સાહિત્ય પલ્લવ – ભાગ ૧/જે કોઈ પ્રેમઅંશ અવતરે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 15: Line 15:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઋતુપર્ણનો ‘વરઘોડો’
|previous = શ્યામ રંગ
|next = શામળ
|next = ચિત્ત, તું શીદને ચિંતા ધરે?
}}
}}

Latest revision as of 06:18, 22 March 2026

૨. જે કોઈ પ્રેમઅંશ શા અવતરે

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે૰ ટેક
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ-સુતને જરે;
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. પ્રેમરસ૰
સક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ જ હરે;
ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે. પ્રેમરસ૰
સોમવેલીરસ-પાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગરવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. પ્રેમરસ૰
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે;
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. પ્રેમરસ૰
એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ન ફરે; ૧૦
દયા પ્રીતમ શ્રીગોવરધનધર પ્રેમ-ભક્તિએ વરે. પ્રેમરસ૰