સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પૂજારી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
ઘંટના નાદે કાન ફૂટે મારા,  
ઘંટના નાદે કાન ફૂટે મારા,  
ધૂપથી શ્વાસ રૂંધાય;  
{{gap|3em}}ધૂપથી શ્વાસ રૂંધાય;  
ફૂલમાળા દૂર રાખ, પૂજારી,  
ફૂલમાળા દૂર રાખ, પૂજારી,  
અંગ મારું અભડાય;  
{{gap|3em}}અંગ મારું અભડાય;  
ન નૈવેદ્ય તારું આ!
{{gap|6em}}ન નૈવેદ્ય તારું આ!
પૂજારી, પાછો જા!
{{gap|6em}}પૂજારી, પાછો જા!
પ્રેમનાં આ ભવ્ય મહાલય,
પ્રેમનાં આ ભવ્ય મહાલય,
બંધન થાય મને;
{{gap|3em}}બંધન થાય મને;
ઓ રે પૂજારી! તોડ દીવાલો,  
ઓ રે પૂજારી! તોડ દીવાલો,  
પાષાણ કેમ ગમે?
{{gap|3em}}પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ!  
{{gap|6em}}ન પ્રેમનું ચિહ્ન આ!  
પૂજારી, પાછો જા!
{{gap|6em}}પૂજારી, પાછો જા!
એરણ સાથ અફાળે હથોડા  
એરણ સાથ અફાળે હથોડા  
ઘંટ તણો ઘડનાર;  
{{gap|3em}}ઘંટ તણો ઘડનાર;  
દિન કે રાત ન નીંદર લેતો,
દિન કે રાત ન નીંદર લેતો,
(ને) નૈવેદ્ય તું ધરનાર?  
{{gap|3em}}(ને) નૈવેદ્ય તું ધરનાર?  
ખરી તો એની પૂજા!  
{{gap|6em}}ખરી તો એની પૂજા!  
પૂજારી, પાછો જા!
{{gap|6em}}પૂજારી, પાછો જા!
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે?  
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે?  
બહાર ખડી જનતા;
{{gap|3em}}બહાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,  
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,  
પ્રેમ નહિ પથરા;  
{{gap|3em}}પ્રેમ નહિ પથરા;  
ઓ તું જોને જરા!  
{{gap|6em}}ઓ તું જોને જરા!  
પૂજારી, પાછો જા!
{{gap|6em}}પૂજારી, પાછો જા!
માળી કરે ફૂલ મ્હેકતી વાડી,
માળી કરે ફૂલ મ્હેકતી વાડી,
ફૂલને તું અડ કાં?
{{gap|3em}}ફૂલને તું અડ કાં?
ફૂલ ધરે તું : સહવા એને  
ફૂલ ધરે તું : સહવા એને  
તાઢ અને તડકા!  
{{gap|3em}}તાઢ અને તડકા!  
એ તે પાપ કે પૂજા?  
{{gap|6em}}એ તે પાપ કે પૂજા?  
પૂજારી, પાછો જા!
{{gap|6em}}પૂજારી, પાછો જા!
ઓ રે પૂજારી! આ મંદિર કાજે  
ઓ રે પૂજારી! આ મંદિર કાજે  
મજૂર વ્હે પથરા;  
{{gap|3em}}મજૂર વ્હે પથરા;  
લોહીનું પાણી તો થાય એનું,  
લોહીનું પાણી તો થાય એનું,  
ને નામ ખાટે નવરા;   
{{gap|3em}}ને નામ ખાટે નવરા;   
અરે, તું ના શરમા?
{{gap|6em}}અરે, તું ના શરમા?
પૂજારી, પાછો જા!
{{gap|6em}}પૂજારી, પાછો જા!
ખેડૂતને અંગ માટી ભરાતી,
ખેડૂતને અંગ માટી ભરાતી,
અર્ધ્ય ભર્યો નખમાં;
{{gap|3em}}અર્ધ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી,
ધૂપ ધર્યો પરસેવો ઉતારી,
ઘંટ બજે ઘણમાં :
{{gap|3em}}ઘંટ બજે ઘણમાં :
પૂજારી સાચો આ!
{{gap|6em}}પૂજારી સાચો આ!
પૂજારી, પાછો જા!
{{gap|6em}}પૂજારી, પાછો જા!
</poem>}}
</poem>}}
<br>
<br>

Revision as of 14:36, 2 April 2026

૧. પૂજારી

કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટના નાદે કાન ફૂટે મારા,
ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળા દૂર રાખ, પૂજારી,
અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ!
પૂજારી, પાછો જા!
પ્રેમનાં આ ભવ્ય મહાલય,
બંધન થાય મને;
ઓ રે પૂજારી! તોડ દીવાલો,
પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ!
પૂજારી, પાછો જા!
એરણ સાથ અફાળે હથોડા
ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નીંદર લેતો,
(ને) નૈવેદ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા!
પૂજારી, પાછો જા!
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે?
બહાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,
પ્રેમ નહિ પથરા;
ઓ તું જોને જરા!
પૂજારી, પાછો જા!
માળી કરે ફૂલ મ્હેકતી વાડી,
ફૂલને તું અડ કાં?
ફૂલ ધરે તું : સહવા એને
તાઢ અને તડકા!
એ તે પાપ કે પૂજા?
પૂજારી, પાછો જા!
ઓ રે પૂજારી! આ મંદિર કાજે
મજૂર વ્હે પથરા;
લોહીનું પાણી તો થાય એનું,
ને નામ ખાટે નવરા;
અરે, તું ના શરમા?
પૂજારી, પાછો જા!
ખેડૂતને અંગ માટી ભરાતી,
અર્ધ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી,
ઘંટ બજે ઘણમાં :
પૂજારી સાચો આ!
પૂજારી, પાછો જા!