રસસિદ્ધાંત—એક પરિચય/ભટ્ટ નાયકનો ‘ભોગીકરણવાદ’: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ભટ્ટ નાયકનો ભોગીકરણવાદ}}
{{Heading|ભટ્ટ નાયકનો ભોગીકરણવાદ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રસવિચારણાના વિકાસમાં શ્રીશંકુક પછી ભટ્ટ નાયકનો ભોગીકરણનો સિદ્ધાંત એક મહત્ત્વનું સોપાન બની રહે છે. ભરતના સૂત્રની પોતાની વ્યાખ્યા-વિચારણા રજૂ કરતાં પહેલાં પોતાના પુરોગામી આચાર્યોના મતની તેમણે પણ સમીક્ષા કરી છે. આ વિશે આરંભમાં જ તેમણે પણ એમ કહ્યું છે કે, લોલ્લટાદિ આચાર્યો માને છે તેમ, રસ કંઈ ‘ઉત્પન્ન’ થતો નથી; શ્રીશંકુક માને છે તેમ એ ‘અનુમાન’થી પણ પ્રતીત થતો નથી; અને આનંદવર્ધન માને છે તેમ એની ‘અભિવ્યક્તિ’ પણ થતી નથી. તેમનું કહેવું છે કે રસ માત્ર ‘ભોગવાય’ છે, એટલે કે તેને આસ્વાદ લઈ શકાય છે, પરંતુ કોઈ પણ પ્રકારે જ્ઞાનની પ્રતીતિનો તે વિષય બનતો નથી.

Line 15: Line 14:
‘તસ્માત્કાવ્યે દોષાભાવગુણાલઙ્‌કારમયત્વલક્ષણેન નાટ્યે ચતુવિધામિનયરૂપેણ નિબિડનિજમોહઙ્‌કટકારિણા વિભાવાદિસાધારણીકરણાત્મનાડભિધાતો દ્વિતીયેનાંશેન ભાવકત્વવ્યાપારેણ ભાવ્યમાનો રસોડનુભવસ્મૃત્યાદિવિલક્ષણેન રજસ્તનોડનુવેધવૈચિત્ર્યબલાદ્‌-દ્રુતિવિસ્તાર વિકાસલક્ષણેન સત્ત્વોદ્રેકપ્રકાશાનન્દમયનિજસં વિદ્વિશ્રાન્તિલક્ષણેન પરવ્રહ્યા-સ્વાદસવિધેનભોગેન પરં ભુજ્યત ઇતિ |’ (ના.શા., p. ૨૭૭)

તેથી, કાવ્યમાં દોષાભાવ તથા ગુણાલંકારમય હોવાનાં લક્ષણવાળા તેમજ નાટકમાં ચતુર્વિધ અભિનયરૂપ, પોતાનામાં રહેલા ગાઢ મોહનું નિવારણ કરનાર વિભાવાદિના સાધારણીકરણરૂપ, અભિધા ઉપરાંતના બીજા અંશરૂપ ભાવકત્વ વ્યાપારથી ભાવિત થયેલો રસ, (જે) અનુભવ, સ્મૃતિ આદિથી વિલક્ષણ રજોગુણ તેમજ તમેગુણના અનુવેધથી સંભવતા વૈચિત્ર્યના પ્રભાવથી (ચિત્તના) દ્રવ વિસ્તાર તથા વિકાસરૂપ, સત્ત્વોદ્રેકના પ્રાધાન્યને પરિણામે પ્રકાશ તથા આનંદરૂપ સાક્ષાત્કારજન્ય આત્મસંવિદ્‌ની વિશ્રાન્તિરૂપ, પરમ બ્રહ્મના આસ્વાદ જેવો, ભોગ-વ્યાપારથી ભગવાય છે.

આ વિચારણામાંથી ભાવકત્વવ્યાપાર વિશે શ્રી જયંત કોઠારીએ નીચેના મુદ્દાઓ તારવ્યા છે :૨૨<ref>૨૨. શ્રી જયંત કોઠારી : ‘અનુક્રમ’માં ગ્રંથસ્થ ‘ભટ્ટ નાયકનો ભાવના વ્યાપાર’ લેખમાંથી ઉદ્‌ધૃત અંશ.</ref>
આ વિચારણામાંથી ભાવકત્વવ્યાપાર વિશે શ્રી જયંત કોઠારીએ નીચેના મુદ્દાઓ તારવ્યા છે :<ref>શ્રી જયંત કોઠારી : ‘અનુક્રમ’માં ગ્રંથસ્થ ‘ભટ્ટ નાયકનો ભાવના વ્યાપાર’ લેખમાંથી ઉદ્‌ધૃત અંશ.</ref>
૧. ભાવકત્વ એ કાવ્યનાટકનો અભિધા ઉપરાંતનો એક બીજો વ્યાપાર છે.

૨. કાવ્યમાં એ દોષાભાવ-ગુણાલંકારરૂપ છે અને નાટકમાં એ ચતુર્વિધ અભિનયરૂપ છે

Line 48: Line 47:
રસપ્રતીતિના સ્વરૂપની ચર્ચામાં ભટ્ટ નાયકે એક એવી ભૂમિકા રજૂ કરી હતી કે, કૃતિમાં રજૂ થતાં વિભાવાદિ લૌકિક કોટિની વ્યક્તિઓ અને પદાર્થો કરતાં ભિન્ન કોટિનાં સંભવે છે. એમ જો ન હોત તો તો રામાદિ જેવાં લોકોત્તર પાત્રો જોડે સામાજિકને પૂરું તાદાત્મ્ય સાધવાનું મુશ્કેલ બની જાત. અભિનવ ભટ્ટ નાયકની એ ભૂમિકાને અનુલક્ષીને ટીકા કરે છે કે, રામાદિ લોકોત્તર પાત્રો જોડે તાદાત્મ્ય સાધવાની બાબતમાં પણ ખાસ મુશ્કેલી રહેતી નથી. સામાજિકના ચિત્તમાં તેના અસંખ્ય પૂર્વજન્મોની વાસનાઓ અને સંસ્કારો સુષુપ્ત રૂપમાં સંચિત થઈને રહ્યાં જ હોય છે. એટલે રામાદિ લોકોત્તર પાત્રો જોડે તાદાત્મ્ય સાધવાની બાબતમાં કોઈ અંતરાય નડતો નથી. સામાજિકના ચિત્તમાં વિશ્વજીવનના અનંત પદાર્થો અને વ્યક્તિઓની સ્મૃતિઓ અને સાહચર્યો દટાઈને પડ્યાં હોય છે, એટલે વિવિધ વિભાવાદિઓના યોગે તેનાં સુષુપ્ત રૂપો અને સંસ્કારો જાગ્રત થઈ ઊઠે છે. તાત્પર્ય કે વિભાવાદિની લોકોત્તરતા કે વિલક્ષણતા સામાજિકના રસાસ્વાદમાં અંતરાય રચતી નથી.

ભટ્ટ નાયકે કાવ્યનાટકાદિના શબ્દમાં અભિધા ઉપરાંત ‘ભાવના’ કે ‘ભાવકત્વ’ અને ‘ભોગીકરણ’ જેવા બે વ્યાપારો સ્વીકાર્યા. અભિનવનું કહેવું છે કે ‘ભાવના’ અને ‘ભોગીકરણ’ના વ્યાપારોને ‘ધ્વનિવ્યાપાર’માં સમાવી શકાય. આવા બે અલગ વ્યાપારો સ્વીકારવાની જરૂર નથી, ‘ભાવનાવ્યાપાર’ના પ્રવર્તનમાં ‘દોષાભાવ’ અને ‘ગુણાલંકાર’નો યોગ અપેક્ષિત છે જ, અને ‘ભોગીકરણ’ વ્યાપારમાંય રસનાં વિઘ્નોનું નિવારણ અપેક્ષિત છે. તો આ બંને કાર્યો ‘ધ્વનિવ્યાપાર’થી થાય છે જ.{{Poem2Close}}

<hr>
'''ટીકા-ટિપ્પણીઓ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2