સાહિત્ય પલ્લવ – ભાગ ૧/શ્યામ રંગ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. શ્યામ રંગ}} {{Block center|<poem>શ્યામ રંગ સમીપે ન જાવું, {{gap}}મારે આજ થકી શ્યામ રંગ. {{right|ટેક.}} જેમાં કાળાશ તે સહુ એકસરખું, {{gap}}સર્વમાં કપટ હશે આવું. {{right|મારે૰}} કસ્તુરીની બિંદી તે કરું નહિ, ૫ {{gap...")
 
(+1)
 
Line 19: Line 19:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઋતુપર્ણનો ‘વરઘોડો’
|previous = દયારામ
|next = શામળ
|next = જે કોઈ પ્રેમઅંશ અવતરે
}}
}}

Latest revision as of 06:16, 22 March 2026

૧. શ્યામ રંગ

શ્યામ રંગ સમીપે ન જાવું,
મારે આજ થકી શ્યામ રંગ. ટેક.
જેમાં કાળાશ તે સહુ એકસરખું,
સર્વમાં કપટ હશે આવું. મારે૰
કસ્તુરીની બિંદી તે કરું નહિ, ૫
કાજળ ન આંખમાં અંજાવું. મારે૰
કોકિલાનો શબ્દ સુણું નહિ,
કાગવાણી શુકનમાં ન લાવું. મારે૰
નીલાંબર કાળી કંચુકી ન પહેરું,
જમનાનાં નીરમાં ન નાહવું. મારે૰ ૧૦
મરકત મણિને મેઘ દૃષ્ટે ન જોવાં,
જાંબુ વંતાક ન ખાવું! મારે૰
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,
પણ કહે મન, પલક ના નિભાવું. મારે૰