિક વિચાર એ એમને મુખ્ય વ્યવસાય છે, અને ધર્મને અભ્યાસ એ એમને પ્રિય વિષય છે.
ગુજરાતી નવ શિક્ષિત વર્ગમાંથી ધર્મને પોતાના જીવનનું કેન્દ્ર બનાવ્યું હોય, એવાઓમાં મણિશંકર રત્નજી ભટ્ટ પછી તેમનું નામ અગ્રસ્થાન લે છે, ધર્મિક વિચારે એમના જીવનમાં ખૂબ પરિવર્તન આણેલું છે, અને પોતે જે જાણ્યું, અનુભવ્યું તેનો લાભ અન્યને આપવા તે સતત્ પ્રયત્ન કરતા રહ્યા છે, અને તે નિમિત્ત સંખ્યાબંધ પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતીમાં તેમણે લખ્યા છે; તે મનનીય માલુમ પડશે, તેમ તે પરથી તેમની શક્તિ વિષે આપણને માન પેદા થશે. ખરે, તેમની પ્રવૃત્તિ પ્રશસ્ય છે, તે લોકોપકારી થઈ પડો.
–: એમની કૃતિઓ :–
—:એમની કૃતિઓ:—
| (૧) | Mahatma Gandhi (An Essay in Appreciation) | ૧૯૨૨ |
| (૨) | ઈશુ ખ્રિસ્તનું પૂર્ણ મનુષ્યત્વ (અનુવાદ) | ૧૯૨૨ |
| (૩) | સેવાનું રહસ્ય (અનુવાદ) | ૧૯૨૮ |
| (૪) | હિન્દુસ્થાનમાં ક્ષયરોગ | ૧૯૨૪ |
| (૫) | સામર્થ્યનું વિજ્ઞાન (અનુવાદ) | ૧૯૨૫ |
| (૬) | Brahmarshi Keshav Chunder Sen | ૧૮૨૬ |
| (૭) | Raja Ram Mohan Roy | ૧૯૨૭ |
| (૮) | The Brahma Samaj | ૧૯૧૯ |
| (૯) | ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસ | ૧૯૨૭ |
| (૧૦) | યોહાનની સુવાર્તાની ટીકા | ૧૯૨૮ |
| (૧૧) | બ્રહ્મબોધ | ૧૯૨૮ |
| (૧૨) | સ્ત્રીઓનો કાર્યપ્રદેશ (અનુવાદ) | ૧૯૨૮ |
| (૧૩) | પ્રજાનો પ્રેમ (અનુવાદ) | ૧૯૨૮ |
| (૧૪) | ઈશ્વરના સાન્નિધ્યનો સન્યાસ (અનુવાદ) | ૧૯૨૮ |
| (૧૫) | એક ગ્રામ્ય સેક્રેટીસ (અનુવાદ) | ૧૯૩૦ |
| (૧૬) | પ્રાર્થનાનું રહસ્ય (અનુવાદ) | ૧૯૩૫ |
| (૧૭) | જીવન–વેદ (અનુવાદ) | ૧૯૩૫ |
| (૧૮) | Shri Swami Narayana | ૧૯૩૬ |
આ ઉપરાંત એમણે ગુજરાતીમાં કેટલીક પુસ્તિકાઓ ઉતારી પ્રકાશિત કરેલી છે.