સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કોણ?: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
{{right|[‘વસુધા’માંથી]}}</poem>}} | {{right|[‘વસુધા’માંથી]}}</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
{{ | {{Hi|૧. શ્રી. પૂજાલાલ કૃત વસન્ત અને શ્રી. સુન્દરમ્ કૃત ‘વસન્ત ઢૂંઢું’ વાંચતાં તમારા મન પર પડેલી છાપ ટૂંકમાં વર્ણવો.}} | ||
{{ | {{Hi|૨.‘જીવનજંગ જહીં કાતિલ છે’ — એટલે જ્યાં માણસને જીવવા માટે દિવસ રાત સખત મજૂરી કરવી પડે છે. મિલના જીવનનું કવિએ આ પંક્તિમાં વર્ણન કર્યું છે. મિલમાં કામ કરતા મજૂરોની સ્થિતિ કેવી ભયંકર અને દયાજનક હોય છે તે તો મિલને નજરે જોયે જ સમજાય. જો તમે કોઈ મિલ જોઈ હોય તો ‘એક મિલમાં મારો એક દિવસ’ એ વિષય ઉપર ટૂંકમાં લખજો.}} | ||
{{ | {{Hi|૩. વનના રસ્તા અને નગરના રસ્તાની તુલના કરો.}} | ||
{{ | {{Hi|૪. શહેરની વસન્તને કવિ ‘અધૂરી’ અને ‘અકારી’ શા માટે કહે છે?}} | ||
{{ | {{Hi|૫. ગરીબોના જીવનની કરુણ કથા જેમાં આવતી હોય એવાં કોઈ કાવ્યો તમે વાંચ્યાં હોય તો તેમાંથી થોડાંકના નામ આપો.}} | ||
{{ | {{Hi|૬. કોને સંબોધીને ‘કોણ?’ કાવ્ય લખવામાં આવ્યું છે?}} | ||
{{ | {{Hi|૭. કઈ કઈ વસ્તુઓ જોતાં કવિને ‘કોણ?’માંનો પ્રશ્ન ઉદ્ભવે છે?}} | ||
{{ | {{Hi|૮. ‘કોણ?’માંથી તમને ઘણી ગમી ગઈ હોય એવી બે ત્રણ કલ્પનાનો ઉલ્લેખ કરો.}} | ||
{{ | {{Hi|૯. ‘કોણ?’ની છેલ્લી બે પંક્તિઓમાં કવિ શું કહેવા માગે છે?}} | ||
{{ | {{Hi|૧૦. કવિ પોતાને થતો અનુભવ આંખ, કાન, નાક, આદિ ઇન્દ્રિયો દ્વારા મેળવે છે એ બતાવવું હોય તો આ કવિતામાંથી કવિના કયા કયા અનુભવો તમે નોંધશો?}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 12:22, 22 March 2026
[શ્રી. ‘સુન્દરમ્’નું આ બીજું કાવ્ય “વસંત ઢૂંઢું’’ કરતાં તદ્દન જુદી જ જાતનું છે. શબ્દનું માધુર્ય, લલિત કોમળ કલ્પનાઓ અને તેમાંથી ખડાં થતાં કેટલાંક સુન્દર ચિત્રોને લીધે આ ગીત તરત આપણા મનમાં રમી રહે છે. જે માધુર્ય, એમના ‘રંગ રંગ વાદળિયાં’માં છે તે જ આપણને અહીં ફરીથી જોવાનું મળે છે. ‘સુરભિત (સુગંધવાળા), પુલકિત (હરખથી રૂવાં ઊભાં થઈ જાય એવા), મુખરિત (અવાજવાળા) શ્વાસ ‘જેવા સંગીતભર્યા શબ્દસમૂહ, સંધ્યાકાશે પલપલ બદલાતાં નવલાં પ્રેમલ ચીર, સરવરતીરની ઊછળતી કોમળ ઊર્મિ, પૃથ્વીના સેંથા પરની ઝાકળ-મોતીમાળ, વગેરે વર્ણનો આપણા મન આગળ સુરેખ ચિત્રો ખડાં કરે છે. અને ‘પર્વતને શિખર સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?’ પંક્તિ આગળ આવતાં આપણે ઈશ્વરની ભવ્યતાનાં ઘેરાં દર્શનમાં જાણે ડૂબી જઈએ છીએ. વળી ઉત્કંઠા, આતુરતા, વેગ એનાં પણ કેવાં જોરદાર ચિત્રો છેલ્લી ચાર પંક્તિઓમાં કવિએ આપ્યાં છે! પહેલ પાડેલા મહામૂલ્ય નાનકડા હીરા જેવું આ કાવ્ય તો જીહ્વાગ્રે જ હોવું જોઈએ.]
પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત, પુલકિત, મુખરિત શ્વાસ?
કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમલ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?
અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ-મોતી-માળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો, ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન-રૂપ?
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?
[‘વસુધા’માંથી]
સ્વાધ્યાય