રસસિદ્ધાંત—એક પરિચય/ભરતના રસસૂત્રમાં યોજાયેલી પરિભાષાના અર્થસંકેતો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
સ્થાયિભાવની સંજ્ઞા આ રીતે માનવમાત્રમાં રહેલી મૂળભૂત વૃત્તિ કે ભાવને અનુલક્ષે છે. પણ રસતત્ત્વની દીર્ઘકાલીન ચર્ચાવિચારણાઓમાં સ્થાયિભાવોના સ્થાન કે સંદર્ભ પરત્વે એકથી વધુ ભૂમિકાઓ જોવા મળે છે અને તેની નોંધ લેવાનું અહીં પ્રાપ્ત થાય છે.

(૧) સ્થાયિભાવનું એક અધિષ્ઠાન તે સામાજિક છે. આ સામાજિકના ચિત્તમાં સ્થાયિભાવો જન્મજાત વૃત્તિઓ રૂપે રહ્યા હોય છે. અભિનવે રસનિષ્પત્તિની વિચારણામાં, આપણે આગળ વિગતે જોઈશું કે, સામાજિકના સ્થાયિભાવોને કેન્દ્રમાં આણ્યા છે. તેમનું એવું પ્રતિપાદન રહ્યું છે કે કાવ્યનાટકાદિમાં રજૂ થતા વિભાવાદિના યોગે સામાજિકમાં સુષુપ્તપણે પડી રહેલા સ્થાયિભાવો જ સાધારણીકૃત રૂપમાં ઉદ્‌બુદ્ધ થઈ ઊઠે છે અને પોતાના એ સાધારણીકૃત સ્થાયિભાવોને જ તે રસરૂપે પ્રતીત કરે છે. તેના સ્થાયિભાવેનું સાધારણીકૃત રૂપ એ જ રસ સ્વયં. અહીં આપણે એમ નોંધવાનું છે કે, સામાજિકમાં ઉદ્‌બુદ્ધ થતા સર્વ સ્થાયિભાવોને કાવ્યનાટકના તત્સમ ભાવો જોડે અનુસંધાન છે. આ સંદર્ભમાં આપણે સામાજિકને સ્થાયિભાવોના અધિષ્ઠાન તરીકે સ્વીકારાતો જોઈએ છીએ. જોકે કાવ્યનાટકના યોગે જાગ્રત થતા એ સ્થાયીઓ તેના અંગત ભાવો રહેતા નથી, એટલે અભિનવે ‘સ્થાયિવિલક્ષણો રસઃ’ એમ કહીને રસની સ્થાયિભાવથી ભિન્નતા રેખાંકિત કરી આપી છે.

(૨) અભિનવની રસમીમાંસામાં સમસ્ત નાટક કે કાવ્યમાં વ્યાપી રહેલા કોઈ એક સ્થાયિભાવનો વિચાર પણ મળે છે.૧૩ મુખ્ય પાત્રની પ્રધાન ચિત્તવૃત્તિ રૂપે એ આખી કૃતિમાં વ્યાપી રહ્યો હોય છે. કૃતિનાં પ્રધાન-ગૌણ બધાંયે પાત્રોનું મુખ્ય પાત્રના સંવિદ્‌માં પ્રતિબિંબ પડતું હોય છે. એ રીતે કૃતિમાં મુખ્ય પાત્રનો સ્થાયિવિશેષ તે સમસ્ત કૃતિનો સ્થાયિવિશેષ બની રહે છે. વિવિધ પાત્રો અને પ્રસંગો નિમિત્તે રજૂ થતા પ્રધાન-ગૌણ અસંખ્ય ભાવોને આત્મસાત્‌ કરીને તે ઉપચય પામે છે. નાટક અને મહાકાવ્ય જેવાં વિશાળ પટનાં સ્વરૂપોમાં રતિ આદિ પુરુષાર્થનિષ્ઠ સ્થાયીઓ પૈકીનો કોઈ એક સ્થાયી પ્રધાન ભાવરૂપે આલેખાવો જોઈએ એમ અભિનવ કહે છે.૧૪<ref>૧૪. ‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૮૨) – ‘ભારતી’ની ચર્ચા.<br>{{gap}}‘તત્ર પુરુષાર્થ નિષ્ઠાઃ કાશ્ચિતસંવિદ્‌ ઇતિ (એવ) પ્રધાનામ્‌ | તદ્યથા-રતિઃ કામઃ તદનુષઙિ્‌ગધર્માર્થનિષ્ઠા | ક્રોધસ્તત્પ્રધાનેષ્વર્થનિષ્ઠઃ | કામધર્મપર્યવસિતોઽપ્યુત્સાહઃ સમસ્ત ધર્માદિપર્યવસિતઃ | તત્ત્વજ્ઞાનજનિતનિર્વેદપ્રાયો વિભાવો મોક્ષોપાય ઇતિ તાવદેષાં પ્રાધાન્યમ્‌ | ...</ref> પણ અહીં આપણે લક્ષમાં રાખવાનું છે કે આ પ્રકારનો કૃતિમાં વ્યાપકપણે પ્રવર્તતો મુખ્ય સ્થાયી અન્ય સ્થાયીઓ અને વ્યભિચારીઓનો ઉપચય કરીને પુષ્ટ થયો છે. કૃતિનો આ સ્થાયી, એક રીતે, સામાજિકના ચિત્તમાં સુષુપ્ત રહેલા સ્થાયીઓથી ભિન્ન કોટિનો છે. કળાના રૂપમાં એને વિશેષ ‘અર્થ અને ‘આકાર’ મળ્યો છે.
(૨) અભિનવની રસમીમાંસામાં સમસ્ત નાટક કે કાવ્યમાં વ્યાપી રહેલા કોઈ એક સ્થાયિભાવનો વિચાર પણ મળે છે.૧૩<ref>૧૩. ‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૬૬) – ‘ભારતી’ની ચર્ચા. <br>{{gap}} ‘તત્ર નાટ્ય નામ નટગતાભિનયપ્રભાવસાક્ષાત્કારાયમાણૈકધનમાન-સનિશ્ચલાધ્યવસેયઃ સમસ્તનાટકાદ્યન્યતમકાવ્યવિશેષાચ્ચ દ્યોતનીયોઽર્થઃ | સ ચ યદ્યપ્યનન્તવિભાવાધાત્મ તથાપિ સર્વેષા જડાનાં સંવિદિ તસ્યાશ્ચ ભોક્તરિ ભોક્તૃવર્ગસ્ય ચ પ્રધાને ભોક્તરિ પર્યવસાન્નાયકામિધાનભોક્તૃવિશેષસ્થયિચિત્તવૃતિસ્વભાવઃ|’</ref> મુખ્ય પાત્રની પ્રધાન ચિત્તવૃત્તિ રૂપે એ આખી કૃતિમાં વ્યાપી રહ્યો હોય છે. કૃતિનાં પ્રધાન-ગૌણ બધાંયે પાત્રોનું મુખ્ય પાત્રના સંવિદ્‌માં પ્રતિબિંબ પડતું હોય છે. એ રીતે કૃતિમાં મુખ્ય પાત્રનો સ્થાયિવિશેષ તે સમસ્ત કૃતિનો સ્થાયિવિશેષ બની રહે છે. વિવિધ પાત્રો અને પ્રસંગો નિમિત્તે રજૂ થતા પ્રધાન-ગૌણ અસંખ્ય ભાવોને આત્મસાત્‌ કરીને તે ઉપચય પામે છે. નાટક અને મહાકાવ્ય જેવાં વિશાળ પટનાં સ્વરૂપોમાં રતિ આદિ પુરુષાર્થનિષ્ઠ સ્થાયીઓ પૈકીનો કોઈ એક સ્થાયી પ્રધાન ભાવરૂપે આલેખાવો જોઈએ એમ અભિનવ કહે છે.૧૪<ref>૧૪. ‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૮૨) – ‘ભારતી’ની ચર્ચા.<br>{{gap}}‘તત્ર પુરુષાર્થ નિષ્ઠાઃ કાશ્ચિતસંવિદ્‌ ઇતિ (એવ) પ્રધાનામ્‌ | તદ્યથા-રતિઃ કામઃ તદનુષઙિ્‌ગધર્માર્થનિષ્ઠા | ક્રોધસ્તત્પ્રધાનેષ્વર્થનિષ્ઠઃ | કામધર્મપર્યવસિતોઽપ્યુત્સાહઃ સમસ્ત ધર્માદિપર્યવસિતઃ | તત્ત્વજ્ઞાનજનિતનિર્વેદપ્રાયો વિભાવો મોક્ષોપાય ઇતિ તાવદેષાં પ્રાધાન્યમ્‌ | ...</ref> પણ અહીં આપણે લક્ષમાં રાખવાનું છે કે આ પ્રકારનો કૃતિમાં વ્યાપકપણે પ્રવર્તતો મુખ્ય સ્થાયી અન્ય સ્થાયીઓ અને વ્યભિચારીઓનો ઉપચય કરીને પુષ્ટ થયો છે. કૃતિનો આ સ્થાયી, એક રીતે, સામાજિકના ચિત્તમાં સુષુપ્ત રહેલા સ્થાયીઓથી ભિન્ન કોટિનો છે. કળાના રૂપમાં એને વિશેષ ‘અર્થ અને ‘આકાર’ મળ્યો છે.
(૩) પ્રાચીન રસમીમાંસકોમાં લોલ્લટે રસની ‘ઉત્પત્તિ’નો સિદ્ધાંત રજૂ કર્યો છે. તેમની ચર્ચામાં નાટકમાં પ્રવેશ પામેલાં પણ મૂળ ઐતિહાસિક એવાં પાત્રોના સ્થાયિભાવોનો ઉલ્લેખ આવે છે. તેમનું એમ કહેવું છે કે યોગ્ય ‘કારણ’ મળતાં આ પાત્રોમાં સ્થાયિભાવો ‘ઉત્પન્ન’ થાય છે, અને યોગ્ય પોષણ મળતાં તે ‘પુષ્ટ’ બને છે. આવો પરિપુષ્ટ સ્થાયી સ્વયં રસ રૂપ છે, કહો કે રસની કોટિએ પહોંચે છે. અહીં મૂળ ઐતિહાસિક પાત્રોના સ્થાયિભાવોનો ઉલ્લેખ છે તે આપણે લક્ષમાં રાખવાનું છે.

(૪) શ્રીશંકુકની રસમીમાંસામાં સ્થાયિભાવોના અધિષ્ઠાનને લગતી વળી એક ભિન્ન ભૂમિકા જોવા મળે છે. તેઓ એમ કહે છે કે તખતા પર અભિનય કરતાં નટનટીઓ અનુકાર્ય રામાદિની ‘અનુકૃતિ’ કરે છે, અર્થાત્‌ તેઓ વિભાવાદિ સમેત સ્થાયિભાવોની ‘અનુકૃતિ’ રજૂ કરે છે. એ સ્થાયિભાવો એ રીતે તેમના અંગત ભાવો હોતા નથી. રસ-વિચારણામાં નટનટીઓ દ્વારા અનુકૃત સ્થાયિઓનો ખ્યાલ આગવા પ્રશ્નો ઊભા કરે છે તે આપણે આગળ જોઈશું.