સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/શકુંતલા રસદર્શન: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
આમ કરવાને તેમણે મૂળમાં બે દૃષ્ટિએ ફેરફારો કર્યા છે. એક તો આ જમાનામાં જે ન બને તે કાઢી નાખ્યું છે. બીજું ઔચિત્યની દૃષ્ટિએ પણ તેમને કાલિદાસની વસ્તુમાં કેટલાક ફેરફારો કરવા આવશ્યક લાગ્યા તે તેમણે કર્યા છે. ઉદાહરણ, શાકુન્તલમાં છઠ્ઠા અંકમાં રાજાનો અસ્વીકાર સહન કરીને શકુન્તલા પુરોહિતની પાછળ જાય છે. શકુન્તલામાં તેમને ‘આ પરાધીનતા યોગ્ય લાગતી નથી’ એટલે તેઓ નરેન્દ્ર (દુષ્યન્ત) આગળ એકલા સારંગધરને મોકલે છે. | આમ કરવાને તેમણે મૂળમાં બે દૃષ્ટિએ ફેરફારો કર્યા છે. એક તો આ જમાનામાં જે ન બને તે કાઢી નાખ્યું છે. બીજું ઔચિત્યની દૃષ્ટિએ પણ તેમને કાલિદાસની વસ્તુમાં કેટલાક ફેરફારો કરવા આવશ્યક લાગ્યા તે તેમણે કર્યા છે. ઉદાહરણ, શાકુન્તલમાં છઠ્ઠા અંકમાં રાજાનો અસ્વીકાર સહન કરીને શકુન્તલા પુરોહિતની પાછળ જાય છે. શકુન્તલામાં તેમને ‘આ પરાધીનતા યોગ્ય લાગતી નથી’ એટલે તેઓ નરેન્દ્ર (દુષ્યન્ત) આગળ એકલા સારંગધરને મોકલે છે. | ||
અસ્તુ! પણ આ ફેરફારો કરવાનાં કેટલાંક પરિણામો રસને હાનિ કરે છે તેનું શું? શાકુન્તલનું કરુણમાં કરુણ દૃશ્ય તેનો છઠ્ઠો અંક શેને લીધે? પતિ પરિણીતાનો અસ્વીકાર કરે તેને લીધે! એ દૃશ્યમાંથી શકુન્તલાને લઈ લો એટલે એમાં કશું જ બાકી રહ્યું નહિ. આ દૃશ્યનો કરુણ એટલો બધો આઘાતકારક છે, તીવ્ર છે, નિરાશામય છે કે એક દૃષ્ટિએ કાલિદાસને આ દૃશ્ય દ્વારા ઘણું કહેવાનું હોય એમ અમને લાગે છે! અને આમાં એ સર્વ અણકથ્યું જ રહી જાય છે. | અસ્તુ! પણ આ ફેરફારો કરવાનાં કેટલાંક પરિણામો રસને હાનિ કરે છે તેનું શું? શાકુન્તલનું કરુણમાં કરુણ દૃશ્ય તેનો છઠ્ઠો અંક શેને લીધે? પતિ પરિણીતાનો અસ્વીકાર કરે તેને લીધે! એ દૃશ્યમાંથી શકુન્તલાને લઈ લો એટલે એમાં કશું જ બાકી રહ્યું નહિ. આ દૃશ્યનો કરુણ એટલો બધો આઘાતકારક છે, તીવ્ર છે, નિરાશામય છે કે એક દૃષ્ટિએ કાલિદાસને આ દૃશ્ય દ્વારા ઘણું કહેવાનું હોય એમ અમને લાગે છે! અને આમાં એ સર્વ અણકથ્યું જ રહી જાય છે. | ||
બીજી એક નાની બાબત જોઈએ. મૂળ શાકુન્તલમાં સાતમા અંકમાં માતલિ અને રાજા વાતચીત કરતા ઊતરે છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે કામ માટે ઇન્દ્રે દુષ્યન્તને બોલાવ્યો હતો તે કામ કરી રહ્યા પછી તેઓ પાછા ફરે છે. આ રસદર્શનમાં આવી સૂચના કરવાને કશું જ નથી. વાંચનાર આગળના અંકના અનુસંધાનથી એમ પણ માની શકે કે હજી વિજયપુરમાં કામ પત્યું નથી, અને રસ્તામાં તેમનું ઍરોપ્લેન ખોટક્યું છે. અને તો આ દૃશ્યને માટે એ યોગ્ય વાતાવરણ કે પ્રસંગ નથી જ. વળી આ અંકમાં દુષ્યન્તને સર્વદમનને જોતાં, છેક સામાન્યરૂપે વાત્સલ્યભાવ થાય છે, ધીમે-ધીમે સામાન્યમાંથી એ ભાવ પુત્રભાવનું વિશિષ્ટ રૂપે લે છે, એ કૌશલ આમાં આવતું નથી. ખેર! પણ એથી વિશેષ એ છે કે આખું નાટક કર્તાએ શાકુન્તલની છાયારૂપે કર્યું છે એટલું જ નથી, તેમના રસદર્શનનાં પાત્રોએ શાકુન્તલ બન્ને કાલિદાસના શાકુન્તલના આભારી જણાવેલાં છે. બન્ને ઉત્તમ, રસિક, સંસ્કારી છે તો પ્રશ્ન થાય છે કે રસદર્શનની શકુન્તલા કાલિદાસની શકુન્તલાના વૃત્તાંતથી નરેન્દ્રને કંઈક વિસ્મરણ થયું હશે એમ ન કલ્પી શકે? એ વિસ્મરણ ટાળવા કંઈ ઉપાય પણ ન કરે? નરેન્દ્રને જો આખરે વીંટીથી શકુન્તલા યાદ આવી. | બીજી એક નાની બાબત જોઈએ. મૂળ શાકુન્તલમાં સાતમા અંકમાં માતલિ અને રાજા વાતચીત કરતા ઊતરે છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે કામ માટે ઇન્દ્રે દુષ્યન્તને બોલાવ્યો હતો તે કામ કરી રહ્યા પછી તેઓ પાછા ફરે છે. આ રસદર્શનમાં આવી સૂચના કરવાને કશું જ નથી. વાંચનાર આગળના અંકના અનુસંધાનથી એમ પણ માની શકે કે હજી વિજયપુરમાં કામ પત્યું નથી, અને રસ્તામાં તેમનું ઍરોપ્લેન ખોટક્યું છે. અને તો આ દૃશ્યને માટે એ યોગ્ય વાતાવરણ કે પ્રસંગ નથી જ. વળી આ અંકમાં દુષ્યન્તને સર્વદમનને જોતાં, છેક સામાન્યરૂપે વાત્સલ્યભાવ થાય છે, ધીમે-ધીમે સામાન્યમાંથી એ ભાવ પુત્રભાવનું વિશિષ્ટ રૂપે લે છે, એ કૌશલ આમાં આવતું નથી. ખેર! પણ એથી વિશેષ એ છે કે આખું નાટક કર્તાએ શાકુન્તલની છાયારૂપે કર્યું છે એટલું જ નથી, તેમના રસદર્શનનાં પાત્રોએ શાકુન્તલ બન્ને કાલિદાસના શાકુન્તલના આભારી જણાવેલાં છે. બન્ને ઉત્તમ, રસિક, સંસ્કારી છે તો પ્રશ્ન થાય છે કે રસદર્શનની શકુન્તલા કાલિદાસની શકુન્તલાના વૃત્તાંતથી નરેન્દ્રને કંઈક વિસ્મરણ થયું હશે એમ ન કલ્પી શકે? એ વિસ્મરણ ટાળવા કંઈ ઉપાય પણ ન કરે? નરેન્દ્રને જો આખરે વીંટીથી શકુન્તલા યાદ આવી.<ref>શકુન્તલાની સ્મૃતિ થયા પછી નરેન્દ્ર જેવો વગવસીલાવાળો માણસ ખાનગી રીતે વર્તમાનપત્રો દ્વારા પોતાની સ્મૃતિનો ખુલાસો દર્શાવીને શકુન્તલાની ભાળ ન કઢાવી શકત? – કે શકુન્તલાના આશ્રમમાં ટપાલ વર્તમાનપત્રો વગેરે જેવું જ નહોતું?</ref>તો તેના જાતે હાજર થવાથી, પોતાનો ફોટો મોકલવાથી, કે નરેન્દ્રનો પોતા પર આવેલો કોઈ કાગળ બતાવવાથી પણ યાદ આવત, અહીં કંઈ શાપ જેવો અફર ચમત્કાર નહોતો! અને તારટપાલ ઍરોપ્લેનના જમાનામાં શકુન્તલાએ સારંગધરને મોકલ્યો તે પહેલાં નરેન્દ્ર જેવા મોટા અધિકારીની ઈજા, તેનાથી થયેલો સ્મૃતિભ્રંશ એ સઘળું શકુન્તલાને પહોંચે એટલું વર્તમાનપત્રોમાં ન આવી ગયું હોય? નરેન્દ્રની તબિયત જોવા તે જાતે ગઈ પણ ન હોય? તેણે તપાસ ન કરાવી હોય? એ કેમ બને? અને નરેન્દ્ર જેવા મોટા માણસને એ પત્ર પણ ન લખી શકે એ કેમ મનાય? ‘પત્ર કોઈના હાથમાં જાય માટે લખતી નથી.’ ‘એમની વૃદ્ધ માતાને આઘાત થાય માટે’ વાત ગુપ્ત રાખી, આ આખી કથાના અત્યંત નબળા અંકોડા છે; નરેન્દ્ર જેવાને શરમાવનારા છે. મહાભારતમાં દુષ્યન્તનું વર્તન શરમાવનારું હતું. તેમાંથી બચાવવા કાલિદાસે શાપનો ચમત્કાર આણ્યો, તો રસદર્શનકારે એ શરમ પાછી દુષ્યન્ત ઉપર ઓઢાડી! બીજું : સરાનપુર લગ્ન નોંધાવી, શકુન્તલાથી જુદો પડી, વટગામ થઈ નરેન્દ્ર વિશાળગામ આવ્યો. વિશાળગામથી અસ્વારી કરી આવતો હતો ત્યાં અકસ્માતથી ઈજા થઈ. ત્યાં સુધીમાં તેણે શકુન્તલાને એક પત્ર પણ ન લખ્યો હોય એમ બને? નવપરિણીત વર, આટલો ઉત્સુક પ્રેમી હંમેશ એક પત્ર લખે તોપણ અતિશયોક્તિ ન ગણાય. પણ પત્ર લખે તો તે પાછું અભિજ્ઞાનનું સાધન થઈ જાય અને એ તો અટકાવવું છે! ખરું તો એ છે કે કર્તાને દુષ્યન્તની શાપજન્ય વિસ્મૃતિ અસંભવિત લાગી, એટલે એ છોડી દીધી. પણ કર્તા હાલના જમાનામાં તેને બીજી સંભવિત બનાવી શક્યા નહિ! | ||
પ્રસ્તાવનામાં કર્તાએ શ્લોકોના અનુવાદોની ઝીણવટથી ચર્ચા કરી છે, અને સારી રસજ્ઞતા દર્શાવી છે. પણ તેમના પોતાના શ્લોકમાં વધારે પ્રસાદ કે કાવ્યત્વ તેઓ બતાવી શક્યા નથી. એટલે અમને આ પ્રયત્ન યોગ્ય દિશાનો જણાતો નથી. શાકુન્તલ મનુષ્યસ્વભાવના મહાન અને નિત્યભાવોને વિષય કરે છે. તેથી ચિરંજીવ છે; છતાં તે કાલિદાસે કલ્પેલી ભૂમિ ઉપર એટલું દૃઢ ઊગેલું છે, કે તેને ત્યાંથી ઉખેડીને બીજે વાવી શકાય એમ અમને નથી લાગતું. અને છતાં શાકુન્તલ એટલું મહાન છે કે આ કૃતિ પણ અસલની છાયાને લીધે પોતાની રીતે રસિક અને સુવાચ્ય બની છે. માત્ર એટલું જ કે કાલિદાસના શાકુન્તલના રસપિપાસુએ સંસ્કૃત ન આવડતું હોય તો, તેના ભાષાંતરે જવું જોઈશે. આ રસદર્શનથી અસલનો ખ્યાલ આવી શકે એમ અમે માનતા નથી. અને તેમાં પણ કર્તાની મર્યાદા કરતાં અમે એ પ્રયત્નની દુર્ઘટતા વિશેષ કારણભૂત માનીએ છીએ. | પ્રસ્તાવનામાં કર્તાએ શ્લોકોના અનુવાદોની ઝીણવટથી ચર્ચા કરી છે, અને સારી રસજ્ઞતા દર્શાવી છે. પણ તેમના પોતાના શ્લોકમાં વધારે પ્રસાદ કે કાવ્યત્વ તેઓ બતાવી શક્યા નથી. એટલે અમને આ પ્રયત્ન યોગ્ય દિશાનો જણાતો નથી. શાકુન્તલ મનુષ્યસ્વભાવના મહાન અને નિત્યભાવોને વિષય કરે છે. તેથી ચિરંજીવ છે; છતાં તે કાલિદાસે કલ્પેલી ભૂમિ ઉપર એટલું દૃઢ ઊગેલું છે, કે તેને ત્યાંથી ઉખેડીને બીજે વાવી શકાય એમ અમને નથી લાગતું. અને છતાં શાકુન્તલ એટલું મહાન છે કે આ કૃતિ પણ અસલની છાયાને લીધે પોતાની રીતે રસિક અને સુવાચ્ય બની છે. માત્ર એટલું જ કે કાલિદાસના શાકુન્તલના રસપિપાસુએ સંસ્કૃત ન આવડતું હોય તો, તેના ભાષાંતરે જવું જોઈશે. આ રસદર્શનથી અસલનો ખ્યાલ આવી શકે એમ અમે માનતા નથી. અને તેમાં પણ કર્તાની મર્યાદા કરતાં અમે એ પ્રયત્નની દુર્ઘટતા વિશેષ કારણભૂત માનીએ છીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Latest revision as of 03:02, 12 March 2026
૧. શકુન્તલારસદર્શન
કર્તા અને પ્રકાશક : બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા, ગોપીપુરા, સુરત, મૂલ્ય એક રૂપિયો. કર્તા આ પુસ્તકનો ઉદ્દેશ એવો બતાવે છે કે શાકુન્તલના દુર્વાસાશાપ જેવા પ્રસંગો, અપ્સરાઓ જેવાં પાત્રો વગેરે કેટલાંકને ‘આપણું જગત નહિ’ એમ લાગે છે અને તેથી ‘એ અપૂર્વ નાટક આપણા જીવનથી દૂર અતિ દૂર એમ એ લોકો માને છે, અને પરિણામે એનો વૈભવ, એની કલા, એનું સૌંદર્ય, એનું તપોબળ એ સર્વ એમના હાલના જીવનને સ્પર્શતું પણ નથી.’ એવાં અધિકારીઓને માટે કર્તાએ હાલના મોટર ઍરોપ્લેનના જમાનામાં શાકુન્તલને ઉતાર્યું છે. માટે આ કૃતિને તેઓ રસદર્શન કહે છે. આમ કરવાને તેમણે મૂળમાં બે દૃષ્ટિએ ફેરફારો કર્યા છે. એક તો આ જમાનામાં જે ન બને તે કાઢી નાખ્યું છે. બીજું ઔચિત્યની દૃષ્ટિએ પણ તેમને કાલિદાસની વસ્તુમાં કેટલાક ફેરફારો કરવા આવશ્યક લાગ્યા તે તેમણે કર્યા છે. ઉદાહરણ, શાકુન્તલમાં છઠ્ઠા અંકમાં રાજાનો અસ્વીકાર સહન કરીને શકુન્તલા પુરોહિતની પાછળ જાય છે. શકુન્તલામાં તેમને ‘આ પરાધીનતા યોગ્ય લાગતી નથી’ એટલે તેઓ નરેન્દ્ર (દુષ્યન્ત) આગળ એકલા સારંગધરને મોકલે છે. અસ્તુ! પણ આ ફેરફારો કરવાનાં કેટલાંક પરિણામો રસને હાનિ કરે છે તેનું શું? શાકુન્તલનું કરુણમાં કરુણ દૃશ્ય તેનો છઠ્ઠો અંક શેને લીધે? પતિ પરિણીતાનો અસ્વીકાર કરે તેને લીધે! એ દૃશ્યમાંથી શકુન્તલાને લઈ લો એટલે એમાં કશું જ બાકી રહ્યું નહિ. આ દૃશ્યનો કરુણ એટલો બધો આઘાતકારક છે, તીવ્ર છે, નિરાશામય છે કે એક દૃષ્ટિએ કાલિદાસને આ દૃશ્ય દ્વારા ઘણું કહેવાનું હોય એમ અમને લાગે છે! અને આમાં એ સર્વ અણકથ્યું જ રહી જાય છે. બીજી એક નાની બાબત જોઈએ. મૂળ શાકુન્તલમાં સાતમા અંકમાં માતલિ અને રાજા વાતચીત કરતા ઊતરે છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે કામ માટે ઇન્દ્રે દુષ્યન્તને બોલાવ્યો હતો તે કામ કરી રહ્યા પછી તેઓ પાછા ફરે છે. આ રસદર્શનમાં આવી સૂચના કરવાને કશું જ નથી. વાંચનાર આગળના અંકના અનુસંધાનથી એમ પણ માની શકે કે હજી વિજયપુરમાં કામ પત્યું નથી, અને રસ્તામાં તેમનું ઍરોપ્લેન ખોટક્યું છે. અને તો આ દૃશ્યને માટે એ યોગ્ય વાતાવરણ કે પ્રસંગ નથી જ. વળી આ અંકમાં દુષ્યન્તને સર્વદમનને જોતાં, છેક સામાન્યરૂપે વાત્સલ્યભાવ થાય છે, ધીમે-ધીમે સામાન્યમાંથી એ ભાવ પુત્રભાવનું વિશિષ્ટ રૂપે લે છે, એ કૌશલ આમાં આવતું નથી. ખેર! પણ એથી વિશેષ એ છે કે આખું નાટક કર્તાએ શાકુન્તલની છાયારૂપે કર્યું છે એટલું જ નથી, તેમના રસદર્શનનાં પાત્રોએ શાકુન્તલ બન્ને કાલિદાસના શાકુન્તલના આભારી જણાવેલાં છે. બન્ને ઉત્તમ, રસિક, સંસ્કારી છે તો પ્રશ્ન થાય છે કે રસદર્શનની શકુન્તલા કાલિદાસની શકુન્તલાના વૃત્તાંતથી નરેન્દ્રને કંઈક વિસ્મરણ થયું હશે એમ ન કલ્પી શકે? એ વિસ્મરણ ટાળવા કંઈ ઉપાય પણ ન કરે? નરેન્દ્રને જો આખરે વીંટીથી શકુન્તલા યાદ આવી.[1]તો તેના જાતે હાજર થવાથી, પોતાનો ફોટો મોકલવાથી, કે નરેન્દ્રનો પોતા પર આવેલો કોઈ કાગળ બતાવવાથી પણ યાદ આવત, અહીં કંઈ શાપ જેવો અફર ચમત્કાર નહોતો! અને તારટપાલ ઍરોપ્લેનના જમાનામાં શકુન્તલાએ સારંગધરને મોકલ્યો તે પહેલાં નરેન્દ્ર જેવા મોટા અધિકારીની ઈજા, તેનાથી થયેલો સ્મૃતિભ્રંશ એ સઘળું શકુન્તલાને પહોંચે એટલું વર્તમાનપત્રોમાં ન આવી ગયું હોય? નરેન્દ્રની તબિયત જોવા તે જાતે ગઈ પણ ન હોય? તેણે તપાસ ન કરાવી હોય? એ કેમ બને? અને નરેન્દ્ર જેવા મોટા માણસને એ પત્ર પણ ન લખી શકે એ કેમ મનાય? ‘પત્ર કોઈના હાથમાં જાય માટે લખતી નથી.’ ‘એમની વૃદ્ધ માતાને આઘાત થાય માટે’ વાત ગુપ્ત રાખી, આ આખી કથાના અત્યંત નબળા અંકોડા છે; નરેન્દ્ર જેવાને શરમાવનારા છે. મહાભારતમાં દુષ્યન્તનું વર્તન શરમાવનારું હતું. તેમાંથી બચાવવા કાલિદાસે શાપનો ચમત્કાર આણ્યો, તો રસદર્શનકારે એ શરમ પાછી દુષ્યન્ત ઉપર ઓઢાડી! બીજું : સરાનપુર લગ્ન નોંધાવી, શકુન્તલાથી જુદો પડી, વટગામ થઈ નરેન્દ્ર વિશાળગામ આવ્યો. વિશાળગામથી અસ્વારી કરી આવતો હતો ત્યાં અકસ્માતથી ઈજા થઈ. ત્યાં સુધીમાં તેણે શકુન્તલાને એક પત્ર પણ ન લખ્યો હોય એમ બને? નવપરિણીત વર, આટલો ઉત્સુક પ્રેમી હંમેશ એક પત્ર લખે તોપણ અતિશયોક્તિ ન ગણાય. પણ પત્ર લખે તો તે પાછું અભિજ્ઞાનનું સાધન થઈ જાય અને એ તો અટકાવવું છે! ખરું તો એ છે કે કર્તાને દુષ્યન્તની શાપજન્ય વિસ્મૃતિ અસંભવિત લાગી, એટલે એ છોડી દીધી. પણ કર્તા હાલના જમાનામાં તેને બીજી સંભવિત બનાવી શક્યા નહિ! પ્રસ્તાવનામાં કર્તાએ શ્લોકોના અનુવાદોની ઝીણવટથી ચર્ચા કરી છે, અને સારી રસજ્ઞતા દર્શાવી છે. પણ તેમના પોતાના શ્લોકમાં વધારે પ્રસાદ કે કાવ્યત્વ તેઓ બતાવી શક્યા નથી. એટલે અમને આ પ્રયત્ન યોગ્ય દિશાનો જણાતો નથી. શાકુન્તલ મનુષ્યસ્વભાવના મહાન અને નિત્યભાવોને વિષય કરે છે. તેથી ચિરંજીવ છે; છતાં તે કાલિદાસે કલ્પેલી ભૂમિ ઉપર એટલું દૃઢ ઊગેલું છે, કે તેને ત્યાંથી ઉખેડીને બીજે વાવી શકાય એમ અમને નથી લાગતું. અને છતાં શાકુન્તલ એટલું મહાન છે કે આ કૃતિ પણ અસલની છાયાને લીધે પોતાની રીતે રસિક અને સુવાચ્ય બની છે. માત્ર એટલું જ કે કાલિદાસના શાકુન્તલના રસપિપાસુએ સંસ્કૃત ન આવડતું હોય તો, તેના ભાષાંતરે જવું જોઈશે. આ રસદર્શનથી અસલનો ખ્યાલ આવી શકે એમ અમે માનતા નથી. અને તેમાં પણ કર્તાની મર્યાદા કરતાં અમે એ પ્રયત્નની દુર્ઘટતા વિશેષ કારણભૂત માનીએ છીએ.
ફાગણ ૧૯૯૨
પાદટીપ
- ↑ શકુન્તલાની સ્મૃતિ થયા પછી નરેન્દ્ર જેવો વગવસીલાવાળો માણસ ખાનગી રીતે વર્તમાનપત્રો દ્વારા પોતાની સ્મૃતિનો ખુલાસો દર્શાવીને શકુન્તલાની ભાળ ન કઢાવી શકત? – કે શકુન્તલાના આશ્રમમાં ટપાલ વર્તમાનપત્રો વગેરે જેવું જ નહોતું?
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.