સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભોળી ભરવાડણ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩. ભોળી ભરવાડણ}} | {{Heading|૩. ભોળી ભરવાડણ|નરસિંહ મહેતા}} | ||
{{Block center|<poem>ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી; સોળ | {{Block center|<poem>ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી; સોળ | ||
Revision as of 17:16, 30 March 2026
૩. ભોળી ભરવાડણ
નરસિંહ મહેતા
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી; સોળ
સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. ભોળી રે૦
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી. ભોળી રે૦
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. ભોળી રે૦
બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળી રે૦
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી રે૦